જાતિનો દાખલો ઓનલાઈન કેવી રીતે કઢાવવો | Jati No Dakhlo

મિત્રો, ભારતમાં ઘણી બધી વિવિધ જાતી જ્ઞાતિ વસવાટ કરે છે અને તે જાતી કે જ્ઞાતિને સરકાર દ્વારા વિવિધ વર્ગમાં મુકવામાં આવેલી છે, હવે તેના વર્ગ કે જાતીને ઓળખવા માટે સરકાર દ્વારા જે તે નાગરિકને Jati No Dakhlo આપવામાં આવે છે, જેનાથી તેમની જાતીનો ખ્યાલ આવે છે.

Jati No Dakhlo મુખ્યત્વે વિદ્યાર્થીને શાળામાં પ્રવેશ મેળવવાં કે નાગરીકોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે ઉપયોગ થાય છે. આજે આ આર્ટીકલમાં હું તમને જણાવીશ કે Jati No Dakhlo ક્યાંથી કઢાવવો? શું શું દસ્તાવેજો જોઈએ? ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? તેમજ Caste Certificate Gujarat Online ને લગતી તમામ માહિતી જણાવીશ.

Caste-Certificate-Gujarat

જાતિનો દાખલો એટલે શું? તેનો ઉપયોગ શું છે?

મિત્રો, આપ જાણો છો એમ ભારતમાં વિવિધ વર્ગના લોકો રહે છે, તેમાંથી ઘણાં વર્ગના લોકોએ પછાત છે એટલે સરકાર દ્વારા તેમને લગતી કેટલીક કલ્યાણકારી યોજનાઓ ચાલવામાં આવે છે, જેનો લાભ સરકાર આ પછાત વર્ગના લોકોને આપી શકે. આ પછાત લોકોની ઓળખ કરવા માટે સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા જાતીનું પ્રમાણપત્ર બનાવવામાં આવ્યું છે.

Jati No Dakhlo વિદ્યાર્થી તેમજ સામાન્ય નાગરિક માટે મહત્વનો દસ્તાવેજ છે, Jati No Dakhlo મુખ્ય તો પછાત વર્ગ દ્વારા સરકારની કોઈ યોજનાનો લાભ લેવા, અનામત વર્ગના વિધાર્થીઓ ને શાળામાં પ્રવેશ મેળવવાં તેમજ અનેક સરકારી કામકાજમાં Jati No Dakhlo ઉપયોગમાં આવે છે.

Jati No Dakhlo એ એક મહત્વનો દસ્તાવેજ છે. સરકારની વિવિધ યોજનાઓ અને કેટલાક બંધારણીય લાભો લેવા માટે અનામતની જોગવાઈ કરવામાં આવી છે, એટલે કેટલીક જગ્યાએ નોકરીમાં કે પ્રવેશ મેળવવાં અંગે અનામત લાગુ પડે છે, ત્યારે કોઈ વિશેષ વર્ગને આપવામાં આવતી જગ્યા માટે Caste Certificate ઉપયોગમાં લેવાય છે.

જાતિનો દાખલો કઢાવવા માટે જરૂરી પુરાવા/દસ્તાવેજો

દોસ્તો, સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનું પ્રમાણપત્ર અધિકૃત કરવામાં આવે તો એ પ્રમાણપત્ર કઢાવવા માટે કેટલાક બીજા અન્ય દસ્તાવેજોની જરૂર પડતી હોય છે. તમે અન્ય પુરાવાની મદદથી કોઈપણ પ્રમાણપત્ર કાઢવી શકો છે, એવી જ રીતે Jati No Dakhlo કાઢવામાં માટે નીચે આપેલા પુરાવા/દસ્તાવેજોની જરૂર પડે છે.

  • જાતિના દાખલા અંગેનું ફોર્મ ( જિલ્લા બહુમાળી ભવન, જિલ્લા સેવા સદન, કલેકટર કચેરી, જન સુવિધા કેન્દ્ર, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાતીની કચેરીએ થી જાતીના દાખલાનું ફોર્મ મળી રહેશે) અથવા

OBC/SEBC Caste Certificate Gujarat Download PDF,ફોર્મ Download કરવા અહીં ક્લિક કરો. Download Now

SC/ST Caste Certificate Gujarat Download PDF, ફોર્મ Download કરવા અહીં ક્લિક કરો. Download Now

  • બે પાસપોર્ટ સાઈજના ફોટો

અરજદારની ઓળખનો પુરાવો (કોઇપણ એક)

  • ચુંટણી કાર્ડની નકલ
  • આધાર કાર્ડની નકલ
  • ડ્રાઈવિંગ લાઈસન્સની નકલ

અરજદારના રહેઠાણનો પુરાવો (કોઇપણ એક)

  • લાઈટ બીલની નકલ
  • વેરાબીલની નકલ
  • ભાડા કરાર
  •  રેશન કાડૅની નકલ

જાતિ અંગેનો પુરાવો (કોઇપણ એક)

  • અરજદારના શાળા છોડ્યાનુ પ્રમાણપત્ર (L.C.)
  • અરજદારના પિતાનું શાળા છોડ્યાંના પ્રમાણપત્રની નકલ (જો પિતાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ન હોય તો દાદા/કાકા/ફોઈ કોઈપણ એકનું ), (ફરજીયાત)

જાતિનો દાખલો મેળવવા માટે અરજી કઈ રીતે કરવી?

મિત્રો, Jati No Dakhlo કઢાવવા માટે તમે બે રીત અપનાવી શકો છો, ઓફલાઈન અને ઓનલાઈન. તમે આ બે માધ્યમ દ્વારા જાતીનો દાખલો કાઢવી શકો છો. પ્રથમ અહીં આપણે Jati No Dakhlo ઓફલાઈન અરજી કઈ રીતે કરવી એ અંગેની માહિતી મેળવીશું.

  • પ્રથમ તમારે જાતીના દાખલા અંગેનું ફોર્મ જિલ્લા બહુમાળી ભવન, જિલ્લા સેવા સદન, કલેકટર કચેરી, જન સુવિધા કેન્દ્ર અથવા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાતીની કચેરીએ થી મેળવી તેમાં જરૂરી વિગતો ભરી લેવાની રહેશે.
  • ફોર્મની તમામ વિગતો ભરી ઉપર દર્શાવેલા તમામ જરૂરી દસ્તાવેજોને સાથે લઈ જિલ્લા બહુમાળી ભવન, જિલ્લા સેવા સદન, કલેકટર કચેરી, જન સુવિધા કેન્દ્ર અથવા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાતીની કચેરીએ પૈકી તમને જે નજીક પડતી કચેરીએ રૂબરૂ જઈને ફોર્મ આપી દેવાનું રહેશે.
  • ત્યારબાદની પ્રક્રિયા કચેરી દ્વારા પૂર્ણ કરી 2 થી 3 દિવસની અંદર તમારું જાતીનું પ્રમાણપત્ર બની ગયું હશે જે તમારે કચેરીએ રૂબરૂ જઈ મેળવી લેવાનું રહેશે.

આમ, ઉપર દર્શાવેલ પ્રક્રિયાથી તમે જાતે કચેરીએ જઈને Jati No Dakhlo ઓફલાઈન કઢાવી શકો છો.

જાતિનો દાખલો મેળવવા ઓનલાઈન અરજી કઈ રીતે કરવી?

મિત્રો, આપણે ઓફલાઈન અરજી કરવાની રીત સમજ્યા, પણ હવે આપણે ઓનલાઈનના માધ્યમથી ઘર બેઠા જાતિનો દાખલો મેળવી શકીએ છીએ, તો મિત્રો ચાલો જાણીએ ઓનલાઈન અરજી કરવાની રીત.

  • ઓનલાઈન અરજી કરવા માટે તમારે સૌપ્રથમ https://www.digitalgujarat.gov.in/ વેબસાઈટ પર જવાનું રહેશે.
  • ત્યારબાદ મેનુબારમાં Services ના વિકલ્પ પર Citizen Services પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે એક પેજ માં વિવિધ Services દેખાશે, તેમાં તમે જે વર્ગના હોય એ વિકલ્પ પર ક્લિક કરી દેવાનું રહેશે. જેમ કે SEBC Cast Certificate, SC Cast Certificate, ST Cast Certificate જે વર્ગના હોય તેના પર ક્લિક કરી દેવાનું.
  • હવે એક નવું પેજ ખુલશે થશે જેમાં નીચે “Apply Online” લખેલું દેખાશે તેના પર ક્લિક કરી દેવાનું રહેશે.
  • Apply Online કર્યા પછી Registered User ની Login સાઈટ ખુલશે તેમાં તમારે Login કરી લેવાનું રહેશે.

(જો તમે રજીસ્ટ્રેશન ન કર્યું હોય તો બાજુમાં આપેલ New Registration ના વિકલ્પ પર ક્લિક કરી જરૂરી માહિતી ભરીને Registration કરી લેવાનું રહેશે.)

  • Login કર્યા પછી એક નવું પેજ ખુલશે જેમાં નીચે તમારે “Continue To Service” પર ક્લિક કરી દેવાનું રહેશે.
  • હવે એક નવું પેજ ખુલશે જેમાં તમારી પાસે માંગ્યા મુજબની તમામ વિગતો ભરી દેવાની રહેશે. અને Next ના બટન પર ક્લિક કરી દેવાનું રહેશે.
  • પછી તમારે દસ્તાવેજોને અપલોડ કરી દેવાના રહેશે, ત્યારબાદ “Submit” પર ક્લિક કરી દેવાનું રહેશે. એટલે તમારું જાતીનું પ્રમાણપત્ર બની ગયું હશે જેને “Print” બટન પર ક્લિક કરી PDF સ્વરૂપે Download કરી લેવાનું.
  • ત્યારબાદ “Pay Using Gateway” પર ક્લિક કરીને રૂપિયા 20 ની ચુકવણી કરી દેવાની રહેશે.

FAQs :- વારંવાર પૂછાતા પ્રશ્નો

જાતિનો દાખલો કઢાવવા માટેના ડોક્યુમેન્ટ ક્યા ક્યા છે?

ઓળખ પુરાવા માટે :- ચુંટણી કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સની નકલ
રહેઠાણના પુરાવા માટે :- લાઈટ બીલ, વેરાબીલની નકલ, ભાડા કરાર, રેશન કાડૅની નકલ
જાતિ અંગેના પુરાવા :- અરજદારના શાળા છોડ્યાનુ પ્રમાણપત્ર, અથવા અરજદારના પિતાનું શાળા છોડ્યાનુ પ્રમાણપત્ર.

જાતીના દાખલાનું ફોર્મ ક્યાંથી મેળવવું?

જિલ્લા બહુમાળી ભવન, જિલ્લા સેવા સદન, કલેકટર કચેરી, જન સુવિધા કેન્દ્ર અથવા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાતીની કચેરીએ થી જાતીના દાખલાનું ફોર્મ મેળવી શકો છો.

જાતિનો દાખલો કઢાવા અરજી કઈ રીતે કરવી?

જાતિનો દાખલો કઢાવા તમે ઓનલાઈન અરજી digitalgujarat.gov.in પરથી અને ઓફલાઈન અરજી તમારી નજીકની જન સેવા કેન્દ્ર પરથી કરી શકો છો.

જાતિનો દાખલો ઓનલાઈન કઢાવવા કેટલી ફી ભરવી પડે?

જાતિનો દાખલો ઓનલાઈન કઢાવવા 20 રૂપિયા ફી ભરવી પડે

જાતિના દાખલાની સમય મર્યાદા કેટલી હોય છે?

જાતિના દાખલાની સમય મર્યાદા આજીવન સમય સુધીની હોય છે.

જાતિનો દાખલો એટલે શું?

જાતિ નો દાખલો સરકાર દ્વારા કેટલીક પછાત વર્ગની શ્રેણીમાં આવતા લોકોને સરકારની વિશેષ યોજનાઓનો લાભ આપવા જાતિનું પ્રમાણપત્ર સરકાર દ્વારા બનાવવામાં આવ્યું છે.

સમાપ્તિ

તો મિત્રો, આપે જોયું કે કેટલી સરળતાથી ઘર બેઠા ઓનલાઈન અરજી કરીને Jati No Dakhlo આપણે કઢાવી શકીએ છીએ, તેમજ એ પણ જાણ્યું કે Jati No Dakhlo કઢાવવા ક્યા ક્યા દસ્તાવેજોની જરૂર પડે. તો મિત્રો આપને જો અમારો આ આર્ટીકલ પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને શેર કરો, જેથી તેઓ પણ ખુબ જ સરળતાથી Jati No Dakhlo ઘર બેઠા કઢાવી શકે.

Leave a Comment