આધાર કાર્ડને Online Download કેવી રીતે કરવું? | How to Download Aadhaar Card Online.

આજના સમયમાં મોટા ભાગની પ્રક્રિયા Online દ્વ્રારા કરવામાં આવે છે,જેમાં દસ્તાવેજો ને ઉપલોડ કરવાના હોય છે,આ દસ્તાવેજો હવે આપણે ઘર બેઠા જ online Download કરી શકીએ છીએ,તો આજે આ આર્ટીકલ માં હું તમને આધાર કાર્ડને Online Download કેવી રીતે Download કરવું એની સંપૂર્ણ પ્રક્રિયા જણાવીશ તો તમે આ આર્ટીકલને સારી રીતે વાંચો…

How to Download Aadhaar Card Online

Online Download કરવાની પ્રક્રિયા | Online Download Process

સૌપ્રથમ તમારે https://uidai.gov.in વેબસાઈટ પર જવાનું છે.

સ્ટેપ 1 : તેમાં પ્રથમ વેબસાઈટ પર ક્લિક કરવાનું એટલે એક પેજ ખુલશે તેમાં તમારે ભાષા પસંદ કરી લેવાની છે.

સ્ટેપ 2 : પછી નીચે Scroll કરશો એટલે Get Aadhaar ના વિકલ્પમાં Download Aadhaar પર ક્લિક કરવાનું છે.

સ્ટેપ 3 : Download Aadhaar પર ક્લિક કાર્યપછી એક નવું પેજ ખુલશે.

સ્ટેપ 4 : નવા ખુલેલા પેજમાં Download Aadhaar વિકલ્પ જોવા મળશે,તેના પર ક્લિક કરવાનું રહેશે,આ પછી એક નવું પેજ ખુલશે.

સ્ટેપ 5 : આ પછી Aadhaar Card Download કરવા માટે 3 વિકલ્પ જોવા મળશે.

  1. Aadhaar Number
  2. Enrollment ID
  3. Virtual ID

સ્ટેપ 6 : હવે પછી Aadhaar Number નો વિકલ્પ પસંદ કરી 12 digit Aadhaar Number તેમાં ઉમેરો અને સાથે નીચે Captcha આપેલ હશે તે Captcha ને દાખલ કરો.

સ્ટેપ 7 : પછી આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર પર એક 6 અંકનો OTP આવશે.

સ્ટેપ 8 : OTP દાખલ બાદ Verify & Download પર ક્લિક કરો.

હવે તમારું Aadhaar Card Download થઈ જશે,(Aadhaar Card એ pdf સ્વરૂપમાં આવશે),તે ખાનગી દસ્તાવેજ હોવાથી તે pdf ને ખોલવા માટે એક પાસવર્ડ નાખવો પડશે,આ પાસવર્ડ તમારા નામના પ્રથમ ચાર અક્ષર કેપિટલમાં (આધાર કાર્ડ પ્રમાણેના નામના આધારે) અને જન્મનું વર્ષ YYYY ફોર્મેટમાં દાખલ કરવાનું રહેશે.

ઉદાહરણ તરીકે નામ MOHANUKMAR SHARMA છે અને જન્મ વર્ષ 1999 છે તો પછી તમારો ઈ-આધાર પાસવર્ડ MOHA1999 બનશે.

Photo of author

Mahesh Vansh

https://gujarati.webinformer.in/

મારું નામ મહેશ વંશ છે અને હું આ બ્લોગ નો લેખક છું, આ બ્લોગ મારફતે હું તમને અવનવી માહિતી વિશે વાકેફ કરીશ.

Leave a Comment