ઈ-શ્રમ કાર્ડ એ શું છે? તેના ફાયદા શ્રમિકોને ક્યા ક્યા છે? । What is E-Shram Card

ભારત દેશ કૃષિપ્રધાન દેશ છે,ભારતમાં વધુ પડતા લોકો ખેતી તથા ખેતીના અન્ય કામ સાથે જોડાયેલા શ્રમિકોની સંખ્યા સૌથી વધુ છે,દેશમાં અસંગઠિત કે સંગઠિત ક્ષેત્ર સાથે સંલગ્ન મજુરો માટે ભારત સરકાર દ્વારા વિવિધ સરકારી યોજનાઓ શરુ કરવામાં આવેલ છે,પરંતુ આ યોજનાઓ નો લાભ શ્રમિકો માહિતીના અભાવે કારણે મેળવી શકતા નથી.

જેને ઉદ્દેશીને શ્રમિકોને માટે e Nirman Card, UWIN Card વગેરે શરૂ કરવામાં આવેલ છે,આ આર્ટિકલમાં E Shram Card વિષે તમામ જરૂરી માહિતી આપવામાં આવી છે.

What is e Shram Card  What are its benefits to the workers

ઈ-શ્રમ કાર્ડ શું છે? । What is E-Shram Card

ભારત સરકારના ‘શ્રમ અને રોજગાર વિભાગ’ દ્વારા તમામ શ્રમિકોને સરકારી યોજનાઓ નો લાભ આપવા માટે ‘e-Shram portal’ શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ થકી તમામ શ્રમિકોની માહિતી એકત્રિત કરવામાં આવશે.જેનાથી શ્રમિકોને કોઈ પણ યોજનાનો લાભ લેવા માટે સરળતા પડે છે.

ઈ-શ્રમ કાર્ડના ફાયદા । Benefits of e-Shram Card

કાયમી અપંગતા અને આકસ્મિક મૃત્યુ જેવી ઘટના માટે રૂ. 2 લાખની સહાય એક વર્ષ માટે આપવામાં આવે છે.

આંશિક અપંગતાની ઘટનામાં રૂ. 1 લાખ ની સહાય એક વર્ષ માટે આપવામાં આવે છે.

ઈ-શ્રમ મારફતે શ્રમિકો ઘણી બધી સરકારી યોજનાઓનો લાભ મેળવી શકશે.

સામાજિક સુરક્ષા કલ્યાણ યોજનાના લાભ મેળવી શકાશે.

રોજગાર યોજનાના લાભ મેળવી શકાશે.

નાણાકીય સહાય આપવામાં આવશે.

ઈ-શ્રમ કાર્ડ મેળવવા કોણ ઓનલાઈન અરજી કરી શકે

16-59 વર્ષની ઉંમર હોવી જોઈએ

ESIC અથવા EPFO ના સભ્ય ન હોવા જોઈએ

Income Tax ભરતા ન હોવા જોઈએ

અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા હોવા જોઈએ

(અસંગઠિત ક્ષેત્રમાં કામદારો અને મજૂરો તરીકે કામ કરતા લોકો ની યાદી નીચે મુજબ છે)

મોચી

માળી

દરજી

રસોઈયા

અગરિયા

લુહાર

કુંભાર

વાળંદ

રિક્ષા ચાલક

રત્ન કલાકારો

ગૃહ ઉદ્યોગ

માનદવેતન મેળવનાર

આંગણવાડી કાર્યકર

આશા વર્કર

માછીમાર

પશુપાલન કામદારો

હમાલ

માળી

કુલીઓ

રોડ પર નાસ્તાની દુકાન ચલાવનાર

જમીન વગરના

ઘરેલું કામદારો અથવા કામ કરતા ભાઈઓ-બહેનો

અખબાર વિક્રેતાઓ

CSC 

શાકભાજી અને ફળ વિક્રેતાઓ

નાના અને સીમાંત ખેડૂતો

ઈ-શ્રમ કાર્ડ મેળવવા માટેના જરૂરી દસ્તાવેજો । Necessary Documents to Get E-Shram Card

મોબાઈલ નંબર (આધાર કાર્ડ સાથે લિંક થયેલા)

બેંક પાસબુક

આધાર કાર્ડ

વીજળી બિલ

રેશન કાર્ડ

ઈ-શ્રમ કાર્ડ મેળવવા રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું । e shram card online apply

સૌ પ્રથમ તો તમારે https://register.eshram.gov.in/#/user/self ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે.

ત્યાં ઈ-શ્રમ લિંક પર રજીસ્ટરની ઉપર ક્લિક કરવાનું.

તે પછી અહીં સેલ્ફ રજીસ્ટ્રેશન પેજ ખુલશે.

પછી તમારા આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર ઉમેરીને OTP મોકલવો પડશે.

તે પ્રક્રિયા બાદ એક રજીસ્ટ્રેશનનું ડેશબોર્ડ ખુલશે.

હવે આ ડેશબોર્ડ પર તમારી બધી વિગતો સાચી ભરવાની છે અને તેને છેલ્લે સબમિટ કરવાનું રહેશે, ત્યારબાદ તમે ઈ-શ્રમ કાર્ડ ઓનલાઈન એપ્લિકેશન પૂર્ણ કરશો.

Photo of author

Mahesh Vansh

https://gujarati.webinformer.in/

મારું નામ મહેશ વંશ છે અને હું આ બ્લોગ નો લેખક છું, આ બ્લોગ મારફતે હું તમને અવનવી માહિતી વિશે વાકેફ કરીશ.

Leave a Comment