IFS અધિકારી પરવીન કાસવાનના જણાવ્યા લાખો ઓલિવ રિડલી કાચબાઓ માળો બનાવવા માટે દરિયા કિનારે પહોંચ્યા છે.
ઓલિવ રિડલી કાચબા પ્રથમ રેતીમાં ખાડા ખોદે છે અને પછી એમાં ઈંડા મૂકે છે, દરેક માદા કાચબા 100 થી પણ વધુ ઇંડા મૂકે છે અને લગભગ 50 દિવસના સમયગાળામાં બચ્ચાં બહાર આવવા લાગે છે.
આ વાર્ષિક ઈંડા મૂકવાનો કાર્યક્રમ જેને અરિબાડા તરીકે ઓળખવામાં આવે છે એમ રુષિકુલ્યા દરિયાઈ કાચબા સંરક્ષણ જૂથના સચિવ રવિન્દ્રનાથ સાહુ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
ઈંડા મૂકવાની પ્રક્રિયા લગભગ 15 ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી જે આગામી 25 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેવાની આશા છે.
ઓલિવ રિડલ ટર્ટલ, જેનું નામ તેના ઓલિવ-લીલા શેલ પરથી રાખવામાં આવ્યું છે, તે લુપ્તપ્રાય જીવમાં શ્રેણીમાં આવે છે.
ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) એ ઓપરેશન ઓલિવિયા 1991થી શરૂ કરેલ છે, જે કાચબાઓ અને તેમના માળાના સ્થળોને સુરક્ષિત રાખવા માટે કાર્ય કરે છે.