તાજેતરમાં GSRTC દ્વારા 29 ડિસેમ્બર 2024ના રોજ લેવાયેલ કંડકટરની પરીક્ષાનું અંતિમ પરિણામ જાહેર કરી દીધું છે. જેમાં કંડકટરની 2320 જગ્યા માટે 35221 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. GSRTC દ્વારા અલગ અલગ કેટેગરીની જગ્યા પ્રમાણે મેરીટ જાહેર કર્યું છે.

જો મેરીટની વાત કરવામાં આવે તો સૌથી વધુ મેરીટ એ બિન અનામત(સામાન્ય) વાળા ઉમેદવારોનું રહ્યું છે. બીજી તરફ સૌથી નીચું પરિણામ એ માજી સૈનિક વાળા ઉમેદવારોનું રહ્યું છે.
જો કેટેગરી મુજબ મેરીટની વાત કરવામાં આવે તો બિન અનામત(સામાન્ય) વાળા ઉમેદવારો માટેનું મેરીટ 64.00 ટકા રહ્યું છે. જયારે બિન અનામત(મહિલા) કેટેગરી માટે 51.25 ટકા રહ્યું છે,
તો આર્થિક રીતે નબળા (સામાન્ય) કેટેગરી માટે 56.50 ટકા રહ્યું છે જ્યારે આર્થિક રીતે નબળા (મહિલા) કેટેગરી માટે 40.00 ટકા રહ્યું છે.
જ્યારે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ(સામાન્ય) કેટેગરીના ઉમેદવારોનું મેરીટ 58.28 ટકા રહ્યું છે, તો સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ(મહિલા) કેટેગરીના ઉમેદવારોનું મેરીટ 44.50 ટકા રહ્યું છે,
જો વાત કરવામાં આવે અનુ. જાતી(સામાન્ય) કેટેગરીની તો એમનું મેરીટ 56.50 ટકા રહ્યું છે જયારે અનુ. જાતી(મહિલા) કેટેગરી માટે 45.25 ટકા રહ્યું છે.
અનુ. જનજાતિ (સામાન્ય) કેટેગરી માટે મેરીટ 47.50 ટકા રહ્યું છે તો અનુ. જનજાતિ (મહિલા) કેટેગરી માટે 41.50 ટકા. જ્યારે માજી સૈનિકોનું મેરીટ એ 1.00 ટકા રહ્યું છે.
જો દિવ્યાંગ કેટેગરીના ઉમેદવારોનાં મેરીટની વાત કરવામાં આવે તો,
દિવ્યાંગતા(A) કેટેગરી માટે 33.25 ટકા રહ્યું છે, દિવ્યાંગતા(B) કેટેગરી માટે 19.50 ટકા રહ્યું છે, દિવ્યાંગતા(C) કેટેગરી માટે 50.50 ટકા રહ્યું છે, દિવ્યાંગતા(D&E) કેટેગરી માટે 16.25 ટકા રહ્યું છે.
કેટેગરી મુજબ મેરીટ કટ ઓફ:
કેટેગરીનું નામ | કટ ઓફ |
બિન અનામત(સામાન્ય) | 64.00 |
બિન અનામત(મહિલા) | 51.25 |
આર્થિક રીતે નબળા (સામાન્ય) | 56.50 |
આર્થિક રીતે નબળા (મહિલા) | 40.00 |
સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ(સામાન્ય) | 58.28 |
સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ(મહિલા) | 44.50 |
અનુ. જાતી(સામાન્ય) | 56.50 |
અનુ. જાતી(મહિલા) | 45.25 |
અનુ. જનજાતિ (સામાન્ય) | 47.50 |
અનુ. જનજાતિ (મહિલા) | 41.50 |
માજી સૈનિકો | 1.00 |
દિવ્યાંગતા(A) | 33.25 |
દિવ્યાંગતા(B) | 19.50 |
દિવ્યાંગતા(C) | 50.50 |
દિવ્યાંગતા(D) | 16.25 |

મેરીટમાં આવનાર ઉમેદવારો માટે આગળની પ્રક્રિયા:
જે ઉમેદવારો આ કટ ઓફ મુજબ આવે છે એ ઉમેદવારો પરીક્ષામાં પાસ થયેલાં ગણાય છે. પ્રમાણપત્રોની ચકાસણી માટે 23/3/2025 થી 4/4/2025 સુધી ટ્રેનિંગ સેન્ટર, મધ્યસ્થ યંત્રાલય, નરોડા(પાટિયા) અમદાવાદ ખાતે હાજર રહેવાનું રહેશે.

હેતુલક્ષી પરીક્ષાનું પરિણામ જોવા અહીં ક્લિક કરો.
પ્રમાણપત્રો ચકાસણી માટે બોલાવવામાં આવેલા ઉમેદવારોની યાદી માટે અહીં ક્લિક કરો
સમાપ્તિ
આમ, અંતે કંડકટરની પરીક્ષાનું મેરીટ જાહેર થઈ ગયું અને પ્રમાણપત્રો ચકાસણી માટે પણ ઉમેદવારોને બોલાવી લેવામાં આવ્યા છે. તો વહેલીતકે કટ ઓફમાં આવેલા ઉમેદવારો નિગમની માંગણી મુજબ જાહેર કરવામાં આવેલ કોઇપણ સૂચનાનું પાલન કરતા રહે. વધુ જાણકારી માટે https://gsrtc.in/site/downloads/innerPages/recruitment.html નિગમની વેબસાઈટ જોતા રહો.