Manav Garima Yojana : ગુજરાત સરકાર દ્વારા પછાત વર્ગના લોકો તેમજ સ્વ રોજગાર મેળવવા ઈચ્છતા લોકો માટે Manav Garima Yojana (માનવ ગરીમા યોજના)શરુ કરવામાં આવી છે, આ યોજના થકી લાભાર્થીને સ્વરોજગાર મેળવવાં માટે વ્યવસાયના ટૂલ કીટ આપવામાં આવે છે તેમજ આર્થિક સહાય પણ આપવામાં આવે છે.
માનવ ગરીમા યોજના Manav Garima Yojana થી અનેક પછાત વર્ગના લોકોને વ્યવસાયની આવડત પ્રમાણે સાધન આપીને તેનોને પગભર કરવા માટે ઉપયોગી છે, ગુજરાત સરકારની આવી અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં છે જે લોકોના વિકાસ અને ઉત્થાન માટે કાર્યરત છે.
માનવ ગરીમા યોજનાનો હેતુ | Manav Garima Yojana
Manav Garima Yojana : માનવ ગરીમા યોજના મુખ્યત્વે સ્વરોજગાર તેમજ પોતાની આવડત પ્રમાણે કરી શકતા કામની અનુકૂળતા માટે અલગ અલગ સાધનો લાભાર્થીને સહાય સ્વરૂપે આપવામાં આવે છે. જેમાં કુલ 28 પ્રકારના લાભાર્થીઓને વ્યવસાયના સાધનો આપવામાં આવે છે. માનવ ગરીમા યોજનામાં હાલ 25,000 ની મર્યાદા સુધીના ટૂલ કીટ આપવામાં આવે છે.
માનવ ગરીમા યોજના ગુજરાત સરકારના ‘સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ’ દ્વારા ચલાવવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે તેની સતાવાર વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in/ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવાની કરવાની સમય મર્યાદા 01/04/2023 થી 30/04/2023 સુધીની છે.
આ યોજનામાં લાભાર્થીની પાત્રતા વ્યવ્સાયની આવડત અને વાર્ષિક આવક મર્યાદા ધરાવતા મુજબની પાત્રતા છે, આ યોજનામાં આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, વિચરતી અને વિમુક્ત જાતી, લઘુમતી, અનુસુચિત જાતી અને જનજાતિ તેમજ ગુજરાત રાજ્યના વખતો વખત જાહેર થયેલા પછાત લોકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.
માનવ ગરીમા યોજના માટેની પાત્રતા અને ધોરણો | Manav Garima Yojana
માનવ ગરીમા યોજનાનો લાભ લેવા માટે સરકાર દ્વારા કેટલીક પાત્રતા નક્કી કરવામાં આવેલી છે, જે લાભાર્થી આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તેમણે કેટલીક બાબતોને ધ્યાને લેવી જરૂરી છે, તો જ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.
- આ યોજનાનો લાભ એક કુંટુંબના કોઈ પણ એક જ વ્યક્તિને એક જ વખત મળવાપાત્ર છે.
- લાભાર્થીની ઉંમર 18 વર્ષથી નાની અને 60 વર્ષથી વધુની ન હોવી જોઈએ.
- આગાઉના વર્ષોમાં લાભાર્થીએ કે તેના પરિવારના સભ્યોને આ ખાતા દ્વારા કે ગુજરાત સરકારના અન્ય ખાતા, સંસ્થા કે એજન્સી માંથી આ પ્રકારની કોઈપણ સહાય મેળવેલી ન હોવી જોઈએ.
- શહેરી વિસ્તારના લાભાર્થીઓ માટે કુલ વાર્ષિક આવક 1,50,000 અને ગ્રામીણ વિસ્તારના લાભાર્થીઓ માટે આવક કુલ 1,20,000 થી ઓછી વાર્ષિક આવક ધરાવતા લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.
- સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, વિચરતી અને વિમુક્ત જાતી, અનુસુચિત જાતી અને જનજાતિ તેમજ અતિ પછાત જાતિના લાભાર્થીઓને માટે આવક મર્યાદાનું ધોરણ લાગુ પડશે નહીં.
- લાભાર્થીએ જે તે વ્યવસાયની સરકાર પ્રમાણિત તાલીમ લીધેલ હોય એવા લાભાર્થીઓને પ્રથમ અગ્રતા આપવામાં આવશે.
- આ યોજનાનો લાભ લાભાર્થીને ફરી પુનઃ મળવાપાત્ર નથી.
માનવ ગરીમા યોજનાના લાભ કોને મળવાપાત્ર છે
માનવ ગરીમા યોજના અંતર્ગત ગુજરાત રાજ્યની અંદર વસવાટ કરતા સામાજિક, આર્થિક, શૈક્ષણિક તેમજ પછાત વર્ગોના લોકો માટે કુલ 28 પ્રકારના વ્યવસાય માટે સાધનોની કીટ આપવામાં આવે છે, જે અહીં નીચે મુજબ દર્શાવવામાં આવેલી છે.
- માછલી વેચનાર માટેની ટૂલકીટ
- દૂધ-દહી વેચનાર માટેની ટૂલકીટ
- પંચર કીટ
- મોબાઇલ રિપેરીંગ માટેની કીટ
- હેર કટીંગ (વાળંદ કામ)
- સુથારી કામ
- કુંભારીકામ
- દરજીકામ
- ધોબી કામ
- કડિયા કામ
- મોચીકામ
- ભરતકામ
- ખેતીલક્ષી લુહારી/ વેલ્ડીંગ કામ
- સેન્ટીંગ કામ
- પ્લમ્બર
- પાપડ બનાવટના સાધનો
- અથાણા બનાવટ માટે સાધન
- રસોઈકામ માટે પ્રેશર કુકર(હાલ ઉપલબ્ધ નથી.)
- રૂ ની દિવેટ બનાવવી સખી મંડળની બહેનો માટે ટૂલ કીટ
- સખીમંડળને પેપર કપ અને ડીશ બનાવટ માટે સાધન સહાય
- સાવરણી સુપડા બનાવનાર માટે
- મસાલા મીલ
- બ્યુટી પાર્લર
- ફ્લોર મીલ
- ઠંડા પીણા,ગરમ,વેચાણ
- ઇલેક્ટ્રીક એપ્લાયન્સીસ રીપેરીંગ
- વિવિધ પ્રકારની ફેરી
- વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
ઓનલાઈન અરજી વખતે રજુ કરવાનાં ડોક્યુમેન્ટ | Manav Garima Yojana Documets
માનવ ગરીમા યોજનાની અરજી ઓનલાઈન કરવાની હોય છે, જે દરમિયાન લાભાર્થીના કેટલાક મહત્વના દસ્તાવેજો રજુ કરવાના હોય છે, જે દસ્તાવેજો નીચે મુજબના છે.
- લાભાર્થીના વ્યવસાયના અનુભવ અંગેનું પ્રમાણપત્ર (જો હોય તો)
- અરજદારના ફોટો
- શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
- બાંહેધરી પત્રક
- રહેઠાણ અંગેનો પુરાવો (વીજળી બિલ/લાઇસન્સ/ચૂંટણીકાર્ડ પૈકી કોઈપણ એક)
- રેશનકાર્ડ
- સ્વ-ઘોષણાપત્ર
- લાભાર્થીનો વાર્ષિક આવકનો દાખલો
- લાભાર્થીનું આધારકાર્ડ
- લાભાર્થીની જાતિનો દાખલો
માનવ ગરીમા યોજનાનું ફોર્મ PDF સ્વરૂપે ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરો.
માનવ ગરીમા યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી | Manav Garima Yojana Online Apply
માનવ ગરીમા યોજના માટે તમારે ઓનલાઈન અરજી કરવાની હોય છે, જે તમે તમારા મોબાઈલ કે કમ્પ્યુટર મારફતે ઘરે બેઠા પણ કરી શકો છો અથવા CVC કેન્દ્ર ખાતે રૂબરૂ જઈને પણ ઓનલાઈન અરજી કરી શકો છો, અહીં ઘર બેઠા મોબાઈલ કે કમ્પ્યુટરથી અરજી કેવી રીતે કરવી એ વિગતો આપેલી છે.
- સૌપ્રથમ તમારે મોબાઈલ કે કમ્પ્યુટરમાં કોઈ એક બ્રાઉજર ખોલી તેમાં ‘E- Kutir’ લખી સર્ચ કરવાનું રહેશે અથવા અહીં આપેલ લિંક પર ક્લિક કરવાનું રહેશે. https://e-kutir.gujarat.gov.in/
- લિંક ઓપન થયા પછી તમારે પ્રથમ જ વેબસાઈટ ઉપર ક્લિક કરી તેમાં Login થવાનું રહેશે. જો Login ન થયેલ હોય તો તમારે નીચે આપેલ For New individual Registration પર ક્લિક કરી લોગીન થવાનું રહેશે.
- હવે એક નવું પેજ ખુલશે તેમાં તમારે માનવ કલ્યાણ યોજના પર ક્લિક કરી યોજના સંબંધિત બધી જ વિગતો ભરી દેવાની રહેશે.
- બધી જ વિગતો ભરાઈ ગયા પછી તમારે Save & Next પર ક્લિક કરી દેવાનું રહેશે, એટલે તમારી ઓનલાઈન અરજીની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે.
તો, આમ તમે જાતે જ ઓનલાઈન અરજી કરી શકો છો.
FAQs-: માનવ ગરીમા યોજના સંબંધિત પ્રશ્નો
માનવ ગરીમા યોજના શું છે?
માનવ ગરીમા યોજના સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત વર્ગના લોકોને વ્યવસાયના વધારાના સાધનો આપવાની સહાય કરતી કલ્યાણકારી યોજના છે.
માનવ ગરીમા યોજના માટે આવક મર્યાદા કેટલી હોવી જોઈએ?
શહેરી વિસ્તારના લાભાર્થીઓ માટે કુલ વાર્ષિક આવક 1,50,000 અને ગ્રામીણ વિસ્તારના લાભાર્થીઓ માટે આવક કુલ 1,20,000 થી ઓછી વાર્ષિક આવક હોવી જોઈએ.
કેટલી વય મર્યાદા સુધીના લાભાર્થીઓ માનવ ગરીમા યોજના માટે અરજી કરી શકે?
માનવ ગરીમા યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીની ઉંમર 18 વર્ષથી નાની અને 60 વર્ષથી વધુની ન હોવી જોઈએ.
સમાપ્તિ
તો, મિત્રો આજે આપણે આ આર્ટીકલ દ્વારા માહિતી મેળવી કે Manav Garima Yojana માનવ ગરીમા યોજના શું છે, તેના હેતુઓ ક્યા ક્યા રહેલા છે તેમજ જાતે જ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિત મેળવી, મિત્રો જો તમને અમારો આ આર્ટીકલ પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરો અને તેઓ સુધી પણ આ માહિતી પોંહચાડો જેથી તેઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે.
નોંધ-: અહીં આપવામાં આવેલી માહિતી વાંચકોને સરળતાથી સમજાય એ હેતુથી આપવામાં આવી છે, કોઈપણ ઓનલાઈન અરજી કરતા પહેલાં પૂરી જાણકારી મેળવી લેવી, અન્ય કોઈ ક્ષતિ સર્જાય તો અમારી જવાદારી રહેશે નહીં,