Anxiety meaning in Gujarati | Anxiety એટલે શું? જાણો ગુજરાતીમાં

Anxiety Meaning In Gujarati એટલે ચિંતા, બેચેની આજના સમયનો વ્યક્તિ ખુબજ ચિંતામાં રહેલો છે, ક્યાંકને ક્યાંક તે ઝડપી જીવનના દોરમાં પોતાને મજબુત નથી રાખી શકતો અને ઘણી આફતોનો સામાનો કરવામાં પણ પોતે લઘુતાગ્રંથિ અનુભવે છે.

આજે આપણે અહીં Anxiety meaning in Gujarati વિશેની સમાજ મેળવીશું. Anxiety કે Disorder આ બંને શબ્દો એક સમાન જ છે. આપણે અહીં Anxiety ના લક્ષણો, કારણો, અને ઉપાયો વિશેની માહિતી મેળવીશું, તો મિત્રો તમે આ આર્ટીકલને અંત સુધી વાંચો.

Anxiety Meaning In Gujarati

Anxiety એટલે શું? | Anxiety Meaning In Gujarati

Anxiety Meaning In Gujarati એ અંગ્રજી શબ્દ છે, તેનો ગુજરાતી અર્થ ચિંતા, બેચેની, વ્યગ્રતા, ઈંતેજારી, ઉત્કંઠા, તાલાવેલી વગેરે થાય છે. એવી ચિંતા કે જે ચિંતા, ગભરાટ અથવા અસ્વસ્થતાની લાગણી કે સામાન્ય રીતે કોઈ નિકટવર્તી ઘટના અથવા અનિશ્ચિત પરિણામ સાથેની કંઈક વિશે મગજમાં ચાલતી ગડમથલ.

આજના ભાગદોડના સમયમાં વ્યક્તિ કેટલીય બાબતોથી માનસિક રીતે પરેશાન રહેતો હોય છે, તે મનમાં ને મનમાં ખાલીપો અનુભવતો હોય છે. તેના મનામાં ઘણાં ઉલટ વિચારોની ઘોડા રેસ ચાલતી હોય છે, જેનાથી તે વ્યક્તિ માનસિક રીતે બહુ વ્યગ્ર બને છે.

વ્યક્તિને ચિંતા ઘણાં પ્રકારે થતી હોય છે, તે ચિંતા કોઈ ઘટનાના પશ્વાતાપની હોય શકે, ભવિષ્યની હોઈ શકે, જો પિતા હોય તો તેને બાળકોના શિક્ષણ, લગ્ન વગેરેની હોઈ શકે, વ્યક્તિના સામાજિક મોભાન પણ ચિંતા હોઈ શકે, આમાં અનેક પ્રકારે આજના સમયમાં વ્યક્તિ ચિંતા, વ્યગ્રતામાં રહેલો છે.

Anxiety-Disorder ના પ્રકાર | Disorder Meaning In Gujarati

Anxiety Meaning In Gujarati : Anxiety-Disorder એ એક માનસિક બીમારીનું જૂથ છે, જેમાં કેટલીય અલગ અલગ માનસિક બીમારીના વિશિષ્ટ જૂથોનો સમાવેશ થાય છે.

પેનિક Disorder : આ પ્રકારના ડિસઓર્ડરમાં, તમને અચાનક કોઈ પરિસ્થિતિનો અથવા ચોક્કસ વસ્તુનો ડર લાગે છે. ગભરાટ ભર્યા હુમલા દરમિયાન, તમને પરસેવો, છાતીમાં દુખાવો અને ધબકારા (અસામાન્ય રીતે મજબૂત અથવા અનિયમિત ધબકારા) અનુભવી શકાય છે. ક્યારેક તમને એવું લાગશે કે તમને ગૂંગળામણ થઈ રહી છે અથવા હાર્ટ એટેક આવી રહ્યો છે.

સામાજિક અસ્વસ્થતા Disorder : આ પ્રકારનાડિસઓર્ડર કે જેને સામાજિક ડર પણ કહેવાય છે, આ ત્યારે થાય છે જ્યારે તમે રોજિંદા સામાજિક પરિસ્થિતિઓ વિશે અત્યંત ચિંતા અને સ્વ-સભાનતા અનુભવો છો. આમાં, કોઈનો અભિપ્રાય જાણ્યા વિના, તમે નક્કી કરો છો કે તમે જે તે કાર્ય કરશો કે નહીં.

વિશિષ્ટ ફોબિયાસ : આ પ્રકારના અસ્વસ્થતા ડિસઓર્ડરમાં, તમે ચોક્કસ વસ્તુ અથવા પરિસ્થિતિ, જેમ કે ઊંચાઈ અથવા ઉડ્ડયનનો ભારે ભય અનુભવો છો. આમાં, તમારો ડર ઘણો વધી શકે છે અને સામાન્ય પરિસ્થિતિઓમાં પણ તમારા પર પ્રભુત્વ મેળવી શકે છે.

Anxiety-Disorder ના લક્ષણો | Symptoms Meaning In Gujarati

મિત્રો Anxiety-Disorder ના ઘણાં બધા લક્ષણો છે, જે લક્ષણોને ઓળખીને તમે Anxiety-Disorder થી ગ્રસ્ત છો એમ જાણી શકાય છે. અહીં હું તમને Anxiety-Disorder ના કેટલાક લક્ષણો જણાવીશ.

  • ઉંધવામાં તકલીફ.
  • ઝાડા થવા (Diarrhea)
  • ઝડપથી શ્વાસ લેવો.
  • ક્યારેક માંશપેશીમાં તણાવ જોવા મળે છે.
  • પેટમાં દુખાવો થવો.
  • કોઈની પ્રત્યે વધારે લાગણી અથવા દ્વેષ ઉત્પન થવો.
  • ભુખમાં ફેરફાર થવો.
  • વધુ પરસેવો આવવો.
  • જરૂરિયાત વગરની વસ્તુની જિદ્દ કરવી.
  • થાક લગાવો.
  • ચક્કર આવવા.
  • શરીરમાં ધ્રુજારી થવી.
  • વારંવાર પેશાબ કરવા જવું.

ચિંતાની માનસિક અસરો | Panic Meaning In Gujarati

ચિંતાની કેટલીક માનસિક અસરો પણ છે જે આપણને માનસિક રીતે નબળા બનાવી દેશે. જાણો કઈ છે ચિંતાની માનસિક અસરો.

  • બેચેન, વ્યક્તિ નિર્ણયો લેવામાં વધુ સમય લે છે અને તે નિર્ણયો સામાન્ય રીતે યોગ્ય નથી હોતા.
  • ચિંતા ડિપ્રેશન તરફ દોરી જાય છે.
  • વધુ પડતી ચિંતા નિરાશાવાદ તરફ દોરી જાય છે.
  • ચિંતા સમજણનો નાશ કરે છે.
  • ચિંતા કરનાર વ્યક્તિની એકાગ્રતા નબળી બની જાય છે.
  • આતુરતામાં વધારો થવો.

Anxiety-Disorder ના કારણો | Causes Meaning In Gujarati

Panic Meaning In Gujarati : Anxiety-Disorder ના કારણો બધા લોકોમાં અલગ અલગ જોવા મળે છે. અહીં આપેલા કારણો જો તમને પણ જોવા મળે તો તમારે કોઈ સારા ડોક્ટરની સલાહ લઈ સમયસર સારવાર કરાવવી જરૂરી છે.

  • ચીડિયાપણું આવે છે.
  • અધીરાઈ અને વ્યગ્રતા અનુભવાઈ છે.
  • અતિશય ગભરાટ અને નકારાત્મક વિચારોમાં જીવવું.
  • ગંભીર ઘટનામાં Anxiety-Disorderની સમસ્યા.
  • ભવિષ્ય વિશે નકારાત્મક લાગણીઓ ઉત્પન્ન થાય.
  • ધ્યાન કેન્દ્રિત કરવામાં અસમર્થતા લાગે.
  • નશીલા દ્રવ્યો સેવન કરવાનું મન થાય.
  • પોતાના આરોગ્યની ચિંતા વધે છે.

કેટલાક શારીરિક કારણો પણ ચિંતાનું કારણ બની શકે છે. થાઈરોઈડના દર્દીઓની જેમ અસ્થમા, ડાયાબિટીસ અને હૃદયરોગના દર્દીઓ, ડિપ્રેશનથી પીડિત લોકો પણ ચિંતાનો શિકાર બને છે. આ ઉપરાંત વ્યસનને કારણે કેટલીક વ્યક્તિત્વ વિકૃતિઓને કારણે પણ આ સમસ્યા થાય છે. આ રીતે વ્યક્તિને લાગવા માંડે છે કે તે જે કરે છે તેમાં માત્ર તે જ પરફેક્ટ છે અને બીજું કોઈ નથી.

ચિંતાથી બચવાના ઉપાયો

ચિંતા થાય એ બહુ સહજ વાત છે પણ તેનાથી બચવાના પણ ઘણાં ઉપાયો છે, જેનાથી તમે માનસિક રીતે અનુભવાતી ચિંતાથી બચી શકો છો. જે નીચે મુજબ છે.

આહાર પર નિયંત્રણ : ચિંતાની સમસ્યાના દર્દીએ આહાર પર પૂરતું ધ્યાન આપવું જોઈએ. તેણે શુદ્ધ અને પૌષ્ટિક આહારનું સેવન કરવું જોઈએ. અને વધારે ભારે ખોરાક ન લેવો જોઈએ તેમજ તંદુરસ્ત આહાર લેવો જોઈએ.

સંગીત સાંભળો: મનની ચિંતાને દૂર કરવા અને અન્ય નકારાત્મક વિચારોથી પણ રાહત મેળવવા માટે તમારે સારા ગીતો સમયાંતરે સંભાળવા જોઈએ. ગીતો તમારા મનને પ્રફુલ્લિત કરવામાં મદદ કરશે અને તમારું ધ્યાન ચિંતા માંથી દુર થશે.

કસરત/વ્યાયામ કરો : શરીરને સ્વસ્થ રાખવા માટે યોગ અને વ્યાયામને દિનચર્યામાં સ્થાન આપવું જોઈએ. જેનાથી તમારા શરીરનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે છે અને તમે આખો દિવસ મન પ્રફુલ્લિત રહી શકો છો.

કોઈ દર્દીને એકલા ન છોડો : જો કોઈ દર્દી હોસ્પિટલમાં હોય તો તે આ સ્થિતિમાં એકદમ ચિંતાતુર હોય છે. માટે તેની સાથે કોઈ વ્યક્તિ હોવા જરૂરી છે. જો તે દર્દી એકલો રહે તો તેને એકલતાનો અનુભવ થાય છે, અને તે ચિંતા કરે છે,આથી કોઈ દર્દીને એકલા ન છોડવો જોઈએ.

દારુથી દુર રહેવું : ચિંતામાં કોઈ પણ વ્યક્તિને નશીલા પદાર્થો લેવાનું મન થાય જ છે પણ જો તમારે ચિંતા માંથી કાયમી મુક્ત થવું હોય તો તમારે દારુ તેમજ નશીલા પદાર્થો સંપૂર્ણપણે બંધ કરવા જોઈએ.

આમ, ઉપર દર્શાવેલા કારણો એ ચિંતાના થવાના છે, જો તમને પણ આવા કારણો અનુભવતા હોય તો તમારે ડોકટરની સલાહ લઈને સારવાર કરવી જોઈએ. જો તમે સમયસર સારવાર લઈ લેશો તો તમે ચિંતાના માનસિક રોગથી મુક્ત થઈ જશો.

FAQs :- વારંવાર પૂછાતા પ્રશ્નો

Anxiety Meaning In Gujarati

Anxiety એટલે ચિંતા, બેચેની, વ્યગ્રતા, ઈંતેજારી, ઉત્કંઠા, તાલાવેલી વગેરે જેવા અર્થ થાય છે.

Causes Meaning In Gujarati

Causes એટલે કારણો, કોઈ ક્રિયા કેવી રીતે થઈ એનું વર્ણન કરવાનું હોય એ વ્યાખ્યાન.

Anxiety ના કારણો ક્યા ક્યા છે?

ચીડિયાપણું, અધીરાઈ, આરોગ્યની ચિંતા, અતિશય ગભરાટ અને નકારાત્મક વિચારો, ભવિષ્ય વિશે નકારાત્મક લાગણીઓ ઉત્પન્ન થવી વગેરે કારણો Anxiety ના છે.

સમાપ્તિ

તો મિત્રો હવે તમે આ આર્ટીકલ વાંચીને સમજી ગયા હશે કે Anxiety Meaning In Gujarati એટલે શું? Causes Meaning In Gujarati એટલે શું? મિત્રો અમને આશા છે કે તમને અમારો આ આર્ટીકલ પસંદ આવ્યો હશે, જો તમને આ આર્ટીકલ પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને શેર કરો.

Photo of author

Mahesh Vansh

https://gujarati.webinformer.in/

મારું નામ મહેશ વંશ છે અને હું આ બ્લોગ નો લેખક છું, આ બ્લોગ મારફતે હું તમને અવનવી માહિતી વિશે વાકેફ કરીશ.

Leave a Comment