કુંવરબાઈનું મામેરું યોજના 2023 | Kuvarbai Nu Mameru Yojana

ભારતીય સંસ્કૃતિમાં લગ્નએ મહત્વનું પાસું છે, હિંદુ ધર્મના શાસ્ત્રો પ્રમાણે લગ્નએ હિંદુ ધર્મના 16 સંસ્કારો પૈકીનું એક છે. હાલના સમયમાં આધુનિકતા અને વૈજ્ઞાનિક સમયમાં લગ્ન વખતે ઘણો ખર્ચ થતો હોય છે, જે ખર્ચ સામાન્ય પરિવાર દ્વ્રારા પરવડતો નથી, માટે સરકાર દ્વારા લગ્ન વખતે થતાં ખર્ચને પોંહચી વળવા કુંવરબાઈનું મામેરું યોજના (kuvarbai nu mameru) થકી લગ્ન કરતી કન્યાને આર્થિક સહાય આપવામાં આવે છે.

આજે હું તમને કુંવરબાઈનું મામેરું યોજના વિશે સંપૂર્ણ માહિતી આપીશ, કુંવરબાઈનું મામેરું યોજના શું છે, તેનો લાભ કોણ લઈ શકે, યોજનાનું ફોર્મ ક્યાંથી મેળવવું, વગેરે યોજનાને લગતી વિવિધ માહિતી આ લેખમાં હું તમને જણાવીશ, તો વાચક મિત્રો આ લેખને અંત સુધી વાંચો..

kuvarbai nu mameru yojana

અનુક્રમ

કુંવરબાઈનું મામેરું યોજના શું છે? | Kuvarbai Nu Mameru Yojana Details in Gujarati

kuvarbai nu mameru : કુંવરબાઈનું મામેરું યોજના ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે, ગુજરાતની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગની કન્યાઓ લગ્ન કરે ત્યારે લગનાના ખર્ચામાં મદદરૂપ થવા માટે આ યોજના અમલમાં છે. આ યોજનાનો મુખ્ય હેતુ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગની કન્યાઓને લગ્નના ખર્ચ સામે પોંહચી વળે એ માટેનો છે.

કુંવરબાઈનું મામેરું યોજનામાં કેટલી સહાય મળવાપાત્ર છે?

કુંવરબાઇના મામેરાની યોજના હેઠળ કન્યાના ખાતામાં DBT (Direct Benefit Transfer) દ્વારા સહાયની રકમ આપવામાં આવે છે. અગાઉના ઠરાવ મુજબ 10,000 ની સહાય આપવામાં આવતી હતી જે હાલ સુધારો કરીને 12,000 ની સહાય આપવામાં આવે છે.

કુંવરબાઇના મામેરાની યોજના અંતર્ગત તારીખ 01/04/2021 પહેલાં જો લગ્ન કરેલા હોય તો તેવી કન્યાઓને રૂપિયા 10,000 ની સહાય મળવાપાત્ર છે.

જો તારીખ 01/04/2021 પછી કન્યાના લગ્ન થયેલા હોય તો તેવી કન્યાઓને રૂપિયા 12,000 ની સહાય આપવામાં આવશે.

કુંવરબાઈનું મામેરું યોજના માટેની પાત્રતા | kuvarbai nu mameru yojana

કુંવરબાઈનું મામેરું યોજના નો લાભ લેવા સરકાર દ્વારા કન્યાઓને લગતી કેટલીક શરતો નક્કી કરેલી છે, આ શરતોને આધીન કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ કન્યાઓ મેળવી શકે છે.

  • લાભાર્થી કન્યા ગુજરાત રાજ્યની મૂળ વતની હોવી જોઈએ.
  • લાભાર્થી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગના હોવા જોઈએ.
  • વિધવા પુન:વિવાહ કિસ્સામાં પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.
  • લાભાર્થીના પુન:લગ્નના કિસ્સામાં પણ આ યોજનો લાભ મળે છે.
  • એક કુંટુંબની 2 દિકરીના લગ્ન માટે કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
  • લાભાર્થી કન્યાના લગ્ન બાદ 2 વર્ષની અંદર અરજી કરવાની રહેશે.
  • લગ્ન વખતે કન્યાની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ તેમજ યુવકનું ઉંમર 21 વર્ષથી ઓછી ન હોવી જોઈએ.
  • સમૂહલગ્નમાં ‘સાત ફેરા સમૂહલગ્ન યોજના’ની તમામ શરતો પૂરી કરતી કન્યાને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.

કુંવરબાઈનું મામેરું યોજના માટેની આવક મર્યાદા

કુંવરબાઈનું મામેરું યોજનાની અરજી માટે કુંટુંબની આવક મર્યાદા નક્કી કરવામાં આવેલી છે નીચે મુજબ છે.

  • જો લાભાર્થી કન્યાનો પરિવાર ગ્રામ્ય વિસ્તારમાં રહેતો હોય તો તેની વાર્ષિક આવક મર્યાદા વધુમાં વધુ રૂપિયા 1,20,000 નક્કી કરવામાં આવેલ છે.
  • જો લાભાર્થી કન્યાનો પરિવાર શહેરી વિસ્તારમાં રહેતો હોય તો તેની વાર્ષિક આવક મર્યાદા વધુમાં વધુ રૂપિયા 1,50,000 નક્કી કરવામાં આવેલ છે.

નોંધ :- જો ઉપર દર્શાવેલ આવકથી કુંટુંબની આવક વધારે જશે તો કુંવરબાઈનું મામેરું યોજના નો લાભ મળવાપાત્ર નથી.

કુંવરબાઈનું મામેરું યોજનાની અરજી માટેના ડોક્યુમેન્ટ

કુંવરબાઈનું મામેરું યોજનાની અરજી કરવા માટે કેટલાક મહત્વ દસ્તાવેજોની જરૂર પડે છે, આ દસ્તાવેજોની લીસ્ટ નીચે પ્રમાણે છે.

  • કન્યાનો જાતિનો દાખલો
  • યુવકની જાતિનો દાખલો
  • કન્યાનું આધારકાર્ડ
  • કન્યાના પિતાનું આધારકાર્ડ
  • વર-કન્યાનો સંયુક્ત ફોટો
  • વરની જન્મ તારીખનું પ્રમાણ (L.C./જન્મ તારીખનો દાખલો/ અભણ હોય ત્યારે સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર) (કોઈપણ એક)
  • કન્યાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (L.C.) અથવા જન્મનું પ્રમાણપત્ર
  • કન્યા બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ
  • કન્યાના પિતાનું મૃત્યુ થયું છે તો તેનો મરણનો દાખલો
  • લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર(ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોવ તો તલાટી પાસેથી/શહેરી વિસ્તારમાં રહેતા હોવ તો નગરપાલિકા અથવા મહાનગરપાલિકાએથી મળશે)
  • લગ્ન કંકોતરી
  • કન્યાના પિતાનો અથવા કુંટુંબની વાર્ષિક આવકનો દાખલો
  • કન્યાના રહેઠાણનો પુરાવો (લાઈટ બીલ, આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ, રેશન કાર્ડ વગેરે માંથી કોઈ એક જેમાં રહેઠાણનું એડ્રેસ હોય)
  • કન્યાના પિતા/વાલીનું એકરારનામું અથવા બાહેંધરીનો નમુનો (કોઈપણ એક)

એકરારનામું અથવા બાહેંધરીનો નમુનો મેળવવાં અહીં ક્લિક કરો………………………..

કુંવરબાઈનું મામેરું યોજનાનું ફોર્મ ડાઉનલોડ કરવાં અહીં ક્લિક કરો…………………………..

કુંવરબાઈનું મામેરું યોજના માટે અરજી કેવી રીતે કરવી?

રાજ્યના આર્થિક રીતે નબળા પરિવારના લોકો સરકારી કચેરીના ધક્કા વારંવાર ખાવા ણ પડે એ ઉદેશ્યથી ઓનલાઈન ફોર્મ ભરવા e samaj kalyan portal બનાવેલ છે. આ પોર્ટલ પરથી કુંવરબાઈનું મામેરું યોજનાનું ફોર્મ ઓનલાઈન ભરી શકાય છે. તો નીચે દર્શાવેલા પગલાંને અનુસરો step by step માહિતી મેળવી ફોર્મ ભરો.

પગલું 1 : સૌપ્રથમ તમારે કોઈપણ બ્રાઉજરમાં e samaj kalyan લખી પ્રથમ જ વેબસાઈટ પર ક્લિક કરો.

પગલું 2 : હવે અહીં તમારે દીકરીના નામથી Registration કરવાનું રહેશે. જો તને registration ના કર્યું હોય તો અહીં આપેલ લિંક પર ક્લિક કરી registration કરવાની માહિતી મેળવી શકો છો………………………

પગલું 3 : registration થઈ ગયા પછી તમારે login કરવાનું રહેશે. પછી તમારી સામે લાગુ પડતી યોજનાનું લીસ્ટ આવી જશે એમાં તમારે ‘કુંવરબાઈનું મામેરું યોજના‘ ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.

પગલું 4 : પછી એક નવું પેજ ખુલશે તેમાં લાભાર્થીએ પોતાની ખાનગી વિગતો ભરવાની રહેશે, તેમજ માંગ્ય પ્રમાણે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.

પગલું 5 : બધી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તમારે Save Application પર ક્લિક કરી અરજીની પ્રિન્ટ કઢાવી લેવાની રહેશે.

તમારી અરજીની સ્થિતિ જાણો

ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ દ્વારા તમારા દ્વારા કરવામાં આવેલી અરજીની સ્થિતિ પણ તમે જાણી શકો છો, કે તમારી અરજી સ્વીકારાઈ છે કે અસ્વીકાર થઈ છે, અરજીમાં કોઈ ખામી છે કે કેમ,આવી તમામ વિગત જાણી શકાય છે, તો ચાલો જાણીએ કેવી રીતે પ્રક્રિયા કરવી.

પ્રથમ તમે ઈ-સમાજ કલ્યાણ પોર્ટલની વેબસાઈટની પર જાઓ – https://esamajkalyan.gujarat.gov.in/

ત્યારબાદ એક પેજ ખુલશે તેમાં નોંધણી નંબરને દાખલ કરો. તેમજ બાજુમાં DD/MM/YYYY જેમ જન્મ તારીખ દાખલ કરો.

પછી ‘સ્થિતિ જુઓ’ પર ક્લિક કરો. એટલે તમે કરેલી અરજીની વર્તમાન સ્થિતિ જોવા મળશે.

FAQ’s વારંવાર પૂછાતા પ્રશ્નો

કુંવરબાઈ મામેરા યોજનાનો લાભ કોણ મેળવી શકે?

ગુજરાતની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગની કન્યાઓને લગ્ન બાદ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે .

કુંવરબાઈનું મામેરું યોજના માટે અરજી ક્યાં કરવી?

કુંવરબાઈનું મામેરું યોજના માટે અરજી સમાજ કલ્યાણની વેબસાઈટ esamajkalyan પરથી કરી શકાય છે.

કુંવરબાઈનું મામેરા યોજનામાં કેટલા રૂપિયા સહાય મળે છે?

કુંવરબાઈનું મામેરા યોજનામાં રૂપિયા 12,000 ની સહાય રકમ મળવાપાત્ર છે.

કુવેરબાઈનું મામેરુ યોજના ફોર્મ કેવી રીતે ડાઉનલોડ કરવું?

કુવેરબાઈનું મામેરુ યોજના ફોર્મ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો……………………….

આમ, અમે આશા રાખીએ છીએ કે ઉપર જણાવેલ કુવેરબાઈનું મામેરુ યોજના વિશેની તમને તમામ પ્રકારની માહિતી મળી ગઈ હશે. જો તમને અમારો આ આર્ટીકલ પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને પણ શેર કરો જેથી તેઓને પણ કુવેરબાઈનું મામેરુ યોજના વિશે માહિતી મળે અને તેઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે.

Photo of author

Mahesh Vansh

https://gujarati.webinformer.in/

મારું નામ મહેશ વંશ છે અને હું આ બ્લોગ નો લેખક છું, આ બ્લોગ મારફતે હું તમને અવનવી માહિતી વિશે વાકેફ કરીશ.

Leave a Comment