ગુજરાતમાં કાળજાળ ગરમી સાથે તરત માવઠું પણ! જાણો ક્યાં પડશે વરસાદ અને ક્યાં પડશે ભીષણ ગરમી.  

જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલે ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે.

આ મહિનાના અંત સુધીથી લઈને માર્ચના શરૂઆતના અઠવાડિયામાં માવઠાની સંભાવના દર્શાવવામાં આવી છે.

ઉત્તર ગુજરાતના વિસ્તારો સહિત ગુજરાતનાં અનેક ભાગમાં કમોસમી વરસાદ પડી શકે છે.

બીજી તરફ હાલ જે ગરમીનું તાપમાન છે એમાં 2 થી 3 ડીગ્રી તાપમાન વધી શકે છે

હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર અને દક્ષણિ ગુજરાતમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાય તેવી  શક્યતા જાહેર કરવામાં આવી છે.

ઉત્તરથી પૂર્વ દિશા તરફ પવન ફૂંકાય તેનાથી ગરમીનો પારો વધવાની શકયતાઓ બતવામાં આવી છે.