આયુષ્માન ભારત યોજના શું છે? તેનો લાભ કોને મળે? લાભ મેળવવાં અરજી ક્યાં કરવી? | Ayushman Bharat Yojana In Gujarati

ભારત સરકાર તેમજ રાજ્ય સરકારો દ્વ્રારા વિવિધ આરોગ્ય, રોજગાર, શિક્ષણ, શ્રમ, માછીમારી, વગેરે અનેક ક્ષેત્રેના લોકો માટે કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે, આવી કલ્યાણકારી યોજનાઓથી ગરીબ, વંચિત, પીડિત, લોકોને રાહત થાય છે. કલ્યાણકારી યોજનામાની એક યોજના એટલે એટલે આયુષ્માન ભારત યોજના જેને પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના આરોગ્ય યોજના પણ કહેવામાં આવે છે.

What is Ayushman Bharat Yojana Who will benefit from it Where to apply for benefits

આયુષ્માન ભારત-PMJAY શું છે? | What is Ayushman Bharat-PMJAY?

આ યોજના યુનિવર્સલ હેલ્થ કવરેજ (UHC) ના વિઝનને હાંસલ કરવા માટે, કેન્દ્ર સરકારની મુખ્ય યોજનામાની યોજના છે, જે રાષ્ટ્રીય આરોગ્ય નીતિ 2017 ની ભલામણ દ્વારા તેની શરુઆત કરવામાં આવી હતી. આ યોજના સમગ્ર ભારતમાં 23 સપ્ટેમ્બર 2018 ના રોજ લાગુ કરવામાં આવી હતી. આ યોજનાની જાહેરાત 2018 ના બજેટ સત્રમાં નાણા મંત્રી અરુણ જેટલી દ્વારા કરવામાં આવી હતી.

આ યોજનામાં સૌથી વધુ સારવાર કરવામાં કીડનીને લગતી બીમારી, ત્યારબાદ હૃદયની બીમારી, કેન્સરની બીમારી, તેમજ નવજાત શિશુને લગતી બીમારીઓની વગેરેનો સમાવેશ થાય છે.

આયુષ્માન ભારત-PMJAY ના ફાયદા | Benefits of Ayushman Bharat-PMJAY

કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત યોજના અંતર્ગત લાભાર્થીને વાર્ષિક (દર વર્ષે) 10 લાખ સુધીની હોસ્પિટલ સારવાર મફતમાં આપવામાં આવે છે. આ સારવાર સરકાર માન્ય પ્રાઈવેટ તેમજ સરકારી હોસ્પિટલમાં લઈ શકીએ છીએ.

આ યોજના અંતર્ગત લાભાર્થીને એક હેલ્થ કાર્ડ આપવામાં આવે છે. જેના આધારે હોસ્પિટલમાં કેશલેસ તેમજ પેપરલેસ સારવાર મળે છે.

PM-JAY યોજનાએ વિશ્વની સૌથી મોટી આરોગ્ય વીમા/ ખાતરી યોજના છે જે પૂર્ણપણે કેન્દ્ર સરકાર દ્વારા ફાઇનાન્સ કરવામાં આવે છે.

તે secondary care (જેમાં સુપર સ્પેશિયાલિસ્ટ સામેલ નથી) તેમજ તૃતીય સંભાળ (જેમાં સુપર સ્પેશિયાલિસ્ટ સામેલ છે) તેવા પરિવાર માટે પરિવાર દીઠ રૂ.5 લાખની વીમાની રકમ ઓફર કરે છે.

PMJAY હેઠળ, આવતા લાભાર્થીઓને સેવાના સ્થળે એટલે કે હોસ્પિટલ પર કેશલેસ અને પેપરલેસ જેવી સેવાઓ આપવામાં આવે છે.

હેલ્થ બેનિફિટ પેકેજમાં સર્જરી, મેડિકલ અને ડે કેર ટ્રીટમેન્ટ, દવાઓની કિંમત અને ડાયગ્નોસ્ટિક્સનો સમાવેશ થાય છે.

પેકેજ્ડ દરો (દર જેમાં દરેક વસ્તુનો સમાવેશ થાય છે જેથી દરેક ઉત્પાદન અથવા સેવા માટે અલગથી શુલ્ક લેવામાં ન આવે).

આ યોજના પરિવર્તનક્ષમ્ય છે પરંતુ હોસ્પિટલો લાભાર્થીઓ પાસેથી એક વખત નક્કી કર્યા પછી વધુ ચાર્જ લઈ શકતી નથી.

આયુષ્માન યોજના માટે કોણ અરજી કરી શકે છે?

જે લોકો વાર્ષિક આવક ધરાવતા હોય તે યોજનાનો લાભ લઈ શકે છે. જે વ્યક્તિ ભૂમિહીન હોય, ગરીબી રેખા નીચે જીવતા લોકો, ગ્રામ્ય વિસ્તારમાં રહેતી વ્યક્તિ, કાચાના મકાનમાં રહેતી વ્યક્તિ, અનુસૂચિત જાતિ/જનજાતિની વ્યક્તિ હોય, ટ્રાન્સજેન્ડર લોકો, વગેરે લોકો આ યોજના માટે અરજી કરી શકે છે. જો આ યોજના માટે તમે પણ આ અરજી કરવા ઈચ્છો છો, તો તેના માટે તમે તમારા નજીકના કોઈ જન સેવા કેન્દ્ર પર જઈ અરજી કરી શકો છો.

જન સેવા કેન્દ્ર પર તમારે એક ફોર્મ ભરવાનું રહેશે. આ પછી તમારા દ્વારા આપવામાં આવેલી માહિતીને અધિકારીઓ ક્રોસ ચેક કરશે પછી તમને આયુષ્માન ભારત યોજના હેઠળનું ગોલ્ડન કાર્ડ જારી કરશે. આ પ્રક્રિયા માટે લગભગ 15 દિવસ જેટલો સમય લાગશે.

તમે આ યોજનાના લાભાર્થી છો કે નહીં તે ચેક કેવી રીતે કરવું

પગલું 1 : સૌપ્રથમ કોઈપણ વેબ બ્રાઉજરમાં જઈ તેની સત્તાવાર https://mera.pmjay.gov.in/search/login પર ક્લિક કરો.

પગલું 2 : હવે એક પેજ ખુલશે તેમાં તમારા મોબઈલ નંબર અને Captcha દાખલ કરો પછી Generate OTP પર ક્લિક કરો.

પગલું 3 : ત્યારબાદ તમારા મોબાઈલ નંબરમાં OTP આવશે તેને દાખલ કરી ટીક માર્ક પર ક્લિક કરી દેવાનું રહેશે.

પગલું 4 : પછી એક નવું પેજ ખુલશે તેમાં તમારે પ્રથમ રાજ્યનું નામ સિલેક્ટ કરી લેવાનું રહેશે. પછી જેના દ્વારા શોધવાનું છે એ વિકલ્પ પસંદ કરી લેવાનો રહેશે. જેમ કે by Name, by Ration card number, by HHD number, by Mobile number.

પગલું 5 : પછી તમારે ઉપર દર્શાવેલ કોઈ એક વિકલ્પ પસંદ કરીને Search પર ક્લિક કરી દેવાનું રહેશે, એટલે તમારી સામે ઘણાં બધા નામો આવશે તેમાંથી તમે તમારું નામ શોધી શકો છો.

પગલું 6 : જો તમારું નામ તે લીસ્ટમાં હોય તો નામની સામે Family Details પર ક્લિક કરી તમે તેની Family Details જાણી શકો છો.

તેમાં તમને એક 24 અંક નો HHID નંબર જોવા મળશે. તે નંબર તમારે સાચવી રાખવાનો છે. આયુષ્માન કાર્ડની અરજી સમયે તે નંબરની જરૂર રહેશે.

તમે PMJAY યોજના માટે લાયકાત ધરાવો છો કે નહીં તેની ખાતરી કરવા માટે તમે નજીકની કોઈ પણ સરકારી કે સરકાર દ્વારા માન્ય પ્રાઈવેટ હોસ્પિટલે જઈ જાણકરી મેળવી શકો છો અથવા હોસ્પિટલે Call કરીને પણ માહિતી મેળવી શકો છો; જે યોજના પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત ચાલુ હોય તેના માટે વધુ માહિતી મેળવવા આયુષ્માન ભારત યોજના કોલ સેન્ટર પર કોલ કરી માહિતી મેળવી શકો છો. Ayushman Card Helpline Number Gujarat [નંબર : 14555 અથવા 1800-111-565 ડાયલ કરી કોલ કરી શકો છો]

યોજનાનો લાભ કેવી રીતે મેળવવો

આ યોજનાનો લાભ મેળવવાં તમારી પાસે Ayushman Card હોવું જરૂરી છે, આ કાર્ડ દ્વારા તમે કોઈ પણ સરકાર માન્ય પ્રાઈવેટ કે સરકારી હોસ્પિટલમાં મફત સારવારની સુવિધાનો લાભ લઈ શકો છો.

Ayushman Card મેળવા ક્યાં અરજી કરવી?

CSC કેન્દ્ર દ્વારા Ayushman Card મેળવો

તમારી નજીકના કોઈ પણ CSC કેન્દ્ર પર જઈને તમે Ayushman Card મેળવી શકો છો.

તમારા નજીકના CSC કેન્દ્રનું સરનામું મેળવવાં માટે Play Store માંથી CSC Locator App Download કરી, તે Appમાં રાજ્યનું નામ, જિલ્લાનું નામ અથવા જે તે પ્રદેશના PIN Code દાખલ કરી તમારી નજીકના CSC કેન્દ્રનું સરનામું શોધી ત્યાં રૂબરૂ જઈ અરજી કરી શકો છો.

સરકારી હોસ્પિટલેથી Ayushman Card મેળવો

ગ્રામ્ય વિસ્તાર કે શહેરી વિસ્તારમાં તમારી નજીક આવેલી કોઈ પણ સરકારી હોસ્પિટલમાં જઈ લાભાર્થી જરૂરી દસ્તાવેજો આપી, Ayushman Card કઢાવી શકો છો.

Ayushman Card મેળવા જરૂરી દસ્તાવેજો

  1. રજિસ્ટર્ડ મોબાઈલ નંબર
  2. અરજદારનું આધાર કાર્ડ
  3. HHID નંબર (સરકાર દ્વારા ઘરે ટપાલ આવી હોય એમાં હશે તમે ઉપર મુજબ ઓનલાઇન ચેક કરી શકો છો)
  4. રેશન કાર્ડ
  5. પાસપોર્ટ સાઈઝ ફોટો.

તમે Ayushman Card Download પણ કરી શકો છો. તેના માટે તમે અહીં આપેલ લિંક પર ક્લિક કરી અમારો Ayushman Card Download Gujarat પર નો લેખ વાંચી pmjay card download ( Ayushman Card Download ) કરી શકો છો.

Ayushman Card Download કરવા માટેનો લેખ વાંચવા અહીં ક્લિક કરો https://gujarati.webinformer.in/how-to-download-ayushman-card-online/

આમ, ઉપર દર્શાવેલ તમામ માહિતીથી તમે માહિતગાર થઈ ગયા હશો એવી અમે આશા રાખીએ છીએ. જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો તમે અન્ય લોકોને પણ શેર કરો જેથી બીજા લોકો પણ આ યોજના વિશે માહિતગાર થાય અને વધુને વધુ લોકો આ યોજનાનો લાભ લઈ શકે.

Leave a Comment