15 મી ઓગસ્ટ નિબંધ : ભારતમાં ઘણાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવે છે તે પૈકીનો એક ભારતના ઈતિહાસનો મહત્વ દિવસ એટલે 15 મી ઓગસ્ટ. આ દિવસે ભારત બ્રિટીશોની 200 વર્ષની ગુલામીમાંથી આઝાદ થયો હતો. તેથી આ ગૌરવપૂર્ણ દિવસને સમગ્ર ભારતમાં સ્વતંત્રતા દિવસ તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસે શાળા, કોલેજ, સરકારી કચેરી, તેમજ અનેક જાહેર સ્થળે ભારતના ધ્વજને સલામી આપી ધ્વજવંદન કરી કરવામાં આવે છે. 15 August Speech in Gujarati
આજે આ લેખમાં અમે 15 મી ઓગસ્ટ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપીશું જે માહિતી તમને તમારા અભ્યાસ તેમજ જાહેર જીવનમાં ખુબજ ઉપયોગી થશે. તો આમારો 15 મી ઓગસ્ટ પરનો આ લેખ અંત સુધી વાંચો અને 15 મી ઓગસ્ટ વિશે નવી માહિતી મેળવો.
15 મી ઓગસ્ટનો પર્વ કેવી રીતે ઉજવવામાં આવે છે | 15 August Nibandh in Gujarati
15 ઓગસ્ટના દિવસે ભારતના વડાપ્રધાન નવી દિલ્હી ખાતે લાલ કિલ્લા પર ભારતનો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવે છે, અને ભારતનું રાષ્ટ્રીય ગાન ‘જન ગણ મન’ નું ગાં કરવામાં આવે છે, તથા વડાપ્રધાન દેશની ઉપલબ્ધી, ક્ષમતા, પડકારો, તેમજ સરકારના નવા કાર્યક્રમો વિશે નાગરિકોને પોતાના ભાષણ દ્વારા સંબોધિત કરે છે. આ દિવસે દિલ્હીના કર્તવ્યપથ પર ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવે છે. તેમે વિવિધ રાજ્યની સાંસ્કૃતિક વિવિધતાને ઝાંખીસ્વરૂપે પ્રદર્શિત કરવામાં આવે છે, તથા ભારતીય સેનાનું શક્તિ પ્રદર્શન પરેડ રૂપે કરવામાં આવે છે.
આ કાર્યક્રમોનું સીધું પ્રસારણ ટી.વી. કરવામાં છે. આ દિવસે ટી.વી અને રેડિયો પર દેશભક્તિના ગીતો રજૂ કરવામાં આવે છે તેમજ ટી.વી. પર દેશભક્તિને લગતી ફિલ્મો પણ પ્રસારિત કરવામાં આવે છે.
આ દિવસે શાળા, કોલેજ, સરકારી કચેરી, જાહેર તેમજ ખાનગી સ્થળે ભારતના ધ્વજને સલામી આપી ધ્વજવંદન કરી કરવામાં આવે છે. તેમજ રાષ્ટ્રીય ગાન ગાવામાં આવે છે. અને ભારત માતા કી જય, આઝાદી અમર રહો, વંદે માતરમ, જેવા નારાઓનું જોસભેર ઉચ્ચાર કરવામાં આવે છે. શાળા, કોલેજો તથા શૈક્ષણિક સંકુલમાં વિદ્યાર્થીઓ દ્વારા નાટકો, રાસ, 15 august nibandh સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, યોજાય છે. જેમાં વિદ્યાર્થીઓ ખુશીભેર ભાગ લે છે.
આ ગૌરવપૂર્ણ દિવસે ભારતીય સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરવામાં આવે છે, તેઓના દેશ માટેના બલિદાન તેમજ તેમની નિઃસ્વાર્થ સેવાને યાદ કરી તેઓને પુષ્પાંજલિ આપી અર્પણ કરવામાં આવે છે.
સ્વતંત્રતા દિવસ શા માટે ઉજવીએ છીએ| 15 August Gujarati
15 ઓગસ્ટ 1947 પહેલાં ભારતમાં વિદેશી પ્રજાનું આધિપત્ય હતું એટલે કે ભારતમાં અંગેજો દ્વારા શાસન ચાલવામાં આવતું હતું, જે ભારતીય પ્રજા ઉપર ખુબજ અમાનુષી અને ક્રૂર હતું, તેમજ અંગ્રેજો ભારતીય લોકોનું ખુબજ શોષણ કરતા અને વેઠ વૈતરું કરાવતા, તેથી અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થવા તેઓની સામે ભારતના વીર ક્રાંતિકારીઓ, સ્વાતંત્ર્ય સેનાનીઓ તેમજ અખંડ ભારતના તમામ લોકોએ અંગ્રેજો સામે મક્કમતા અને આઝાદીના દ્રઢ નિશ્વય સાથે સત્યાગ્રહો (આંદોલન) કરી અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મેળવી.
ભારતની સ્વતંત્રતાનો ઈતિહાસ | History of Independence Day in Gujarati
ભારતની સ્વતંત્રતાનો ઈતિહાસએ ખુબજ ખુમારી ભર્યો અને સાહસથી ભરપુર છે, ભારતીય ઈતિહાસમાં અને ક્રાંતિકારી, સ્વાતંત્ર્ય સેનાની, મહિલાઓ તેમજ ભારતના વિવિધ રાજા રજવાડાઓ ભારતની સ્વતંત્રતા માટે તન મન ધનથી લડ્યા છે. તો ચાલો જાણીએ સ્વતંત્રતાની લડતનો ઈતિહાસ.
1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ
ભારતની આઝાદીની ચળવળ છેક 1857 ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામથી શરુ થઈ હતી, જ્યારે વેલેસ્લી તેમજ હેસ્ટિંગની સહાયકારી યોજના, ડેલહાઉસીની ખાલસા નીતિ, જકાતમાં વધારો, ચરબી વાળા કારતૂસો,જેવા અનેક કારણોથી પ્રજા ત્રસ્ત બની ગઈ હતી, આથી અંગ્રેજ સિપાઈઓ એ બળવો કર્યો અને 1857ની સ્વાતંત્ર્ય સંગ્રામનો જન્મ થયો, આ સંગ્રમમાં મંગલ પાંડે, ઝાંસી ની રાણી લક્ષ્મીબાઈ, નાના સાહેબ પેશવા, મૌની બાબા, તાત્યાટોપે, ખાન બહાદુર ખાં, અઝીમુલ્લા, કુંવરસિંહ, અમરસિંહ, મુઘલ બાદશાહ બહાદુરશાહ ઝફર 2, તેમજ ગુજરાતમાંથી ગરબડદાસ મુખી, સૈયદ મોહમ્મદ અલી, જોધા માણેક, મુળુ માણેક, બાપુસાહેબ ગાયકવાડ, જય સિંહ ઠાકોર એવા ઘણાં અગણિત ક્રાંતિકારીઓએ ભારતની આઝાદી માટે લડત લડી હતી. આ ક્રાંતિથી ભારતની આઝાદીની લડતમાં વધારે પ્રાણ ફૂંકાયા હતા.
ક્રાંતિકારી પ્રવૃત્તિઓ
1905 થી લઈ 1930 સુધી ક્રાંતિકારીઓની હિંસા પણ ભારતની આઝાદી માટેની લડતનો ખુબજ મોટો ફાળો હતો, જેમાં ભગતસિંહ, વાસુદેવ બળવંત ફડકે, ચંદ્રશેખર આઝાદ,રાજગુરુ, સુખદેવ, પ્રફુલચાકી, યશપાલ, અરવિંદ ઘોસ, બારીન્દ્ર ઘોસ તેમજ વિદેશમાં પણ શ્યામજી કૃષ્ણ વર્મા, સરદારસિંહ રાણા, મેડમ ભીખાઈજી કામા, રાસ બિહારી ઘોસ જેવા અનેક મહાન ક્રાંતિકારીઓ ભારતને આઝાદ કરાવાવા ક્રાંતિકારી પ્રવૃત્તિ કરતા.
ગુજરાતમાં પણ ક્રાંતિકારી પ્રવૃતીમાં અગ્રસર હતું, જેમાં અરવિંદ ઘોસને ગુજરાતની ક્રાંતિકારી પ્રવૃત્તિઆ જનક માનવામાં આવે છે, તથા તેમના ભાઈબારીન્દ્ર ઘોસ તેમજ સ્વામી વિવેકાનંદના નાના ભાઈ ભૂપેન્દ્રનાથ દત્ત પણ ક્રાંતિકારી પ્રવૃત્તિ કરતા હતા, ગુજરાતના પુરાનીબંધુઓ (છોટુભાઈ અને અંબુભાઈ પુરાણી) ગુજરાતના યુવાનોમાં ક્રાંતિની તાલીમ અને શિક્ષણ આપતા,
ગુજરાતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રસાર માટે નરસિંહભાઈ પટેલ, પૂંજા વકીલ, મોહનલાલ પંડ્યા, બેચરદાસ પંડિત બોમ્બ બનાવવાનું સાહિત્ય પ્રકાશિત કરતા તે લોકો વનસ્પતિની દવાઓ, સાબુ બનાવવાની રીત, યદુકુળનો ઈતિહાસ નામે બુકમાં બોમ્બ બનાવાની રીત લખતા અને પ્રસારિત કરતા.
આઝાદી માટે મહિલાઓનું યોગદાન
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહિલાઓની ભાગીદારી 1817ની શરૂઆતમાં શરૂ થઈ હતી .ભીમા બાઈ હોલકરે બ્રિટિશ કર્નલ માલ્કમ સામે બહાદુરીપૂર્વક લડત આપી અને તેમને ગેરિલા યુદ્ધમાં હરાવ્યા. કિત્તુરની રાણી ચન્નામા, અવધની રાણી બેગમ હઝરત મહેલ સહિત ઘણી સ્ત્રીઓએ 19મી સદીમાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની સામે લડાઈ કરી હતી.
રામગઢની રાણી, રાણી જિંદન કૌર, રાણી તાસ બાઈ, બાઈઝા બાઈ, ચૌહાણ રાણી તેમજ તપસ્વિની મહારાણીએ હિંમતપૂર્વક તેમના સૈનિકોનું યુદ્ધના મેદાનમાં નેતૃત્વ કર્યું. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ તેમની વીરતા અને શાનદાર નેતૃત્વએ વાસ્તવિક દેશભક્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ રજૂ કર્યું હતું. 1857 ના સ્વતંત્રતા સંગ્રામમાં મહિલાઓ દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકા
સરોજિની નાયડુ નીડર મહિલા તેમજ એક કવયિત્રી પણ હતાં, સરોજિની નાયડુએ ગુજરાતના મીઠાના ધરાસણા સત્યાગ્રહની આગેવાની લીધી હતી તે દરમિયાન તેમને જેલવાસ પણ થયો હતો
સાવિત્રિબાઇ ફુલેએ મહિલાઓને શિક્ષિત કરવામાં મહત્વનો ફાળો આપ્યો છે.
વિજયલક્ષ્મી પંડિત જેઓ જવાહરલાલ નહેરુની બહેન હતા, તેઓએ ઘણાં આઝાદીના આંદોલનમાં ભાગ લીધો હતો.
અરૂણા આસફ અલીએ તિહાડ જેલમાં રાજકીય કેદીઓના અધિકારો માટેની લડાઈ લડી હતી,તેઓએ જેલમાં રહીને કેદીઓના હિત માટે ભૂખ હડતાલ કરી હતી. તેના માટે તેઓને આકરી સજાનો સામનો કરવો પડ્યો હતો.
સ્વતંત્રતા માટેના વિવિધ સત્યાગ્રહ
જ્યારે ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા પછી ગોપાલ કૃષ્ણ ગોખલેના કહેવાથી સમગ્ર ભારતનું ભ્રમણ કરી ભારતની આઝાદી માટેની લડત પોતાના શિરે લીધી. ગાંધીજી સત્ય અને અહિંસાથી આઝાદી લેવામાં માનતા હતા. પછી ગાંધીજી,તેમજ સરદાર પટેલ, જવાહરલાલ નેહરુ, સુભાષચંદ્ર બોસ, મૌલાના આઝાદ, મહમદઅલી ઝીણા, રાજેન્દ્ર પ્રસાદ, બાલગંગાધર તિલક, લાલા લજપતરાય તેમજ અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓ મળીને અંગ્રેજો સામે સત્યાગ્રહની શરુઆત કરી. દેશની પ્રજાએ ગાંધીજીને સત્યાગ્રહોમાં પૂરેપૂરો સાથ સહકાર આપ્યો.
ગાંધીજીના નેતૃત્વ હેઠળ 1917 માં સૌપ્રથમ બિહારમાં ચંપારણ સત્યાગ્રહ કર્યો
૧૯૧૮ માં અમદાવાદમાં મિલ મજૂર સત્યાગ્રહ,
૧૯૧૯ માં રોલેટ એક્ટનો વિરોધ કર્યો અને તેને કાળો કાયદો કહ્યો,
જલિયાવાલાબાગ હત્યાકાંડ (1919)
૧૯૨૦ માં ગાંધીજીએ અસહકારની લડત ચલાવી હતી જેમાં અંગ્રેજોની તમામ ચીજવસ્તુનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો તેમજ આ આંદોલન દરમિયાન ગાંધીજીને 6 વર્ષની જેલની સજા આપવામાં આવી હતી
ત્યારબાદ 1927માં સાયમન કમિસનનો વિરોધ,
પછી સવિનય કાનુન ભંગની લડત અંતર્ગત 1930માં દાંડી યાત્રા સાબરમતીથી નવસારીના દાંડી સુધી મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો.
1942માં સુભાષચંદ્ર બોસના નેતૃત્વ હેઠળ આઝાદ હિન્દ ફોજે ભારતમાંથી અંગ્રેજોને હાંકી કાઢવા હિટલર, જર્મની, જાપાન, ચીન, ઇટલી વગેરે દેશોની મદદ લઈ અંગ્રેજ શાસિત ભારત પર હુમલો કરી ભારતના પૂર્વના કેટલાક વિસ્તારો કબજે કર્યા હતા.
1942માં મુંબઈથી હિન્દ છોડો ચળવળ શરુ કરવામાં આવી હતી જેમાં ગાંધીજીએ કહ્યું હતું કે ” આઝાદી માટેની આ મારી છેલ્લી લડત છે “, “કરેંગે યા મરેંગે” આ લડતથી સમગ્ર ભારતમાં અંગ્રજો વિરુદ્ધ આઝાદીની જ્યોત વધારે પ્રગટી. ત્યારબાદ બ્રિટિશ વડાપ્રધાન ક્લેમેટ એટલી એ જાહેરાત કરી કે ૧૯૪૮ પહેલાં ભારતને આઝાદી આપી દેશે.
આ સમયે માઉન્ટબેટન ભારતના વાઈસરોય હતા, તેમની યોજના અનુસાર ‘હિંદ સ્વાતંત્ર્ય ધારો 1947’ બ્રિટિશ સરકારે તેમની સંસદમાંથી પસાર કર્યો અને યોજના અનુસાર ભારત તેમજ પાકિસ્તાન એમ બે નવા દેશનો જન્મ થયો, મોહમદ અલ્લી ઝીણાએ દુરાગ્રહ રાખી અખંડ ભારતમાંથી પાકિસ્તાન નામના નવા દેશની માંગણી કરી, ઝીણાને ઘણો સમજાવવા છતાં તે પોતાની જિદ્દ પર ટકી રહ્યો અને અંતે હિન્દુસ્તાનના બે ભાગ કરવામાં આવ્યા
જેમાં પશ્વિમ ભાગને 14 ઓગસ્ટ 1947 ના દિવસે પાકિસ્તાન બનાવામાં આવ્યું, જેથી પાકિસ્તાન 14 ઓગસ્ટના દિવસે સ્વતંત્રતા દિવસ ઉજવે છે, તથા ભારત 15 ઓગસ્ટ 1947ના દિવસે ભારતને આઝાદી મળી આમ, અંગ્રેજોની 200 વર્ષની સત્તાનો અંત આવ્યો, આમ, હજારો વર્ષની અનેક પ્રકારની ગુલામી પછી એક સ્વાતંત્ર અને સાર્વભૌમ ધરતીમાં આપણને શ્વાસ લેવાનો વખત આવ્યો.
આપણે સ્વતંત્ર દેશમાં જન્મ લઈ ધન્યતા અનુભવીએ છીએ અને આપણે આપણા પૂર્વજોનો આભાર માનવો જોઈએ કે જેમણે સ્વતંત્રતામાટે આટલા બલિદાન આપ્યા….
15 મી ઓગસ્ટ વિશે શાયરી | 15 August Shayari
“સ્વતંત્રતા ક્યારેય કોઈ કિંમતે પ્રિય હોતી નથી, તે જીવનનો શ્વાસ છે, માણસ જીવવા માટે શું ચૂકવશે નહીં?” – મહાત્મા ગાંધી.
“સ્વરાજ્ય એ મારો જન્મ સિદ્ધ અધિકાર છે અને તે હું મેળવીને જ ઝંપીશ” લોકમાન્ય ટિળક
“સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ, દેખના હૈ જોર કિતના બાઝુ-એ-કાતિલ મેં હૈ” – રામપ્રસાદ બિસ્મિલ
“લોકશાહી અને સમાજવાદ એ અંતનું સાધન છે, પોતે જ અંત નથી.” – જવાહરલાલ નેહરુ
ગંગા, યમુના, અહીં નર્મદા;મંદિર, મસ્જિદ સાથે ચર્ચ,
શાંતિ અને પ્રેમનો ઉપદેશ;મારું ભારત કાયમ.
અમે આ લેખમાં માં 15 મી ઓગસ્ટ નિબંધ (સ્વતંત્રતા દિવસ) એટલે કે Independence Day Essay in Gujarati વિશે તમામ પ્રકારની જાણકારી આપવાનો પ્રયત્ન કર્યો છે. અમે આશા રાખીએ આ લેખમાં રજૂ કરવામાં આવેલી માહિતીથી તમે માહિતગાર થયા છે. જો તમને 15 મી ઓગસ્ટ નિબંધ ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરો જેથી તેઓને પણ આ માહિતી મળે.
15 મી ઓગસ્ટ શા માટે ઉજવવામાં આવે છે?
15 મી ઓગસ્ટના દિવસે ભારત દેશ અંગ્રેજોની ગુલામી માંથી આઝાદ થયો હતો.
15 મી ઓગસ્ટને બીજા ક્યા નામે ઓળખવામાં આવે છે?
15 મી ઓગસ્ટને બીજા