Fastag Gujarat : ભારત એક ઉપખંડ જેટલો વિશાળ દેશ છે, જેના લીધે અહીં વસ્તી પણ ખુબજ પ્રમાણમાં છે એ કારણે શહેરોમાં કે શહેરોની બહાર વાહનોની ટ્રાફિક જોવા મળે છે તેમજ ટોલ નાકા પર ટોલ ટેક્ષ ભરવા માટે વાહનોની લાંબી કતાર લાગેલી હોય છે, માટે આ સમસ્યાના ઉકેલ માટે NHAI Fastag ફરજિયાત કરવામાં આવ્યો છે.
Fastag Gujarat વાહનોમાં લગાવાથી વાહનોનો ટોલ ટેક્ષ ઓટોમેટીક કપાઈ જાય છે, વાહને ટોલ નાકા પર ઉભું રહેવું પડતું નથી.
Fastag શું છે? | Fastag Gujarat
ટોલ ટેક્ષ પર વાહનોની ભીડ ભેગી ના થાય તે માટે દરેક વાહનોમાં એક યુનિક કાર્ડ લગાડવામાં આવે છે. જેનાથી તમારે ટોલ ભરવા ઉભું રહેવું પડતું નથી તે કાર્ડમાં કરાવેલ રીચાર્જ દ્વારા ટોલ ટેક્ષ પર લગાવેલાં સેન્સર દ્વારા કપાઈ જાય છે.
FASTag એ ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન ટેકનોલોજી છે. જેમાં માઇક્રો કોડ અથવા ચિપ્સ હોય છે, જેમાં તમારી અને વાહનની માહિતી સેવ થાય છે તેમજ તેમાં ટેક યુનિક નંબર આપવામાં આવે છે જેમાં તમારે રિચાર્જ કરવાનું હોય છે.
15 ડિસેમ્બર 2019 ના દિવસથી દરેક ટોલ પ્લાઝા (Toll Plaza) પર FASTag અનિવાર્ય કરી દેવામાં આવ્યો છે, અને દરેક વાહનોમાં પણ આ FASTag કાર્ડ લગાવાની સૂચના આપી દેવામાં આવી હતી. જે હવે અનિવાર્ય છે.
નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ Fastag ચાર્જ કરવા માટે BHIM એપ સાથે ચાર્જિંગ સિસ્ટમ શરૂ કરી છે. NPCI એ ગ્રાહકો માટે BHIM UPI સાથે NETC FASTag રિચાર્જ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે.
વાહનો અનુસાર FASTag ના કાર્ડનો રંગ નક્કી કરવામાં આવે છે. જેમાં બસ માટે લીલો કે પીળો રંગ તથા મીની બસ માટે નારંગી રંગ, વેન અને જીપને માટે બ્લૂ રંગ તેમજ ટ્રાન્સપોર્ટ વાહનોના માટે લાલ અને પીળા રંગના FASTag રાખવામાં આવ્યા છે. JCB તેમજ અન્ય નિર્માણ કાર્યમાં ઉપયોગમાં આવે તેવાં સાધનો માટે ગ્રે રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ટ્રકને તેમની ક્ષમતા અનુસાર રંગ આપવામાં આવ્યા છે. જેમાં 54,200 કિલોથી વધારેના વજનના ટ્રક માટે આસમાની રંગ, 25-54 હજાર કિલોના વજનના ટ્રક માટે ગુલાબી રંગ, 14,200 થી 25000 કિલોના વજનના ટ્રક માટે પીળો રંગ તથા 12-16 હજાર કિલો વજનના ટ્રક માટે લીલા રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
Fastag ક્યાંથી મેળવવું | Fastag Gujarat
તમારા વાહનમાં Fastag લગાવવા માટે તમારે ક્યાંય કચેરીએ ધક્કા ખાવાની જરૂર નથી તમે Fastag ને તમારી નજીકના સ્થળેથી સરળતાથી મેળવી શકો છો.
તમે Fastag ને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા સંચાલિત કોઈપણ ટોલ બૂથ પરથી મેળવી શકો છો.
મોટા પેટ્રોલપંપથી મેળવી શકો છો.
તમે ICICI, AXIS, SBI, બેંકો તેમજ ખાનગી બેંકો માંથી પણ Fastag મેળવી શકો છો.
Paytm અને Amazone પરથી પણ Fastag મેળવી શકો છો.
Fastag મેળવવાં ક્યા ક્યા દસ્તાવેજો જોઈએ | Fastag Gujarat
Fastag મેળવવાં માટે તમારે કેટલાક મહત્વના આધાર પુરાવાની જરૂર પડે છે, જયારે તમે Fastag કઢાવવા જાવ છો ત્યારે તમારે તે દસ્તાવેજો સાથે રાખવા જરૂરી છે.
- RC Book
- ઓળખનો પુરવો તરીકે આધારકાર્ડ કે ચુંટણીકાર્ડ
- ફોટા અને રહેઠાણનો પુરાવો
- ફાસ્ટેગ મેળવવા માટે સિક્યોરિટી ડિપોઝીટ આપવી પડશે.
Fastag આવી ગયા પછી તમારે તેમાં નિતમિત સમયે રીચાર્જ કરતા રહેવું પડે તેમજ માય ફાસ્ટટેગ મોબાઇલ એપમાં તમામ માહિતી અપડેટ કરતી રહેવાની રહેશે.
નિયમો અને દંડ
જ્યારે તમે ટોલ પ્લાઝા પરથી પસાર થાઓ છો અને તમારી પાસે તમારા વાહન સાથે FASTag જોડાયેલ હોય તો FASTag વાળા રસ્તા માંથી જ પસાર થાઓ.
જો તમારી પાસે FASTag નથી અને તમે ટોલ પ્લાઝા પર FASTag લાઇનમાં તમારું વાહન જવા દો છો, તો તમારે ટોલ ટેક્ષના ડબલ રૂપિયા ચૂકવવા પડશે.
FASTag માત્ર એક જ વાહન માટે છે. જો તમારી પાસે એક કરતા વધુ વાહનો છે, તો તમારે અલગ Fastag જારી કરવા પડશે.
જો તમે વારંવાર ટોલ પ્લાઝા પરથી મુસાફરી કરો છો, તો તમે બેંકની મદદથી માસિક પાસ પણ મેળવી શકો છો.
મુસાફરીના 24 કલાકમાં પાછા ફરવા પર ટોલ ટેક્સમાં અપાતી છૂટ મળશે, જે ગાડી પર માન્ય FASTag હશે તેમાં. પરંતુ જો તમે રોકડમાં ટોલ ટેક્સ ચૂકવો છો, તો તમને 24 કલાકની અંદર રિટર્ન પર ટોલ ટેક્સમાં છૂટ નહીં મળે.
NHAI ના કલેક્શન સુધારા નિયમો અનુસાર, જો કોઈ વાહનમાં FASTag ફીટ કરવામાં આવ્યું હોય અને તેમાં બેલેન્સ પણ હોય, પરંતુ ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખામીને કારણે ટોલ પ્લાઝા પર ચૂકવણી થઈ શકે નહીં. તો ટોલ પ્લાઝા પરથી વાહનોને વિનામૂલ્યે પસાર થવા દેવામાં આવશે.
Fastag ક્યાંથી મેળવવું?
પેટ્રોલપંપથી, ICICI, AXIS, SBI, બેંકો તેમજ ખાનગી બેંકો માંથી, Paytm અને Amazone પરથી મેળવી શકાય છે.
Fastag મેળવવાં ક્યા ક્યા દસ્તાવેજો જોઈએ?
FASTag મેળવવાં RC Book, આધારકાર્ડ, ફોટા, ચુંટણીકાર્ડ જેવા સામાન્ય દસ્તાવેજો જોઈએ.
સમાપ્તિ
તો મિત્રો આજે આપણે આ આર્ટીકલમાં Fastag વિશેની સંપૂર્ણ માહિતી મેળવી, હું આશા રાખું છું કે Fastag વિશેની બધી જ માહિતીથી તમે વાકેફ થયા હશો, જો તમને અમારી આ માહિતી ગમી હોય તો તમારા મિત્રો સુધી જરૂર શેર કરો. જેથી તેઓને પણ આવી રસપ્રદ માહિતી મળી રહે.