પાડોશી દેશ પાકિસ્તાન એક અબજનો ખર્ચ કરી પોતાના દેશમાં કરશે મંદિર નિર્માણ! જાણો શું છે વહ્યુહરચના.

પાકિસ્તાન મંદિરો અને ગુરૂદ્વારાના જિર્ણોદ્વાર માટે ભારતીય રૂપિયા 30 કરોડ ખર્ચ કરવાની જાહેરાત કરી છે. 

શનિવારે ટ્રસ્ટના ચેરમેન સૈયદ અતા ઉર રહેમાનના નેતૃત્વ હેઠળ યોજાયેલ ETPB (ઈવેક્યુઈ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ)ની બેઠકમાં aa નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ બેઠકમાં પાકિસ્તાનના હિન્દુઓ અને શીખ સમુદાયોના સભ્યો તેમજ અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા.

પાકિસ્તાનના આ પ્લાન હેઠળ મંદિરો અને ગુરુદ્વારાઓને સુંદર અને કલાત્મક બનાવવામાં રિનોવેશન કરવામાં આવશે.

રિનોવેશન કરવાનો મુખ્ય ઉદેશ્ય છે કે પડતર જમીન પર વિકાસના કામ કરવામાં આવે જેનાથી ETPB ની આવકમાં અનેકગણો વધારો થશે. 

વિવિધ મંદિરો અને ગુરૂદ્વારાઓના વિકાસથી પ્રવાસીઓ પણ વધશે જેમાં સરકારની પ્રવાસન આવક પણ વધશે. 

પાકિસ્તાનના આ પ્રયત્નથી હિન્દુ અને શીખ સમુદાયની મુલાકાતની સંખ્યા અને આવક વધવાની સંભાવના છે.