PM કિસાન eKYC કેવી રીતે કરવી | Pm Kisan E-Kyc In Gujarati

PM કિસાન eKYC : મિત્રો ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ લાગુ કરવામાં આવેલી છે, જે યોજનાઓ લાભ લઈ ખેડુત જીવનનિર્વાહ કરી શકે તેમજ ખેતીમાં આર્થિક રીતે યોજનાનો લાભ મળી શકે, મિત્રો તમે બધા PM કિસાન યોજના વિશે જાણો જ છો, કે જેમાં ખેડુતને વાર્ષિક 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે, હવે આ યોજનાનો લાભ લેવા Aadhaar Ekyc Pm Kisan કરવી ફરજીયાત છે.

PM કિસાન યોજનાઓ લાભ મેળવતા ખેડૂતો માટે એક મહત્વના સમાચાર છે કે PM કિસાન યોજનાનો લાભ મેળવતા હોય તો તેઓએ સરકારની ગાઈડલાઈન મુજબ Ekyc Pm Kisan કરવું ફરજિયાત છે. તો મિત્રો આજે હું આ આર્ટીકલમાં જણાવીશ કે ઘર બેઠા eKYC કેવી રીતે કરવી. તો આ આર્ટીકલને અંત સુધી વાંચો અને eKYC કરવાની પ્રક્રિયા જાણો.

Pm Kisan EKyc In Gujarati

PM કિસાન eKYC શા માટે જરૂરી છે. | E Kyc Pm Kisan

શરૂઆતમાં જયારે PM કિસાન યોજનાનો અમલ કરવામાં આવ્યો ત્યારે KYC જેવી કોઈ પ્રક્રિયા રાખવામાં આવી નોહતી, ફક્ત આધાર નંબર અને બેંકની માહિતી દાખલ કરી યોજનાનો લાભ મેળવી શકતા હતા, ત્યારે ન તો કોઈ પણ પ્રકારનો OTP મોકલવામાં આવતો, ન તો કોઈપણ દસ્તાવેજોની જરૂર પડતી. એટલે કેટલાક લોકો દ્વારા આ યોજનાનો લાભ લેવા માટે દુરુપયોગ કર્યો.

કેટલાક લોકોએ બીજાના આધાર નંબર દાખલ કરી અને પોતાની બેંકની માહિતી દાખલ કરી ગેરકાદેસર રીતે આ યોજનાનો લાભ લેતા, તેમજ આ યોજનાને લઈને કેટલાય કૌભાંડ પણ ચાલતા હતા. આવ બધા કૌભાંડો બંધ થઈ શકે એટલે સરકારે eKYC નો વિકલ્પ લાવ્યો.

જેનાથી સાબિત થઈ શકે કે આ યોજનાનો લાભ લેતો લાભાર્થી પોતે જ છે કે કેમ ? કે કોઈ બીજો વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ રહ્યો છે. આ વસ્તુની ચકાસણી માટે eKYC કરવું જરૂરી છે. eKYC કરવું એ ખુબજ સરળ છે, તો ચાલો જાણીએ eKYC કેવી રીતે કરવું.

PM કિસાન eKYC કેવી રીતે કરવી | Aadhaar Ekyc Pm Kisan

મિત્રો, તમે ઉપર દર્શાવ્યા પ્રમાણે જાણી જ ગયા હશો કે eKYC કરવું કેમ જરૂરી છે. eKYC કરવું એ ખુબજ સરળ રીત છે, જો તમે ઘર બેઠા મોબઈલ દ્વારા ઓનલાઈન eKYC કરવા માંગતા હોય તો નીચે જણાવેલ પ્રક્રિયા અનુસરી તમારી જાતે eKYC તમે કરી શકો છો અથવા CSC કેન્દ્ર પર જઈને પણ eKYC કરી શકો છો.

  • સૌથી પહેલાં તમારા મોબાઈલ કે કોમ્પુટર માં કોઈ બ્રાઉજર ખોલી તેમાં pmkisan.gov.in લખો અથવા અહીં આપેલ લિંક પર ક્લિક કરો https://pmkisan.gov.in/ .
  • હવે તમારી સામે એક નવું પેજ ખુલશે તેમાં જમણી બાજુ “e-KYC” ના વિકલ્પ પર ક્લિક કરો.
1.Capture

  • ત્યારબાદ એક નવું પેજ ખુલશે તેમાં “Aadhar OTP EKYC” લખેલું જોવા મળશે તેમાં તમારે Aadhar Card નંબર દાખલ કરી Search બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે નીચે એક “Aadhar Registered Mobile” વિકલ્પ જોવા મળશે, જેમાં તમારે જે મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક કરેલા છે તે દાખલ કરી દેવાના રહેશે, અને “Get OTP Mobile” પર ક્લિક કરી દેવાનું રહેશે.
  • ત્યારબાદ તમે દાખલ કરેલા મોબાઈલ નંબર પર એક OTP આવશે તે OTP ને “Enter PMKISAN OTP” વિકલ્પમાં દાખલ કરવાનો રહેશે. અને Submit OTP પર ક્લિક કરવાનું રહેશે.
2 Capture

હવે તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં “EKYC is Successfully Submitted” લખેલું જોવા મળશે.

3 Capture

PM કિસાન eKYC કેવી રીતે કરવી?

PM કિસાન eKYC pmkisan.gov.in પર જઈને ઓનલાઈન કરી શકો છો.

PM કિસાન eKYC માટે ક્યા ડોક્યુમેન્ટ જોઈએ?

PM કિસાન eKYC માટે આધાર કાર્ડ અને આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર.

PM કિસાન eKYC કરવી શા માટે જરૂરી છે.

PM કિસાન eKYC એટલા માટે જરૂરી છે કે કોઈ અન્ય તો આપણા નામ પર યોજનાનો લાભ તો નથી લઈ રહ્યુંને.

CSC કેન્દ્ર પરથી PM કિસાન eKYC કરી શકાય?

હા, મિત્રો CSC કેન્દ્ર પરથી PM કિસાન eKYC કરી શકાય.

EKYC PM KISAN SAMMAN NIDHI : મિત્રો આમ ઉપર દર્શાવ્યા પ્રમાણેની પ્રક્રિયાને અનુસરીને તમે ઘર બેઠા Ekyc Pm Kisan કરી શકો છો, મિત્રો આપને અમારો આ આર્ટીકલ પસંદ આવ્યો હોય તો તમામ જરુરીયાત લોકો સુધી શેર કરો, જેથી તેઓ પણ Pm Kisan Ekyc સરળતાથી કરી શકે.

Photo of author

Mahesh Vansh

https://gujarati.webinformer.in/

મારું નામ મહેશ વંશ છે અને હું આ બ્લોગ નો લેખક છું, આ બ્લોગ મારફતે હું તમને અવનવી માહિતી વિશે વાકેફ કરીશ.

Leave a Comment