"મહાત્મા ગાંધીએ ઉચ્ચારેલા જીવનોપયોગી વિચારો"

અત્યાચારી સત્તા સામે અહિંસા. તાકાત સામે સહનશીલતા. નફરત સામે પ્રેમ.  અવિશ્વાસ વિરુદ્ધ વિશ્વાસ. સત્યાગ્રહ એક સકારાત્મક તાકાત છે, શત્રુ વિરુદ્ધ  આધ્યાત્મિક શક્તિનું પ્રદર્શન.

પોતાનાં બાળકોને યોગ્ય રીતે ઉછેરવાં હોય તો મા અને બાપ બન્નેએ બાળકોના ઉછેર વગેરેનું સામાન્ય જ્ઞાન મેળવી લેવું જોઈએ.

પશુબલિ ઇત્યાદિને આ યુગને વિશે તો હું ધાર્મિક ક્રિયા માનતો નથી, એટલું જ નહીં પણ અધાર્મિક માનું છું, અને તેથી નિરંતર તેનો લોપ ઈચ્છું છું.

પ્રિયમાં પ્રિય વસ્તુ નિકટમાં છે. તે તો "તું" જ હોય. "તમે" અંતરાય સૂચવે છે.

ભલા માણસોનું દુખ તે પણ તેઓનું સુખ છે; અને ભૂંડા ને તો પૈસો, તેની કીર્તિ તે પણ તેઓને અને દુનિયાને દુખરૂપ છે.