આધાર કાર્ડને ચૂંટણી કાર્ડ સાથે કેવી રીતે લિંક કરવું? How to link Aadhaar Card with Election Card?

ચૂંટણી કાર્ડ એ દરેક નાગરિકની ચૂંટણી ઓળખ કાર્ડ છે તેના દ્વ્રારા દેશનો નાગરિક જે તે વિસ્તારની ચુંટણીમાં મત આપી શકે છે.હાલમાં ભારત સરકાર દ્વારાચૂંટણી કાયદા (સંશોધન) બિલ 2021ને પસાર કર્યું છે જેમાં હવે નવા કાયદા પ્રમાણે લોકોએ પોતાના આધાર કાર્ડને ચૂંટણી કાર્ડ સાથે જોડવું પડશે. જો તમે પણ તમારા આધાર કાર્ડ (Aadhaar Card)ને પોતાના ચૂંટણી કાર્ડ (Voter Id Card) સાથે લિંક કરવા ઈચ્છતા હોવ તો અમે તમને સરળ રીત જણાવશું…

How to link Aadhaar Card with Election Card

આધાર કાર્ડને ચૂંટણી કાર્ડ લિંક કરવું કેમ જરૂરી છે?

ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ વચ્ચેની લિંક સ્થાપિત કરવાની પ્રક્રિયાને સીડીંગ કહેવામાં આવે છે. નકલી મતદારોને દૂર કરવા માટે આધાર કાર્ડને ચૂંટણી કાર્ડ સાથે લિંક કરવાની સરકારે નવી ઝુંબેશ હાથ ધરી છે,

નાગરિકોને આધાર લિંક કરાવવાની સરકારની પહેલ અર્થતંત્રમાં કાળાં નાણાંનું ચલણ ઘટાડવાના તેના અનેક પ્રયાસોમાંથી પણ એક છે. બહુવિધ મતદાર કાર્ડ રાખવા એ સજાપાત્ર ગુનો નથી. પણ મતદાર તરીકે તમારા નામ સાથે એક કરતાં વધુ મતદાર ઓળખ કાર્ડ હોવું ગેરકાયદે છે.

માટે, બે દસ્તાવેજોને લિંક કરવાથી તમે આધાર કાર્ડ અને મતદાર ID ના કાયદાકીય મહત્વને અનુસરીને આવી અસુવિધાઓ ટાળી શકો છો.

આધાર કાર્ડને ચૂંટણી કાર્ડ સાથે લિંક કરવાની રીત

સૌ પ્રથમ https://www.nvsp.in/ વેબસાઇટ પર જાવ

અહીં તમારે મોબાઇલ નંબર કે ઈમેલ ID વડે Log in કરો. જો તમારુ NVSP નું એકાઉન્ટ નથી તો, તમારે વેબસાઇટ પર જઈને રજીસ્ટર કરવું પડશે.

Log in કર્યા બાદ ‘Search on Electoral Roll’ પર ક્લિક કરો.

અહીં તમારી ખાનગી માહિતી નાખો સાથે-સાથે રાજ્યનું નામ પણ દાખલ કરો.

આ ઉપરાંત તમે વોટર આઈડી નંબરનો પણ ઉપયોગ કરી શકો છો.

પછી Captcha ઉમેરી સર્ચ બટન પર ક્લિક કરો.

ત્યાર પછી ‘All details’ Option પર ક્લિક કરો.

હવે તમારી સ્ક્રીન પર નવુ પેજ ખુલશે અને તેમાં તમે ‘Feed Aadhaar No’ ના વિકલ્પ પર ક્લિક કરો.

હવે નવી સ્ક્રીન ખુલશે. અહીં તમારી માહિતી ઉમેર્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરો.

હવે આટલી પ્રક્રિયા બાદ તમારુ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ સાથે લિંક થઈ જશે.

SMS દ્વારા આ રીતે લિંક કરો

તમે તમારા રજીસ્ટર મોબાઇલ નંબરના માધ્યમથી મોકલીને પણ તમારા આધાર કાર્ડને ચુંટણી કાર્ડ સાથે લિંક કરી શકો છો.તેના માટે નીચેની પ્રક્રિયાને અનુસરો.

ECILINK<સ્પેસ>ચૂંટણી કાર્ડ નંબર<સ્પેસ> આધાર કાર્ડ નંબર લખી 166 કે 51969 પર SMS મોકલો.આ પ્રક્રિયા બાદ તમારું આધાર કાર્ડ ચુંટણી કાર્ડ સાથે લિંક થઈ જશે.

કોલ કરીને પણ લિંક કરી શકો છો

તમે સરકાર દ્વારા જાહેર 1950 નંબર પર કોલ કરીને પણ આધાર કાર્ડને ચુંટણી કાર્ડ સાથે લિંક કરી શકો. તમે કામકાજના સમયમાં માં સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીમાં કોલ કરી લિંક કરી શકો છો.

Leave a Comment