Pani Bachao Essay In Gujarati Language : મિત્રો, તમને શાળા-કોલેજમાં નિબંધ સ્પર્ધામાં ભાગ લેતા હશો અને તેમાં મોટા ભાગે પાણી બચાવો વિષય પર નિબંધ આપવામાં આવતો હોય છે તો મિત્રો આજે અમે આ આર્ટીકલમાં પાણી બચાવો નિબંધ પર વિસ્તૃત ચર્ચા કરીશું જે તમને ખુબજ અગત્ય બની રહેશે.
Save Water Essay In Gujarati : મિત્રો તમને પાણી બચાવો વિશે જો સંપૂર્ણ માહિતી મેળવવી હોય તો અમારો આ આર્ટીકલને અંત સુધી વાંચો તેમજ તેને યાદ રાખવાનો પ્રયત્ન કરો જેથી કરીને તમને અહીં આપેલ માહિતીથી શાળા-કોલેજમાં નિબંધ સ્પર્ધામાં ભાગ લેવા માટે સરળ બની રહે.
પાણી બચાવો | Save Water | Pani Bachao Nibandh Gujarati
Pani Bachao Nibandh Gujarati : મિત્રો, આપને બધા જાણીએ જ છીએ કે જેમ જીવનનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઓકસીજનની જરૂર પડે છે એવી જ રીતે જીવનને ટકાવી રાખવા માટે બીજા નંબરે ખોરાક અને પાણી છે. પૃથ્વી પરનો કોઈ પણ જીવ પાણી વગર અસ્તિત્વ ટકાવી શકે નહીં. પાણીએ જીવનની અતિ આવશ્યક જરૂરી ઘટક છે. પાણી વિના મનુષ્ય લગભગ ત્રણ દિવસ સુધી જીવી શકે છે.
મિત્રો, તમે બધા જાણો જ છો કે પૃથ્વી પર સમગ્ર પૃથ્વીના 71 % ભાગમાં પાણી છે અને 29 % ભાગમાં જમીન, પણ જાણવા જેવી વાત એ છે કે 71 % ટકા પાણીનો ભાગ હોવા છતાં માત્ર 3 % પાણી તાજું છે જેમાંથી 1 % તાજું પાણી પીવા માટે જ યોગ્ય છે, બાકીનું જમીન, હિમનદીઓ અને બરફના ઢગલાઓમાં સચવાયેલું છે.
પૃથ્વી પર આટલો પાણીની જથ્થો હોવા છતાં પણ કેટલાંક દેશોમાં પીવા માટે પૂરતું પાણી પણ નથી મળતું. UN Water ના ડેટા પ્રમાણે દુનિયાના 230 કરોડ લોકો પાણીના તણાવવાળા દેશોમાં રહે છે તેમજ 78.5 કરોડ લોકોને પાણીની મૂળભૂત સેવાઓનો પણ અભાવ છે.
એશિયા, આફ્રિકાના દેશો તેમજ ભારત સહીત કેટલાંય દેશોમાં પાણીની અછતની ખુબજ સમસ્યા છે. ગામડાઓમાં તો લોકોને પીવાનું પાણી મેળવવા માટે દૂર દૂર જવું પડે છે. જેમ કે ગુજરાતના કચ્છ, બનાસકાંઠા, જાફરાબાદ, તેમજ સૌરાષ્ટ્રના ગામડાં, અહીંની મહિલાઓને છેક ગામથી ઘણે દૂર ધોમધખતા તાપમાં માથે બેડાં લઈને લઈને પાણી ભરવા મજબૂર બનવું પડે છે.
પાણીના અછતની સમસ્યાએ એક જટિલ સમસ્યા છે કારણ કે વૈશ્વિક જળ સંકટ માટે કોઈ એક પ્રાથમિક કારણ ન હોઈ શકે. પાણીની સમસ્યાએ મનુષ્યે સર્જેલ આધુનિકતાની દોટ તેમજ કુદરતી હોનારતો જેમ કે દુષ્કાળ, પુર, અનાવૃષ્ટિ, ગ્લોબલ વોર્મિંગ વગેરે જવાબદાર છે.
પાણીની અછત એ એક ગંભીર સમસ્યા છે, ભારત સરકારના નીતિ આયોગના કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઈન્ડેક્સ (CWMI) રિપોર્ટ 2018માં જણાવવામાં આવ્યું છે કે દર વર્ષે લગભગ 2 લાખ લોકો સુરક્ષિત પાણીની અપૂરતીની પહોંચને કારણે મૃત્યુ પામે છે. તેમજ 60 કરોડ લોકો પાણીની અછતાનો સામનો કરે છે.
વિશ્વમાં આબોહવા પરિવર્તન હવામાનની પેટર્નમાં અણધારીતા વધારી રહ્યું છે અને વધુ આત્યંતિક હવામાનની ઘટનાઓ તરફ દોરી રહ્યું છે તેથી કોઈપણ હવામાન બદલાય છે અને દુષ્કાળ તેમજ પૂરની સંભાવના વધી રહે છે. પણ અમુક વખતે માનવાજાતી પણ પીવાના પાણીને પ્રદુષિત કરવામાં કોઈ કસર છોડતી નથી. જેમ કે
ગંગા નદી ભારતની સૌથી મહત્વપૂર્ણ, પ્રતિષ્ઠિત અને પવિત્ર માનવામાં આવતી નદી છે તેમજ લખો લોકોની જીવાદોરી છે અને લાખો લોકો જીવંત દેવી તરીકે તેની પૂજા કરે છે. પણ, ગંગા નદી આજે તેના કિનારે ઝડપથી વધતા જતા શહેરીકરણના પ્રચંડ દબાણોનો સામનો કરી રહી છે. 100 થી વધુ નદી કિનારાના નગરો અને શહેરો તેમના ઘરેલું ગટરનું પાણી નદીમાં ઠાલવે છે. તેથી પીવા લાયક પાણી પ્રદુષિત બને છે.
જો નદી-તળાવોને ઔદ્યોગિકરણના લીધે પ્રદુષિત કરવામાં આવશે તો નજીકના ભવિષ્યમાં સમગ્ર વિશ્વમાં સ્વચ્છ પાણીની અછત સર્જાશે અને પાણીજન્ય રોગોમાં પણ વધારો જોવા મળશે.
પાણી બચાવવા મહાનુભવોએ કહેલાં આદર્શ વાક્યો | Save Water Slogan In Gujarati Language
Save Water Essay In Gujarati : પાણી બચાવવા વિશ્વ આખું તેની હોડમાં છે. વિશ્વના નામી વિખ્યાત લોકો પણ પાણી બચાવવા અંગે આહવાન કરતાં હોય છે. અહીં વિશ્વના મહાન લોકો દ્વારા પાણી બચાવવા અંગે ઉચ્ચારેલાં દર્શાવેલા આદર્શ વાક્યો આપવામાં આવ્યા છે.
ગાંધીજીએ કહ્યું હતું કે “જમીન, વાયુ, પૃથ્વી તેમજ પાણી એ આપણા વડીલોનો વારસો નથી પણ આપણા સંતાનો પાસેથી ઉછીનાં લીધેલા સ્ત્રોતો છે તેથી આપણે તેને જાળવણી કરીને ઓછામાં ઓછું ઉપયોગમાં લેવું જોઈએ કેમ કે આપણા સંતાનોને પાછું સોંપવું પડશે જેમ આપણને આપણા વડીલો પાસેથી સોંપવામાં આવ્યું હતું”.
“પાણીએ કુદરત તરફથી મળેલી મોંઘીદાટ બક્ષીસ છે, તેનું રક્ષણ અને જતન કરો, તેનો આદર કરો!” – અજ્ઞાત
“પાણી બચાવો, પૃથ્વી બચાવો જો પાણી નથી તો જીવન પણ નથી” – અજ્ઞાત
“હજારો લોકો પ્રેમ વિના જીવ્યા છે, પાણી વિના એક પણ નહીં”, પાણી બચાવો – W. H. ઓડેન
રોજ કપડાં બદલીને રોજ કપડાં ધોવાનું ટાળો જેથી પાણીનો બગાડ ના થાય. કાંઈ એક દિવસમાં તમારાં કપડાં બગડી ન જાય. (જે લોકો વ્હાઈટ કોલર કામ કરે છે એ લોકો) – અજ્ઞાત
“પાણીની સંભાળ રાખવીએ આપણા બધાની સંભાળ રાખવાં જેવું છે.” – ધર્મ સિદ્ધાંત
”પાણી એ બધી પ્રકૃતિનું પ્રેરક બળ છે” – લિયોનાર્ડો દા વિન્સી
“જો આપણે પાણીનું સંરક્ષણ કરવાનું શીખીશું નહીં, તો આપણે બધા પાણીની બહાર માછલી બની જઈશું.” – અજ્ઞાત
“પાણી એ પૃથ્વીનો આત્મા છે.” – W. H. ઓડેન
“તમારી પાસે નળ અને શાવર બંધ કરવાની શક્તિ છે જો બુદ્ધી હોય તો” – અજ્ઞાત
“જ્યારે કૂવો સુકાઈ જાય છે, ત્યારે આપણને પાણીની મૂળ કિંમત જણાય છે.” – બેન્જામિન ફ્રેન્કલિન
“પૂરતાં પાણીના ઉપયોગ પછીનો પાણીનો બેફામ બગાડ કરવો એ ખરાબ માનસિક વિચાર છે” – અજ્ઞાત
પાણી બચાવવા માટેના આદર્શ વાક્યો | Save Water Slogan In Gujarati Language
પાણી બચાવવા માટે આપણે નીચે આદર્શ આપેલાં વાક્યોનો પ્રચાર-પ્રસાર કરીને લોકોમાં પાણી બચાવવા અંગે જાગૃતિ ફેલાવી શકીએ છે.
‘જો પાણીને પ્રદૂષિત કરો છો તો તમે જીવનને પ્રદૂષિત કરી રહ્યાં છો’
‘એટલા સ્વાર્થી ન બનો, તમારા બાળકના ભવિષ્ય માટે પાણી બચાવો.’
‘પાણી એ જીવન છે. પાણી બચાવો, જીવન બચાવો.’
‘ભલે અમીર હોય કે ગરીબ; દરેકને પાણીની જરૂર છે.’
‘પાણી બચાવો… તે ઝાડ પર ઉગતું નથી.’
‘જો તમે પાણી બચાવો છો, તો પાણી તમને બચાવશે’
આપણે પાણી કેવી રીતે બચાવી શકીએ | Pani Bachao Essay In Gujarati Language
Save Water Essay In Gujarati : મિત્રો તમને ખબર જ છે કે પૃથ્વી પર પાણી વગર જીવન ટકાવવું શક્ય નથી. તેમજ પીવા લાયક પાણી આપણાથી બની શકે તેટલું બચાવવું એ આપણી નૈતિક મૂળભૂત ફરજ છે. એકવીસ મી સદીમાં રહેતો માનવી આજે ઘણો શિક્ષિત અને સમજદાર છે પણ અમુક અણઘડ શિક્ષિત લોકો પાણી બચાવવા બાબતે ગંભીર નથી હોતાં.
શહેર, ગામ કે ઘરમાં પાણીનો વિપુલ પ્રમાણમાં સંગ્રહ જોઈને ઘણાં અણઘડ શિક્ષિત લોકો પાણીને મનફાવે તેમ બેફામ વેડફાટ કરતાં હોય છે. તેમને એ ખબર નથી હોતી કે પાણીની અછતના લીધે વર્ષે લાખો લોકો મૃત્યુને ભેટે છે. પાણી થોડું હોય કે પુષ્કળ પણ તેનો પુરતા પ્રમાણમાં યોગ્ય ઉપયોગ કરવો એ આપણી નૈતિક ફરજ છે.
તમારા દાંત સાફ કરતી વખતે નળનો બિનજરૂરી વ્યય બંધ કરો.
કપડાં, વાસણો વગેરે સાફ કરતી વખતે જરૂર કરતાં વધુ પાણી ન બગાડો.
નાહવા સમયે દરેક માણસ 15-17 લીટરમાં સંપૂર્ણ વ્યવસ્થિત રીતે સ્નાન કરી શકે છે, તો તેના કરતાં વધારે પાણીનો બગાડ કરવો જોઈએ નહીં. ભલે આપણી પાસે પાણીની ટેંક ભરી હોય.
એક એક પડતું નળ માંથી નાનું ટીપું પણ દિવસમાં 50 કે તેથી વધુ ગેલન પાણીનો બગાડ કરી શકે છે. તેથી પાણી ટપકતો નળ બંધ કરવો જોઈએ અથવા તેને બદલાવો જોઈએ.
દુષ્કાળ પ્રતિરોધક વૃક્ષો અને છોડને ઉગાડી તેનું જતન કરવું જોઈએ. જેમ કે લીમડો, પીપળો, વડ, ગુલમહોર વગેરે.
વરસાદી પાણીનો સંગ્રહ એ પાણી બચાવવા માટે વપરાતી શ્રેષ્ઠ પદ્ધતિ છે. વરસાદી પાણીનો બગાડ કરવાને બદલે તેને બચાવવા માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ. જેમ કે જમીન નીચે પાણીનો ટાંકો બનાવી તેમાં સંગ્રહ કરવું જોઈએ.
ખેડૂતોએ ખેતરોમાં પાકને છૂટું પાણી આપવાને બદલે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ.
વધુ પડતા પાણીનો બગાડ થાય એવાં શાવર હેડનો ઉપયોગ કરવો જોઈએ નહીં.
જો તમે એક શિક્ષિત તેમજ જાગૃત નાગરિક છો તો તમારે તમારી આજુબાજુ કે પરિવારમાં પાણી બચાવવાનો પ્રચાર કરવો કરવો જોઈએ તેમજ પાણી અંગેની વાતો કરવી જોઈએ જેથી લોકો પ્રભાવિત થાય.
દરેક વ્યક્તિએ પોતાની નૈતિક ફરજ સમજી પાણીનો બગાડ કરવો જોઈએ નહીં, બને તેટલાં ઓછા પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરવો જોઈએ.
FAQs : પાણી બચાવવા અંગેના કેટલાંક પ્રશ્નો
પૃથ્વી પર કેટલાં ટકા પાણી છે?
પૃથ્વી પર 71 % પાણી છે અને 29 % જમીન વિસ્તાર છે.
પાણી વિના કેટલાં દિવસ સુધી જીવી શકાય છે?
પાણી વિના લગભગ ત્રણ દિવસ સુધી જીવી શકાય છે.
પાણી બચાઓ Slogan In Gujarati.
– જો તમે પાણી બચાવો છો, તો પાણી તમને બચાવશે.
– પાણી એ જીવન છે. પાણી બચાવો, જીવન બચાવો.
– પાણી બચાવો… તે ઝાડ પર ઉગતું નથી.
સમાપ્તિ
તો મિત્રો, તમે આ આર્ટીકલમાં પાણી બચાવો પર નિબંધ Pani Bachao Essay In Gujarati Language તેમજ પાણી કેવી રીતે બચાવી શકાય અને પાણી બચાવવા આપને શું કરી શકીએ એ વિષય પર ચર્ચા કરી, મિત્રો તમને અમારો આ આર્ટીકલ પસંદ આવ્યો હોય તો તમારાં મિત્રો, પરિવારના સભ્યો સુધી શેર કરો જેથી તેઓ પણ પાણી બચાવવા અંગે જાગૃત થાય. Save Water Essay In Gujarati