વેલેન્ટાઈન ડે માત્ર કપલ્સ માટે જ નથી. તમે તમારા માતા-પિતા, મિત્રો સાથે પણ ઉજવી શકો છો. ફેબ્રુઆરી માસમાં 7 ફેબ્રુઆરીથી શરૂ થતું અને 14 ફેબ્રુઆરી સુધી પ્રેમીઓના અલગ અલગ દિવસ ઉજવાય છે. જેમાં દર વર્ષે 7 મી ફેબ્રુઆરીએ Rose Day દિવસ ઉજવવામાં આવે છે.
રોઝ ડે આવતા બજારમાં લાલ, પીળા, સફેદ અને ગુલાબી ગુલાબ દેખાવા લાગે છે. તો,આવો આજે અમે તમને જણાવીશું કે Rose Day શા માટે ઉજવવામાં આવે છે અને તેની પાછળનો ઈતિહાસ શું છે.
શા માટે ઉજવવામાં આવે છે રોઝ ડે?
Rose Day ના દિવસે તમારા પ્રેમને લાગણીથી વ્યક્ત કરવા માટેનો ખૂબ જ સારો દિવસ માનવામાં આવે છે. Rose Day લોકો એકબીજાને ગુલાબ આપીને પોતાની લાગણી વ્યક્ત કરે છે.
Rose Day નો ઈતિહાસ
ગુલાબના ફૂલને વ્યક્તિની ભાવનાઓ,લાગણીઓ વ્યક્ત કરવાનું પ્રતીક ગણવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, મુગલ બેગમ નૂરજહાં લાલ ગુલાને ખૂબ જ પસંદ કરતા હતા. એવું કહેવાય છે કે, નૂરજહાંને ખુશ કરવા માટે તેના પતિ બાદશાહ જહાંગીર દરરોજ તેને તાજા ગુલાબ મોકલતા હતા.
બીજી કહાની અનુસાર, રાણી વિક્ટોરિયાના સમયમાં લોકોએ તેમની લાગણીઓને વ્યક્ત કરવા માટે એકબીજાને ગુલાબની આપ-લે કરવાની પ્રથા શરૂ કરી હતી. એવું કહેવાય છે કે, વિક્ટોરિયન અને રોમન લોકો પણ તેમના પ્રેમને ગુલાબથી લાગણી, પ્રેમ વ્યક્ત કરતા હતા.
ગુલાબના કલરનું મહત્વ
બધા કલર ના ગુલાબ ના અલગ અલગ મહત્વ હોય સે તો નીચે આપણે 4 કલર ના ગુલાબ વિચે જાણી છું
- ૧. પીળું ગુલાબ (Yellow Rose)
- ૨. લાલ ગુલાબ (Red Rose)
- ૩. ગુલાબી ગુલાબ (Pink Rose)
- ૪. નારંગી ગુલાબ (Orange Rose)
પીળું ગુલાબ (Yellow Rose)
પીળા ગુલાબને મિત્રતાનું પ્રતિક રૂપ માનવામાં આવે છે. જો તમે તમારા મિત્રોને લાગણીવશ તમે તેમને પ્રેમ કરતાં હોવ તો તમે તમારા મિત્રને પીળા ગુલાબ આપી શકો છો. પીળો રંગ સારા સ્વાસ્થ્ય અને સુખનું પણ પ્રતીક છે.
લાલ ગુલાબ (Red Rose)
પ્રેમ, જુસ્સો અને લાગણીઓ વ્યક્ત કરવાં માટે લાલ ગુલાબ આપવામાં આવે છે. લાલ ગુલાબ તમે સામેની વ્યક્તિને આપી એ અહેસાસ કરાવો છો કે, તમે તેમને કેટલો અનહદ પ્રેમ કરો છો.
ગુલાબી ગુલાબ (Pink Rose)
તમે પ્રેમ એ કોઈ પ્રેમીને જ નહીં પણ તમારા માતા-પિતા, મિત્રોને પણ કરો છો,આવી સ્થિતિમાં તમે કોઈને આભાર કહેવા માટે ગુલાબી ગુલાબ આપી શકો છો.
નારંગી ગુલાબ (Orange Rose)
નારંગી રંગ જુસ્સાનું પ્રતિક છે. તે ઇચ્છા, ઉત્સાહ, ઉમંગ દર્શાવે છે. પ્રેમીઓ તેમના પ્રેમમાં ઉત્સાહ અને જુસ્સો લાવવાના પ્રતીક રૂપે નારંગી ગુલાબ આપી પોતાની ભાવના વ્યક્ત કરે છે.