જુનાગઢમાં શિવરાત્રીના મેળાનું આયોજન મહાભારત કાળથી થતું આવે છે. જે ત્યાંનાં રાજા અને નવાબોએ જાળવી રાખ્યું હતું
નવાબ મહોબત ખાન ત્રીજાએ મેળાને રદ કરાવ્યો એની પહેલાં પણ વર્ષ 2021 અને 2022 માં મેળાનું આયોજન નહતું કરવામાં આવ્યું કારણ કે, કોરોના મહામારી હતી.
1944માં બીજા વિશ્વયુદ્ધ ચાલુ હોવાથી નવાબ મહોબત ખાન ત્રીજાએ આ મેળાનું આયોજન બંધ કરવાનો નિર્ણય લીધો હતો.
આ સિવાય વર્ષ 1945માં શીતળાની મહામારીના કારણે બંધ પણ મેળાનું આયોજન બંધ રાખવામાં આવ્યું હતું.
વર્ષ 1946 માં ખાંડ અને કેરોસીનના પુરવઠાના અભાવને લીધે પણ મેળાનું આયોજન રદ કરવામાં આવ્યું હતું.
તેમજ એ વર્ષે વટહુકમ બહાર પાડીને તમામ યાત્રાળુઓ અને શિવભક્તોને સાથે કેરોસીન અને ખાંડ સાથે લાવવાનું કહ્યું હતું.
આ વર્ષે એટલે કે 2025 માં આ મેળાનું આયોજન 5 માર્ચ થી 8 માર્ચ સુધી યોજાવા જઈ રહ્યું છે.