દિવ્યાંગ બસ પાસ યોજના | વિકલાંગ બસ પાસ યોજના; Divyang Bus Pass Scheme | Disabled Bus Pass Scheme

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગરીબો, વિકલાંગો, વિદ્યાર્થીઓ, શ્રમિકો વગેરે માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં છે,લાભાર્થીઓ સરકારની આ યોજનાનો લાભ લઈ યોજનાની સુવિધાઓ માણી શકે છે.સરકારની કલ્યાણકારી યોજનાઓ પૈકીની એક યોજના એટલે દિવ્યાંગ મફત બસ પાસ યોજના/ વિકલાંગ બસ પાસ યોજના. તો ચાલો જાણીએ શું છે આ યોજના? કેવી રીતે ફોર્મ ભરવું ? કોને લાભ મળી શકે ? ફોર્મ ભરવા ક્યા ક્યા દસ્તાવેજો જોઈએ.

Divyang Bus Pass Scheme Disabled Bus Pass Scheme

યોજનાનો હેતુ

આ યોજનાનો મુખ્ય હેતુ દિવ્યાંગ/વિકલાંગ વ્યક્તિને અભ્યાસ, નોકરી, સારવાર તેમજ રોજગારીના સ્થળે તથા અન્ય કારણોસર મુસાફરી કરવાની થાય તો દિવ્યાંગો/વિકલાંગો સરકારની આ યોજનાનો લાભ લઈ બસ મારફતે મફતમાં મુસાફરી કરી શકે.

આ યોજના હેઠળ દિવ્યાંગ/વિકલાંગ વ્યક્તિને ( જે 40 ℅ કરતા વધુ દિવ્યાંગ/વિકલાંગ છે તે ) GSRTC નિગમની બધા જ પ્રકારની બસોમાં ગુજરાત રાજ્યની અંદર તેમજ ગુજરાત રાજ્યની બહાર મુસાફરી કરવાના કિસ્સામાં બસના રૂટના રાજ્યની બહાર આવેલ બસના છેલ્લા સ્ટેશન સુધી બસમાં મફત મુસાફરીનો લાભ મળવાપાત્ર છે.

યોજનાનો લાભ મેળવવાની પાત્રતા

આ યોજનાનો લાભ મેળવવાં ૪૦ ટકા કે તેથી વધુના વિકલાંગતા ધરાવતા દિવ્યાંગ/વિકલાંગ વ્યક્તિને એસ.ટી. બસમાં મફત મુસાફરીનો લાભ મળવાપાત્ર છે.તેમજ નીચે દર્શાવેલી કુલ 21 પ્રકારની દિવ્યાંગતા ધરાવતા હોય તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો.

  1. વામાનતા.
  2. આનુવંશિક કારણોથઈ થતો સ્નાયુક્ષય.
  3. ઓછી દૃષ્ટિ.
  4. અંધત્વ.
  5. બૌધિક અસમર્થતા.
  6. બોલી અને વાણીની અસક્તતા.
  7. એસિડ હુમલાનો ભોગ બાનેલાં.
  8. હલનચલનની અસક્તતા.
  9. માનસિક બીમારી.
  10. રક્તપિત્ત-સાજા થયેલાં.
  11. દીર્ઘકાલીન એનેમિયા.
  12. સાંભળવાની ક્ષતિ.
  13. સામાન્ય ઇજા,જીવલેણ રક્તસ્રાવ.
  14. ચેતાતંત્ર ન્યુરોની વિકાસલક્ષી સ્થિતિમાં.
  15. સેરેબલપાલ્સી.
  16. મલ્ટીપલ ડિસેબિલિટી.
  17. હોમોગ્લોબિનની ઘટેલી માતત્રા.
  18. ધ્રુજારીની સ્નાયુબદ્ધ કઠોરતા.
  19. ક્રોનિક ન્યુરોલોજીકલની સ્થિતિ.
  20. બહુવિધ સ્ક્લેરોસિસ.
  21. ખાસ અભ્યાસ સંબંધિત દિવ્યાંગતા.

તેમજ ઉપર પૈકી દિવ્યાંગતાના પ્રકાર અનુસાર દિવ્યાંગ વ્યક્તિને સહાય કરનારને પણ આ યોજના અંતર્ગત 50 % થી 100 % સુધીની રાહત મળવાપાત્ર છે.

ફોર્મ ભરવા ક્યા ક્યા આધાર પુરાવાની જરૂર પડે

  • અરજદારના આધાર કાર્ડની નકલ
  • અરજદારની બેંક પાસબુકની નકલ
  • રેશન કાર્ડની નકલ
  • પાસપોર્ટ સાઈજના બે (2) ફોટા
  • જિલ્લા સિવિલ સર્જન/તબીબી અધિક્ષકનું દિવ્યાંગતા ટકાવારી દર્શાવતું દિવ્યાંગ મેડીકલ પ્રમાણપત્ર
  • ઉંમરનો પુરાવો (જન્મનો દાખલો/શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/મેડીકલ પ્રમાણપત્ર) [કોઈ પણ એક]
  • રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ/રેશન કાર્ડ/ચુંટણી કાર્ડ/વીજળી બીલ/ડ્રાઈવિંગ લાઈસન્સ) [કોઈ પણ એક]

ફોર્મ ભરવું કેવી રીતે

આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે અથવા તમે ગ્રામ્ય કક્ષાએ VCE પાસેથી ઓનલાઈન અરજી કરી શકો છો.

જો તમારે જાતે ઓનલાઈન અરજી કરવાં માંગતા હોય તો નીચે જણાવેલી માહિતીને ધ્યાનપૂર્વક વાંચી,સ્ટેપ બાઈ સ્ટેપ ને અનુસરણ કરી તમે જાતે ફોર્મ ભરી શકો છો.

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી

સ્ટેપ 1 : સૌપ્રથમ તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરમાં કોઈપણ વેબ બ્રાઉજર ખોલી તેમાં esamajkalyan લખી પ્રથમ વેબસાઈટ પર ક્લિક કરો અથવા અહીં આપેલ વેબસાઈટ પર ક્લિક કરો https://esamajkalyan.gujarat.gov.in/

સ્ટેપ 2 : જો તમે નવા લાભાર્થી છો તો તમારે પ્રથમ Register કરવું પડશે તેના માટે તમારે New User ? ના વિકલ્પ પર Please Register Here પર ક્લિક કરો.

સ્ટેપ 3 : હવે એક નવું પેજ ખુલશે જેમાં તમારે પ્રથમ આધાર કાર્ડ પ્રમાણે લાભાર્થીનું નામ દાખલ કરવાનું રહેશે.

સ્ટેપ 4 : ત્યારબાદ Gender પસંદ કરવાનું રહેશે જો Male, Female, કે Other હોય તે વિકલ્પ પસંદ કરવાનું.

સ્ટેપ 5 : પછી લાભાર્થીએ Aadhar Card Number નંબર દાખલ કરવાના છે.

સ્ટેપ 6 : તે પછી તમે જે પણ Caste (જાતી) માં આવતા હોવ એ જાતી પસંદ કરી લેવાની રહેશે.

સ્ટેપ 7 : ત્યારબાદ તમારી Birthdate, Email ID, Mobile No, દાખલ કરી દેવાના રહેશે.

સ્ટેપ 8 : પછી તમારે તમને યાદ રહે એવા Password દાખલ કરવાના રહેશે.

સ્ટેપ 9 : હવે છેલ્લે તમારે Captcha Code દાખલ કરી Register પર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ 10 : ત્યારબાદ એક પેજ ખુલશે તેમાં તમે ભરેલી વિગતની ચકાસણી કરી લેવાની, ત્યારબાદ Confirm પર ક્લિક કરશો એટલે તમારું registration થઈ જશે.

સ્ટેપ 11 : registration થઈ ગયા બાદ તમારે હોમ પેજ પર Login કરી લેવાનું રહેશે. જેમાં user id અને તમારો પાસવર્ડ દાખલ કરી Captcha Code દાખલ કરી દેવાનો રહેશે પછી Login પર ક્લિક કરી દેવાનું રહેશે.

સ્ટેપ 12 : હવે તમારી સામે એક નવું પેજ ખુલશે તેમાં તમારે ‘દિવ્યાંગ વ્યક્તિ માટે બસ પાસ યોજના‘ ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ 13 : ત્યારબાદ એક પેજ ખુલશે તેની નીચે Ok પર ક્લિક કરી દેવાનું રહેશે.

સ્ટેપ 14 : હવે એક નવું પેજ આવશે જેમાં તમારે પ્રથમ વ્યક્તિગત માહિત પછી અરજદારની અન્ય વિગત ભરવાની રહેશે.

ત્યારબાદ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે,

સ્ટેપ 15 : ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી તમારે એકરાર કરી Save Applicatio પર ક્લિક કરી દેવાનું રહેશે.

સ્ટેપ 16 : સબમિટ કર્યા પછી એક અરજી નંબર આવશે તે નંબરને તમારે નોંધી લેવાના અને અરજીની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે.

ત્યારબાદ તમારી અરજીની સ્વીકાર કે અસ્વીકાર થઈ છે અથવા પેન્ડીગ છે એની માહિતી તમને 1 થી 2 મહિનાની અંદર મળી જશે.

સ્ટેપ 17 : તમે તમારી અરજીની સ્થિતિ પણ જાણી શકો છો તેના માટે તમારે ‘તમારી એપ્લીકેશનની સ્થિતિ‘ પર ક્લિક કરી,તમારા અરજી નંબર અને જન્મ તારીખ દાખલ કરીને સ્થિતિ જાણી શકો છો.

તો આવી રીતે તમે ઉપર દર્શાવેલ સ્ટેપને અનુસરીને તમારી જાતે ઓનલાઈન અરજી કરી શકો છો, અમને આશા છે કે તમે આ માહિતીથી સંતુષ્ટ હશો, જો તમને આ આર્ટીકલ ગમ્યો હોય તો જરુરીયાતમંદ લોકોને શેર કરો અને બીજા લોકોને પણ માહિતગાર કરો.

Leave a Comment