ફ્રી શીપ કાર્ડ યોજના વિશે માહિતી ગુજરાતીમાં | Freeship Card Gujarat

ભારત સરકાર દ્વારા SC અને ST વર્ગના લોકોના ઉત્કર્ષ માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. તે યોજનાઓ મુખ્યત્વે શિક્ષણ, રોજગારી, આર્થિક સહાય, છાત્રાલય વગેરેની ફાળવણી માટેની યોજનાઓ અમલમાં તે પૈકીની એક યોજના શિક્ષણને લગતી છે. આ યોજનાનું નામ છે ‘ફ્રી શીપ કાર્ડ યોજન’ (freeship card),આ યોજનામાં SC અને ST વર્ગના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ અર્થે આર્થિક સહાય આપવામાં આવે છે.

તો આજે આ લેખમાં હું તમને જણાવીશ કે ફ્રી શીપ કાર્ડ શું છે?, ફ્રી શીપ કાર્ડ માટે અરજી કેવી રીતે કરવી?, ( freeship card apply) ફ્રી શીપ કાર્ડ ફોર્મ ક્યાંથી મેળવવું ?, ફ્રી શીપ કાર્ડ કઢાવવા માટેના જરૂરી દસ્તાવેજો ક્યા ક્યા છે.

Information about Free Sheep Card Scheme in Gujarati

ફ્રી શીપ કાર્ડ શું છે? | What is a Free Ship Card?

સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં શિક્ષણ ફી વધુ હોવાના લીધે આર્થિક રીતે પછાત વર્ગના કુંટુંબના બાળકો પ્રવેશ મેળવવામાં વંચિત રહી જાય છે. કેમ કે તેઓની આર્થિક સ્થિતિ સારી હોતી નથી. આથી ભારત સરકાર દ્વારા અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જન જાતિ(ST) વર્ગના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ માટે પોસ્ટ મેટ્રીક સ્કોલરશીપ યોજના અમલમાં મુકવામાં આવેલી છે. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના મુજબના તમામ ધારાધોરણો મુજબના પાત્રતા ધરાવતા હોય તેવા અનુસૂચિત જાતિના અને જનજાતિના વિદ્યાર્થીઓને ફ્રી શીપ કાર્ડ આપવામાં આવે છે.

આ યોજના અંતર્ગત જે વિદ્યાર્થીઓ પ્રાઇવેટ કોલેજ અથવા યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવાની ઈચ્છા ધરાવતા હોય અથવા જેમને પ્રવેશ મળેલ છે તેવા SC અને ST જાતિના વિદ્યાર્થીઓને “ફ્રી શીપ કાર્ડના” ( freeship card) ની સહાય વડે જે તે પ્રાઇવેટ કોલેજ અથવા યુનિવર્સિટીમાં ફી ભર્યા વગર એડમિશન (પ્રવેશ) મેળવી શકે છે. યોજના અંતર્ગત પ્રવેશ મેળવેલ કોલેજના અભ્યાસક્રમના તમામ સેમેસ્ટરની ફી માફ કરવામાં આવે છે.

નોંધ : ફ્રી શીપ કાર્ડ મેળવવા વિદ્યાર્થીના કુંટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ. 2.50 લાખ સુધીની હોવી જોઈએ.

ફ્રી શીપ કાર્ડ મેળવવા અરજી કેવી રીતે કરવી ?

લાભાર્થી વિદ્યાર્થીએ જરૂરી આધાર પુરાવા લઈ યોજના માટેનું ફોર્મ ભરી તમારા જિલ્લાની સમાજ કલ્યાણની કચેરીએ જમા કરાવવાનું રહેશે.

ફ્રી શીપ કાર્ડ માટેનું ફોર્મ ક્યાંથી મેળવવું ?

ફ્રી શીપ કાર્ડ માટેનું ફોર્મ તમારા જિલ્લાની સમાજ કલ્યાણ કચેરીએ જઈને મેળવી શકો છો. ત્યાં જરૂરી દસ્તાવેજો આપી ફોર્મ ભરીને તે કચેરીએ ચકાસણી માટે આપવાનું રહેશે.

ફ્રી શીપ કાર્ડ માટેના ફોર્મની PDF (Freeship Card Form PDF In Gujarati)

અહીં ક્લિક કરી Download કરો

ફ્રી શીપ કાર્ડ કઢાવવા માટેના જરૂરી આધાર પુરાવા

  • સ્કુલ લિવિંગ સર્ટીફિકેટની નકલ
  • જાતિના દાખલાની નકલ
  • આધારકાર્ડ/ચુંટણી કાર્ડ/રેશનકાર્ડ ની નકલ
  • એસ.એસ.સી. પાસ થયાની તથા પછીના શૈક્ષણિક વર્ષની માર્કશીટની નકલ
  • ગતવર્ષની વાર્ષિક આવકનો સક્ષમ અધિકારીશ્રીના પ્રમાણપત્રની નકલ
  • ખાતાનંબર માટે બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ
  • જો વિદ્યાર્થીના માતા/પિતા નોકરી કરતાં હોય તો કચેરી/સંસ્થાનો ગત વર્ષના વાર્ષિક આવકના દાખલાની નકલ

નોંધ : એસ. એસ. સી ( SSC) અને તે પછીના અભ્યાસક્રમોમાં જો વિરામ લીધેલ હોય અથવા વચ્ચે અભ્યાસ છોડી દીધેલ હોય તો તેનું કારણ અને તે દરમિયાન શું પ્રવૃતિ કરેલી છે તે અંગેનું એકસર નામુ તથા વિરામનો સમયગાળો જો 1 વર્ષ કરતાં વધુ હોય તો તે સમયગાળામાં કોઇ પણ પ્રકારની અભ્યાસમાં શિષ્યવૃત્તિ મેળવેલ નથી અથવા કોઇપણ પ્રકારની નોકરીમાં જોડાયા નથી તે અંગેનું બાંહેધરી નામુ રજુ કરવાનું રહેશે.

શિક્ષણ સંસ્થાઓને જણાવવાની યોગ્ય શરતો

ભારત સરકારની આ યોજના મુજબ ફ્રી શીપ કાર્ડની પાત્રતા ધરાવતા વિધાર્થીઓ અંગે જિલ્લા પછાત વર્ગ કલ્યાણ કચેરી તેમજ અધિકારીશ્રી દ્વારા પુરતી કાળજી લેવામાં આવે. તેમજ જે વિધાર્થીઓ પાત્ર ઠરતા હોય તેઓની ખાત્રી કરી freeship card ( ફ્રી શીપ કાર્ડ) આપવાના રહેશે.

જ્યાં સુધી સરકારની આ યોજનાની સમય મર્યાદા અમલમાં રહેશે, ત્યાં સુધી શિક્ષણ વિભાગની આ સુચનાઓ અમલમાં રહેશે. ત્યારબાદ તે આપમેળે રદ ગણાશે.

શૈક્ષણિક સંસ્થાઓમાં સત્ર શરુ થઈ ગયા બાદ અનુસૂચિત જાતિ અને જનજાતિના જે વિધાર્થીઓ આ યોજના અંતર્ગત ફ્રી શીપ કાર્ડની યોગ્યતા મેળવશે તેઓના ફ્રી શીપ કાર્ડ રજુ થયેથી સંસ્થાઓએ જો આવા વિધાર્થીઓ પાસેથી ફી વસુલ કરેલ હશે તો જિલ્લા પછાત વર્ગ કલ્યાણ અધિકારીશ્રીની બાંહેધરીને ધ્યાને લઈ એટલી રકમ વિધાર્થીને પરત કરવાની રહેશે.

આમ, ઉપર દર્શાવેલ માહિતીથી તમને ફ્રી શીપ કાર્ડ ( freeship card ) યોજના વિશે સંપૂર્ણ માહિતી મળી હશે એવી અમે આશા રાખીએ છીએ. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો તમે તમારા મિત્રોને પણ શેર કરો જેથી તેમને પણ આ યોજના વિશે પુરતી માહિત મળી રહે અને આ યોજનાનો લાભ વધુ લોકો મેળવે.

Leave a Comment