દિવાળી નિબંધ ગુજરાતી | Diwali Nibandh Gujarati | Diwali in Gujarati Language | દિવાળી | Diwali Gujarati | Diwali Nibandh Gujarati Ma | દિવાળી નિબંધ ગુજરાતી માં
દિવાળીનો તહેવાર એ ભારતનો સૌથી લોકપ્રિય અને ભારતના દરેક પ્રદેશમાં ઉજવાતો તહેવાર છે. આજે અમે Diwali Nibandh Gujarati લેખમાં દિવાળી વિશે સંપૂર્ણ માહિતી જણાવીશું. દિવાળી વિશે ઘણી માહિતી અહીં તમને નવી પણ જાણવા મળશે. આ લેખ વાચકો તથા વિદ્યાર્થીઓને આ લેખ પોતાના શિક્ષણમાં ખુબજ ઉપયોગી થશે; તો આ લેખ અંત સુધી વાંચો અને દિવાળી વિશે નવું જાણો.
દિવાળી નિબંધ ગુજરાતી | Diwali Nibandh Gujarati
ભારત દેશમાં પૌરાણિક સમયથી જ ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક તહેવારો, ઉત્સવો, મેળાઓ, વગેરની ઊજવણી કરવામાં અગ્રેસર રહ્યું છે, ભારતમાં દરેક તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે. જેમાં દિવાળીએ સમગ્ર ભારતમાં ઉજવાતો સૌથી મોટો અને લોકપ્રિય તહેવારછે, દિવાળીનો તહેવાર ઉજવવા પાછળ ઘણી બધી ધાર્મિક અને પૌરાણિક માન્યતાઓ રહેલી છે.
દિવાળીનો તહેવાર પાંચ દિવસ સુધીનો તહેવાર છે. ધનતેરસ, કાળીચૌદસ, દિવાળી, બેસતુ વર્ષ ( નવું વર્ષ ) અને ભાઈબીજ. આ પાંચ દિવસ સુધી દિવાળીના પર્વની ઉજવણી કરવામાં આવે છે.
ધનતેરસ
દિવાળીના તહેવારના બે દિવસ પહેલા ઉજવવામાં આવે છે, ધનતેરસના દિવસે સરસ્વતી અને લક્ષ્મીમાતાનું પૂજન કરવામાં આવે છે. તેમજ દેવોના વૈદ્ય ( ચિકિત્સક ) એવાં ધનવંતરીનો જન્મ દિવસ પણ ગણાય છે. આ દિવસે ભગવાન ધનવંતરીની પૂજા પણ કરવામાં આવે છે જેઓ આયુર્વેદ અને સારા સ્વાસ્થ્યના દેવ છે. ભારત સરકાર દ્વારા ધનતેરસને ‘રાષ્ટ્રીય આયુર્વેદિક દિવસ’ તરીકે મનાવવામાં આવે છે.
ધનતેરસના દિવસે વાહનોનું વેચાણ પણ વધારે થાય છે તેમજ સોના-ચાંદીની ખરીદી પણ મોટાપાયે થાય છે.
કાળીચૌદશ
કાળીચૌદશ દિવાળીના એક દિવસ પહેલાં આવે છે, કાળીચૌદશને ‘નરક ચતુર્દશ’ પણ કહેવામાં આવે છે, વૈષ્ણવ સંપ્રદાયની માન્યતા અનુસાર આ દિવસે શ્રીકૃષ્ણએ નરકાસુરનો વધ કર્યો હતો. આ દિવસે કાલીમાતાની પૂજા અર્ચના કરવામાં આવે છે, તેમજ ભુવાઓ સ્મશાનમાં જઈ તંત્ર-મંત્ર અને સાધના કરે છે.
ગુજરાતમાં કાળીચૌદશના દિવસે હનુમાનજીને વડા, લડવા, તેમજ અન્ય વાનગીઓનું નૈવેદ્ય ચડવામાં આવે છે, તેમજ ઘણાં પ્રદેશમાં કાળીચૌદશના દિવસે વડા બનાવી તેને ઘરના સભ્યોની નજર ઉતારી તેને ચાર રસ્તા પર મૂકી દેવામાં આવે છે આ રીવાજની એવી માન્યતા છે કે ઘરમાંથી કકળાટ દૂર થાય છે.
દિવાળી શા માટે ઉજવવામાં આવે છે?
દિવાળીનો તહેવાર વિક્રમ સવંત પ્રમાણે આસો મહિનાની અમાસના દિવસે આવે છે તથા ગ્રેગોરિયન કેલેન્ડર અનુસાર ઓક્ટોબર અથવા નવેમ્બર મહિનામાં આવે છે. આ તહેવાર આસો મહિનાની વદ એકાદશીથી કારતક સુદ પાંચમ એટલે કે લાભ પાંચમ સુધી ઉજવાય છે. તેને ‘પ્રકાશનો તહેવાર’ પણ કહેવામાં આવે છે. દિવાળીનો તહેવા અજ્ઞાન પર જ્ઞાનનો વિજય, અંધકાર પર પ્રકાસનો વિજય તેમજ ખરાબ કર્મો પર શુભ કર્મોના વિજય પ્રતીકરૂપે મનાવવામાં આવે છે.
દિવાળીનો તહેવારએ ખુશીઓનો તહેવાર છે, દિવાળીના દિવસે લોકો નોકરી-ધંધામાં રજા રાખે છે તેમજ લોકો એકબીજાને શુભેચ્છા પાઠવે છે, મીઠાઈઓ વહેંચે છે,
પૌરાણિક માન્યતા 1
હિંદુ શાસ્ત્ર માન્યતા અનુસાર દિવાળીનો તહેવાર સૌપ્રથમ વૈકુંઠમાં ઉજવાયો હતો, જયારે સમુદ્ર મંથન દરમિયાન માતા લક્ષ્મી પ્રગટ થયા અને માતા લક્ષ્મી જયારે વૈકુંઠ ગયા ત્યારે ભગવાન વિષ્ણુને ગળામાં માળા પહેરાવી, તો ભગવાનના પરમ ભક્તો તેમજ વૈકુંઠવાસીઓ એ જોયું કે લક્ષ્મીજી આવ્યા છે અને ભગવાન નારાયણ અને લક્ષ્મીજી એકબીજાને મળી રહ્યા છે, તે બંનેના વિવાહ થઈ રહ્યા છે, તો દરેક વૈકુંઠવાસીઓ એ પોત પોતાના ઘરોમાં દીવો (દીપ) સળગાવીને ભગવાન નારાયણ અને લક્ષ્મીજીના વિવાહનો ઉત્સવ મનાવ્યો, ભગવાન નારાયણ અને લક્ષ્મીજીના વિવાહનો ઉત્સવ સર્વ પ્રમથ વૈકુંઠવાસીઓ એ દીવો પ્રગટાવીને ઉજવ્યો તે પછીથી જે ભક્તો મૃત્યુલોકમાં આવ્યા અને અહીં પણ દીવો પ્રગટાવીને ઉત્સવ મનાવવાની શરૂઆત કરી, ત્યારથી લઈને આજ દિન સુધી દિવાળીનો તહેવાર ઉજવાય છે. તેથી દિવાળીના તહેવારને ‘વૈકુંઠોત્સવ’, ‘દીપોત્સવ’ કે ‘દીપાવલી’ કહેવામાં આવે છે.
આમ, આ માન્યતા અનુસાર ભગવાન નારાયણ અને લક્ષ્મીજીના વિવાહ થયા હતા, તે વિવાહની ઉજવણી તરીકે મનાવવામાં આવે છે.
પૌરાણિક માન્યતા 2
ભારતમાં અને વિશ્વમાં રામાયણએ સૌથી મોટો હિંદુ ગ્રંથ છે, રામાયણ સાત કાંડમાં આવે છે તેમાં સૌથી છેલ્લો કાંડ એટલે ઉતરકાંડ, આ કાંડમાં દિવાળીના ઉત્સવની ઝાંખી પ્રાપ્ત થાય છે.
વાલ્મિકી કૃત રામાયણમાં માહિતી આપવામાં આવેલી છે કે મુજબ ભગવાન રામ અને રાવણની સેના વચ્ચે યુદ્ધ શરૂ થયું તે કુલ ૮૪ દિવસ સુધી ચાલ્યું હતું, પછી ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો અને 14 વર્ષના વનવાસ પછી ભગવાન રામ, સીતા, તેમજ લક્ષ્મણ અયોધ્યા પરત ફર્યા હતા, તેના આગમનની ખુશી રૂપે અયોધ્યાનગરીના લોકોએ અયોધ્યાને પુષ્પ, ફૂલ, શણગારી હતી તેમજ રામને અયોધ્યાના રાજા તરીકે રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો તેની ઉજવણી તરીકે અયોધ્યાનગરીના લોકોએ પોતપોતાના ઘરે ઘી ના દીપક ( દીવા ) પ્રગટાવીને ભગવાન રામ, સીતા, તેમજ લક્ષ્મણનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આમ,રામાયણની આ ઘટનાના પ્રતિકરૂપે ભારત તેમજ વિશ્વભરમાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે.
દિવાળીના દિવસે લક્ષ્મીપૂજા અને ચોપડાની પૂજા કરવામાં આવે છે, જે આખા વર્ષ દરમિયાન ધન અને વ્યવસાય ધંધામાં સારું ફળ મળે તેવી અર્ચના સ્વરૂપે પૂજા કરવામાં આવે છે, જૈન ધર્મની માન્યતા અનુસાર દિવાળીના દિવસે જૈન ધર્મના 24માં તીર્થંકર મહાવીર સ્વામીને મોક્ષ પ્રાપ્ત થયો હતો.
વિદેશોમાં પણ દિવાળીની ઉજવણી
નેપાળ : ભારત તેમજ અન્ય દેશોમાં પણ દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે, જેમાં પાડોશી દેશ નેપાળમાં દિવાળીને ‘દીપાવલી’ કહે છે, ત્યાંના સ્થાનિક લોકોમાં દીપાવલી ‘તિહાર’ તરીકે વધુ ઓળખાય છે, જે ‘યમપંચક’ અથવા ‘સ્વાંતિ’ જેવા અન્ય વિવિધ નામોથી પ્રખ્યાત છે.
ઉજવણીના 5 દિવસોમાં શાંતિ અને સમૃદ્ધિ માટે 5 જુદા જુદા દેવતાઓની પૂજાનો સમાવેશ થાય છે. 1. કાગડાની પૂજા, કૂતરાની પૂજા, ગાયની પૂજા, બળદ, ગોવર્ધન પર્વત અને પોતાની પૂજા, ભાઈ ટીકા ( બહેન ભાઈના કપાળ પર ‘ટીકા’ ( લાલ રંગનું નિશાન) મૂકે છે.)
શ્રીલંકા : કોઈએ વિચાર્યું હશે કે રાવણનું સામ્રાજ્ય દીપાવલી/દિવાળીની ઉજવણી કરશે નહીં, પરંતુ આ તહેવાર દર્શાવે છે કે વિવિધ સમુદાયોનું એકસાથે આવવું શ્રીલંકામાં પણ આ તહેવારની વિવિધતાથી ઉજવણી કરાય છે. શ્રીલંકામાં દિવાળી સ્પષ્ટપણે રાવણ પર રામના વિજયની વાત કરતી નથી, પરંતુ અનિષ્ટ પર સારાની જીતની પર વધુ ભાર મૂકે છે.
દિવાળી એ ભારત ઉપરાંત, પાકિસ્તાન, શ્રીલંકા, મ્યાનમાર, નેપાળ, સિંગાપોર અને મલેશિયામાં સત્તાવાર જાહેર રજા છે. એશિયાની બહારના અન્ય દેશો કે જેઓ દિવાળીના દિવસે જાહેર રજા તરીકે ચિહ્નિત કરે છે તેમાં ફિજી, મોરેશિયસ અને ત્રિનિદાદ અને ટોબેગોના ટાપુ દેશો ઉપરાંત દક્ષિણ અમેરિકાના બે દેશો ગયાના અને સુરીનામનો સમાવેશ થાય છે.
નવું વર્ષ
દિવાળીના બીજા દિવસને બેસતું વર્ષ તરીકે મનાવવામાં આવે છે, ગુજરાતમાં તેને બેસતું વર્ષ કે નવું વર્ષ કહેવામાં આવે છે, આ દિવસથી વિક્રમ સવંતનો પ્રથમ દિવસ શરુ થાય છે. તે દિવસે લોકો નવા કપડા પહેરે છે, મીઠાઈ વેંચે છે, ઘરના ચોકમાં રંગોળી દોરે છે તેમજ નવા વર્ષની એકબીજાને શુભેચ્છા પાઠવે છે.
ભાઈ દૂજ (ભાઈ બીજ)
બેસતા વર્ષ પછીના આવતા દિવસને ભાઈ બીજ દિવસ તરીકે મનાવવામાં આવે છે. તેને ‘યમદ્વિતીયા’ પણ કહેવામાં આવે છે કારણ કે એક માન્યતા અનુસાર આ દિવસે યમરાજ પોતાની બહેન યમુના ના ઘરે ગયા હતા.
હિંદુ પૌરાણિક કથા એક દંતકથા અનુસાર, એક દુષ્ટ રાક્ષસ નરકાસુરને પરાજિત કર્યા પછી, ભગવાન કૃષ્ણએ તેમની બહેન સુભદ્રાની મુલાકાત લીધી. તેમની બહેને તેમને મીઠાઈઓ અને ફૂલોથી ઉષ્માભર્યું સ્વાગત કર્યું. ત્યારબાદ તેણીએ કૃષ્ણના કપાળ પર ઔપચારિક તિલક લગાવ્યું. એવું માનવામાં આવે છે કે આ “ભાઈ દૂજ” (ભાઈ બીજ) ના તહેવારની ઉત્પત્તિ છે.
દિવાળી પછી કારતક સુદ એકાદશી ‘દેવઊઠી અગિયારસ’ તરીકે પણ ઓળખાય છે. આ દિવસે ગુજરાતના ઘણાં પ્રદેશોમાં ‘તુલસી વિવાહ’ નો ધાર્મિક ઉત્સવ ઉજવવામાં આવે છે. કારતક સુદ પૂનમના દિવસે ‘દેવદિવાળી’ ઉજવવામાં આવે છે. આ દિવસે રાજસ્થાનનો પ્રખ્યાત પુષ્કર મેળો યોજાય છે.
આમ, દિવાળીનો તહેવારએ ખુબ જ મોટો અને લોકપ્રિય તહેવાર છે, આ તહેવાર ને ધાર્મિક દૃષ્ટિએ ન જોતા તેનું મહત્વ આસુરી શક્તિ પર વિજયના પ્રતિકરૂપે મનાવાય છે, આ તહેવાર હિંદુ સિવાય જૈન, બૌદ્ધ, શીખ, પારસી, મુસ્લિમ, ખ્રિસ્તી, યહૂદી વગેરે દરેક ધર્મના લોકો દિવાળીના તહેવારને ખુબજ હોંશ ભાવથી ઉજવે છે.
દિવાળીમાં ફટાકડા ફોડવાની શરૂઆત
ઈ.સ.ની છઠ્ઠી સદી દરમિયાન ચીનમાં એક રસોઈયા દ્વારા ફટાકડાં ની શોધ થઈ. તે રસોઈયોથી રસોઈ બનાવતી વખતે રસોઈમાં ભૂલથી પોટેશિયમ નાઈટ્રેટ આગમાં પડી ગયું. તેના પરિણામે આગમાંથી રંગબેરંગી જ્વાળાઓ નીકળી, તે પછી તેમાં કોલસા અને સલ્ફરનો ભૂકો નાખવાથી બહુ મોટો ધડાકો થયો અને રંગબેરંગી જ્વાળાઓ નીકળી. આ ધડાકા ની સાથે બારૂદ ની શોધ થઈ અને આકર્ષક ફટાકડાની પણ શરૂઆત થઈ.
ભારતમાં 12મી સદીમાં બંગાળના બૌદ્ધ ધર્મગુરુ દીપાકરે ફટાકડાની આતિશબાજી શરૂ કરી. તેઓ ફટાકડા ફોડવાનું જ્ઞાન ચીનના તિબ્બેટ પ્રવાસ દરમિયાન શીખી લાવ્યા હતા.
ભારતમાં મુઘલ સમયગાળા પહેલાં કોઈપણ સમયે દિવાળીમાં ફટાકડા ફોડવાનું કોઈ વર્ણન મળતું નથી, બાબરે જ્યારે ઈ.સ. 1519 માં ભારત પર હુમલો કર્યો તે વખતે તેણે બારૂદ નો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ શાહજહાંના દીકરાના લગ્ન થયા ત્યારે ફટાકડાની આતિશબાજી થઈ હતી એવી પેન્ટિંગ્સ (ચિત્ર) પણ જોવા મળે છે. તેથી ભારતમાં 12મી સદીથી ફટાકડાનું ચલણ હોવાનું પ્રમાણ મળે છે. ઔરંગઝેબે 1667 માં દિવાળી માટે દીવા અને ફટાકડા બંનેના જાહેર પ્રદર્શન પર પ્રતિબંધ મૂક્યો હતો.
અમને આશા છે કે અમારા દ્વારા Diwali In Gujarati Language લેખમાં આપવામાં આવેલી માહિત તમે વાંચી હશે અને દિવાળી વિશે કંઈક નવું જાણવા મળ્યું હશે. જો તમને આ Diwali Nibandh Gujarati પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને પણ શેર કરો જેથી બીજા લોકો પણ દિવાળી વિશે અવનવી માહિતી મેળવે અને પોતાના જ્ઞાન શક્તિમાં વધારો કરે.