શિવરાત્રીના દિવસે ભારતભરમાં મહાદેવની પૂજા અર્ચના કરવામાં આવે છે, પણ આજે તમને બતાવીશું કે પાકિસ્તાનમાં પણ ભગવાન શિવની પૂજા કરવામાં આવી.
પાકિસ્તાનમાં શ્રીકટાસરાજ મહાદેવ મંદિર આવેલું છે ત્યાં આજે શિવરાત્રિના દિવસે કેટલાક પાકિસ્તાની હિન્દુ દ્વારા શિવરાત્રિની પૂજા કરવામાં આવી હતી.
આ મંદિર પાકિસ્તાનના પંજાબમાં આવેલા ચકવાલ જિલ્લામાં આવેલ એક પ્રાચીન મંદિર છે જે દસમી સદીમાં બંધાયું હોવાની માન્યતા છે.
આ મંદિર વીશે એવું માનવામાં આવે છે કે અહીં કુલ 7 મંદિરોની શૃંખલા હતી પરંતુ હાલના સમયમાં ફક્ત 4 મંદિર જ હયાત છે.
આ મંદિરના પરિસરની આગળ એક તળાવ પણ આવેલું છે જેને અમૃતકુંડ તરીકે ઓળખવામાં આવે છે.
દંતકથા અનુસાર એમ માનવામાં આવે છે કે આ તળાવની નિર્માણ મહાદેવના આંસુ માંથી થયેલી છે.
હિન્દુ લોકોની મંદિર સાથે ઘણી લાગણીઓ જોડાયેલી હોવાથી આ મંદિરનું પાકિસ્તાનમાં મહત્વ છે.