GSRTC 2023/24/32 કંડકટર કક્ષાની ભરતી 7-8-2023 ના રોજ જાહેર કરવામાં આવી હતી. તે પછી કંડકટરની પરીક્ષાને લગતી કોઈ જ આગળની પ્રક્રિયા કરવામાં આવી નહતી, પછી લગભગ દોઢ વર્ષના અંતે 18/9/2024 ના રોજ કંડકટરની લેખિત પરીક્ષા આપવા માટેનું કામ ચલાઉ મેરીટ લીસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું.
કંડકટરની લેખિત પરીક્ષા આપવા માટેનું કામ ચલાઉ મેરીટ લીસ્ટ બહાર પાડવામાં આવ્યું પછી ઘણા વિવાદો નિગમ સામે આવ્યા હતા, મેરીટમાં ડબલ નામ, ખોટી ટકાવારી નાખેલા ઉમેદવારો કે અજાણ્યે રેન્ક નાખી દીધેલા ઉમેદવારો આવા લોકોનો મેરીટમાં સમાવેશ થઈ ગયો છે એવા વિવાદો ઉમેદવારો દ્વારા કરવામાં આવ્યા હતા.
પરંતુ, નિગમે કોઇપણ મુદ્દાને ધ્યાને ન લીધું અને આખરે લાંબા સમયથી ભરતી પ્રક્રિયા અટકી પડી હતી એની પરીક્ષાની સંભવિત તારીખ GSRTC નિગમે દ્વારા જાહેર કરી દીધી છે. GSRTC નિગમની વેબસાઈટમાં પ્રકાશિત થયેલ જાહેરાત મુજબ પરીક્ષાની સંભવિત તારીખ 29/12/2024 રાખવામાં આવેલી છે.
પરીક્ષા ફી
કંડકટર ભરતીની જાહેરાતના “U” 2, 3, ક્રમમાં દર્શાવ્યા પ્રમાણે ઓપ્ટીકલ માકગ રીડિંગ (O.M.R) લેખિત પરીક્ષા માટે બોલાવેલ બિનઅનામત (જનરલ) કેટેગરીના તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી પેટે રૂ .૨૫૦/- + પોસ્ટલ ચાર્જ ભરવાનાં રહેશે.
અનુ.જાતિ, અનુ.જનજાતિ, આર્થિક રીતે નબળા વર્ગ અને સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ જો જનરલ કેટેગરીમાં અરજી કરેલ હશે તો તે પૈકી (O.M.R) લેખિત પરીક્ષા માટે બોલાવેલ તમામ ઉમેદવારોએ નિયત ફી ભરવાની રહેશે.
અનુ.જાતિ, અનુ.જનજાતિ, આર્થિક રીતે નબળા વર્ગ અને સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, માજી સૈનિક અને દિવ્યાંગ તરીકે અરજી પત્રક ભરેલ હશે તેવા ઉમેદવારોને પરીક્ષા ફી ભરવામાંથી નિયમાનુસાર મુક્તિ આપવામાં આવશે. જે ઉમેદવારોએ OMR પદ્ધતિથી લેખિત પરીક્ષા આપવા ફી ભરવાની થતી હોય તેવા ઉમેદવારોએ OMR પદ્ધતિથી લેખિત પરીક્ષા અંગેનો કોલ લેટર મળ્યેથી પરીક્ષા આપવા ફી ભરવાની થતી હોય તેવા ઉમેદવારોએ નીચે આપેલ મુજબ ફી ભરવાની રહેશે.
પોસ્ટ ઓફીસમાં:- પોસ્ટ ઓફીસમાં : “ઓ.એમ.આર. લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવેલ બિનઅનામત (જનરલ) કેટેગરીના તમામ ઉમેદવારોએ અસલ કોલલેટરના આધારે બીજી કોપી કરાવી નિયત કરેલ ગ઼.૨૫૦/- પરીક્ષા ફી + પોસ્ટલ ચાર્જ લેખિત પરીક્ષાની તારીખના આગળના દિવસ સુધી (પોસ્ટ ઓફીસના કામકાજના સમય સુધી) કોમ્પ્યુટરાઈઝડ સુવિધા ધરાવતી કોઈ પણ પોસ્ટ ઓફીસ ખાતે જમા કરાવી સિક્કા / સ્ટીકર સાથેની રસીદ અસલ કોલલેટર સાથે બીડવાની રહેશે તેમજ
પરીક્ષા સમયે અસલ કોલલેટર સાથે અચુક લાવવાની રહેશે તેમજ કોલલેટરની બીજી નકલ પોસ્ટ ઓફીસના રેકર્ડ માટે પોસ્ટ ઓફીસમાં આપવાની રહેશે, અન્ય બીજી કોઈ રીતે ફી સ્વીકારવામાં આવશે નહીં, ભરાયેલ ફી અંગેની રસીદ પરીક્ષા સ્થળે કોલલેટર સાથે અચુક લાવવાની રહેશે.
બિનઅનામત (જનરલ) કેટેગરીના તમામ ઉમેદવારોએ ભરવાની થતી ઓ.એમ.આર. લેખિત પરીક્ષા અંગેનો કોલલેટર મળ્યેથી ઉપર દર્શાવ્યા મુજબ તેની ફી ભરપાઈ કરવાની રહેશે.
પરીક્ષા
કંડકટરની લેખિત પરીક્ષા OMR રીતથી હેતુલક્ષી પ્રશ્નો દ્વારા લેવામાં આવશે. એક કલાકના સમયનું પ્રશ્નપત્ર રહેશે જેમાં 100 પ્રશ્ન અને 100 ગુણ હશે, દરેક ખોટા જવાબ માટે 0.25 માર્ક કપાશે, જો E વિકલ્પ પસંદ કરવામાં આવશે તો પ્રશ્ન ગણવામાં આવશે નહીં (એકપણ માર્ક કપાશે નહીં)
કંડકટરનો અભ્યાસક્રમ 2024 | Conductor Bharti 2024 Syllabus
કંડકટરનો અભ્યાસક્રમ પણ આ વર્ષે બદલી દેવામાં આવ્યો છે જેમાં પહેલાંના સિલેબસ કરતા વધુ ઉમેરો કરવામાં આવ્યો છે જેમ કે રોડ સેફટી તેમજ ગુજરાતી વ્યાકરણ અને અંગ્રેજી વ્યાકરણનું સ્તર ધોરણ 12 કક્ષા સુધીનું કરી દેવામાં આવ્યું છે.
1 | ગુજરાતી વ્યાકરણ (ધોરણ 12 કક્ષા સુધીનું) | 10 ગુણ |
2 | અંગ્રેજી વ્યાકરણ (ધોરણ 12 કક્ષા સુધીનું) | 10 ગુણ |
3 | કમ્પ્યુટરની પ્રાથમિક માહિતી | 20 ગુણ |
4 | સામાન્ય જ્ઞાન(ગુજરાતનો ઇતિહાસ,ભૂગોળ,વર્તમાન પ્રવાહ વગેરે.) | 20 ગુણ |
5 | કંડકટર ની ફરજો,પ્રાથમિક સારવાર અંગેના પ્રશ્નો,મોટર વ્હીકલ એકટના પ્રાથમિક પ્રશ્નો | 10 ગુણ |
6 | ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો/નિગમને લાગતી માહિતી | 10 ગુણ |
7 | રોડ સેફટી | 10 ગુણ |
8 | ટેસ્ટ ઓફ રિજનિંગ અને ક્વોન્ટીટેટિવ,એપ્ટીટ્યુડ (ધોરણ 12 કક્ષા સુધીનું) | 10 ગુણ |
કુલ ગુણ | 100 ગુણ |
સમાપ્તિ
તો, મિત્રો તમને પરીક્ષાની તારીખની જાણ થઈ ગઈ છે તો પરીક્ષામાં સફળ થવા માટે મહેનત શરુ કરી દો અને સારી તૈયારી કરીને નોકરી કરવા લાગી જાઓ, તેમજ અહીં આપેલા સિલેબસ મુજબ વાંચવાનું રાખો એટલે તમને પરિક્ષામાં સો ટકા સફળતા મળશે, તો આવી જ માહિતી માટે વાંચતા રહો અમારા આર્ટીકલ અને માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સુધી શેર કરો. ધન્યવાદ!
નોંધ – અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે, આમાં માહિતીમાં ક્ષતિ હોય શકે છે, વધુ જાણકારી માટે, ઓફિશિયલ વેબસાઇટ કે જાહેરાતને અનુસરો.