કલોંજી એટલે શું? કલોંજીના ફાયદા, ઉપયોગ અને નુકસાન | Kalonji In Gujarati

મિત્રો આજે આપણે એક એવી ઔષધિ વિશે જાણી શું જે તમારા માટે કદાચ તદ્દન નવી હોય શકે છે, જી હા, મિત્રો આજે આપણે કલોંજી Kalonji In Gujarati વિશે જાણકારી મેળવીશું. તેમજ તે કયો છોડ છે તેના ફાયદા, ઉપયોગ અને નુકસાન શું છે તે વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ આર્ટીકલમાં મેળવીશું.

મિત્રો આપણા શરીરને તંદુરસ્ત રાખવા માટે ઘણી ઔષધિનો વપરાશ કરવોએ આપણા શરીર માટે જરૂરી છે, ઘણાં લોકો હોય છે જેમને ડાયાબિટીસ, અપાસો, પેટનો દુઃખાવો, સાંધાનો દુ:ખાવો, માથાનો દુ:ખાવો, પથરી, પેટના ગેસની સમસ્યા તેમજ વાળ ખરવા, વગેરે જેવી વિવિધ સમસ્યાઓ માંથી છુટકારો મેળવવાં કલોંજીએ ખુબજ ફાયદાકારક છે.

What is Kalonji, Kalonji Benefits, Disadvantage And Uses Harms of Kalonji

આપણે આ આર્ટીકલમાં કલોંજીના ફાયદા, નુકસાન, કેવી રીતે ઉપયોગમાં લેવું, તેનું તેલ કઈ રીતે ઉપયોગી છે, જેવા અનેક પ્રશ્નો સંબંધિત પ્રશ્નોનો ઉત્તર મેળવીશું, તો ચાલો મિત્રો શરુ કરીએ કલોંજી વિશે જાણકારી.

કલોંજી એટલે શું? | Kalonji In Gujarati | Kalonji Seeds In Gujarati

Kalonji In Gujarati : કલોંજી Kalonji In Gujarati જેને ગુજરાતી ભાષામાં “નિગેલાના બીજ” “કાળા ડુંગળી બીજ” તેમજ “કળિયુગની સંજીવની” તરીકે ઓળખવામાં આવે છે, જે કાળા રંગના હોય છે. કલોંજીને નાઇજેલા બીજ પણ કહેવામાં આવે છે. Kalonji Ko Gujarati Me Kya Kehte Hai

કલોંજી એક પ્રકારનો લગભગ 11 થી 15 ઇંચ જેટલી લંબાઈનો છોડ છે, આ છોડ મોટા ભાગે પશ્ચિમ દક્ષિણ એશિયાના દેશોમાં જોવા મળે છે. ભારત,પાકિસ્તાન, બાંગ્લાદેશ તેમજ એશિયાના લોકો કલોંજીને ઉપયોગમાં લે છે. કલોંજીમાં લગભગ 15 એમિનો એસિડ હોય છે.

કલોંજીમાં 21% પ્રોટીન, 35 થી 38% ચરબી તેમજ 35% કાર્બોહાઈડ્રેટ્સ હોય છે. તેમજ તેમાં 24% ઓમેગા, 0.2% ઓમેગા-3, કેરોટિન, વિટામિન બી-2 આયર્ન અને ઝિંક જેવા મહત્વના તત્વો પણ હોય છે.

કલોંજીએ એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી ફંગલ છે, કલોંજીમાં કેલ્શિયમ, ફાઈબર, સોડિયમ, આયર્ન તેમજ પોટેશિયમ જેવા ઘણા ખનિજ તત્વો હોય છે. કલોંજીમાં આપણા શરીરમાં પ્રોટીનની જરૂરિયાત પણ પૂરી કરે છે. કલોંજી તેલ બ્લડ પ્રેશર ઘટાડે છે અને કોલેસ્ટ્રોલના માટે પણ ખૂબ ઉપયોગી છે.

કલોંજીના ફાયદા અને ઉપયોગ | Kalonji In Gujarati

મિત્રો, આપણે કલોંજી શું છે એના વિશે જાણકારી મેળવી, હવે આપણે અહીં કલોંજીના ફાયદા વિશે જાણીશું, તેના ફાયદા ક્યા ક્યા છે, કઈ બીમારીમાં તે ઉપયોગી થાય છે, તેનો ઉપયોગ કેવી રીતે કરવો એ તમામ માહિતી આપણે અહીં જોઈ શું, તો મિત્રો અંત સુધી આ આર્ટીકલને વાંચો.

કલોંજી એ ઘણી બધી બીમારી માટે ઉપયોગી છે તેમાંથી આપણે અહીં કિડની, સ્ત્રીઓ સંબંધિત બીમારી, માથાનો દુખાવો, પાચન માટે, ડાયાબિટીસ, સાંધાનો દુ:ખાવો, માથાનો દુ:ખાવો, કેન્સર જેવા રોગમાં રામબાણ તરીકે અસરકારક કલોંજીના ફાયદા વિશે માહિતી મેળવીશું.

કિડનીના રોગ માટે ઉપયોગી

કિડએ આપણા શરીરનું મહત્વનું અંગ છે, જે આપણા શરીરમાં લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે. એવામાં કલોંજીએ કિડનીની બીમારી માટે ફાયદાકારક છે. કલોંજીનું તેલ તેમજ કલોંજીના બીજ બંને કિડને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

કિડનીની સમસ્યામાં રાહત મેળવવાં માટે બે ચમચી મધ અને અડધી ચમચી તજનું તેલ મિક્સ કરી ગરમ પાણી સાથે દિવસમાં બે વાર પીવાથી કિડની માં દુખાવો, પથરી તેમજ કિડનીમાં ચેપ જેવી સમસ્યાઓથી આરામ મળે છે.

સ્ત્રીઓ સંબંધિત બીમારી

સ્ત્રીઓમાં લગભગ મોટા ભાગે માસિક ધર્મ, PMS માસિકમાં સફેદ પાણીની અનિયમિતતા જેવી સમસ્યા હોય છે પરંતુ ઘણી બધી સ્ત્રીઓ શરમના લીધે આવી સમસ્યાઓ કોઇને જણાવતી. આવી સમસ્યા માટે કલોંજીનું તેલ આવી સ્ત્રીઓ માટે ખૂબ જ ફાયદાકારક નીવડે છે.

થોડા ફુદીના પાન લઈ તેને એક કપ જેટલા પાણીમાં ઉકાળો, પછી ઉકાળેલું પાણી ગાળી લો ત્યારબાદ, બે ચમસી બ્રાઉન સુગર અને અડધી ચમચી કલોંજી તેલ ઉમેરો, હવે તૈયાર થયેલા પેસ્ટને સવારે નાસ્તો કરતા પહેલા 30 થી 40 દિવસ સુધી તેનું સેવન કરો, એટલે તમારી આ સમસ્યા હલ થઈ જશે.

માથાનો દુખાવો

જો તમને વારંવાર માથાના દુખાવાની ફરિયાદ રહેતી હોય તો કલોંજી તેલથી માલિશ કરો. તેનાથી માથાના દુખાવાની સમસ્યા ઝડપથી દૂર થઈ જશે.

પાચન

કલોંજીના તેલનું સેવન કરવાથી પાચનક્રિયામાં મદદ મળે છે. આ માટે 1 ગ્લાસ ગરમ પાણીમાં 1 ચમચી કલોંજીનું તેલ અને કાળું મીઠું મિક્સ કરો. આ પાણીનું સેવન કરવાથી પાચન સંબંધી ઘણી બધી સમસ્યાઓ દૂર થાય છે.

ડાયાબિટીસ

ડાયાબિટીસના દર્દીઓ માટે કલોંજીનું સેવનએ ખુબજ ફાયદાકારક છે. જો તમને ડાયાબિટીસ હોય તો તમારે ભોજનમાં કલોંજીનો ઉપયોગ કરવો જોઈએ તેમજ શક્ય હોય તો કલોંજીના તેલનો ઉપયોગ કરવો. તે સુગર કંટ્રોલ કરવામાં માટે ખુબજ ઉપયોગી છે.

સાંધાનો દુ:ખાવો

આજકાલના સમયમાં સાંધાના દુખાવાની ફરિયાદો ખૂબ વધતી જાય છે. તે સમસ્યાના નિવારણ માટે કલોંજી તેલમાં લસણને શેકીને દુખાવાની જગ્યા પર માલિશ કરો અને પછી ત્યાં બેલ્ટ બાંધો. દરરોજ આ રીતે માલિશ કરવાથી દુખાવામાં રાહત થશે.

કેન્સર

કલોંજી એન્ટી-ઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે, જે કેન્સર જેવી બીમારીઓ સામે લડવામાં મદદગાર છે. તમારા નિયમિત આહારમાં એક ચમચી કલોંજી તેલને એક ગ્લાસ તરબૂચના રસમાં ભેળવીને પીવાની આદત બનાવો. જે કેન્સર જેવા રોગમાં ફાયદાકારક નીવડશે.

પ્રસ્તુતિમાં ઉપયોગી

બાળકના જન્મ પછી, માતાને માનસિક, શારીરિક થાક, વધુ પડતું રક્તસ્ત્રાવ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, આવી સ્થિતિમાં બાળકના જન્મ પછી, કલોંજીનો ઉકાળો બનાવીને સવારે ખાલી પેટે 2 થી 8 દિવસ સેવન કરવું. તેમજ એક કપ કાકડીના રસમાં કલોંજીના તેલ ઉમેરો કરી તેનું સેવન કરવાથી પણ ઘણી રાહત મળે છે.

વાળ માટે ફાયદાકારક

કાળા રંગની કલોંજી ખરતા વાળ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે તેના તેલથી માલિશ કરશો, તો તમે વાળને ખરતા અટકાવી શકો છો. તમારે માત્ર એટલું જ કરવાનું છે કે વાળમાં મસાજ કર્યા પછી 15 મિનિટ સુધી વાળમાં તેલ લગાવીને રહેવા દેવાનું છે. આમ કરવાથી વાળ ખરતા બંધ થઈ જશે.

કલોંજીના બીજા અન્ય ઉપયોગો

  • ઉધરસમાં ફાયદાકારક, જો તમે ઉધરસ અને અસ્થમા જેવી સમસ્યાઓથી પરેશાન છો, તો તમે નિયમિત 2 મહિના સુધી કલોંજીનું સેવન કરો તેનાથી તેના લક્ષણોને ઘટાડી શકાય છે.
  • મગજ તેજ કરે છે, કલોંજીમાં હાજર ઓમેગા-3 તમારા મગજની યાદ શક્તિ વધારવા માટે ખૂબ જ ફાયદાકારક છે. કલોંજી તેલના બે ટીપા દૂધમાં ભેળવીને પીવાથી મગજ તેજ થાય છે.
  • કફથી રાહત આપે છે, જો તમને કફની સમસ્યા છે તો કલોંજી તેલનો ઉપયોગ તમારા માટે ફાયદાકારક છે. કલોંજીના તેલમાં રહેલા પોષક તત્વો તમારા ગળામાં હાજર કફની સમસ્યાને દૂર છે.
  • કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે ફાયદાકારક, કલોંજીમાં ઓમેગા-3 તેમજ 6 અન્ય પોષક તત્વો હોય છે, જે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદરૂપ થાય. આ બંને પોષક તત્વો હૃદય રોગને લગતા લક્ષણોને પણ ઘટાડી શકે છે.

તો મિત્રો તમે જોયું કે કલોંજીના ફાયદા કેટલા અને ક્યા ક્યા છે, જો તમે પણ ઉપર દર્શાવેલા રોગોથી પીડાતા હોય તો સેવન કરવાથી તમને ઘણી બધી સમસ્યામા રાહત મળી શકે છે.

કલોંજીના નુકસાન | Kalonji In Gujarati

આપણે ઉપર કલોંજીના ફાયદા વિશે જાણકારી મેળવી તેવી જ રીતે હવે આપણે કલોંજીના નુકસાન વિશે જાણકારી મેળવીશું.

  • વધુ પડતી ગરમી સહન ન કરી શકતા લોકોએ તેનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ.
  • સગર્ભા સ્ત્રીઓએ કલોંજીનો ઉપયોગ ટાળવો જોઈએ અને સ્તનપાન કરાવતી માતાઓએ તેનું સેવન ઓછું કરવું જોઈએ.
  • કલોંજી બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે તેથી હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકો કે જે દવા લેતા હોય છે એ લોકો એ સાવચેત રહેવું જોઈએ.
  • જે મહિલાઓને હાઈ બ્લડ પ્રેશર હોય તે મહિલાઓએ આનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે કલોંજીના ઉપયોગથી માસિક ખૂબ જ વહેલું આવી જાય છે.
  • પિત્તથી પીડિત વ્યક્તિએ કલોંજીનું સેવન ન કરવું જોઈએ
  • કલોંજીના લીધે ઘણા લોકો એસિડિટીની સમસ્યા થતી હોય છે, તેથી એવા લોકોએ કલોંજીના સેવનથી દુર રહેવું જોઈએ.

FAQs :- વધુ પૂછાતા પ્રશ્નો

Kalonji Gujarati Name

કલોંજીને ગુજરાતી ભાષામાં “નિગેલાના બીજ” “કાળા ડુંગળી બીજ” તેમજ “કળિયુગની સંજીવની” તરીકે ઓળખવામાં આવે છે.

કલોંજી એટલે શું?

કલોંજી એક પ્રકારનો લગભગ 11 થી 15 ઇંચ જેટલી લંબાઈનો છોડ છે, આ છોડ મોટા ભાગે પશ્ચિમ દક્ષિણ એશિયાના દેશોમાં જોવા મળે છે. ભારત,પાકિસ્તાન, બાંગ્લાદેશ તેમજ એશિયાના લોકો કલોંજીને ઉપયોગમાં લે છે.

કલોંજીના ફાયદા ક્યા ક્યા છે?

કિડની, સ્ત્રીઓ સંબંધિત બીમારી, માથાનો દુખાવો, પાચન માટે, ડાયાબિટીસ, સાંધાનો દુ:ખાવો, માથાનો દુ:ખાવો, કેન્સર જેવા અનેક રોગમાં રામબાણ તરીકે ઉપયોગી છે.

ઉપસંહાર

તો મિત્રો આમ તમે આ આર્ટીકલના માધ્યમથી જાણ્યું કે કલોંજી એટલે શું? Kalonji In Gujarati, તેના ફાયદા, નુકસાન તેમજ તેનો ઉપયોગ, અમે આશા રાખીએ છીએ કે કલોંજી વિશે રશપ્રદ માહિતી જાણવાની તમને મજા આવી હશે. તો મિત્રો, અમારો આર્ટીકલ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો ને શેર કરો.

નોંધ :- (આ આર્ટીકલમાં વાચકોને સરળ રીતે વધુ માહિતી અને સાધારણ સમજ મળી રહે એ માટે લખવામાં આવ્યો છે. આ આર્ટીકલમાં દર્શાવેલ બીમારીના નુસ્ખા વિશે તમારે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. અન્ય કોઈ નુકસાનથી અમે જવાબદાર નથી.)

Leave a Comment