GSRTC કંડકટર અને ડ્રાઈવરની ભરતી 2023 | પરીક્ષા અભ્યાસક્રમમાં થયો ફેરફાર? જાણો શું હશે નવા નિયમો..

Conductor Bharti 2023 Syllabus : મિત્રો, GSRTC ના જાન્યુઆરી 2023 ના એક પત્ર મુજબ કંડકટર અને ડ્રાઈવરની ભરતી પરીક્ષાના અભ્યાસક્રમમાં ફેરફાર કરવાનું જણાવાયું છે. જેમાં હાલ વધેલા શિક્ષણના વ્યાપને ધ્યાનમાં રાખીને નિગમ દ્વારા કંડકટર પદની સીધી ભરતી કરવા માટે શૈક્ષણિક લાયકાત,ઉમર મર્યાદા,તેમજ અન્ય જોગવાઈ માં ફેરફાર કરવામાં આવ્યા છે. આ ફેરફારથી ઘણાં વિદ્યાર્થીઓને ફાયદો થશે અને ભરતીની પ્રક્રિયા વધુ ઝડપી અને સરળ બનશે. Conductor Bharti 2023 Gujarat

GSRTC Conductor and Driver Recruitment 2023

શૈક્ષણિક કાયકાત

કંડકટરના પદ માટેની શૈક્ષણિક કાયકાત 12 પાસ હશે જે પહેલાં 10+12+કૉલેજ ની ટકાવારી ગણવામાં આવતી પરંતુ એ નિયમ હવે નથી, 12 પાસ ઉમેદવારને મેરીટના આધારે પ્રવેશ આપવામાં આવશે તેમજ કંડક્ટર લાઈસન્સ આ લાઈસન્સ (RTO દ્વારા આપવામાં આવે છે) કંડકટર લાઈસન્સ કઢાવવા માટે ફર્સ્ટ એઇડ સર્ટિ હોવું જોઈએ. ફર્સ્ટ એઈડ સર્ટિ જિલ્લા રેડ ક્રોસ સોસાયટી થી મેળવવું પડે.

વય મર્યાદા

ઉમેદવારોની ઉમર 18 થી 33 વર્ષની વચ્ચે હોવી જોઈએ + 1 વર્ષ કોરોનાના કારણે છૂટ આપવામાં આવશે એટલે (34) ની ઉમર સુધીના કોઈ પણ ઉમેદવાર ફોર્મ ભરી શકે છે. અનામત નો લાભ મેળવતા ઉમેદવારને વય મર્યાદા નિયમો મુજબ પાંચ (5) વર્ષ છુટછાટ આપવામાં આવશે;માજી સૈનિકોને વધુમાં વધુ વય 45 વર્ષની રહેશે.

પરીક્ષા

OMR રીતથી નીચે હેતુલક્ષી લેખિત પરીક્ષા લેવામાં આવશે. એક કલાકના સમયનું પ્રશ્નપત્ર રહેશે જેમાં 100 પ્રશ્ન અને 100 ગુણ હશે, દરેક ખોટા જવાબ માટે 0.25 માર્ક કપાશે, જો E વિકલ્પ પસંદ કરવામાં આવશે તો પ્રશ્ન ગણવામાં આવશે નહીં (એકપણ માર્ક કપાશે નહીં)

100 ગુણ માંથી સૌથી ઊંચું મેરીટ ધરાવતા ઉમેદવારને ફક્ત દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે. ધોરણ 12 ની મહત્તમ ટકાવારીને ધ્યાને લઈ જગ્યાના 15 ગણા ઉમેદવારને બોલાવવામાં આવશે, દા.ત. OBC ની 200 જગ્યા છે તો

200*15 = 3000,ઉમેદવાર પરીક્ષા આપવા માટે લાયક બનશે. લેખિત પરીક્ષામાં પાસ થવા માટે લઘુત્તમ ગુણ ધ્યાને લેવામાં આવશે નહીં.

કંડકટરનો અભ્યાસક્રમ 2023 | Conductor Bharti 2023 Syllabus

1 ગુજરાતી વ્યાકરણ (ધોરણ 12 કક્ષા સુધીનું)10 ગુણ
2 અંગ્રેજી વ્યાકરણ (ધોરણ 12 કક્ષા સુધીનું)10 ગુણ
3કમ્પ્યુટરની પ્રાથમિક માહિતી20 ગુણ
4સામાન્ય જ્ઞાન(ગુજરાતનો ઇતિહાસ,ભૂગોળ,વર્તમાન પ્રવાહ વગેરે.)20 ગુણ
5કંડકટર ની ફરજો,પ્રાથમિક સારવાર અંગેના પ્રશ્નો,મોટર વ્હીકલ એકટના  પ્રાથમિક પ્રશ્નો10 ગુણ
6ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો/નિગમને લાગતી માહિતી10 ગુણ
7રોડ સેફટી10 ગુણ
8ટેસ્ટ ઓફ રિજનિંગ અને ક્વોન્ટીટેટિવ,એપ્ટીટ્યુડ (ધોરણ 12 કક્ષા સુધીનું)10 ગુણ
કુલ ગુણ100 ગુણ

GSRTC બસ ડ્રાઈવરનો અભ્યાસક્રમ 2023 | Conductor Bharti 2023 Gujarat

મિત્રો જેવી રીતે કંડકટરનો અભ્યાસક્રમ બદલાયો છે એવી જ રીતે GSRTC બસ ડ્રાઈવરનો અભ્યાસક્રમ પણ બદલાયો છે. મિત્રો જો તમે GSRTC માં બસ ડ્રાઈવર બનવા માંગતા હોવ તો અહીં આપેલાં અભ્યાસક્રમ મુજબ પરીક્ષાની તૈયારી શરુ કરી દો. GSRTC ડ્રાઈવરમાં નવા સુધારા મુજબ આ વર્ષે OMR આધારિત પરીક્ષા લેવાશે.

1ગુજરાતી ભાષા અને વ્યાકરણ (ધોરણ 12 કક્ષા સુધીનું)20 ગુણ
2અંગ્રેજી ભાષા અને વ્યાકરણ (ધોરણ 12 કક્ષા સુધીનું)10 ગુણ
3અંક ગણિત (ધોરણ 10 કક્ષા સુધીનું)20 ગુણ
4રોડ સેફટી અને ઓટો મિકેનિક 20 ગુણ
5સમાન્ય જ્ઞાન (ધોરણ 12 કક્ષા સુધીનું)30 ગુણ
કુલ ગુણ100 ગુણ

સમાપ્તિ

Conductor Bharti 2023 Gujarat : મિત્રો, આમ ઉપર દર્શાવ્યા પ્રમાણે GSRTC દ્વારા ફેરફાર કરવામાં આવ્યાં છે એવું એ પત્રમાં જણાવવામાં આવ્યું છે તો મિત્રો આ પત્ર પ્રમાણે તમારે પણ પરીક્ષાની તૈયારી કરવી જોઈએ. જો હવે પછીના આગળના સમયમાં જયારે GSRTC નવા નિયમો બનાવે તો પછી એ મુજબ ચાલવાનું રહેશે પણ હાલ અહીં આપેલા અભ્યાસક્રમ મુજબ તૈયારી ચાલુ રાખવી.

મિત્રો જો તમને અમારો આ આર્ટીકલ પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરો અને તેઓને પણ આવી અવનવી માહિતીથી માહિતગાર કરો.

Leave a Comment