ટ્યુશન સહાય યોજના 2023 | Tuition Sahay Yojana (Gueedc)

gueedc : ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે, જેનો મધ્યમ અને ગરીબ વર્ગના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક રીતે ઉત્થાન કરવામાં માટેનો હોય છે. બિન અનામત કમીશન દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમાં દ્વારા ભોજન બીલ સહાય યોજના, વિદેશમાં અભ્યાસ માટે લોન, કોચિંગ સહાય યોજના, શૈક્ષણિક આવાસ માટેની યોજનાઓ વગેરે ચલાવવામાં આવે છે. પ્રિય વાંચકો આજે હું તમને આર્ટિકલમાં ટ્યુશન સહાય યોજના વિશે સંપૂર્ણ માહિતી આપીશ..

tuition sahay yojana 2

Table of Contents

ટ્યુશન સહાય યોજના શું છે ? | What is Tuition Sahay Scheme?

gueedc આ યોજના ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા ચલાવવામાં આવે છે, આ યોજનાનો ઉદેશ્ય બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને કે જે ધોરણ ૧૧ અને ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીના શૈક્ષિણક ક્ષેત્રે ઉત્કર્ષ અને ઉત્થાન કરવા માટે છે. આ યોજનાના લાભાર્થીને અભ્યાસ સિવાય લેવું પડતું વધારાના ટ્યુશન માટે સહાય આપવામાં આવે છે.

ટ્યુશન સહાય યોજનાનો લાભ કોને મળે?

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાતિઓ પૈકી અતિ પછાત જાતિ, વધુ પછાત જાતિ તેમજ વિચરતી અને વિમુક્ત જાતિના વિધાર્થીઓ જે ધોરણ-૧૦ ની પરીક્ષામાં પ્રથમ પ્રયાસે પાસ કરી 70% કે તેથી વધુ ગુણ સાથે પાસ કરી અને ધોરણ ૧૧ માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ, મળવાપાત્ર છે.

કોચિંગ આપતી સંસ્થા માટે પાત્રતા

  • શાળા કે કોલેજ દ્વારા લેવામાં આવતી ફી માં ટ્યુશન ફી નો સમાવેશ થતો હોય તેવા કિસ્સામાં આ યોજનાનો લાભ મળવાપાત્ર નથી.
  • ટ્યુશન આપતી સંસ્થા છેલ્લા 3 વર્ષ કે તેથી વધુ સમયથી ચાલતી હોવી જોઈએ.
  • સંસ્થા ઓછામાં ઓછાં 30 વિદ્યાર્થીઓનો વર્ગ ચાલતો હોવો જોઈએ.
  • ટ્યુશન આપતી સંસ્થા પબ્લિક ટ્રસ્ટ એક્ટ, કંપની એક્ટ -2013 અથવા સહકારી કાયદા અંતર્ગત રજીસ્ટ્રેશન ધરાવતી હોવી જોઈએ.
  • સંસ્થા GST નંબર ધરાવતી હોવી જોઈએ.

ટ્યુશન સહાય યોજનામાં કેટલી સહાય મળે છે? | bin anamat aayog

ધોરણ 10 પછી 11 માં ધોરણ તરીકે વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષે (ધોરણ 11) રૂ. 15,000 તથા બીજા વર્ષે (ધોરણ 12) રૂ. 15 ,000 એમ કુલ રૂ. 30 ,000 ની ખાનગી ટ્યુશન મેળવતા હોય તેવા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે.

ટ્યુશન સહાય યોજનાની અરજી માટેના દસ્તાવેજો

  • ધોરણ-10 ની માર્કશીટની નકલ
  • ઓનલાઈન અરજીપત્રક
  • ઉંમરનો પુરાવો (LC અથવા જન્મનું પ્રમાણપત્ર)
  • રહેઠાણનો પુરાવો(ચુંટણી કાર્ડ/આધાર કાર્ડ/બેંક પાસબુક કોઈપણ એક)
  • આધારકાર્ડની નકલ
  • બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર
  • લાભાર્થીના બેંક પાસબુકની નકલ
  • ટ્યુશન કલાસની વિગત (ફી ભરેલ અને ભરવાપાત્ર ની વિગત સાથે)
  • આવકનો દાખલો
  • વિદ્યાર્થીનું ચાલુ અભ્યાસ અંગેનું સર્ટીફિકેટ (આચાર્ય દ્વારા માન્ય કરેલ)

આવક મર્યાદા કેટલી હોવી જોઈએ? | gueedc Scholarship

આ યોજનાનો લાભ ધોરણ- 11 અને 12 ના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળવાપાત્ર છે. ટ્યુશન સહાય યોજના અંતર્ગત લાભ મેળવતા વિદ્યાર્થીના કુંટુંબની વાર્ષિક આવક મર્યાદા 4,50,000 કે તેથી ઓછી હોવી જોઈએ.

ટ્યુશન સહાય યોજનાની ઓનલાઈન અરજી | bin anamat certificate

 ટ્યુશન સહાય યોજનાનો લાભ મેળવવાં માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે દર્શાવેલા પગલાં મુજબ છે.

સૌપ્રથમ તમારે કોઈપણ બ્રાઉજર ખોલી તેમાં sje. gujarat લખો અને પહેલી જ વેબસાઈટ પર ક્લિક કરો અથવા અહીં આપેલ વેબસાઈટ પર ક્લિક https://gueedconline.gujarat.gov.in/ કરવાનું રહેશે.

પછી એક નવું પેજ ખુલશે તેમાં તમારે New User Register ? પર ક્લિક કરવાનું રહેશે.

b 3

પછી તેમાં તમારે Email id, Mobile No. અને Password દાખલ કરી દેવાનો રહેશે તેમજ ફરીથી Confirm password માં તમે રાખેલ password દાખલ કરવાનો રહેશે. પછી બાજુમાં આપેલ Captcha દાખલ કરી Submit બટન પર ક્લિક કરો.

a 2

હવે તમારું Register થઈ ગયું હશે પછી તમારે login પેજ પર આવી તેમાં Username, Password, અને Captcha દાખલ કરી login બટન પર ક્લિક કરવાનું રહેશે.

b 4

ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે તેમાં તમારે “APPLY NOW” લખેલું હશે તેના પર ક્લિક કરી તમારે ‘કોચીંગ સહાય‘ નો વિકલ્પ પસંદ કરી લેવાનો રહેશે.

c 2

પછી તમારી સામે એક નવું પેજ ખુલશે તેમાં તમારે ‘કોચીંગ સહાય‘ ના વિકલ્પ સામે Apply Now કર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ વિગતો ધ્યાનપૂર્વક વાંચી ‘હા‘ પર ક્લિક કરી દેવાનું રહેશે.

d 2

નોંધ :- એકવાર Apply કર્યા પછી તમે 11 મહિના પછી ફરી Apply કરી શકો છો.

તે પછી એક નવું પેજ ખુલશે તેમાં લાભાર્થીએ પોતાની ખાનગી વિગત ભરી લેવાની રહેશે. પછી બિન અનામત વર્ગના પ્રમાણપત્રની વિગત, અભ્યાસ અને ટ્યુશન ક્લાસની માહિતી ભરી લેવાની રહેશે.

વિગત ભરી લીધા પછી વિદ્યાર્થીએ Save and Upload Photo & Signature પર ક્લિક કરી દેવાનું રહેશે.

e 1

ત્યારબાદ એક નવું પેજ ખુલશે તેમાં તમારો Application જોવા મળશે તેને તમારે નોંધી લેવાનો રહેશે. તેમજ નીચે Upload Photo & Signature Upload કરવાનો રહેશે. ત્યારબાદ Save Photo and Signature & Upload પર ક્લિક કરી દેવાનું રહેશે.

f 1

ત્યારબાદ એક પછી એક ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. અને Save બટન પર ક્લિક કરી દેવાનું રહેશે.

g 1

પછી તમે યોજનાનું નામ પસંદ કરી, Application નંબર તેમજ જન્મ તારીખ દાખલ કરી તમારું અરજી તમે જોઈ શકો છો. અને એની પ્રિન્ટ કઢાવી લેવાની રહેશે, જેની જરૂરિયાત તમને ડોક્યુમેન્ટ Verification વખતે પડશે.

i

તો આમ, ઉપર જણાવ્યા પગલાને અનુસરીને ટ્યુશન સહાય યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરી શકો છો.

ઓનલાઈન અરજી કર્યા બાદ અરજી ક્યાં મોકલવાની?

અરજીની નકલ સાથે પ્રમાણિત કરેલા તમામ દસ્તાવેજો લઈ લાભાર્થી વિદ્યાર્થી જે જિલ્લામાં અભ્યાસ કરતા હોય એ જિલ્લાની જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રીની કચેરીએ રૂબરૂ જવાનું રહેશે અથવા પોસ્ટ દ્વારા પણ અરજી મોકલી શકાશે.

FAQ’s વારંવાર પૂછાતા પ્રશ્નો

ટ્યુશન સહાય યોજનાનો લાભ ક્યા વિદ્યાર્થીઓને મળવાપાત્ર છે?

ટ્યુશન સહાય યોજનાનો ધોરણ 10 માં 70 % કે તેથી વધુ હોય એવા વિદ્યાર્થીઓને મળવાપાત્ર છે.

ટ્યુશન સહાય યોજનામાં કેટલી સહાય આપવામાં આવે છે?

ટ્યુશન સહાય યોજનામાં ધોરણ 11 માં રૂ.15,000 અને ધોરણ 12 માં રૂ.15,000 ની સહાય આપવામાં આવે છે.

ટ્યુશન સહાય ક્યા પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળવાપાત્ર છે?

ટ્યુશન સહાય ધોરણ 10 પછી ધોરણ 11 માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને મળવાપાત્ર છે.

ટ્યુશન સહાય યોજના માટે કુટુંબની વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ?

ટ્યુશન સહાય યોજના માટે કુટુંબની વાર્ષિક આવક રૂ.4,50,000 કે તેથી ઓછી હોવી જોઈએ.

ટ્યુશન સહાય યોજનાની ઓનલાઈન અરજી માટેની વેબસાઈટ કઈ છે?

sje. gujarat અથવા https://gueedconline.gujarat.gov.in/ પર ક્લિક કરી જરૂરી વિગતો ભરી અરજી કરી શકો છો.

આમ, અમારા દ્વારા ઉપર આપવામાં આવેલી ટ્યુશન સહાય યોજના વિશેની તમામ માહિતી વિશે તમને જાણકારી મળી હશે, અમે આશા રાખીએ છીએ કે તમને અમારો આ લેખ પસંદ આવ્યો હશે, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો તમે તમારા મિત્રોને પણ શેર કરો જેથી તેઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે.

Leave a Comment