બહેડા વિશે માહિતી | બહેડાના ફાયદા, ઉપયોગ અને નુકસાન | Baheda Benefits In Gujarati

Baheda In Gujarati : ભારતીય પરંપરામાં ઘણાં ઔષધી વૃક્ષો તેમજ વનસ્પતિનો સમાવેશ થાય છે. જે શરીરને આયુર્વેદિક રીતે કોઈપણ સમસ્યા સામે રક્ષણ કરવા માટે ઉપયોગી બને છે. ભારતમાં બહેડા, હરડે, આમળા, અશ્વગંધા, અરડૂસી, એલસી, અરીઠા જેવા અનેક ઔષધીય તત્વો છે જે ઘણાં રોગો સામે લડવામાં મદદરૂપ થાય છે. જેમાંથી આપણે અહીં બહેડા વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

બહેડાના વૃક્ષનું નામ તમે સાંભળ્યું હશે, અને થોડાં ઉપયોગ પણ, પણ આજે આ આર્ટીકલ દ્વારા હું તમને બહેડાના ઉપયોગ, ફાયદા, નુકસાન, તેમજ તેના ઝાડ, ફળ વિશેની બધીજ માહિતી આપીશ તો તમે આ આર્ટીકલને અંત સુધી વાંચો અને તમારા મિત્રોને પણ શેર કરો. Baheda In Gujarati

Baheda In Gujarati

બહેડા વિશે માહિતી | Baheda In Gujarati

Baheda In Gujarati : બહેડાંના એ એક વૈદિયુગથી ચાલ્યું આવતું પરંપરાગત ઔષધ છે, જેનો ઉપયોગ કરવાથી શરીરમાં અનેક રોગો સામે તે રક્ષણ આપે છે. બહેડાનું વૈજ્ઞાનિક નામ ટરમિનાલીયા બેલેરિકા છે અને તે કોમ્બ્રીટેસી કુળની વનસ્પતિ છે તેમજ બહેડાંને સંસ્કૃતમાં બિલીટીક તરીકે ઓળખવામાં આવે છે.

બહેડાંના વૃક્ષ લગભગ ભારતભરમાં બધે જ પ્રદેશમાં જોવા મળે છે, પરંતુ શુષ્ક પ્રદેશોમાં થતું નથી. તે વડની જેમ તોતિંગ અને ઘટાદાર હોય છે. તેની ઊંચાઈ લગભગ 40 મીટર જેટલી હોય છે. તેના પાંદડા 5થી 26 સેમી. લાંબાં અને 2.7થી 15.5 સેમી. જેટલા પહોળાં હોય છે, જે આછાં પીળાં કે સફેદ રંગના હોય છે. બહેડાંના ફળ ગોળ અને પાંચ ખૂણાવાળા હોય છે. બહેડા એ ત્રિફળામાં (બહેડા, આમળા અને હરડે) વપરાતું એક ઔષધ છે. આ ત્રણેયની છાલનું ચૂર્ણ એટલે ત્રિફળા.

બહેડાંના ઝાડ ભેજવાળા ખીણોના પ્રદેશોમાં સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે. બહેડાંના ઝાડ સાગ, સાલ તેમજ અન્ય મહત્વના વૃક્ષો સાથે સહયારા તરીકે છૂટાંછવાયાં થાય છે. તેને માર્ચ કે એપ્રિલ મહિનામાં બીજ વાવી પિયત કરીને રોપા ઉછેરવામાં આવે છે. તેનું લાકડું પીળાશ પડતું થોડાં ભૂખરા રંગનું હોય છે.

ગુજરાતના તાપી જિલ્લામાં ડોલવણ તાલુકાના ચુનાવાડી ગામમાં એક 500 વર્ષ જૂનું દુર્લભ વિલક્ષણ તોતિંગ બહેડાંનું વૃક્ષ આવેલું છે. જેનો નજરો એકદમ વિલક્ષણ છે. આ બહેડાંના વૃક્ષનું થડ એટલું વિશાળ છે કે જેને 19 લોકો જયારે એકબીજાના હાથ પકડી તેને ઘેરી વળે તેવડું તેના થડનું કદ છે. આ વૃક્ષ એક ઈતિહાસનું ધરોહર છે, જેની દેખભાળ ગુજરાત વન વિભાગ દ્વારા કરવામાં આવે છે.

આ વૃક્ષ સાથે અહીંના આદિવાસીઓની આસ્થા પણ જોડાયેલી છે. જેઓ મંગળવારે રવિવારે બહેડાના વૃક્ષનું પૂજન કરે છે તેમજ ઉત્તર પૂર્વ દિશામાં મુખ રાખી વૃક્ષના પાન, મૂળની તેમજ તેની આવરદાની માંગણી પણ કરે છે. આદિવાસીઓ તેના પર્ણ અથવા મૂળને લાલ કપડાંમાં વિંટાળીને ઘરના મંદિરમાં અથવા તિજોરીમાં રાખે છે. કલ્પવૃક્ષની જેમ આ વૃક્ષની પણ પૂજા અર્ચના કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે એવી આદિવાસી લોકોની શ્રધ્ધા જોડાયેલી છે.

બહેડાના ફાયદા | Baheda Benefits In Gujarati

બહેડાના આખા ફળ તેમજ તેનું ચૂર્ણ એ બંને તમારી નજીકની કોઈપણ ગાંધીની દુકાને તેમજ દેશી ઓસડીયાની દુકાનેથી સરળતાથી મળી રહે છે. બહેડા સ્વાદમાં થોડાં તીખા, તુરા અને કડવા હોય છે.

કફ દુર કરવા રામબાણ : જે લોકોને ખાસ કરીને શિયાળાની ઋતુમાં છાતીમાં કફ જામી ગયો હોય તેવા લોકોએ બહેડાના ફળને ચૂકવી તેનું ચૂર્ણ બનાવી લેવું, હવે તે ચૂર્ણમાં થોડું મધ ભેળવીને તેને આંગળી વડે ચાટવાથી કફની સમસ્યા જડમૂળ માંથી દુર થાય છે.

ઉધરસ-ખાંસી : ઉધરસ માટે બહેડા ખુબજ ઉપયોગી છે, જો તમને અતિશય ઉધરસની બીમારી હોય તો બહેડાની છાલનો ટૂકડો મોં માં રાખી તેનો રસ પીવાથી ઉધરસ મટાડવા માટે ઘણો ફાયદો થાય છે. જેનો ઉપયોગ આબાલવૃદ્ધ કરી શકે છે.

ઘણાં લોકોને સૂકી ખાંસીની બીમારી હોય છે, સૂકી ખાંસીને દુર કરવા માટે 10 ગ્રામ બહેડાનું ચૂર્ણ લઈ તેમાં થોડું મધ મિક્ષ કરી સવાર, બપોરે અને રાતે જમ્યા પછી એક ચમચી જેટલું લેવાથી સૂકી ખાંસી સંપૂર્ણ મટી જશે.

આંખોની સમસ્યા માટે ઉપયોગી : આખોની ઘણી બધી સમસ્યા સામે બહેડાનું ચૂર્ણ રક્ષણ આપે છે, બહેડાનું ચૂર્ણ તેમજ તેની સાથે સાકર ભેળવીને તેનું નિયમિતપણે સેવન કરવાથી આંખોની રોશની વધે છે.

ખરતાં વાળ માટે ઉપયોગી : બહેડાના ફળની અંદરના બીજમાંથી બહેડાનું તેલ કાઢવામાં આવે છે, જે તેલ ઘણી બીમારી માટે ઉપયોગી છે. જો તમને વાળ ખરતા હોય, વાળ લાંબા નથી થતાં, વાળ સફેદ થતાં હોય,ખોડો થતો હોય જેવી અનેક વાળ સંબંધિત સમસ્યા માટે ઉપયોગી છે.

રાતે બે ચમચી બહેડાનું ચૂર્ણ લઈ તેમાં એક ચમચી પાણી મિક્ષ કરી સવાર સુધી પલાળી રાખો હવે સવારે તેને વાળના મૂળ સુધી પોંહચે એ રીતે માથામાં લગાવી એક કલાક રહેવા દો પછી માથું ધોઈ લેવાનું, આ રીતે નિયમિત કરવાથી વાળ ખારવાની સમસ્યાનું નિરાકરણ થઈ જશે તેમજ ખોદો પણ દુર થઈ જશે.

બહેડાના તેલનું નિયમિતપણે માથામાં માલીશ કરવાથી વાળને લગતી તમામ સમસ્યા દુર થાય છે.

રક્તસ્રાવ બંધ કરવા માટે ઉપયોગી : તમને શરીરમાં કોઈ ઈજા થઈ હોય અને લોહી વહેતું હોય તો તે ઘાવ ઉપર બહેડાનું ચૂર્ણ લગાવી દેવાથી રક્તસ્રાવ તુરંત બંધ થાય છે. તેમજ ગુમડા કે સોજા ઉપર બહેડાના ચૂર્ણની લોદી બનાવી તે જખમ ઉપર લગાવાથી ખુબજ ફાયદો થાય છે.

કમળો સામે ઉપયોગી : જો તમને કમળો હોય તો બહેડાની છાલનું ચૂર્ણ લઈ તેમાં મધ ભેળવીને સવારે અને રાત્રે તેનું એક ચમચી સેવન કરવાથી શરીર માંથી કમળાની અસર ધીમે ધીમે દુર થવા પામશે.

ખીલ, સ્કીન એલર્જી : ચહેરા પર ખીલ તેમજ સ્કીન એલર્જીની સમસ્યા હોય તો તમે બહેડાના ચૂર્ણનો લેપ લગાવી શકો છો, જેનાથી ખીલ અને સ્કીન એલર્જીની સમસ્યા દુર થશે.

કબજિયાતમાં રાહત આપે છે : વર્ષોથી જૂની કબજિયાતની સારવારમાં બહેડાના ઉપયોગની ભારપૂર્વક ભલામણ કરવામાં આવે છે. તે યકૃત દ્વારા પિત્તના સ્ત્રાવને વેગ આપે છે, જેનાથી આંતરડા અને યકૃતની પેરીસ્ટાલિસ પર કાર્ય કરે છે, જેના લીધે મોટા આંતરડામાંથી મળના દ્રવ્યને સરળ રીતે પસાર થવા દે છે.

તાવ માટે ઉપયોગી : પરોપજીવી અને એન્ટિ-પાયરેટિક અસરોથી ભરપૂર બહેડાનો ઉપયોગ વિવિધ પ્રકારના તાવની સારવારમાં અસરકારક રીતે થાય છે. બીજનું તેલ અને પાવડર શરીરનું તાપમાન ઘટાડે છે અને સૂક્ષ્મજીવાણુઓના વિકાસને અટકાવે છે અને તેથી શરીરમાં ચેપને વધતા અટકાવે છે.

બહેડાના ઝાડ, પર્ણનો અન્ય ઉપયોગ | Baheda Benefits In Gujarati

મિત્રો આપણે ઉપર બહેડાના વિવિધ ફાયદા જોયા જે કેટલીય રોગની સમસ્યામાં ઉપયોગી છે હવે આપણે અહીં બહેડાના કેટલાંક અન્ય ઉપયોગ જોઈશું જેનો ઉપયોગ કરીને વિવિધ ફાયદાઓ મેળવી શકાય છે.

હિમાચલ પ્રદેશ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તેમજ આસામમાં બહેડાના પર્ણોનો ઉપયોગ ઘાસચારા તરીકે કરવામાં આવે છે. બહેડાના પર્ણમાં 15.06% અશુદ્ધ પ્રોટીન રહેલો હોય છે. જેનો ઉપયોગ રેશમના કીડા ઉછેરવા માટે કરવામાં આવે છે.

બહેડાંની છાલનું 3 થી 5 ગ્રામ ચૂર્ણ પાણીમાં મિક્ષ કરી તેને લેવાથી ખસી ગયેલી પિચોટી ફરી ઠેકાણે આવે છે.

બહેડાંનું ચૂર્ણ વાટી સ્ત્રીના દૂધમાં મધ સાથે ભેળવી આંખે આંજવાથી આંખનું ફૂલું મટે છે. બહેડાના પાકા ફળની છાલ કફનાશક, મરડાનાશક, ઝાડા તથા શ્વાસ માટે ઉપયોગી છે.

બહેડાના લાકડાનો ઉપયોગ ઉપયોગ ઓજારોના હાથા, બળદ, ઘોડા, ઊંટ વગેરેનાગાડાં બનાવવા, હોડી બનાવવા, વહાણનું તૂતક કે સપાટ પાટિયાં માટે, મકાન-બાંધકામમાં મુખ્ય વળી માટે, ખોખાં, કૃષિનાં લાકડાના ઓજારો બનાવવા માટે તેમજ બળતણ અને કોલસો બનાવવામાં ઉપયોગ થાય છે.

તો, મિત્રો આપે જોયું કે બહેડાના કેટલાય ઉપયોગ આપણને રોજબરોજના કામકાજમાં થાય છે. બહેડાનો ઉપયોગએ આપણા માટે એક રામબાણ સમાન છે, તેનો ઉપયોગ દરેકે કરવો જ જોઈએ જે આપણા શરીર માટે લાભદાઈ નીવડે છે.

બહેડાના ફાયદા ક્યા ક્યા છે?

કફ દુર કરવા, ઉધરસ-ખાંસી, આંખોની સમસ્યા માટે ઉપયોગી, ખરતાં વાળ માટે ઉપયોગી, રક્તસ્રાવ બંધ કરવા માટે ઉપયોગી, ખીલ, સ્કીન એલર્જી જેવી અનેક સમસ્યા સામે ઉપયોગી છે.

બહેડાના ઝાડના લાકડાનો ઉપયોગ ક્યાં થાય છે?

બહેડાના લાકડાનો ઉપયોગ ઉપયોગ ઓજારોના હાથા, બળદ, ઘોડા, ઊંટ વગેરેનાગાડાં બનાવવા, હોડી બનાવવા, વહાણનું તૂતક કે સપાટ પાટિયાં માટે, કૃષિનાં લાકડાના ઓજારો બનાવવા માટે તેમજ બળતણ તરીકે ઉપયોગ થાય છે.

બહેડાંના ઝાડ ક્યાં જોવા મળે છે?

બહેડાંના ઝાડ લગભગ ભારતભરમાં બધે જ પ્રદેશમાં જોવા મળે છે, બહેડાંના ઝાડ ભેજવાળા ખીણોના પ્રદેશોમાં સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે.

બહેડાનું વૈજ્ઞાનિક નામ શું છે?

બહેડાનું વૈજ્ઞાનિક નામ ટરમિનાલીયા બેલેરિકા છે.

સમાપ્તિ

મિત્રો આપણે આ આર્ટીકલમાં Baheda In Gujarati વિશે માહિત મેળવી જેમાં આપણે બહેડાના ફાયદા, ઉપયોગ તેમજ બહેડાના વિવિધ રોગો સામે ઉપયોગની પણ જાણકારી મેળવી, જો મિત્રો આયુર્વેદિક ઝાડ બહેડા વિશેની માહિતી તમને ગમી હોય તો તમારા મિત્રો સુધી શેર જરૂર કરો.

નોંધ:- અહીં આપવામાં આવેલી માહિતી સોસિયલ મીડિયા, સમાચાર પત્રો તેમજ ઈંટરનેટના માધ્યમથી એકઠી કરેલી છે, જો તમને કોઈ ગંભીર બીમારી હોય તો બહેડાનો ઉપયોગ કરતા પહેલાં ડોકટરની સલાહ લેવી ભારપૂર્વક સૂચન છે. અન્ય કોઈ સાઈડ ઈફેક્ટથી અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.

Photo of author

Mahesh Vansh

https://gujarati.webinformer.in/

My name is Mahesh Vansh and I am the author of this blog, through this blog I will update you about the latest information.

Leave a Comment