આવકનું પ્રમાણપત્ર એ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ એક સત્તાવાર પ્રમાણપત્ર છે,જેમાં અરજદાર અથવા અરજદારના કુટુંબની વાર્ષિક આવકની માહિત આપવામાં આવેલી હોય છે. આવક નો દાખલો કઢાવવો હવે એકદમ સરળ બની ગયું છે તમારે કોઈ પણ સરકારી કચેરીએ જવાની જરૂર નથી તમે ઘર બેઠા ઓનલાઈન અરજી કરી મેળવી શકો છો,તેના માટે તમારે digitalgujarat.gov.in (ડિજિટલ ગુજરાત) વેબસાઈટ પર જઈને નીચે દર્શાવેલી ક્રમિક પ્રક્રિયા દ્વારા આવક નું પ્રમાણપત્ર મેળવી શકો છો.
જરૂરી દસ્તાવેજો
ઓળખ માટે પુરાવો (કોઈપણ એકની નકલ)
- પાન કાર્ડ
- પાસપોર્ટ
- ચૂંટણી કાર્ડ
- ચૂંટણી કાર્ડ
- માન્ય શૈક્ષણિક સંસ્થા દ્વારા જારી કરાયેલ ઓળખ કાર્ડ.
સરનામા માટેનો પુરાવો(કોઈપણ એકની નકલ )
- બેંક પાસબુક
- ગેસ કનેક્શન
- ચૂંટણી કાર્ડ
- આધાર કાર્ડ
- બેંક પાસબુક/રદ કરેલ ચેકનું પ્રથમ પેજ
- ટેલિફોન બિલ
- વીજળી બિલ
- રેશન કાર્ડ
- પોસ્ટ ઓફિસ એકાઉન્ટ સ્ટેટમેન્ટ / પાસબુક
- ડ્રાઈવિંગ લાઈસન્સ
આવકનો માટેનો પુરાવો (કોઈપણ એકની નકલ)
- એમ્પ્લોયર સર્ટિફિકેટ (જો સરકારી, અર્ધ સરકારી અથવા કોઈપણ સરકારી ઉપક્રમમાં નોકરી કરતા હોય તો)
- જો પગારદાર (ફોર્મ :16-A અને છેલ્લા 3 વર્ષથી ITR)
- જો વ્યવસાયમાં હોય (છેલ્લા 3 વર્ષથી વ્યવસાયની ITR અને વ્યવસાયની બેલેન્સ શીટ)
- તલાટી સમક્ષ ઘોષણા (સેવા સંબંધિત)
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી
પગલું 1 : પ્રથમ તો વ્યક્તિએ ઉપર દર્શાવેલા જરૂરી દસ્તાવેજો અરજી કરતી વખતે સાથે રાખવા પડશે.
પગલું 2 : ઓનલાઈન અરજી કરવા માટે તમારે digitalgujarat.gov.in વેબસાઈટ પર જઈ જમણા ખૂણે “લોગિન” વિકલ્પ પર ક્લિક કરો.
પગલું 4 : હવે નવું પેજ ખુલશે તેમાં ‘New User’માં ‘New Registratoin (Citizen)’ પર ક્લિક કરો
પગલું 5 : રજીસ્ટ્રેશન ફોર્મ ભરો અને “Save” પર ક્લિક કરો
પગલું 6 : હવે ટેક્સ્ટબોક્સમાં આવેલા OTP ને દાખલ કરો અને “Confirm” પર ક્લિક કરો.
પગલું 7 : સફળ નોંધણી પછી, કૃપા કરીને “Request a new service” પર ક્લિક કરો.
પગલું 8 : હવે “Income Cerificate (Panchayat) (Rural)” સેવા શોધો અને તેના પર ક્લિક કરો
પગલું 9 : પછી “Continue to service” પર ક્લિક કરો
પગલું 10 : હવે તમારી ID અને એપ્લિકેશન નંબર જનરેટ થશે.તેની નોંધ કરો અને “Continue” પર ક્લિક કરો
પગલું 11 : અરજદારની માહિતીની વિગતો ભરી પૂર્ણ કરો અને “Next” પર ક્લિક કરો
પગલું 12 : સેવા વિગતો અને આવક વિગતો વિભાગ પણ ભરો. પછી “Next” પર ક્લિક કરો
પગલું 13 : હવે તમારા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
પગલું 14 : તમારી અરજી સફળતાપૂર્વક Submit કર્યા પછી તમે તમારા અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી શકો છો,અને Online Pay સાથે આગળ વધી શકો છો. તમે નીચે આપેલ બે વિકલ્પોમાંથી કોઈપણનો ઉપયોગ કરીને ચુકવણી કરી શકો છો.
- ગેટવે(Gateway
- ઇ-વોલેટ(E-Wallet)
પગલું 15 : અરજદારને તેની અરજીની સ્થિતિ માટે એક SMS મળશે.
પગલું 16 : એકવાર અરજી પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી, વપરાશકર્તાએ ડાઉનલોડ કરેલ દસ્તાવેજ વિકલ્પનો ઉપયોગ કરીને પ્રમાણપત્ર મેળવવા માટે એપ્લિકેશન નંબરનો ઉપયોગ કરી શકે છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી માહિત ન્યૂઝ અથવા તો અન્ય માધ્યમો પરથી લેવામાં આવેલ છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે.અમે તમને આવી જ બીજી માહિતી પણ આપતા રહીશું. ઉપરની માહિતીમાં કોઈ ક્ષતિ હશે તો તે “https://gujarati.webinformer.in” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ.