જન્મ – મરણ ના દાખલા ઓનલાઈન ડાઉનલોડ કેવી રીતે કરીએ?

કોઈપણ વ્યક્તિનો જન્મ થાય કે પછી મૃત્યુ તો તેમની નોંધ સરકાર અધિકૃત કચેરી દ્વારા કરવામાં આવતી હોય છે, જયારે જન્મ કે મૃત્યુ થાય છે તેના થોડાક જ દિવસની અંદર તેનું પ્રમાણપત્ર મેળવવાનું હોય છે. આ સુવિધા હવે સરકાર દ્વારા ઓનલાઈન કરવામાં આવી છે, હવે જન્મ અને મૃત્યુના પ્રમાણપત્ર ઘરે બેઠા ઓનલાઈન કાઢી શકાય છે, આજે આ લેખમાં હું તમને જણાવીશ કે ઓનલાઈન જન્મ અને મૃત્યુના પ્રમાણપત્ર કેવી રીતે કાઢવા, શું હોય છે ઓનલાઈન પ્રક્રિયા, તો ચાલો જાણીએ…

How to Download Birth Death Certificate Online

જન્મ-મરણ ના દાખલા ઓનલાઈન ડાઉનલોડ કરો

જન્મ મરણની નોંધણીની જોગવાઈ Registrar of Birth and Death Acts, 1969 માં કરવામાં આવી છે. ગુજરાતમાં જન્મ મરણના પ્રમાણપત્રો કઢાવવાં માટે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકા કચેરીઓ માં જઈને અરજી કરવામાં આવે છે. પણ હવે ગુજરાત સરકારના Health and Family Welfare Department દ્વારા શરુ કરવામાં આવેલ e olakh વેબ પોર્ટલ પર જઈને ઓનલાઈન ડાઉનલોડ કરી શકાય છે. તો ચાલો જાણીએ ઓનલાઈન ડાઉનલોડ કરવાની પ્રક્રિયા….

ડાઉનલોડ કરવાં અંગેના મહત્વપૂર્ણ સૂચનો

જન્મ કે મરણનું પ્રમાણપત્ર online download કરવા તમારી પાસે અરજી નંબર કે મોબાઇલ નંબર હોવો જોઈએ છે.

તમારો અરજી નંબર જન્મ કે મરણની નોંધણી કરતી વખતે તમે રજુ કરેલ મોબાઈલ નંબર પર SMS થી મોકલવામાં મોકલવામાં આવેલ હશે. જે નંબર પ્રમાણપત્ર online download કરવા માટે સાચવી રાખવો જરૂરી છે.

તમે દાખલ કરેલ મોબાઈલ નંબર કે અરજી નંબર સાથે linked જન્મ કે મરણનું પ્રમાણપત્ર online download કરી શકાશે.

જો તમે દાખલ કરેલ અરજી નંબર કે મોબાઈલ નંબર ખોટો હશે તો પ્રમાણપત્ર online download કરી શકાશે નહી. તેમ છતાં કોઈપણ કારણોસર પ્રમાણપત્ર download કરવામાં અગવડ પડે તો, સંબંધિત રજીસ્ટ્રારશ્રી (જન્મ-મરણ)ની કચેરીનો કે જીલ્લા રજીસ્ટ્રાર(જનમ-મરણ) અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીનો કે તેમની કચેરીનો સંપર્ક સાધી શકો છો.

જન્મ-મરણનું પ્રમાણપત્ર ઓનલાઈન કેવી રીતે ડાઉનલોડ કરવું

પગલું 1 : સૌપ્રથમ તમે તમારા મોબાઈલ કે કમ્પ્યુટરમાં કોઈપણ વેબ બ્રાઉજર ખોલી તેમાં eolakh.gujarat.gov.in લખો અથવા અહીં આપેલ લિંક પર ક્લિક કરો https://eolakh.gujarat.gov.in/

પગલું 2 : આ લિંક ઓપન કર્યા પછી એક નવું પેજ ખુલશે તેમાં DOWNLOAD CERTIFICATE લખેલું હશે તેના પર ક્લિક કરો.

1 3

પગલું 3 : પછી તમારી સામે એક નવું પેજ ખુલશે તેમાં તમારે જન્મ અથવા મરણ (જે પ્રમાણપત્ર ડાઉનલોડ કરવાનું હોય તે ) વિકલ્પ પસંદ કરવાનો રહેશે.

2 1

પગલું 4 : ત્યારબાદ તમે મોબાઈલ નંબર અથવા અરજી નંબર દાખલ કરો, અને Captcha Code દાખલ કરો.

3 1

પગલું 5 : તે પછી Search Data પર ક્લિક કરો, એટલે તમારી સામે તમે પસંદ કરેલ વિકલ્પના આધારે જન્મ કે મરણ વ્યક્તિની માહિતી આવી જશે.

4

પગલું 6 : ત્યારબાદ તમે DOWNLOAD બટન પર ક્લિક કરી તેને PDF સ્વરૂપે ડાઉનલોડ કરી શકો છો.

5

આમ, ઉપર દર્શાવ્યા પગલાં પ્રમાણે તમે જન્મ અથવા મરણનું પ્રમાણપત્ર માત્ર થોડી મીનીટોમા ઘર બેઠા ડાઉનલોડ કરી શકો છો.

FAQ

જન્મનું પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કેવી રીતે કરવું?

જન્મનું પ્રમાણપત્ર e olakh.gov.in. વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાય છે

સમાપ્તિ

જો તમને જન્મ – મરણના દાખલા ઓનલાઈન ડાઉનલોડ કેવી રીતે કરવા ઉપરનો લેખ પસંદ આવ્યો આવ્યો હોય તો તમારા મિત્રોને શેર કરો જેથી તેઓ પણ ઘર બેઠા સરળતાથી ઓનલાઈન ડાઉનલોડ કરી શકે.

Leave a Comment