એશ ગોર્ડ નો ગુજરાતીમાં અર્થ શું થાય? Ash gourd in Gujarati

મિત્રો, આજે આપણે અહીં Ash gourd in Gujarati વિશે માહિતી મેળવીશું, Ash gourd શું છે, તેના ફાયદા ક્યા ક્યા છે, જેવી અનેક માહિતી આપણે અહીં જાણીશું, Ash gourd ને ગુજરાતીમાં શું કહેવામાં આવે છે તેમજ એના સંબંધિત તમામ માહિતી આપણે આ આર્ટીકલમાં મેળવીશું.

Ash Gourd In Gujarati

Ash gourd in Gujarati : મિત્રો અમુક અંગ્રેજી નામો હોય છે જેને જેનો તમે ગુજરાતી અર્થ સમજી શકતા નથી, પણ આપણે અહીં Ash gourd in Gujarati માં તેની સંપૂર્ણ માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું, તો મિત્રો આ આર્ટીકલ અંત સુધી વાંચો અને Ash gourd in Gujarati વિશે ની બધીજ માહિતી મેળવો.

એશ ગોર્ડ શું છે? Ash Gourd In Gujarati

સૌથી પહેલાં તમારા મનમાં એ સવાલ થાય કે આ એશ ગોર્ડ શું છે? પણ મિત્રો હું તમને અહીં બહુજ સરળ શબ્દોમાં Ash Gourd Meaning In Gujarati માં સમજાવીશ.

એશ ગોર્ડ (white pumpkin) એ કોળાનો જ એક પ્રકાર છે, તે એક મોટી અને લીલી છાલ જેવું દેખાવમાં લાગે છે, તે તરબૂચના કદ જેટલું હોય છે. જેનો ઉપયોગ મુખ્યત્વે પેઠા નામની મીઠાઈઓ બનાવવા માટે થાય છે. ઘણા લોકો તેમાંથી શાક પણ બનાવે છે. અને તેને શાકભાજીની સાથે સંભાર તરીકે પણ આપવામાં આવતું હોય છે. તેને ચાઈનીઝ તરબૂચ અને સફેદ કોળું તરીકે પણ ઓળખવામાં આવે છે.

એશ ગોર્ડ મૂળ દક્ષિણ અને દક્ષિણપૂર્વ એશિયાના વિસ્તારનું છે. જે જાવા અને જાપાન સહિત સમગ્ર એશિયામાં ઉદ્દભવ્યું હોવાનું માનવામાં આવે છે. આ પ્રકારના તુંબડા 96% પાણી હોય છે અને તેમાં પ્રોટીન, ચરબી અને કેલરી ખૂબ જ ઓછું હોય છે. જો કે, આ ફળ ફાઈબરમાં વધુ માત્રમાં જોવા મળે છે.

તેનો છોડ બરછટ અને રુવાંટીવાળું દાંડી સાથે જાડા વેલા જેવો હોય છે. તેની વેલ 4-12 ઇંચ (10-30 સે.મી.) લાંબી પહોળાઈ સાથે મોટા, ખરબચડી પાંદડા ધરાવે છે.

સફેદ કોળામાં ઓછી માત્રામાં વિટામિન B, આયર્ન, મેંગેનીઝ, કોપર, ફોસ્ફરસ તેમજ મેગ્નેશિયમ પણ હોય છે. જો કે, આ તત્વો સામાન્ય રીતે પોષક તત્વોના 3% કરતા વધુ હોતા નથી. આમાં ઝીંક 6% સુધી, રિબોફ્લેવિન 8% સુધી, વિટામિન C દૈનિક મૂલ્યના 14% સુધી, કેલરી 13% સુધી, ચરબી 1 ગ્રામ કરતાં ઓછી, પ્રોટીન 1 ગ્રામ કરતાં ઓછું, કાર્બોહાઇડ્રેટ 3 ગ્રામ, અને ફાઇબર 3 ગ્રામ સુધીના મિનરલ્સ અને ખનીજ તત્વો જોવા મળે છે.

એશ ગોર્ડ (કોળું)ના ફાયદા | Ash Gourd Benifits | Ash Gourd In Gujarati

મિત્રો એશ ગોર્ડ (કોળું)ના ઘણાં બધા ફાયદાઓ છે. એશ ગોર્ડ (કોળું) એ આપણા શરીરમાં ઘણાં પોષક તત્વો અને મિનરલ્સ પૂરું પાડે છે એશ ગોર્ડ (કોળું)ને દરરોજ સેવન કરવાથી આપણું શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે. તો ચાલો મિત્રો જાણીએ એશ ગોર્ડ (કોળું)ના ફાયદા.

  • તમે આ ફળનું સીધું સેવન કરી શકો છો અથવા તેના લોટનો ઉપયોગ કરી શકો છો. જે તમને પેટની અનેક સમસ્યાઓથી દૂર રાખશે અને વજન ઘટાડવામાં પણ મદદ કરી શકે છે.
  • જો તમે કબજિયાત અને ગેસ જેવી પેટ સંબંધિત સમસ્યાઓથી પરેશાન છો તો એશ ગોર્ડ (કોળું) તમને રાહત આપી શકે છે.
  • જો તમે અપચો અથવા પેટની અન્ય કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હોવ તો આ ફળ તે સમસ્યાનો સામનો કરવામાં ખૂબ મદદરૂપ થઈ શકે છે.
  • આમાં વિટામિન C ઉપરાંત, તે ફ્લેવોનોઈડ્સ અને કેરોટિનનો સારો એવો સ્ત્રોત જોવા છે, બે એન્ટીઑકિસડન્ટો કે જે તમારા શરીરને કોષોના નુકસાન અને ડાયાબિટીસ 2 અને હૃદય રોગ જેવી કેટલીક પરિસ્થિતિઓ સામે રક્ષણ આપવામાં મદદ કરે છે.
  • કમળાના દર્દીઓને ડોકટરો પણ દરરોજ એશ ગોર્ડ (કોળું)નું સેવન કરવાની સલાહ આપે છે. આથી તે કમળા જેવા રોગોમાં પણ ખૂબ જ ફાયદાકારક છે.
  • આ ફળની ઓછી કેલરી, ઉચ્ચ ફાઇબર અને ઉચ્ચ પાણીની માત્રા તમારા પાચનને સુધારવામાં મદદ કરી શકે છે અને તમને શરીરનું વજન જાળવવામાં પણ મદદ કરે છે. જેમ તમે જાણો છો, જે ખોરાકમાં ચરબી ઓછી હોય છે અને પાણી વધારે હોય છે તે ખોરાક વજન ઘટાડવામાં મદદ છે.
  • ઘણા લોકો ચિંતાથી પીડાય છે, તેમના માટે એશ ગોર્ડ (કોળું) ખૂબ જ ફાયદાકારક છે. તેમાં રહેલું પ્રોટીન અને વિટામિન ચિંતા ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે.
  • એશ ગોર્ડ (કોળું)ના લોટમાં ફાઈબર પણ વધુ માત્રામાં જોવા મળે છે જે તમારા આંતરડામાં જેલ જેવો પદાર્થ બનાવે છે, જે તમારી પાચનક્રિયાને ધીમું કરે છે અને તમને ભૂખ ઓછી લાગે છે. આ લોટમાં ખાસ કરીને કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ પણ ઓછું હોય છે, જે તે લો-કાર્બોહાઇડ્રેટ ડાયેટ ધરાવતા લોકો માટે યોગ્ય બનાવે છે.
  • એશ ગોર્ડ (કોળું)માં વિટામીન B અને વિટામિન C નો સમાવેશ થાય છે જે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખુબજ ઉપયોગી બને છે. રોગપ્રતિકારક શક્તિ વધવાથી સામાન્ય દિવસોમાં થતી બીમારી સામે રક્ષણ મળે છે.
  • એશ ગોર્ડ (કોળું)નો લોટ પરંપરાગત રીતે ચીનની સંસ્કૃતિમાં આયુર્વેદિક દવાઓમાં વિવિધ રોગોની સારવાર માટે સદીઓથી ઉપયોગમાં લેવાય છે. એવું પણ અનુમાન છે કે આ ફળનો હવે એનર્જી લેવલ વધારવા અને સરળ પાચન માટે વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
  • અમુક લોકોને નાક માંથી લોહી વહેવાની સમસ્યા રહેતી હોય છે તે લોકોએ એશ ગોર્ડ (કોળું)નું જ્યુસ પીવું જોઈએ. જેનાથી નાક માંથી લોહી આવતું બંધ થઈ જશે.
  • એશ ગોર્ડ (કોળું)માં વિટામીન B અને વિટામિન C ભરપૂર માત્રામાં હોય છે. પેઠાને હીંગ સાથે ખાવામાં આવે તો પથારીમાં ઘણી રાહત મળે છે. આ ફળ આંતરડામાં કે અન્ય ભાગોમાં અલ્સર જેવી સમસ્યાને અટકાવી શકે છે.
  • મોટી ઉંમર થતાં ઘણાં લોકોને આંખોને લગતી બીમારી થતી હોય છે જે બીમારી થવાનું કારણ વિટામીન B, પણ એશ ગોર્ડ (કોળું)માં વિટામીન B સારા એવા પ્રમાણમાં મળી રહે છે, માટે આંખોને લગતી બીમારીના દર્દીએ એશ ગોર્ડ (કોળું)નું જ્યુસ તરીકે સેવન કરવું જોઈએ.
  • તમને ડાયાબિટીસ જેવી સમસ્યાઓ સામે થોડું રક્ષણ આપી શકે છે. કારણ કે આ એશ ગોર્ડ (કોળું)ના સેવનથી બ્લડ શુગર, ટ્રાઈગ્લિસરાઈડ અને ઈન્સ્યુલિનનું સ્તર ઘટાડી શકે છે. તેમજ એશ ગોર્ડ (કોળું)નું કાયમી સેવન કરવાથી વધી ગયેલાં કોલેસ્ટ્રોલને પણ ઘટાડે છે.

એશ ગોર્ડ (કોળું)ના નુકસાન | Ash Gourd In Gujarati | Side Effect

મિત્રો એશ ગોર્ડ (કોળું)ના થોડાક Side Effect પણ છે જે તમારે જાણવા ખુબજ જરૂરી છે, જેનાથી તમે સાવચેત રહીને તેનું સેવન કરી શકો.

એશ ગોર્ડ (કોળું) તેને ઠંડું માનવામાં આવે છે, જો તમને શરદી, ઉધરસ, તાવ તેમજ અસ્થમા જેવી બીમારી હોય તે દરમીયાના એશ ગોર્ડ (કોળું)નું જ્યુસ ન પીવું જોઈએ.

Ulcerative Colitis જેવી બીમારી હોય ત્યારે તમારે પહેલા બે ત્રણ દિવસ એશ ગોર્ડ (કોળું)નું જ્યુસ પી ને તેની અસર જણાવી જોઈએ, જો કોઈ શરીરમાં બદલાવ દેખાય તો તમારે તેનું જ્યુસ પીવું ન જોઈએ.

એશ ગોર્ડ (કોળું)નું જ્યુસ કેવી રીતે બનાવવું

એશ ગોર્ડ (કોળું)નું જ્યુસ બનાવવા માટે સૌપ્રથમ તમારે બજાર માંથી એશ ગોર્ડ (કોળું) લાવી, પછી તેની છાલ ઉતારી તેના નાના નાના ટૂકડા કરી દેવાના, પછી તેને મીક્ષરમાં નાખી તેને એકરસ બનાવી દેવાનું. પછી તેને કોઈ આછા કાપડમાં નાખી તેનું પ્રવાહી અને વધારાના પદાર્થને અલગ કરી લેવાનું, હવે જે પ્રવાહી છે એ તમારું જ્યુસ બની ગયું. હવે તમે તેમાં લીંબુ, નમક (Salt), અને લવિંગ પાઉડર ઉમેરી પી શકો છો.

FAQs :- વારંવાર પૂછાતા પ્રશ્નો

એશ ગોર્ડ શું છે?

એશ ગોર્ડ (white pumpkin) એ કોળાનો જ એક પ્રકાર છે, તે એક મોટી અને લીલી છાલ જેવું દેખાવમાં લાગે છે, તે તરબૂચના કદ જેટલું હોય છે.

Ash Gourd In Gujarati Name

એશ ગોર્ડને ગુજરાતીમાં સફેદ તુમડું કે કોળું તરીકે ઓળખવામાં આવે છે.

એશ ગોર્ડ (કોળું)ના ફાયદા ક્યા ક્યા છે?

રોગપ્રતિકારક શક્તિ વધારે, પાચનતંત્ર મજબુત બનાવે, આંખની દૃષ્ટિ સંબંધિત બીમારીમાં ઉપયોગી, ડાયાબિટીસ, વજન ઘટાડવો જેવી અનેક બાબતોમાં એશ ગોર્ડ (કોળું) ફાયદાકારક છે.

Photo of author

Mahesh Vansh

https://gujarati.webinformer.in/

મારું નામ મહેશ વંશ છે અને હું આ બ્લોગ નો લેખક છું, આ બ્લોગ મારફતે હું તમને અવનવી માહિતી વિશે વાકેફ કરીશ.

Leave a Comment