કોચિંગ સહાય યોજના 2023,તેના લાભો કોને મળી શકે અને ક્યા-ક્યા છે.

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે કોચિંગ સહાય યોજના અમલમાં છે,આ યોજના 2017/18 ના વર્ષમાં શરુ કરવામાં આવી હતી.જે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે ટ્યુશનની જરૂરીયાત હોય અને તેઓને ટ્યુશન રાખવું હોય તો આ યોજના અંતર્ગત સહાય મેળવી કોચિંગ કરી શકે છે.

Coaching Assistance Scheme 2023 Who Can Get Its Benefits and Where

યોજનાનો હેતુ

નિયામક,વિકસતી જાતી કલ્યાણ,ગુજરાત,ગાંધીનગર દ્વારા વિકસતી જાતીમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને નિયમોનુસાર કોચિંગ સહાયના લાભ આપવામાં આવે છે,નીચેની ત્રણ કોચિંગ સહાયનો લાભ આપવામાં આવે છે

વિકસતી જાતીના વિદ્યાર્થીઓને UPSC/GPSC,બેંક,ગૌણ સેવા પસંદગી,જીલ્લા પંચાયત પસંદગી મંડળ,વગેરે દ્વારા લેવાતી વર્ગ 1,2,3 ની રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારની પરીક્ષાની પૂર્વે તૈયારી માટે આ યોજના અંતર્ગત વધુમાં વધુ 20,000 ની સહાય આપવામાં આવે છે.

કઈ પરીક્ષા માટે સહાય મળી શકે

 1. સ્પર્ધાત્મક પરીક્ષા (વર્ગ 1,2,3) ની પૂર્વે તૈયારી માટે તાલીમ લેનાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન સહાયની રકમ તરીકે (વધુમાં વધુ 20,000) આપવામાં આવે છે.
 2. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને NEET,JEE,GUJCET જેવી પરીક્ષાની પૂર્વે તૈયારી માટે પ્રોત્સાહન સહાયની રકમ તરીકે (વધુમાં વધુ 20,000) આપવામાં આવે છે.
 3. IIM,CEPT,NIFT,NLU જેવી આખા ભારતના લેવલની તથા વિદેશ જવા માટે આપવી પડતી IELTC,TOFEL,GRE ની પરીક્ષાની પૂર્વે તૈયારી માટે તાલીમ લેનારને સહાયની રકમ તરીકે (વધુમાં વધુ 20,000) આપવામાં આવે છે.

ઉપર દર્શાવેલ કોઈપણ એક પરીક્ષાની પૂર્વે તૈયારી કરવા આ સહાય યોજના અંતર્ગત લાભ મેળવી શકે છે

નીચેના ધારાધોરણ મુજબ સહાય મળવાપાત્ર છે

 1. મૂળ ગુજરાતના વતની હોય તેવા સામાજિક અને શૈક્ષણિક વર્ગના તાલીમાર્થીને આ યોજનાનો લાભા મળવાપાત્ર છે.
 2. જે ભરતીની તૈયારી કરવા માંગતા હોય તે ભરતીની શૈક્ષણિક લાયકાત અને ઉમર મર્યાદા લાગુ પડશે (તે શૈક્ષણિક લાયકાત માં 50 % કે તેથી વધુ ગુણ હોવા જોઈએ).
 3. તાલીમાર્થીના કુટુંબની વાર્ષિક આવક રૂ.4.50 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ.
 4. જે તે કોચિંગ સંસ્થાનું તાલીમની હાજરીનું પ્રમાણપત્ર મેળવી રજુ કરવાનું રહેશે.(હાજરી 70/80 % હોવી જોઈએ)
 5. આ યોજનાનો લાભ તાલીમાર્થીને એક જ વાર મળવાપાત્ર છે.
 6. ધોરણ 12 ની અંદર રીપીટર ના હોવા જોઈએ.
 7. જે તે સંસ્થાના ત્રણ વર્ષના અનુભવ અંગેનું પ્રમાણપત્ર રજુ કરવાનું.
 8. જે કોચિંગ સંસ્થામાં કોચિંગ કરવા મંગાતા હોવ એ સંસ્થા સરકારના ધારાધોરણ મુજબ ચાલતી હોવી જોઈએ.

રજુ કરવાના જરૂરી દસ્તાવેજો

 • અરજદારનું આધારકાર્ડ
 • અરજદારનું જાતી/પેટા જાતીનો દાખલો
 • ધો.10,ધો.12,સ્નાતક કરેલ છેલ્લી માર્કશીટ
 • આવકનો દાખલો
 • રહેઠાણનો પુરાવો : ચુંટણી કાર્ડ,રેશન કાર્ડ,વીજળી બીલ,ભાડા કરાર,લાઈસન્સ (કોઈપણ એક)
 • બેંક પાસ બુકની નકલ/રદ કરેલ ચેક
 • જે સંસ્થામાં કોચિંગ લેવા માંગતા હોવ તે સંસ્થાનું નિયત પ્રમાણપત્ર

Leave a Comment