ચુંટણી કાર્ડને કેવી રીતે ડાઉનલોડ કરવું? | How to Download Election Card ?

ભારત એક લોકશાહી દેશ છે,જેમાં ભારતીય બંધારણ અનુસાર અનુચ્છેદ 326 અંતર્ગત ભારતના દરેક પુખ્તવયની (18 વર્ષથી ઉપર) વ્યક્તિને ચુંટણીમાં મત આપવાનો આધિકાર છે.ચુંટણીમાં મત આપવા માટે વ્યક્તિ પાસે ચુંટણી કાર્ડ હોવું જરૂરી છે.આ ચુંટણી card ભારતના ચુંટણી પંચ દ્વારા આપવામાં આવે છે.

જે હવે ડીજીટલ સમયમાં online પ્રક્રિયા દ્વારા ચુંટણી કાર્ડને pdf સ્વરૂપમાં કાઢી શકીએ છીએ.આજે આ આર્ટીકલમાં હું તમને ચુંટણી કાર્ડને કેવી રીતે ડાઉનલોડ કરવું તે પ્રક્રિયા જણાવીશ ,તો આ આર્ટીકલને જીણવટથી વાંચો અને તમે પણ ડાઉનલોડ કરો…

How to Download Election Card

ડાઉનલોડ કરવાની પ્રક્રિયા

પગલું 1 સૌથી પહેલા તમારે અહીં દર્શાવેલ https://eci.gov.in/e-epic વેબસાઈટ પર જવાનું રહેશે.

પગલું 2 પછી એક પેજ ખુલશે તેમાં How to Download e-EPIC ? નીચે https://nvsp.in વેબસાઈટ પર ક્લિક કરવાનું રહેશે.

પગલું 3 હવે એક પેજ ખુલશે તેમાં e-EPIC Download પર ક્લિક કરવાનું રહેશે.

પગલું 4 એક નવું પેજ ખુલશે તેમાં તમારે UserName , Password , Captcha ને નાખવાનું રહેશે

પગલું 5 જો તમે પહેલીવાર પેજ પર હોવ તો તમારે Register as a new પર ક્લિક કરવાનું રહેશે.

પગલું 6 તેમાં મોબાઇલ નંબરને દાખલ કરવાનો અને captcha દાખલ કરવાના એટલે મોબઈલમાં એક OTP આવશે.

પગલું 7 OTP દાખલ કર્યા બાદ તમારે નામ,અટક, ઈ-મેઈલ,પાસવર્ડ દાખલ કરવાનું રહેશે.એટલે તમારું એકાઉન્ટ સફળતાપૂર્વક બની જશે.

પગલું 8 હવે Download કરવા માટે https://nvsp.in વેબસાઈટ પર જઈને તેમાં નામ,પાસવર્ડ,અને Captcha દાખલ કરી લેવાનું છે.

પગલું 9 પછી એક નવું પેજ ખુલશે તેમાં તમારે ચુંટણી કાર્ડ નંબર દાખલ કરવાના અને રાજ્યનું નામ સિલેક્ટ કરવાનું રહેશે.ત્યારબાદ Search પર ક્લિક કરશો એટલે તમારું EPIC Details આવી જશે.

પગલું 10 : હવે નીચેની તરફ એક Send OTP નામના વિકલ્પ પર ક્લિક કરશો એટલે Register મોબઈલ નંબર પર OTP આવશે,તે OTP ને દાખલ કરી Verify પર ક્લિક કરવાનું રહેશે

પગલું 11 : હવે એક નવું પેજ આવશે તેમાં Captcha દાખલ કરવાનો રહશે.અને નીચે Download e-EPIC પર ક્લિક કરશો એટલે ચુંટણી કાર્ડની pdf File Download થઈ જશે.

તો આ રીતે તમે તમારું ચુંટણી કાર્ડ Download કરી શકો છો..

Leave a Comment