મિત્રો, લગ્નએ હિંદુ ધર્મમાં એક સંસ્કાર છે, લગ્ન દીકરીના હોય કે દીકરાના દરેક પરિવાર તેને ધામધૂમથી ઉજવણી કરે છે, અને લગ્નમાં કુટુંબીજનોને આમંત્રણ આપવા કંકોતરી આપવામાં આવે છે જેમાં દીકરી દીકરા માટે Gujarati Tahuko, Gujarati Kankotri Tahuko લખવામાં આવે છે.
આજે મિત્રો આ આર્ટીકલમાં હું તમને કંકોતરીમાં લખવાના Gujarati Tahuko જણાવીશ, જેને તમારી અનુકૂળતા પ્રમાણે તમે કંકોતરીમાં છપાવીને તમારા કુટુંબીજનોને આવકારભર્યું નિમંત્રણ આપી શકો છો.
Gujarati Kankotri For Son | Gujarati Kankotri Tahuko
અહીં આપેલાં Gujarati Tahuko એ વિશેષ દીકરાની લગ્ન કંકોતરીમાં લખવામાં આવે છે, પણ તે ટહુકાનો ઉપયોગ દીકરીની લગ્ન કંકોતરીમાં પણ કરી શકાય છે.
કોયલના ટહુકારે, મનના મણકારે,ઉગતી ઉષાએ, આથમતી સંધ્યાએ,
ડગલામાં દસવાર, પગલાંમાં પંદરવાર, નયનમાં નેવુવાર,
સપનામાં સોવાર, હૈયામાં હજારવાર લખતી વખતે લાખોવાર
આપને કહેવાનું કે મારા ભાઈના લગ્નમાં જરૂરને જરૂર આવજો
કેસર ઘોળી મેં તો કંકુ નિપજાવ્યા, તોરણ બાંધ્યા છે દ્વાર, હું તો ચંદન પુરાવું ચોક,
આગણે વેરવું ફૂલપાન, વ્હેલેરા પધારજો મારા મામા ના લદન માં….
વાંકડી મૂછો ને માથે છે પાઘડી, અને કેડે છે કટારી,
સજાવો મારા વીરાની ઘોડી અમારે તો છે હરખની ઘડી…
તમારી ઉપસ્થિતિ માત્રથી થશે “પ્રસંગ” અમારો મંગલમય,
અમારા ભાઈના લગ્નમાં આપને આવકારતા અમારું હૃદય પુલકિત બનશે…
ફૂલોની મહેક સુવાસમાં ભળી જાય, મહેંદી તણો શણગાર હાથમાં ભળી જાય, સુરજ તો સાંજે ઢળી જાય, આપ પધારજો ………..પરિવારના આંગણે તો સોનામાં સુગંધ ભળી જાય….
કંકુ છાંટણા પાઠવી કંકોત્રી, આપ સ્નેહથી સ્વીકારજો,
પ્રસંગ આપનો સમજી અમ આંગણુ દીપાવજો….
દુલ્હા બના હૈ ભૈયા હમારા, શાદી મે આપ આના જરૂર,
યુ તો હમ હૈ છોટે લેકિન આપકો યાદ દીલાયેંગે જરૂર….
કૃષ્ણ વિના વૃંદાવન સુનું, કોયલના ટહુકાર વગર વનરાઈ સુની, એવી જ રીતે આપના વગર અમારો અવસર સુનો, તો અમારા ભાઈના લગ્નમાં જરૂરને જરૂર આવશોજી…..
સ્નેહના સંબંધનું વાવેતર થશે, જીવનનો અમૂલ્ય પ્રસંગ બનશે,
ત્રણેય લોકમાં શરણાઈ ગુંજશે, પણ તમારા વગર કોઈ કમી રહી જશે,
માટે મારા ભાઈ ના લદનમાં જરૂર પધારશોજી…
ચહેરો ભૂલી જશો તો ફરિયાદ નહીં કરીએ, નામ ભૂલી જશો તો શિકાયત નહીં કરીએ,
પણ જો અમારા ફઈ ના લગ્નમાં આવવાનું ભૂલી જશો તો માફ નહીં કરીએ….
ચાંદ સિતારાની રોનક પણ અમને આછી લાગશે,
તમારાથી જ તો અમારા પ્રસંગ ની શોભા વધશે,
ખુબ ભાવથી લખી છે તમને આ કંકોતરી
વ્હાલાને વિનંતી છે, તમે આવો તો ખૂશીઓની રમઝટ જામશે….
ગાના હોગા, બજાના હોગા, મૌસમ બડા મસ્તાના હોગા,
આંગન બડા સુહાના હોગા, હો રહી હૈ હમારે ફઈ કી સાદી, તો આપકો આના હી હોગા…
જન્મ મળ્યો સારા કુળમાં, એ કુળને દિપાવજો
મંગળ પ્રસંગ અમ ઘરે, તે આપ કેરો માનજો,
રુબરુ મળી ન શકાયુ હોય તો, પ્રેમથી પધારશોજી
અમારા ભાઈ તથા કાકાના લદનમાં જરુર આવશોજી….
ઉડ પંખી આકાશમાં, પત્રિકા લઇ ચાંચમાં, પહાડ આવે તો પાર કરજે, મંદિર આવે તો દર્શન કરજે, નદી આવે તો સ્નાન કરજે, અમારા સગા-સબંધી મળે તો કેહજે કે અમારા કાકા/મામા ના લગન માં જલુલને જલુલ આવજો…..
મામા લાવશે મામી, રાજી થશે નાના-નાની,
મામી છે અમારી ન્યારી-ન્યારી લાગશે સૌને પ્યારી, પ્યારી…
અવસર છે આનંદનો , પ્રસંગ છે મિલનનો ,
આપ સૌ આવશો તો
રંગ આવશે અમારા ઉત્સવનો,
પાંપણની જાજમ પાથરી પ્રતીક્ષા કરીશું,
આપણા આગમનની…
થશે આપનું આગમન તો, ફૂલોમાં પુરાઈ જશે,
ઊંચેરા આભમાં ખુશીથી પક્ષીઓ લહેરાઈ જશે,
આપ પધારશો તો ખુશીથી હૈયું હરખાઈ જશે,
અમારા કાકા તથા મામા ના લગ્ન માં જરૂરને જરૂરથી આવજો….
અમે હજુ નાના બાળ જાજુ કંઈ બોલાય નહીં, અમારો અવસર છે છાનું રહેવાય નહીં,
કાકા, મામા, ભાઈના લગ્ન માં જરૂરથી પધારજો….
હૃદય હશે અમારું, પ્રેમ હશે તમારો,
પ્રસંગ હશે અમારો, આશીર્વાદ હશે તમારા
તેથી અમારા ભાઈના લદનમાં જરૂરને જરૂર આવશોજી…..
લગ્ન એ અઢી અક્ષરની વાત છે, પણ આ પ્રસંગ જીવનભરનો સંગાથ છે,
એમ તમોને આમંત્રણ આપ્યું એ આપણા સંબંધની વાત છે,
પણ તમે અમારા પ્રસંગમાં હાજરી આપો એ જ અમારા માટે આનંદની વાત છે; માટે અમારા કાકા/મામાના લગ્નમાં પધારો એ જ અમારી મોટી અભિલાષા છે.
તમને ખબલ છે માલા મામા વલરાજા થાશે, ધોડલે ચઢશે ને વાજતે ગાજતે મામીને લાવશે,
હો !…. હો… કેવી મજા પડશે તો તમે પણ મામાની જાનમાં જલુલને જલુલ આવજો હો….
દીવડાઓ પ્રગટાવી રાખ્યા છે, આપ ની રાહમાં અત્યારે,
હૃદય અધીરા બની રહ્યા છે, આપ ની વાટ પર;
લગ્ન નો શુભ મંગલપ્રસંગ આવ્યો છે અત્યારે,
મીટ માંડીને બેઠા છીએ અમે આપ ના આગમન પર;…….
સમયની ઘડી છે ન્યારી, કુદરતની કૃપા છે પ્યારી,
અતિ આનંદ છે અમોને,
રાહ જોઈ રહ્યા છીએ તમારી, તો કરો મારા ભાઈના લદનમાં આવવાની તૈયારી…
અવસર છે આનંદનો, પ્રસંગ છે મિલનનો,
આપ સૌ આવશો તો
રંગ આવશે અમારા ઉત્સવનો,
માટે અમારા ભાઈના લદનમાં જરૂરને જરૂર આવજો….
મારું નામ કંકોતરી છે, એક મીઠા પ્રસંગનું મીઠું તેડું લાવી છું. આમ તો હું નાની પણ મોતના મહેલ આવી છું, કહેવાવ છું હું કંકોતરી પણ આપને તેડવા આવી છું. આવા અનેરા પ્રસંગ જરૂર હાજરી આપજો અમારા કાકા તથા મામા ના લગ્નમાં…….
શીતળતા ચંદ્ર માંથી અને મધુરતા ગુલાબની લઈને,
સ્નેહી તમને નિમંત્રણ છે વિશેષ કરીને
વિનંતી કરીએ છીએ સહપરિવાર હાથ જોડી ને
આવો સૌ માનવીએ પ્રસંગ અનેરો સૌ સાથે મળી ને…
ના કોઈ શિકવા હોગા, ના કોઈ બહાના હોગા,
હમારે મામા કી સાદીમેં આપ કો આના હી હોગા…
મંગલ ફેરા વર-વધૂને પુષ્પો થી વધાવીશું,
ગીત, ઢોલ અને શરણાઈથી મધુર સુર રેડાવીશું;
ઉપસ્થિતિ હશે આપ વડીલો, સ્નેહી-સંબંધી, મિત્રોની,
જેનાથી આ શુભ પ્રસંગને અવિસ્મરણીય બનાવીશું;
ગામની ડેલીએ ડાયરો જામશે, હરખઘેલી માતા ગોળ ખવડાવશે, ભાભુ ગીતડાં ગવડાવશે, હોંશીલી ભાભી ઓવારણા લેશે, નટખટ ફૌઈબા ભત્રીજાને ઘોડલે ચડાવશે, ત્યારે ધીમા પગલે ધુંધટ માં લપેટાઈને નમણી વહુ પરિવાર માં આવશે….
કોયલ ને કુંજન વિના ન ચાલે, ભમરાને ગુંજન વિના ન ચાલે, તમે અમારા એવા મહેમાન બનો કે અમને તમારા વિના ન ચાલે; અમારા કાકા/મામાના લગ્નમાં જરૂરને જરૂર આવજો હો…ને….
Gujarati Tahuko For Sister | Dikri Gujarati Tahuko For Lagna Kankotri
સરિતા સાગર ને મળે તે સંગમ કહેવાય, વરસાદ ભીંજવે તેને હેલી કહેવાય,
બે આત્માના મિલનને લગ્ન કહેવાય અને લગ્નમાં હોંશથી આવે તેને મહેમાન કહેવાય, તો અમારા બહેનના લગ્નમાં જરૂરને જરૂર પધારજો…
આમ તો અમે નાના અને નાજુક એટલે મોટાઓ ને કંઈ કહેવાય નહિ. પરણે છે અમારા માસી અને દીદી એટલે ચુપ રહેવાય નહીં જો…જો…હો…લગ્નમાં આવવાનું ભૂલાય નહીં….
સોનાનો સુરજ ઉગ્યો, રૂડા અવસર આયા અમ ઘેર, રૂડા માંડવા રોપાશે, લીલા તોરાણ્યા બંધાશે, ઢબુક ઢોલ વાગશે, મીઠી શરણાઇ વાગશે, મારા દીદી ના રૂડા લગન્યા લેવાયા છે માટે તમે જરૂર ને જરૂર આવજો, જો જો ભૂલાય નહિ….
હરખના તેડા ને હૈયા ની પ્રીત, મારા ફઈ/દીદીના લદનમાં જરૂર પધારજો…
મૌન અમારી ભાષા, પ્રેમ અમારી પરીભાષા,
શાનમાં કહીએ કે કાનમાં,
ના…ના કહેવાદો ને જાહેરમાં…
વહેલા વહેલા આવજો અમારા દીદીના લગ્નમાં…
Gujarati Kankotri For Daughter | Gujarati Kankotri Tahuko
નયન મળ્યા, હૃદય મળ્યા, હસ્ત મેળાપના ચોઘડિયા મળ્યા,
સૌથી વિશેષ આપના શુભ આશીર્વાદ મળશે;
હરખના તેડા ને હૈયાની પ્રીત,
મારા “દીદી” ના લદન માં જરૂરથી આવજો….
અમારા પરિવારમાં આજ આવ્યો છે રૂડો અવસર,
પધારજો તમે નહીંતર રહી જશે દિલમાં કોઈ કસર;
તમારા પ્રેમ અને આશીર્વાદની રહેશે અનેરી અસર,
રાહ જોઈશું અમે કે તમે આવોને હૃદયમાં મળે સાકર;
અમારા દીદીના લગ્નમાં જરૂરથી આવજો હો…..
એક આંખડી આંસુથી ભરાય ને બીજી આંખડી હરખાઈ,
હર્ષ-આંસુની ક્ષિતિજે અમારી “દીદી” ની છે વિદાય…
વાગશે ઢોલ ને શરણાઈ ના સૂર રેલાશે,
કરીશું પ્રેમ ના રંગો ની રંગોળી અને સંબંધ બંધાશે રળિયામણી રાતે,
સંગીતના તળે રમશું રાસે, આવો પધારો અમારા આંગણે,
તમારા આગમનથી જ અમારી શોભા થાશે…
પત્રિકા લેજો સાંભળી, જો જો પડી ન જાય,
ધીરે ધીરે વાંચો, લીટી રહી ન જાય;
સમયની ગાડી છે ન્યારી, કુદરતની કૃપા છે પ્યારી,
અમે રાહ જોઈ રહ્યા છે તમારી, તો પછી કરોને અમારા દીદીના લગ્નમાં અવવાની તૈયારી……
હસ્તી અને હસાવતી,
સુન્દર અને સોહામણી સોનાથી પણ સવાઈ;
માણેકથી મોંઘી અને રૂપાથી રુડી,
પરીઓ થી પ્યારી, એવી મારી મનગમતી પ્યારી દીદીના લગ્નમાં વેહલેરા પધારજો…..
પારકી થઇ રહી છે પોતાની, આંખડી ભીની થઇ સહુની,
“દીદી” જાય છે મુકીને, મમતા મહિયર ની…
ખુશીથી ભરેલી છે આ દુનિયા પણ પ્રેમ વિના કાંઈ નથી, ફૂલો છે ઘણા બાગમાં પણ સુગંધ વિના કાંઈ નથી, જીવન ખુશીથી જીવવું છે પણ સાથે વિના કાંઈ નથી, પ્રસંગ છે અમારા આંગણે પણ તમારા આશીર્વાદ વિના કાંઈ નથી….
મીઠા મધુર એવા લગ્નના પ્રસંગમાં,
સ્નેહના રંગોથી રંગોળી પૂરાવજો;
કુમકુમ કેરા સાથીયા બનશે અમારા આંગનમાં,
આપનો કિંમતી સમય ફાળવી અમારા બહેનના લગ્નમાં જરૂરને જરૂર આવશોજી….
ભમરાને ગુંજન વિના ન ચાલે, કોયલ ને કુંજન વિના ન ચાલે, તમે અમારા એવા મહેમાન બનો કે અમને તમારા વિના ન ચાલે; અમારી લાડકી દીદીના લગ્નમાં જરૂરને જરૂર આવજો હો…ને….
કુમકુમ પત્રિકાને ન જાણતા કાગળનો ટુકડો
રૂબરૂ મળ્યા સરીખા જાણશોજી,કરજોડી
વિનવીયે તમને અમારા દીદીના લગ્ન પ્રસંગે જરૂર પધારશોજી…
હેતની હેલી અને પ્રેમનું સાગર છે અમારી બેન, હસતા લડતા મીઠા સ્મરણોની તસ્વીર છે અમારી બેન, રૂમઝૂમ ઝાંઝર ઝણકારી અમારા ઘરને દીવાઓથી દીપાવતી છે અમારી બેન , હવે પીયુના ઘરને ખુશીઓથી દિપાવવા પાનેતરની ચુંદડી ઓઢી, ઘરના દ્વારે વાટ જોતી ઉભી અમારી બેન, તેને હર્ષોલ્લાસથી વળાવવા જરૂર આવજો…
મિત્રો, તમે ઉપર ઘણાં બધા Gujarati Tahuko, Gujarati Kankotri Tahuko, Gujarati Kankotri For Daughter જોયા. અમને આશા છે કે તમને આ બધા ટહુકા ગમ્યા હશે, જો તમને આ આર્ટીકલ પસંદ આવ્યો હોય તો તમારા મિત્ર કે પરિવારજનોને શેર જરૂર કરજો જેથી તેઓને પણ આવા મધુર Gujarati Tahuko મળી રહે.