ઈ-સમાજ કલ્યાણ ગુજરાત (E Samaj Kalyan Gujarat Yojana)

આજે હું તમને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શરુ કરવામાં આવેલ ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ વિશે જણાવીશ. esamajkalyan gujarat gov in એ ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા શરુ કરવામાં આવી છે. આ વેબસાઇટ SC/ST/EBC ઉમેદવારોને ઉપયોગી થવા બનાવવામાં આવી હતી. ગુજરાતના લોકો ક્યાંય પણ કચેરીની મુસાફરી કર્યા વગર તેમના ઘર બેઠા ગુજરાત સરકારની યોજનાઓનો લાભ લઈ શકે છે.

e Samaj kalyan Gujarat

ઈ-સમાજ કલ્યાણ યોજના શું છે.(e Samaj kalyan Gujarat)

e samaj kalyan gujarat : ઈ-સમાજ કલ્યાણ (e Samaj kalyan Gujarat )પોર્ટલ એ ગુજરાત સરકારની સત્તાવાર પોર્ટલ છે જેના પરથી કોઈપણ વ્યક્તિ જુદી જુદી સરકારી યોજનાઓનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરી શકે છે. જેમ કે આવાસ યોજના, કુંવરબાઈ નુ મામેરુ યોજના, પાલક માતા પિતા યોજના, વગેરે જેવી અનેક યોજનાઓ માટે આ પોર્ટલ પરથી અરજી કરી શકે છે.

ઈ-સમાજ કલ્યાણ ગુજરાત (e samaj kalyan) ની સ્થાપના એ લોકો માટે કરવામાં આવી છે જે સામાજિક અને નાણાકીય રીતે વિકટ પરિસ્થિતિમાં છે. આ માટે તેમને કોઈપણ વહીવટી કચેરીમાં ધક્કા ખાવા ન પડે તથા કોઈ પણ યોજનાના ફોર્મ અથવા માહિતી સરળતાથી મળી રહે એ હેતુથી ગુજરાત સરકાર દ્વારા આ પોર્ટલની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાત રાજ્યનો કોઈપણ વ્યક્તિ તેના કમ્પ્યુટર અથવા સ્માર્ટફોનની મદદથી કોઈપણ પૈસા કે એજન્ટ વગર અરજી સબમિટ કરી શકે છે.

samaj kalyan vibhag gujarat : આ પોર્ટલ ગુજરાત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ (SJED) દ્વારા લોન્ચ કરવામાં આવેલ છે જેની સત્તાવાર વેબસાઈટ esamajkalyan.gujarat.gov.in છે. આ પોર્ટલ અંતર્ગત અનુસૂચિત જાતિ કલ્યાણ નિયામક, વિકાસશીલ જાતિ કલ્યાણ, સામાજિક સંરક્ષણ નિયામક, ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ વગેરે જેવી કલ્યાણકારી સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવેલ છે.

ઈ-સમાજ કલ્યાણ- લાભ મેળવતા સમુદાય

ઈ-સમાજ કલ્યાણ e Samaj kalyan હેઠળ ગુજરાતના વિવિધ સમુદાય તેમજ જુદી જુદી જાતીના લોકોને લાભ મળે છે.

 • અનુસૂચિત જાતિ
 • અનુસૂચિત જનજાતિ
 • વિકસતી જાતિઓ
 • સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગો
 • શારીરિક અને માનસિક રીતે અશક્ત વ્યક્તિઓ
 • લઘુમતી સમુદાયો
 • અનાથ અને નિરાધાર લોકો
 • વૃદ્ધ લોકો
 • ભિખારીઓ

ઉપર દર્શાવેલ વર્ગો ઉપરાંત પણ કેટલાક સમુદાયના લોકો આ પોર્ટલ દ્વારા વિવિધ યોજનાઓ નો લાભ મેળવી શકે છે.

ઈ-સમાજ કલ્યાણ – પાત્રતા

આ પોર્ટલનો ઉપયોગ કરવા કેટલી પાત્રતા આપવામાં આવેલી છે. કેમ કે ઈ-સમાજ કલ્યાણ યોજના માત્ર વંચિત-પીડિત વર્ગ લોકો માટે જ લાગુ પડે છે.

 • ગુજરાત રાજ્યમાં કાયમી રહેતો હોવો જોઈએ.
 • વંચિત, પીડિત, શોષિત, SC/ST અને પછાત વર્ગના લોકો હોવા જોઈએ.

ઈ-સમાજ કલ્યાણ – જરૂરી આધાર પુરાવા

ઈ-સમાજ કલ્યાણ ગુજરાત માટે કેટલાક જરૂરી આધાર પુરાવાની જરૂર હોય છે જે નીચે મુજબ છે.

 • આધાર કાર્ડ
 • ચુંટણી કાર્ડ
 • જાતિનું પ્રમાણપત્ર
 • આવકનું પ્રમાણપત્ર
 • બેંક પાસબુકની વિગત
 • કોલેજ આઈડી પ્રૂફ
 • રહેણાંકનું પ્રમાણપત્ર
 • શૈક્ષણિક પુરાવાઓ
 • ડોમિસાઇલ પ્રમાણપત્ર
 • BPL પ્રમાણપત્ર
 • પાસપોર્ટ સાઈઝના ફોટો
 • મોબાઇલ નંબર
 • વિકલાંગનું પ્રમાણપત્ર (જો કોઈ હોય તો)

ઈ-સમાજ કલ્યાણ – નોંધણીની પ્રક્રિયા | samaj kalyan yojana online form

ઈ-સમાજ કલ્યાણ પરની કોઈપણ યોજનાનો લાભ લેવા તમારે આ પોર્ટલ પર નોંધણી કરવી ફરજીયાત છે, અહીં નીચે દર્શાવેલ પગલાં એક પછી એકને અનુસરીને તમે ઈ-સમાજ કલ્યાણ પર સફળતાપૂર્વક નોંધણી કરી શકો છો.

પગલું 1 : પ્રથમ તો તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરમાં કોઈપણ વેબ બ્રાઉઝર ખોલો અને તેમાં esamajkalyan લખો અને પ્રથમ વેબસાઈટ પર ક્લિક કરો અથવા અહીં આપેલ વેબસાઈટ પર જાઓ. https://esamajkalyan.gujarat.gov.in/

પગલું 2 : જો તમે નવા લાભાર્થી છો તો તમારે પહેલા નોંધણી કરાવવી પડશે. ‘કૃપા કરીને અહીં નોંધણી’ Please Register Here વિકલ્પ પર ક્લિક કરો.

પગલું 3 : હવે એક નવું પેજ ખુલશે જેમાં તમારે પહેલા આધાર કાર્ડ મુજબ લાભાર્થીનું નામ એન્ટર કરવાનું રહેશે.

પગલું 4 : તે પછી, તમારે લિંગ પસંદ કરવું પડશે, જો તે પુરુષ, સ્ત્રી અથવા અન્ય હોય, તો જે તે વિકલ્પ પસંદ કરો.

પગલું 5 : ત્યારબાદ લાભાર્થીએ આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે.

પગલું 6 : તે પછી તમારે તમે જે જાતિના છો તેને પસંદ કરવાનું રહેશે.

પગલું 7 : તે પછી તમારી જન્મતારીખ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે.

પગલું 8 : પછી તમને રહી જાય તે પાસવર્ડ દાખલ કરવો પડશે.

પગલું 9 : હવે છેલ્લે તમારે કેપ્ચા કોડ દાખલ કરવો પડશે અને નોંધણી Register પર ક્લિક કરવું પડશે.

પગલું 10 : તે પછી એક પેજ ખુલશે જેમાં તમારે ભરેલી વિગતો વેરીફાઈ કરવાની છે, પછી Confirm પર ક્લિક કરો પછી તમારું રજીસ્ટ્રેશન થઈ જશે.

આમ, ઉપર દર્શાવ્યા પ્રમાણે દરેક પગલાને અનુસરીને ઈ-સમાજ કલ્યાણ પર સફળ નોંધણી કરી શકો છો, આ નોંધણી થયા બાદ કોઈપણ લાભાર્થી યોજના પસંદ કરી અને ઓનલાઈન અરજી કરી શકે છે.

ઈ-સમાજ કલ્યાણ – અરજીની સ્થિતિ કેવી રીતે જાણવી | e samaj kalyan application status

ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર તમે કરેલી અરજીની સ્થિતિ પણ જાણી શકાય છે, તમારી અરજી મંજુર થઈ કે નામંજૂર, કોઈ દસ્તાવેજની ખામી છે કે કેમ, તમારી અરજી પેન્ડીંગ છે કે કેમ આ બધી વિગત જાણી શકાય છે, તો ચાલો કેવી રીતે પ્રક્રિયા કરવી.

સૌપ્રથમ તમે ઈ-સમાજ કલ્યાણ પોર્ટલની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો – https://esamajkalyan.gujarat.gov.in/

પછી એક નવું પેજ ખુલશે તેમાં નોંધણી વખતે આવેલ નંબરને દાખલ કરો. અને બાજુમાં DD/MM/YYYY ફોર્મેટમાં જન્મ તારીખ દાખલ કરો.

ત્યારબાદ સ્થિતિ જુઓ પર ક્લિક કરો. એટલે તમારી અરજીની વર્તમાનની સ્થિતિ જોવા મળશે.

ઈ-સમાજ કલ્યાણ ઉદ્દેશ્ય

આ પોર્ટલ થકી ગુજરાત રાજ્ય સરકારનો મુખ્ય હેતુ ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારોમાં આર્થિક સુધારણા કરવાનો છે, આવી સરળ પ્રક્રિયા થવાથી વધારે લોકો સરકારની યોજનાઓનો લાભ લે. ગુજરાતના લાગુ પડતા દરેક લોકોએ આ પોર્ટલ યોજનાનો લાભ મળવાથી તેમના જીવનધોરણમાં સુધારણા થાય છે. આવ કલ્યાણકારી હેતુ રાજ્ય સરકાર લોકો પ્રત્યે દાખવે છે.

તો, અમે બને તેટલી કોશિશ આ લેખમાં સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે, અમે આશા રાખીએ છીએ કે આ e samaj kalyan gujarat પરનો લેખ તમને પસંદ આવ્યો હશે. જો તમને આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રોને પણ શેર કરો જેથી બીજા લોકો પણ આવી માહિતીથી અવગત થાય તેમજ તેઓ પણ સરકારની યોજનાઓનો લાભ લઈ શકે.

1 thought on “ઈ-સમાજ કલ્યાણ ગુજરાત (E Samaj Kalyan Gujarat Yojana)”

Leave a Comment