કેન્દ્ર સરકાર હોય કે પછી રાજ્ય સરકાર, બંને પોતપોતાના ક્ષેત્રમાં ઘણાં પ્રકારની કલ્યાણકારી અને લાભદાઈ યોજનાઓ ચલાવે છે. જેમાં રહેઠાણ, રોજગાર, શિક્ષણ, પેન્શન, સ્વાસ્થ્ય અને રાશનની સુવિધાઓ આપવા જેવી અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે.
તે પૈકીની યોજના એટલે આયુષ્માન ભારત યોજના, આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ વર્ગ માટે સ્વાસ્થ્ય સંબધિત સુવિધા વિશે છે. જો કે, હવે આ યોજનાનો લાભ રાજ્ય સરકારો દ્વારા પણ અપાય છે . તેથી હવે આ યોજનાનુ નામ બદલાવીને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-મુખ્યમંત્રી યોજના કરી નાખ્યું છે.
યોજના અંતર્ગત લાભ ધરાવતા લોકોના આયુષ્માન કાર્ડ બનાવવામાં આવે છે. પછી તે કાર્ડધારક આયુષ્માન કાર્ડ મારફતે મફતમાં 10 લાખ રૂપિયા સુધીની સારવાર લઈ શકે છે. એવામાં જો તમે પણ આ યોજના સાથે જોડાયેલા છો આવો અમે તમને જાણીએ કે તમે તમારું આયુષ્માન કાર્ડને કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો.
આયુષ્માન કાર્ડ આ રીતે ડાઉનલોડ કરી શકો છો | Ayushman Card Download Gujarat
તમારું આયુષ્માન કાર્ડ કોઈ કારણોસર તૂટી ગયુ છે, ખોવાઈ ગયુ છે કે પછી ઘરે આવ્યું નથી તો તમે તેને તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરીને રાખી શકો છો, જેથી તમે તે કાર્ડને ગમે ત્યારે ઉપયોગમાં લઈ શકો છો. તો નીચે જણાવેલ પ્રક્રિયા દ્વારા તમે સરળતાથી આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો
આધાર કાર્ડ દ્વારા Download કરો | Download Ayushman Card Gujarat
સૌપ્રથમ તમારે કોઈ પણ વેબ બ્રાઉજરમાં Ayushman Card Download લખવાનું રહેશે. જેમાં પ્રથમ વેબસાઈટ https://bis.pmjay.gov.in/BIS/selfprintCard પર ક્લિક કરવાનું રહેશે.
Step 2 : હવે તમારી સામે એક નવું પેજ ખુલશે,જેમાં તમારે આધાર કાર્ડનો વિકલ્પ પસંદ કરવાનો છે.
Step 3 : તે પછી Scheme ના વિકલ્પમાં તમારે PMJAY વિકલ્પ પસંદ કરવાનો રહેશે છે.
Step 4 : પછી તમારે રાજ્યનું નામ (ગુજરાત) સિલેક્ટ કરી લેવાનું છે.
Step 5 : ત્યારબાદ આધાર કાર્ડ નંબરને દાખલ કરી દેવાનાં રહેશે.
Step 6 : તે પછી નીચે ટીક માર્ક પર ક્લિક કરી દેવાનું.
Step 7 : ત્યારબાદ Generate OTP પર ક્લિક કરવાનું રહેશે.
Step 8 : હવે જે મોબઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હશે તેમાં એક OTP આવશે.
Step 9 : પછી મોબાઈલમાં આવેલ ને, Enter OTP ના વિકલ્પમાં દાખલ કરવાનો રહેશે.
Step 10 : OTP દાખલ કર્યા બાદ Verify પર ક્લિક કરવાનું રહેશે. એટલે તમારું નામ નીચે બતાવશે.તેમાં બાજુ પર
Download Card પર ક્લિક કરશો એટલે તમારું Ayushman Card PDF સ્વરૂપે Download થઈ જશે.
PMJAY SETU Website દ્વારા ડાઉનલોડ | pmjay card download
STEP 1 : સૌ પહેલાં લાભાર્થીએ National Health Authority ની સત્તાવાર વેબસાઈટ https://setu.pmjay.gov.in/setu જવાનું રહેશે.
STEP 2 : ત્યારબાદ એક પેજ ખુલશે તેમાં ત્રણ લીટી દેખાશે પર ક્લિક કરો.
ત્યારબાદ Ragister/Sign in પર ક્લિક કરવાનું રહેશે.
STEP 3 : પછી એક નવું પેજ ખુલશે તેમાં તમારે મોબઈલ નંબર દાખલ કરવાના રહેશે.પછી Sign in પર ક્લિક કરી દેવાનું.
STEP 4 : ત્યારબાદ તમારા મોબઈલ નંબરમાં એક OTP આવશે,તે OTP Enter OPT ના વિકલ્પમાં દાખલ કરી દેવાનો રહેશે પછી Sign in પર ક્લિક કરી દેવાનું.
જો Invalid OTP Please try again આવે તો આમ કરો
Ministry Of Health and Family Welfare એ Ayushman Card Download કરવાની સુવિધા હમણાં જ તાજેતરમાં શરુ કરી છે, જેના લીધે Ayushman Card Download કરતી વખતે સર્વિસ સારી રીતે કામ કરતી નથી. તમને પણ જો Invalid OTP Please try again એવું બતાવે છે તો થોડા દિવસ પછી ફરીથી આ વેબસાઇટ પર પ્રયાસ કરો અને તમારું Ayushman Card Download કરો.
STEP 5 : તે પછી એક નવું પેજ ખુલશે તેમાં તમારો ફોટો અને મોબઈલ નંબર દેખાશે,
STEP 6 : ત્યારબાદ એ પેજમાં ત્રણ લીટી દેખાશે તેના પર ક્લિક કરવાનું રહેશે.
STEP 7 : હવે તેમાં નીચે Scroll કરતા Download Card BIS1.0 વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કરી દેવાનું રહેશે.
STEP 8 : પછી એમાં નીચે Ayushman Card Download વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કરશો એટલે એક નવું પેજ ખુલશે.
STEP 9 : ત્યારબાદ નવા ખુલેલા પેજમાં રાજ્યનું નામ પસંદ કરી લેવાનું રહેશે.
STEP 10 : પછી આધાર કાર્ડના વિકલ્પ પર ક્લિક કરી તેમાં આધાર નંબર દાખલ કરો.પછી Get OTP પર ક્લિક કરો.
STEP 11 : હવે તમારા મોબઈલ નંબર પર OTP આવશે તે OTP દાખલ કરી Verify પર ક્લિક કરી દેવાનું રહેશે.
STEP 12 : ત્યારબાદ થોડી પ્રક્રિયા બાદ લાભાર્થીનું નામ દેખાશે.તે નામની સામે Download ના વિકલ્પ પર ક્લિક કરશો એટલે તમારું Ayushman Card Download થઈ જશે.
અમે આશા રાખીએ છે કે તમને ઉપર આપેલી બધી જ માહિતીથી માહિતગાર થયા હશો,તમને એ પણ ખબર પડી હશે કે Ayushman Card Download કેવી રીતે Download કરવું. તેમજ જો તમને હેલ્થ આઈડી રજિસ્ટ્રેશન, હેલ્થ રેકોર્ડ્સ, હેલ્થ પ્રોફેશનલ રજિસ્ટ્રી, હેલ્થ ફેસિલિટી રજિસ્ટ્રી અને સેન્ડબોક્સ ઈન્ટિગ્રેશન સંબંધિત કોઈ ફરિયાદ હોય તો, પ્રતિસાદ અને પ્રશ્નો માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર – 14477 અથવા 1800-11-4477 પર સંપર્ક કરો.