ગુજરાત વિધવા સહાય યોજના | Vidhva Sahay Yojana

ભારત સરકાર તેમજ ગુજરાત રાજ્ય સરકારના અલગ અલગ વિભાગ દ્વારા વિવિધ વર્ગના લોકો માટે કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા દિવ્યાંગો, વૃદ્ધો વગેરે માટે, વૃદ્ધ સહાય યોજના, દિવ્યાંગ સાધન સહાય વગેરે જેવી અનેક યોજનાઓ ચાલવામાં આવે છે. આજે આ આર્ટીકલમાં આપણે Vidhva Sahay Yojana ની માહિતી મેળવીશું.

મિત્રો આજે આર્ટીકલમાં આપણે જાણીશું કે Vidhva Sahay Yojana શું છે? તેના લાભો ક્યા ક્યા છે? ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું? ક્યા ક્યા પુરાવા/દસ્તાવેજ જોઈએ? એવી તમામ માહિતી આપણે આ લેખ દ્વારા સમજીશું તો મિત્રો આ લેખને અંત સુધી વાંચો અને વિધવા સહાય યોજના વિશેની માહિતી મેળવો.

Vidhva Sahay Yojana

Table of Contents

વિધવા સહાય યોજના શું છે ? તેના લાભો ક્યા ક્યા છે? | Vidhva Sahay Yojana Details In Gujarati

Vidhva Sahay Yojana ને “ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના” તરીકે પણ ઓળખવામાં આવે છે. આ યોજના ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અમલી બનાવવામાં આવેલ છે. જેમાં નિરાધાર વિધવાઓના પુનરુત્થાન અને વિધવા બેહનો આર્થિક રીતે સમાજમાં સન્માનભેળ જીવન જીવી શકે એ માટેની સહાય આપવામાં આવે છે.

વિધવા સહાય યોજનામાં હવે નવા સુધારા પ્રમાણે જે વિધવા બહેનને 21 વર્ષથી વધુ ઉંમરનો પુત્ર હશે તો પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. જે પહેલાં મળવાપાત્ર ન હતું. વિધવા સહાય યોજનાનો મુખ્ય ઉદેશ્ય તેઓને આર્થિક બાબતોનો સામનો ન કરવો પડે એ હેતુથી સહાયની રકમ આપવામાં આવે છે.

વિધવા સહાય યોજના નો લાભ લેતી દરેક વિધવા લાભાર્થીઓને વાર્ષિક રૂપિયા 15,000 ની આર્થિક સહાય આપવામાં આવે છે. જેમાં દર મહિને રૂપિયા 1,250 ની સહાય આપવામાં આવે છે. જે યોગ્ય પ્રક્રિયા બાદ લાભાર્થી વિધવા બહેનના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.

વિધવા સહાય મેળવતા લાભાર્થીનું અકસ્માતના કારણે મૃત્યુ થાય તો સરકારશ્રીની ગુજરાત સામુહિક જૂથ અકસ્માત વીમા યોજના અંતર્ગત લાભાર્થીના વારસદારને રૂપિયા 1 લાખ સુધીની સહાય મળવાપાત્ર થશે.

વિધવા સહાય યોજનાનો લાભ લેવાની યોગ્યતા

તમે વિચારતા હશો કે શું યોજનાનો લાભ દરેક વિધવાને મળે? પણ, સરકારે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે, એ પાત્રતાની અંદર જે બહેનો આવતી હોય તેવી બધીજ બહેનો આ યોજનાનો લાભ મેળવવાપાત્ર છે. નીચે દર્શાવેલી પાત્રતા જુઓ

  • લાભાર્થી વિધવા બહેન ગુજરાતના મુળના નાગરિક હોવા જોઈએ.
  • ગ્રામ વિસ્તારના લાભાર્થી માટે કુટુંબની વાર્ષિક આવક 1,20,000 કે તેના કરતાં વધુ ન હોવી જોઈએ.
  • શહેરી વિસ્તારના લાભાર્થી માટે કુટુંબની વાર્ષિક આવક 1,50,000 કે તેના કરતાં વધુ ન હોવી જોઈએ.
  • 18 વર્ષ કે તેથી વધુની વય ધરાવતી કોઈપણ નિરાધાર વિધવાઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.
  • રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ (NSAP) હેઠળની ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા પેન્શન યોજના (IGNWPS) અંતર્ગત બી.પી.એલ લાભાર્થી કે જેમની ઉંમર 40 વર્ષથી વધુ હોય તેવી વિધવા સ્ત્રી પણ આ વિધવા સહાય યોજના નું ફોર્મ ભરી શકશે.

નોંધ:- જો અરજદારની અરજી નામંજૂરીના આદેશ સામે અરજદારને જો કોઈ વાંધો હોય તો 60 દિવસમાં પ્રાંત અધિકારીશ્રીને અપીલ કરી શકાશે તેમજ આ યોજના અંતર્ગત સહાયનો લાભ જે માસમાં અરજી કરેલ હશે તે માસથી મળવાપાત્ર થશે.

વિધવા સહાય યોજનાની અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ

વિધવા સહાય યોજનાનો લાભ લેવા માટે પહેલાં અરજી કરવી પડે છે, જયારે તમે અરજી કરો છો ત્યારે કેટલાક મહત્વના દસ્તાવેજો/પુરાવાની જરૂર રહેતી હોય છે. તો ચાલો જાણીએ ક્યા ક્યા ડોક્યુમેન્ટ જોઈએ.

અરજદારની ઉંમર અંગેનો પુરાવો (કોઈપણ એક પુરાવાની નકલ)

  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
  • જન્મનો દાખલો
  • PHC, CHC અથવા સિવિલ સર્જન પૈકીના કોઈપણ એક સરકારી ડોક્ટરનું પ્રમાણપત્ર
  • આધારકાર્ડ
  • ચૂંટણીકાર્ડ
  • લાઈટબીલ
  • ડ્રાઈવીંગ લાઈસન્સ
  • પાન કાર્ડ

રહેઠાણ અંગેનો પુરાવો (કોઈપણ એક પુરાવાની નકલ)

  • રેશનકાર્ડ
  • આધારકાર્ડ
  • લાઈટ બિલ
  • ગેસ બિલ
  • પાણી બિલ

અન્ય પુરાવા

  • બેંક ખાતા બુકની નકલ
  • સોગંદનામુ 
  • વિધવા હોવા અંગેનું પ્રમાણપત્રની નકલ
  • આવક અંગેનું પ્રમાણપત્રની નકલ
  • અરજદારના પતિનો મરણનો દાખલાની નકલ
  • અરજદારના શૈક્ષણિક લાયકાત અંગેનું પ્રમાણપત્રની નકલ
  • ર૧ વર્ષથી વધુ ઉંમરનો પુત્ર હોય પરંતુ શારીરિક રીતે અપંગ હોય અથવા માનસિક રીતે અસ્થિર હોય, આજીવન કારાવાસ ભોગવતો હોય તો અરજી સાથે યોગ્ય સત્તા ધરાવતા અધિકારીનો દાખલો.
  • અરજદાર (વિધવા) નો જન્મનો દાખલો અથવા સ્કુલ લિવીંગ સર્ટીફીકેટ આ બંને પુરાવા ઉપલબ્ધ ન હોય તો સરકારી દવાખાના/સીવીલ હોસ્પિટલના તબિબિ અધિકારીશ્રીનો ઉંમર અંગેનો દાખલો.
  • 18 થી 40 વર્ષની વય જુથના અરજદારોએ એક વર્ષની અંદર કોઈપણ સરકાર માન્ય ટ્રેડની તાલીમમાં જોડાવવા અંગેનું તલાટીશ્રીની રૂબરૂનું બાંહેધરી પત્ર.

    વિધવા લાભાર્થીઓને આ યોજનાની સહાય ચાલુ રાખવા માટે એક સામાન્ય શરતનું પાલન કરવું પડશે. જે નીચે મુજબ છે.

  • વિધવા લાભાર્થીઓને દર વર્ષે જુલાઈ મહિનામાં લાભાર્થી વિધવાએ પુન:લગ્ન કર્યા નથી, તે અંગેનું તલાટીશ્રીનું પ્રમાણપત્ર સંબંધિત મામલતદાર કચેરીમાં જમા કરાવવાનું રહેશે.

વિધવા સહાય યોજનાની અરજી કેવી રીતે કરવી

વિધવા સહાય યોજના નો લાભ લેવા માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે, જે તમે digital gujarat ની વેબસાઈટ પરથી પણ કરી શકો છો અને જો લાભાર્થી ગ્રામ વિસ્તારના હોય તો તેમને ગ્રામ પંચાયત ખાતે VCE (Village Computer Entrepreneur) પાસેથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અને જો લાભાર્થી તાલુકાના હોય તો મામલતદાર કચેરી ખાતે કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી પણ અરજી કરી શકો છો. 

  • સૌપ્રથમ ઉપર જણાવેલ તમામ જરૂરી ડોક્યુમેન્‍ટ ભેગા કરવાના રહેશે.
  • તમામ ડોક્યુમેન્‍ટ ભેગા કર્યા બાદ જો લાભાર્થીને ગ્રામ પંચાયત લાગુ પડતી હોય તો VCE પાસે જવાનું રહેશે અને જો તાલુકા/નગરપાલિકા વિસ્તારના લાભાર્થી હોય તો તેમણે મામલતદાર કચેરીએ કોમ્પ્યુટર ઓપરેટર પાસે જવાનું રહેશે.
  • ત્યારબાદ ત્યાંથી તમને વિધવા સહાય યોજનાનું ફોર્મ આપશે, જેની તમામ વિગતો ભરી રહેશે અને તમામ દસ્તાવેજો પણ આપવાના રહેશે. ત્યારબાદ તલાટીશ્રીના સહી-સિક્કા કરીને ખરાઈ કરવાની રહેશે.
  • તે પછી કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા Digital Gujarat Portal પરથી તમારી અરજી ઓનલાઈન કરશે.
  • ડિજીટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કર્યા બાદ તમને એક પાવતી (Receipt) આપવામાં આવશે. બસ આટલી પ્રકિયા બાદ વિધવા લાભાર્થીની ઓનલાઈન અરજી કન્‍‍ફર્મ થઈ જશે.

વિધવા સહાય યોજનાની ઓનલાઈન અરજી કરવાVidhva Sahay Formની રહેશે, માટે જો કોઈ વધારે માહિતી મેળવવી હોય તો ડિજીટલ ગુજરાત પોર્ટલ દ્વારા એક હેલ્પલાઈન જાહેર કરેલ છે તે નંબર પર સંપર્ક કરી તમે વધુ માહિતી મેળવી શકો છો.

હેલ્પલાઈન નંબર :- 18002335500 પર કોલ કરી વધુ માહિતી જાણી શકો છો.

વિધવા સહાય યોજના ફોર્મ | Vidhva Sahay Form Pdf

વિધવા સહાય યોજના (ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના) ના લાભો મેળવવા માટે બે અલગ-અલગ ફોર્મ છે. જેમાં બી.પી.એલ. કાર્ડ ધરાવતા લાભાર્થીઓ ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા પેન્શન યોજના (IGNWPS)માં અરજી કરી શકે છે. અને નિરાધાર વિધવા પેન્શન યોજના (DWPS) માં આવક મર્યાદામાં આવતા કોઈપણ વિધવા લાભાર્થી અરજી કરી શકે છે. પરંતુ લાભાર્થીઓ દર મહિને 1250 રૂપિયાની રકમ જ મેળવી શકશે, ઉપરમાંથી જે યોજનાનું ફોર્મ ભર્યું હોય.

Vidhva Sahay Form Pdf : Vidhva Sahay અંગેનું ફોર્મ Download કરવા અહીં ક્લિક કરો :- Download Here

વિધવા સહાય યોજના અરજીનું Status કેવી રીતે જાણી શકાય | Vidhva Sahay Yojana Gujarat List

વિધવા સહાય યોજનાની ઓનલાઈન અરજી કર્યા પછી તમે જાતે અરજીનું Status જાણી શકો છો. તમારી અરજી નું Status જાણવા નીચે દર્શાવેલ પ્રક્રિયાને અનુસરો

પગલું 1 :- સૌપ્રથમ તમારે https://nsap.nic.in/ વેબસાઈટ પર જવાનું રહેશે.

પગલું 2 :- ત્યારબાદ હોમ પેજ પર “Repotrs” ના વિકલ્પ પર ક્લિક કરી તેમાં “List of Reports” ના ભાગમાં “State Dashboard” ના વિકલ્પ પર ક્લિક કરી દેવાનું રહેશે.

1.Vidhva Sahay Yojana 1
2.Vidhva Sahay Yojana

પગલું 3 :- ત્યારબાદ એક નવું પેજ ખુલશે જેમાં તમારે રાજ્યનું નામ ગુજરાત, યોજનાનું નું નામ IGNWPS સિલેક્ટ કરી લેવાનું રહેશે, અને બાજુમાં આપેલ Captcha Code દાખલ કરી Submit બટન પર ક્લિક કરી દેવાનું રહેશે.

3.Vidhva Sahay Yojana

પગલું 4 :- તે પછી તમારી સામે ગુજરાતના તમામ જિલ્લાનું લીસ્ટ આવી જશે, જેમાં તમને લાગુ પડતો જિલ્લો સિલેક્ટ કરી લેવાનો રહેશે. જિલ્લો સિલેક્ટ કર્યા બાદ તમારો તાલુકો અને ગામનું નામ સિલેક્ટ કરી લેવાનું છે.

પગલું 5 :- હવે તમારા ગામમાં જેટલા પણ લાભ મેળવતા હશે તે બધા લાભાર્થીના નામ આવી જશે, અને તમે જે તે નામ પર ક્લિક કરીને તમામ ડીટેલ્સ જોઈ શકશો.

11 Capture 1
vidhva Sahay Yojana

FAQs :- વારંવાર પૂછાતા પ્રશ્નો

વિધવા સહાય યોજના શું છે ?

નિરાધાર વિધવાઓના પુનરુત્થાન અને વિધવા બેહનો આર્થિક રીતે સમાજમાં સન્માનભેળ જીવન જીવી શકે એ માટેની આર્થિક સહાય આપવામાં આવતી યોજના છે.

વિધવા સહાય યોજનામાં કેટલી સહાય મળે છે

વિધવા સહાય યોજનામાં દર મહીને 1250 રૂપિયાની સહાય મળે છે.

વિધવા સહાય યોજનાની અરજી માટે ક્યા ક્યા ડોક્યુમેન્ટ જોઈએ?

(કોઈપણ એક પુરાવાની નકલ)
શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જન્મનો દાખલો, PHC, CHC અથવા સિવિલ સર્જન પૈકીના કોઈપણ એક સરકારી ડોક્ટરનું પ્રમાણપત્ર, આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, લાઈટબીલ, ડ્રાઈવીંગ, લાઈસન્સ, પાન કાર્ડ.
બેંક ખાતા બુકની નકલ, સોગંદનામુ વિધવા હોવા અંગેનું પ્રમાણપત્રની નકલ, આવક અંગેનું પ્રમાણપત્રની નકલ, અરજદારના પતિનો મરણનો દાખલાની નકલ, અરજદારના શૈક્ષણિક લાયકાત અંગેનું પ્રમાણપત્રની નકલ વગેરે.

Vidhva Sahay Yojana માં વાર્ષિક આવક કેટલી નક્કી કરવામાં આવેલી છે?

– ગ્રામ વિસ્તારના લાભાર્થી માટે કુટુંબની વાર્ષિક આવક 1,20,000 કે તેના કરતાં વધુ ન હોવી જોઈએ. – શહેરી વિસ્તારના લાભાર્થી માટે કુટુંબની વાર્ષિક આવક 1,50,000 કે તેના કરતાં વધુ ન હોવી જોઈએ.

Vidhva Sahay Yojana ની ઓનલાઈન અરજી કઈ વેબસાઈટ પરથી કરવી છે?

Vidhva Sahay Yojana ની ઓનલાઈન અરજી Digital Gujarat Portal પરથી ઓનલાઈન કરવાની રહેશે.

વિધવા સહાય યોજના ક્યા વિભાગ અંતર્ગત આવે છે?

વિધવા સહાય યોજના ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ (WCD Gujarat) અંતર્ગત આવે છે.

તો, મિત્રો આમ ઉપર દર્શાવેલ તમામ માહિતીથી તમે વાકેફ થઈ ગયા હશો, જેમાં Vidhva Sahay Yojana શું છે? અરજી કરવા ક્યા ક્યા દસ્તાવેજો જોઈયે, ક્યાં અરજી કરવી? Status કેવી રીતે ચેક કરવું તેમજ અન્ય ઘણી માહિતી તમે મેળવી. હું આશા રાખું છું કે તમને આ આર્ટીકલ પસંદ આવ્યો હશે.

મિત્ર આ આર્ટીકલને તમારા કુટુંબીજનો તેમજ બીજા અન્ય મિત્રોને શેર કરો જેથી તેઓ પણ Vidhva Sahay Yojana વિશે જાણે અને કોઈ નિરાધાર વિધવાને આ યોજનાનો લાભ મળી રહે.

Leave a Comment