હની સિંહેના ભવ્ય મિલિયોનેર ટૂરની શરૂઆત! મુંબઈ શોમાં કરી ધમાકેદાર એન્ટ્રી!

રેપર હની સિંહે 22 ફેબ્રુઆરીના રોજ કોન્સર્ટ માં કાળા અને પીળા રંગના કપડામાં સ્ટેજ પર નાટકીય એન્ટ્રી કરી

"નાયક નહીં, ખલનાયક હુ મેં" આ ફેમશ ગીત સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે મિલિયોનેર ટૂરનું આયોજન સ્ટેજ આજતક દ્વારા આયોજિત કરવામાં આવે છે.

આ સાથે હની સિંહ ભારતના 10 મોટા શહેરોમાં પર્ફોર્મ કરશે.

શેડ્યૂલમાં 22 ફેબ્રુઆરીએ મુંબઈમાં શરૂઆત કરી હતી અને શોનું સમાપન 5 એપ્રિલે કોલકાતામાં કરવામાં આવશે.

28 ફેબ્રુઆરીએ લખનૌ, 1 માર્ચે દિલ્હી, 8 માર્ચે ઇન્દોર, 14 માર્ચે પુણે, 15 માર્ચે અમદાવાદ, 22 માર્ચે બેંગલુરુ, 23 માર્ચે ચંદીગઢ, 29 માર્ચે જયપુરમાં શોની જલક જોવા મળશે