પ્લાસ્ટિકનું આધાર કાર્ડ મંગાવો ઘર બેઠા | How to order PVC Aadhaar card in Gujarati

PVC Aadhar Card : મિત્રો, સરકાર દ્વારા ઘણાં એવા ડોક્યુમેન્ટ છે કે જેને PVC પ્લાસ્ટિકના બનાવવામાં આવી રહ્યાં છે. જેમ કે તમે ડ્રાઈવિંગ લાઈસન્સ, પાન કાર્ડ, વાહનની RC બુક, ચુંટણી કાર્ડ વગેરેને PVC પ્લાસ્ટિકના જોયા હશે. તો શું તમે જાણો છો કે આધાર કાર્ડને પણ PVC પ્લાસ્ટિકનું બનાવી શકાય છે. જો તમારે પણ મિત્રો આધાર કાર્ડને PVC પ્લાસ્ટિકનું બનાવવું હોય તો અમે આ આર્ટીકલમાં સંપૂર્ણ માહિતી આપીશું.

How to order PVC Aadhaar card in Gujarati

મિત્રો, PVC Aadhaar Card એ આપણા માટે ખુબજ અગત્યનું દસ્તાવેજ છે જેનો ઉપયોગ બધીજ જગ્યા એ કરવામાં આવે છે તેમજ આધાર કાર્ડને બીજા ઘણાં ડોક્યુમેન્ટ સાથે લિંક પણ કરવામાં આવે છે, જેથી આધાર કાર્ડની સાચવણી કરવી એ આપણા માટે અગત્યની બની જાય છે જો ડ્રાઈવિંગ લાઈસન્સ, પાન કાર્ડ, વાહનની RC બુક, ચુંટણી કાર્ડ વગેરેની જેમ આધાર કાર્ડને પણ PVC પ્લાસ્ટિકનું બનાવવામાં આવે તો આપણે તેને પાણીમાં પલળવાથી પણ બચાવી શકીએ છીએ.

PVC આધાર કાર્ડના ફાયદા | PVC Aadhaar Card Order

મિત્રો, જો તમે PVC પ્લાસ્ટિકનું આધાર કાર્ડ બનાવો છો તો એના કેટલાંક ફાયદા પણ રહેલા છે. જે નીચે મુજબના છે .

  • PVC આધાર કાર્ડ એ વોટરપ્રૂફ હોય છે એટલે તે પાણીમાં કાગળની જેમ પલળતું નથી તે નક્કર જ રહે છે.
  • PVC આધાર કાર્ડનો તમે વરસાદમાં પણ ઉપયોગ કરી શકો છો.
  • તે એકદમ નક્કર હોય છે જેથી તે કાગળની જેમ ફાટી કે તૂટી નથી જતું.
  • PVC આધાર કાર્ડને કાગળના આધાર કાર્ડની જેમ લેમીનેશન કરવાની જરૂર રહેતી નથી.

PVC આધાર કાર્ડને ઓનલાઈન કેવી રીતે મંગાવવું | How to order PVC Aadhaar card

મિત્રો, તમે જાણો જ છો કે ડ્રાઈવિંગ લાઈસન્સ, પાન કાર્ડ, વાહનની RC બુક, ચુંટણી કાર્ડએ બધા પહેલેથી જ PVC પ્લાસ્ટિકના બનીને આવે છે પણ જો તમારે આધાર કાર્ડને PVC પ્લાસ્ટિકનું બનાવવું હોય તો આધાર કાર્ડની ઓફિસિયલ વેબસાઈટ https://uidai.gov.in/ પર અરજી કરવાની રહેશે.

મિત્રો આપણે અહીં એ જાણીશું કે PVC આધાર કાર્ડને મંગાવવા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, તો મિત્રો આ આર્ટીકલને અંત સુધી વાંચો અને PVC આધાર કાર્ડ મંગાવવાની પ્રક્રિયા જાણો.

Step 1 : સૌપ્રથમ કોઈપણ બ્રાઉજરમાં જઈ ત્યાં uidai લખવાનું રહેશે અને પ્રથમ જ વેબસાઈટ પર ક્લિક કરવાનું રહેશે અથવા તમારે આધાર કાર્ડની ઓફિસિયલ વેબસાઈટ https://uidai.gov.in/ પર જવાનું રહે છે.

Capture 1 2

Step 2 : હવે તમારી સામે એક પેજ ખુલશે જેમાં તમારે “Get Adhaar” ના બોક્ષ માંથી “Order Adhaar PVC Card” પર ક્લિક કરવાનું રહેશે.

Capture 2 1

Step 3 : પછી એક નવું પેજ ખુલશે જેમાં પણ તમારે “Order Adhaar PVC Card” પર ક્લિક કરવાનું રહેશે.

Capture 3

Step 4 : હવે તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં તમારે જેનું PVC આધાર કાર્ડ મંગાવવાનું હોય એના આધાર કાર્ડ નંબર “Enter Aadhaar Number” ના બોક્ષમાં દાખલ કરવાના રહેશે. પછી “Enter Captcha” ના બોક્ષમાં Captcha દાખલ કરી Send OTP પર ક્લિક કરવાનું રહેશે. પછી મોબાઈલ નંબર પર આવેલ OTP દાખલ કરવાનો રહેશે.

Capture 4 1

જો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક ન હોય તો “My Mobile Number Is Not Registered” પર ક્લિક કરી મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે.

Step 5 : હવે OTP દાખલ કરી દીધા પછી “Submit” બટન પર ક્લિક કરવાનું રહેશે. પછી તમારે “OK” બટન પર ક્લિક કરી તમારે 50 રૂપિયા Pay કરવાના રહેશે જે તમે Paytm, Phone Pay, UPI વગેરેથી ઓનલાઈન કરી શકો છો.

Step 6 : હવે Payment થઈ ગયા પછી તમારી સામે Transaction Status Success ની Receipt જોવા મળશે જે તમારે Captcha દાખલ કરી ડાઉનલોડ કરી લેવાની અને તેમાં આવેલ SRN નંબરને સાચવી રાખવાનો રહેશે જે તમને આધાર કાર્ડનું Status જાણવા માટે કામ લાગશે.

Capture 5

તો મિત્રો આમ તમે ઉપર દર્શાવેલી પ્રક્રિયાને અનુસરીને ઘર બેઠાં PVC પ્લાસ્ટિકનું આધાર કાર્ડ મંગાવી શકો છો.

FAQs :- PVC પ્લાસ્ટિકના આધાર કાર્ડ અંગેના પ્રશ્નો

PVC આધાર કાર્ડ કેવી રીતે મંગાવવું?

PVC આધાર કાર્ડ મંગાવવા તમારે આધાર કાર્ડની ઓફિસિયલ વેબસાઈટ https://uidai.gov.in/ પર જવાનું રહે છે.

PVC આધાર કાર્ડના ફાયદા ક્યા ક્યા છે?

PVC આધાર કાર્ડ એ વોટરપ્રૂફ હોય છે, તે એકદમ નક્કર હોય છે, તેને લેમીનેશન કરવાની જરૂર રહેતી નથી.

સમાપ્તિ

મિત્રો, આજે આ આર્ટીકલમાં આપણે શીખ્યા કે How to order PVC Aadhaar card in Gujarati, PVC આધાર કાર્ડને ઓનલાઈન કેવી રીતે મંગાવવું, તેમજ PVC Aadhaar Card ના ફાયદા વિશે પણ માહિતી મેળવી. તો મિત્રો તમે પણ આ આર્ટીકલમાં જણાવ્યા મુજબના સ્ટેપને અનુસરીને ઘર બેઠા PVC Aadhaar card મંગાવી શકો છો. મિત્રો તમને અમારો આ આર્ટીકલ પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરો.

Leave a Comment