આઈ ખેડૂત પોર્ટલ યોજના યાદી 2023 | ikhedut Portal

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે વિવિધ યોજનાઓ અમલમાં છે તેમ છતાં કેટલાક ખેડૂતોને તે યોજના વિશે પુરતી માહિતી હોતી નથી આથી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને યોજનાની સરળ સમજુતી મળી રહે અને સહેલાઈથી યોજના માટે ફોર્મ ભરી શકે તેના માટે આઈ ખેડૂત પોર્ટલ ( ikhedut Portal ) યોજના શરુ કરવામાં આવી છે.

i ખેડૂત portal | ikhedut portal 2023 yojana list | khedut 2023 | ikhedut portal 2023 yojana list | iportal khedut

આજે આ લેખમાં હું તમને ગુજરાત સરકારની વિવિધ ક્ષેત્ર જેમ કે ખેતીવાડી ની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજનાઓ, મત્સ્ય પાલન ની યોજનાઓ વગેરે યોજનાને લગતી માહિતી આપીશ. ikhedut portal 2023 yojana list.

ikhedut portal 2023 yojana list

Table of Contents

આઈ ખેડૂત પોર્ટલ યોજના શું છે.(I Khedut Portal Gujarat)

ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી મોટાભાગની યોજનાઓ એ ખેડૂતોનું જીવનધોરણનું સ્તર ઊંચું લાવવા તેમજ તેમના વિવિધ કલ્યાણકારી કાર્યો માટે યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ગુજરાત રાજયે છેલ્લા દસ વર્ષમાં સરેરાશ 10 % થી વધુનો કૃષિ વિકાસદર પ્રાપ્ત કરેલ છે. ગુજરાત રાજય દ્વારા દેશમાં પ્રથમવાર કૃષિ મહોત્સવ અને સોઈલ હેલ્થ કાર્ડ જેવા નવા કાર્યક્રમ આપેલ છે.

રાજયના ખેડુતોને ખેતી માટે જરૂરી ખેત સામગ્રી વિશે સમયસર માહિતી મળી રહે, અદ્યતન કૃષિ અંગેની માહિતી ઘર બેઠા મેળવી શકે, વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ખેડૂતોને આસાનીથી મળી રહે તથા હવામાન અને કૃષિ પેદાશોના બજારમા ચાલી રહેલ બજારભાવો જાણી શકાય તે માટે કૃષિ અને સહકાર વિભાગ દ્વારા i-ખેડૂત પોર્ટલ શરૂ કરેલ છે.

ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા આ પોર્ટલ પરથી ગુજરાતના ખેડૂતો ઘરે બેઠા વિવિધ યોજનાઓનો લાભ લઈ શકે છે. જો ખેડૂત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ખેતી વિષયક યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તે ગમે તે યોજના માટેનું ઘરે બેઠા ફોર્મ ભરી શકે છે. તેમને કચેરીઓ પર વારંવાર ધક્કા ખાવાની જરૂર નથી તેના માટે સરકારે ખેડૂતોનાં હિત ધ્યાને લઈ માટે આઇ ખેડૂત પોર્ટલ (IKhedut Portal) ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે આ પોર્ટલ લોંચ કરવામાં આવ્યું છે.

આઈ ખેડૂત પોર્ટલના લાભો (Benefits of I Khedut Portal Gujarat)

ગુજરાત સરકાર દ્વારા કોઈ પણ નવી બનાવવામાં આવેલ યોજનાની માહિતી આ પોર્ટલ પરથી ખેડૂતોને સરળતાથી મળી રહે છે. ખેતીને લગતી યોજનાઓ વિશેની વિસ્તૃત માહિતી મૂકવામાં આવે છે.

આ આઈ ખેડુત પોર્ટલનો મુખ્ય લાભ એ છે કે ખેડૂતોને યોજનાની માહિતી કે અરજી કરવા માટે કચેરીએ વારંવાર ધક્કા ખાવાની જરૂર રહેતી નથી. ખેડૂત ઘરે બેઠાં જ અરજી ઓનલાઇન કરી શકે છે અને યોજનાનો લાભ લઈ શકે છે.

સરકારની આ પોર્ટલ પરથી ખેતીમાં વપરાતા વિવિધ ટેકનોલોજીના સાધનો તેમજ નવા ખાતર, બિયારણ વિશે માહિતી મેળવી શકે છે.

ખેતીવાડી / પશુપાલન / બાગાયતી / મત્સ્ય પાલન / જમીન અને જળ સંરક્ષણની યોજનાઓ

અહીં નીચે બતાવવામાં આવેલી તમામ યોજનાઓ ખેતીવાડી / પશુપાલન / બાગાયતી / મત્સ્ય પાલન / જમીન અને જળ સંરક્ષણને લગતી યોજનાઓ છે, જેની માહિતી હવે એક પછી એક નીચે દર્શાવેલ છે તે પ્રમાણે જોઈશું.

ખેતીવાડીની યોજનાઓ ikhedut Portal 2023 Yojana List

 • દેશી ગાય સહાય યોજના
 • પશુ ખાણદાણ સહાય યોજના
 • પશુ સંચાલિત વાવણીયો
 • ખેડૂતોને ડ્રમ અને બે પ્લાસ્ટિક વિનામૂલ્યે
 • કિસાન પરિવહન યોજના
 • ટ્રેક્ટર સહાય યોજના
 • દરિયાઈ ફિશીંગ બોટનું એન્જિન સહાય
 • ફળપાકોના વાવેતર માટે
 • સરગવાની ખેતીમાં સહાય
 • કમલમ ફ્રૂટની ખેતી સહાય યોજના
 • ખેડૂત મોબાઈલ સહાય યોજના
 • ડ્રીપ ઇરીગેશન યોજના
 • પ્લગ નર્સરી (વનબંધુ યોજના)
 • સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ યોજના
 • ખેડૂત અકસ્માત વીમા યોજના
 • મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના
 • મફત છત્રી યોજના
 • મહિલા સ્ટાઇપેન્ડ યોજના

દેશી ગાય સહાય યોજના (Cow Sahay Yojana Gujarat) | (Desi Gir Gay Sahay Yojana)

ગુજરાત રાજ્યના કોઈ પણ નાના તેમજ સીમાંત ખેડૂતો અને પશુપાલકો આ યોજનાનો લાભ લઈ શકે છે, આ યોજના માં એક કુટુંબ દીઠ એક ગાય ની સંભાળ રાખવા માટે હોય છે જે કુંટુંબને દર મહીને 900 રૂપિયા ની આપવામાં આવે છે જે વર્ષે 10,800/- રૂપિયાની સહાય સરકાર આપે છે.

પશુ ખાણદાણ સહાય યોજના | આઈ ખેડૂત પશુપાલન યોજના(Pashu Khandan Sahay Yojana Gujarat 2023) |

ગુજરાત રાજ્યના પશુપાલકો તેમજ ખેડૂતોને પશુદાણની ખરીદી પર 100 % સહાય આપવામાં આવે છે. એટલે કે, ગર્ભવતી પશુઓને મફત 250 કિલોગ્રામના ખાણદાણની સહાય આપવામાં આવે છે.

પશુ સંચાલિત વાવણીયો (Pashu Sanchalit Vavaniyo Yojana 2023)

ગુજરાત રાજ્યના નાના, સીમાંત તેમજ મહિલા ખેડૂતોને લાભ મળવા પાત્ર છે. ખેતી માટે ખેત મજૂરોને રાહત દરે સાધન સહાય આપવામાં આવે છે. સહાયની રકમ તરીકે કુલ ખર્ચના 40% અને 50% અથવા રૂ.8,000 અને 10,000 બે માંથી જે ઓછું હશે તે મળવા પાત્ર છે. (જ્ઞાતિના આધારે)

ખેડૂતોને ડ્રમ અને બે પ્લાસ્ટિક વિનામૂલ્યે (Free Drum and Two Plastic Baskets)

આ યોજનામાં રાજ્યના ખેડૂતોને બહુવિધ ઉપયોગ માટે 200 લીટરની પ્લાસ્ટિકનું ડ્રમ તેમજ 10 લીટરના બે પ્લાસ્ટિકના ટોકર (તગારા)ની કીટ વિનામૂલ્યે આપવામાં આવે છે.

કિસાન પરિવહન યોજના (Kisan Parivahan Yojana Gujarat 2023)

ખેડૂતો દ્વારા ઉત્પન્ન કરાયેલો પાક APMC સુધી લઈ જવા માટે માલ વાહન સાધનની ખરીદી માટે સબસીડી આપવામાં આવે છે.

સબસીડી નંબર-1 નાના,સીમાંત,મહિલા, SC/ST ખેડૂતોને કુલ ખર્ચના 35 %અથવા 75,000/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળવાપાત્ર છે.

સબસીડી નંબર-2 સામાન્ય અને અન્ય ખેડૂતોને કુલ ખર્ચના 25 % અથવા 50,000/- બે માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર છે.

ટ્રેક્ટર સહાય યોજના (Tractor Sahay Yojana Gujarat )

ગુજરાતના ખેડૂતોને ખેત ઉત્પાદનની ઉપજ વધારવા ટ્રેકટરની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે.

સહાયની રકમ-1

નાના,સીમાંત,મહિલા,SC અને ST ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા 60,000/- બે માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર છે.

દરિયાઈ ફિશીંગ બોટનું એન્જિન સહાય(Gujarat Fishing Boat Scheme)

ગુજરાતના માછીમારોને ફીશીંગ બોટની ખરીદી પર આર્થિક સહાય આપવામાં આવે છે. લાભાર્થીઓને એન્જીનની યુનિટ કોસ્ટ 14 લાખના 25% એટલે કે 3,50,000 રૂપિયા સુધીની સહાય તેમજ ખરીદ કિંમતના 25% બેમાંથી જે ઓછું હોય તેટલી સહાય મળે છે.

ફળપાકોના વાવેતર માટેની યોજના (Horticultural aid scheme in Gujarat)

ગુજરાત રાજ્ય નાં ખેડૂતો દ્વારા જો શાકભાજી અને ફાળોનું વાવેતર કરવામાં આવે તો તેમને આ યોજના મુજબ પાક સબસિડી આપવામા આવે છે. આ યોજના મુજબ લાભાર્થીને ખર્ચના મહત્તમ 90% સુધીની સહાય આપવામાં આવે છે.

સરગવાની ખેતીમાં સહાય (Drumstick Farming Scheme in Gujarat | Drumstick Farming in Gujarat)

ઔષિધી તરીકે ગુણકારી સરગવાની ખેતી કરવા માટે ખેડૂતોને પ્રોત્સાહન મળે તેના માટે યોજના અમલમાં છે. સરગવાની ખેતી કરે તે ખેડૂતોને સહાય આપવામાં આવે છે.

સહાયની રકમ-1 SC અને ST જાતિના નાના, સીમાંત અને મોટા ખેડૂતોને કુલ ખર્ચના 75% સહાય અથવારૂ.6000/- બે માંથી જે ઓછું હોય તે રકમ મળવાપાત્ર છે.

સહાયની રકમ-2 ખેડૂતોને કુલ ખર્ચના 17,000/- હેકટરમાં 75% સહાય અથવા રૂ.12750/- બે માંથી જે ઓછું હોય હશે તે મળવાપાત્ર છે.

કમલમ ફ્રૂટની ખેતી સહાય યોજના (Dragon Fruit Farming 2023)

ગુજરાતમાં ડ્રેગનફ્રૂટનું વાવેતર કરાતા ખેડૂતો આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે.

અનુસૂચિત જાતિ અને જન જાતિના ખેડૂતોને એક હેકટર દીઠ વધુમાં વધુ 4.50 રૂપિયા લાખની સહાય આપવામાં આવશે.

સામાન્ય જાતિના ખેડૂતો માટે એક હેકટર દીઠ મહત્તમ 3 લાખ સુધીની સહાય મળવાપાત્ર છે

ખેડૂત મોબાઈલ સહાય યોજના (Farmer Smartphone Scheme Gujarat)

ગુજરાત રાજ્યના ખેડૂતો જો 15,000 સુધીનો મોબાઈલ ખરીદે તો રૂ.6000 સુધીની સહાય અથવા ખરીદ કિંમત પર 40 % સુધીની સહાય આપવામાં આવે છે.

ડ્રીપ ઇરીગેશન યોજના (Drip Irrigation Subsidy Yojana 2023) | Tapak Sinchai Yojana Gujarat Subsidy 2023)

ખેડૂતોના પાકની ઉજપ વધારવા તથા પાણી બચાવવાના હેતુથી ડ્રીપ ઈરીગેશન અપનાવેએ ઉદેશ્યથી આ યોજના અમલમાં છે.

સહાયની રકમ-1 SC અને ST ખેડૂતોને યુનિટ કોસ્ટ 1 લાખ ખર્ચના 75 ટકા મુજબ વધુમાં વધુ રૂ. 75000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે.

સહાયની રકમ-2 સામાન્ય ખેડૂતોને યુનિટ કોસ્ટ 1 લાખ ખર્ચના 50 ટકા મુજબ વધુમાં વધુ રૂ. 50000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે.

પ્લગ નર્સરી (વનબંધુ યોજના) (Gujarat Vanbandhu Yojana 2023)

ગુજરાતના ST વર્ગના ખેડૂતોને પ્લગ નર્સરી બનાવવા માટે સહાય આપવામાં આવે છે. સહાયની રકમ તરીકે યુનિટ કોસ્ટ રૂ. ૩ લાખ/એકમ ખર્ચના 90% કે રૂ 2.70 હાજરની સહાય બે માંથી જે ઓછુ હશે તે સહાય મળવાપાત્ર છે.

સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ યોજના (Smart Hand Tools Kit Yojana 2023)

ગુજરાતના સીમાંત અને ખેત મજૂરોને રાહત દરે નીચેના ખેત સાધન ખરીદવા સહાય આપવામાં આવે છે. કુલ ખર્ચના 90% અથવા રૂ.10,000 બે માંથી ઓછું હોય તે સહાય મળવાપાત્ર છે.

સાધનો નું લીસ્ટ

 1. કોઈતા
 2. પેડી વિડર (Paddy Weeder)
 3. વેજીટેબલ પ્લાન્‍ટર (Vegetable Planter)
 4. મેન્‍યુઅલ પેડી સીડર (Manual Paddy Seeder)
 5. સી કટર (C Cutter)
 6. વ્હીલહો કીટસ સાથે (wheel hoe with kits )
 7. ફ્રૂટ કેચર (વેડો) (Fruit Catcher)
 8. એડજસ્ટેબલ ટ્રી લોપર (Adjustable tree lopper)
 9. સાઈન્‍થ (Synth)
 10. સુગર કેન બડ કટર (Sugar cane bud cutter)
 11. સીડ ડીબલર (Seed Dibbler)
 12. પેડી પેડલ થ્રેસર(Paddy Pedal Thresher)
 13. વ્હીલ હો (સિંગલ વ્હીલ) (Wheel Hoe Single Wheel)
 14. કોઈતા સાધન
 15. ઓટોમેટિક ઓરણી (એક હારની) Automatic Orani (one necklace)
 16. પુનિંગ શો સાધન (Pruning saw tool)
 17. વ્હીલ બરો (wheel bore)
 18. અનવિલટ્રી બ્રાન્‍ચ લુચર (Unwilling Tree Branch Lacher)

ખેડૂત અકસ્માત વીમા યોજના (Khedut Akasmat Vima Yojana 2023)

ગુજરાતના ખેડૂતનું અકસ્માતમાં મૃત્યુ કે કાયમી અપંગતાની ઘટનામાં તેમના વારસદારને સીધી આર્થિક સહાય આપવામાં આવે છે. મૃત્યુના કિસ્સામાં 2 લાખ સુધીની વીમા રકમ આપવામાં આવે છે.

મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના (Mukhyamantri Pak Sangrah Yojana 2023)

ગુજરાતના તમામ ખેડુત લાભાર્થીઓને ઉત્પન્ન થયેલો પાક સંગ્રહ કરવા માટે બનાવેલા ગોડાઉનના કુલ ખર્ચના 50% અથવા 50,000 બે માંથી જે ઓછુ હશે તે મળવાપાત્ર છે.

મફત છત્રી યોજના (Free Umbrella Scheme Gujarat 2023)

ગુજરાત રાજ્યના ફળો, શાકભાજી અથવા ફૂલોનું વેચાણ કરતા નાના વેચાણકારો, રોડ સાઈડ વેચાણકર્તાઓના પાકોનો બગાડ રોકવા માટે મફત છત્રી આપવા આવે છે. લાભાર્થીને સહાય સ્વરૂપે છત્રી અથવા સેડ આપવામાં આવે છે.

મહિલા સ્ટાઇપેન્ડ યોજના (Stipend Scheme for women trainees)

ગુજરાતની તમામ મહિલાઓને તાલીમ આપી આત્મનિર્ભર બનાવવાના હેતુથી મહિલા તાલીમાર્થીઓને નિયમ અનુસાર
રૂ.250 પ્રતિદિન સ્ટાઈપેન્‍ડ આપવામાં આવે છે.

આ ઉપરાંત આઈ ખેડૂત પોર્ટલ પર ભારત સરકાર દ્વારા ખેડૂતોને લગતી સરકારી યોજનાઓ પણ બહાર પાડવામાં આવે છે. જેમ કે આ પોર્ટલ પરથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, પ્રધાનમંત્રી માન ધન યોજના, વગેરે યોજનાઓ નો લાભ લઈ શકો છો. તેમજ ખેડૂતોને અકસ્માત વીમા યોજના દ્વારા સહાય પણ આપવામાં આવે છે.

આમ, ઉપર દર્શાવેલ તમામ યોજનાઓનો લાભ ખેડૂતો સરળતાથી ઘરે બેઠા લઈ શકે છે, તેમજ યોજના વિશે માહિતી પણ મેળવી શકે છે. અમે આશા રાખીએ છીએ કે આ લેખ તમને ખુબજ ઉપયોગી બનશે, જો તમને અમારો લેખ પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને શેર કરો જેથી સરકારી યોજનાની માહિતી તેઓને પણ સરળતાથી મળી રહે.

Leave a Comment