ચિયા બીજ શું છે? Chia seed in Gujarati Meaning | તેના ફાયદા અને ઉપયોગ

મિત્રો આજે આપણે Chia Seeds In Gujarati વિશે જાણકારી મેળવીશું કે ચિયા બીજ શું છે? Chia Seeds In Gujarati Name, Chia Seeds Meaning In Gujarati તેમજ ચિયા બીજનો ઉપયોગ શું થાય છે અને તેનું સેવન કરવાના ક્યા ક્યા ફાયદા રહેલા છે એની વિશેની જાણકારી આપણે આ આર્ટીકલમાં મેળવીશું.

Chia seed in Gujarati Meaning

Chia Seeds In Gujarati : ચિયા બીજનો ઉપયોગ ઘણી બધી બીમારીઓમાં કરવામાં આવે છે ખાસ કરીને મહિલાઓ માટે, ચિયા બીજએ વજન ઘટાડવામાં ખુબજ ફાયદાકારક છે, જો તમે ચિયા બીજનો નિયમિત ખોરાકમાં સેવન કરો છો તો તમારું સ્વાસ્થ્ય ખુબજ સારું રહેશે. તો ચાલો જાણીએ કે ચિયા બીજના શું છે ફાયદા અને ક્યાં થાય છે તેનો ઉપયોગ. Sabja Seeds In Gujarati

અનુક્રમ

ચિયા બીજ એટલે શું? Chia Seeds In Gujarati | Chia Seeds In Gujarati Name

ચિયા બીજ મુખ્યત્વે કાળા અને સફેદ એમ બે રંગોમાં જોવા મળે છે. ચીયા બીજના દાણા ખુબ જ નાના હોય છે. તેનો મોટા ભાગે ઉપયોગ ફાલુદામાં થતો હોય છે. ચિયા બીજ આલ્ફા-લિનોલીક એસિડનો પણ ભરોસાપાત્ર સ્ત્રોત છે, જે ઓમેગા-3 ફેટી એસિડ છે જે ઓમેગા-6 અને ઓમેગા-3 ફેટી એસિડના નીચા ગુણોત્તરને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે.

Chia Seeds In Gujarati Name : ઘણા લોકો માને છે કે ચિયાના બીજ તુલસીના બીજ અથવા તકમરિયા છે, પરંતુ આ માન્યતા ખોટી છે, ચિયા બીજનું વૈજ્ઞાનિક નામ સાલ્વીયા હિસ્પેનિકા છે. આ બીજ ભારતમાં નથી મળતા પરંતુ મેક્સિકોથી ચીનમાં આયાત કરવામાં આવે છે. ચિયા બીજમાં લિપિડ તરીકે ફેટી એસિડ્સ (Polyunsaturated), ફેટી એસિડ્સ (Saturated), ફેટી એસિડ્સ (Monounsaturated) જોવા મળે છે. Sabja Seeds in Gujarati

આ બીજમાં ઓમેગા-3 ફેટી એસિડ, ફાઈબર, પ્રોટીન, કેલ્શિયમ અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે તેમજ આ બીજમાં વિટામિન A, વિટામિન B, વિટામિન C, વિટામિન E, નિયાસિન, થાયમીન, ફોલેટ (DFE), રિબોફ્લેવિન વગેરે વિટામિન જોવા મળે છે અને તેથી જ ચિયા બીજને સુપરફૂડ કહેવામાં આવે છે.

ચિયા બીજ મુખ્યત્વે પ્રોટીન, ફાઇબર, પાણી, કાર્બોહાઇડ્રેટ, ઉર્જા, ચરબી જેવા અનેક પોષક તત્વો તેમજ પોટેશિયમ, મેંગેનીઝ, ઝીંક, iron, ફોસ્ફરસ, સેલેનિયમ, કોપર, કેલ્શિયમ, સોડિયમ, મેગ્નેશિયમ વગેરે જેવા ઘણાં બધા મિનરલનો સમાવેશ થાય છે. જે બધા પોષક તત્વો અને મિનરલ આપણાને તંદુરસ્ત રાખવા શરીર માટે મહત્વનો ભાગ ભજવે છે.

ચિયા બીજના ફાયદા | Benifits Of Chia Seeds

Chia Seeds In Gujarati : ચિયા બીજમાં રહેલા અનેક મહત્વના પોષક દ્રવ્યોને કારણે તે આપણા સ્વાસ્થ્ય માટે ખુબજ જરૂરી છે, મિત્રો આજે અહીં તમને હું Chia Seeds ચિયા બીજના ફાયદા અને તે કઈ કઈ બીમારીમાં ઉપયોગી છે તેના વિશે જણાવીશ.

ચિયા બીજ આપણને માસિક સ્રાવમાં ઉપયોગી, કોલેસ્ટ્રોલ નિયંત્રણ માટે ઉપયોગી, હૃદયને સ્વસ્થ રાખવા માટે ઉપયોગી, દાંત અને હાડકને મજબૂત બનાવવા માટે ઉપયોગી, આવી અનેક સ્થિતિમાં તમને ચિયા બીજ ખુબજ ફાયદાકારક નીવડશે.

પાચનતંત્ર મજબૂત બનાવે

જમ્યા પછી તેનું સેવન પાચનક્રિયા માટે ખૂબ જ ફાયદાકારક છે. ચિયાના બીજમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે, તેથી તે કોઈપણ ભારે ખોરાકને પચાવી શકે છે તેમજ આંતરડાની બળતરા અને કબજિયાતમાં રાહત આપે છે. ચિયાના બીજ ખાધા પછી જિલેટીન જેવો પદાર્થ ઉત્પન્ન થાય છે. આ પદાર્થ દ્રાવ્ય ફાઇબરની હાજરીને કારણે છે. તે આંતરડામાં પ્રીબાયોટિક બેક્ટેરિયાને વધવા માટે મદદ કરીને પાચન સ્વાસ્થ્યને સુધારે છે.

ચિયા બીજમાં 100 ગ્રામ દીઠ 40 ગ્રામ ડાયેટરી ફાઇબર હોય છે, જે ભારે ખોરાકના પાચનને ટેકો આપવા માટે ઉપયોગી છે. ચિયા સીડ્સનો ઉપયોગ કર્યા પછી, તમે કોઈ પણ તાણ વિના સરળતાથી શૌચ ક્રિયા કરી શકશો.

વાળ માટે ઉપયોગી

યોગ્ય શેમ્પૂ અથવા સાબુ ઉપરાંત, વાળને યોગ્ય આહારની પણ જરૂર હોય છે. તે ખાવા-પીવાની ટેવના આધારે વાળ માટે ઉપયોગી સાબિત થાય છે. ચિયાના બીજમાં વિટામિન B હોય છે જે વાળ માટે ખુબજ ઉપયોગી છે. વિટામિન B નું સેવન કરવાથી વાળને કાળા બનાવી શકાય છે અને સ્વસ્થ પણ રાખી શકાય છે તેમજ વાળ ખરતા પણ રોકી શકાય છે.

કબજિયાતમાં ઉપયોગી

ચિયાના બીજમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોવાથી તે પેટમાં પાચન શક્તિ પ્રદાન કરે છે. જેના કારણે તે કબજિયાતની સમસ્યામાં રાહત આપે છે. ખોરાકનું યોગ્ય રીતે પાચન ન થવાને કારણે માનવ શરીરમાં રોગોની શરૂઆત પેટમાંથી થાય છે.

ઘણીવાર લોકો કબજિયાત સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરતા અચકાતા હોય છે. પરંતુ જો પેટને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવામાં આવે તો આખું શરીર સ્વસ્થ રહે છે, તેથી જો કબજિયાતને લગતી સમસ્યા હોય તો જો ચિયાના બીજને આહારમાં લેવામાં આવે તો તેનાથી કબજિયાતમાં રાહત મળે છે.

વજન ઘટાડવા માટે ઉપયોગી

આજકાલ લોકો સતત વધતા વજનના કારણે પરેશાન રહે છે. જેના માટે ચિયા સીડ્સનો ઉપયોગ વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. ચિયા સીડ્સનું સેવન કરવાથી ભૂખ નિયંત્રણમાં રહે છે. ચિયાના બીજમાં કેટલાક એવા તત્વો હોય છે જે પેટ અને આંતરડામાં જમા થયેલી ચરબીને બાળી નાખે છે અથવા ઓગાળે છે.

ચિયા બીજમાં કેલરી ઓછી હોય છે અને હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન HDL વધારે હોય છે. હાઈ-ડેન્સિટી લિપોપ્રોટીન એ સારું કોલેસ્ટ્રોલ છે જે લોહીમાંથી કોલેસ્ટ્રોલને શોષી લે છે અને તેને યકૃતમાં પાછું લઈ જાય છે. આનાથી શરીરમાં ચરબીનો સંચય ઓછો થાય છે.

ચિયા બીજનું દૈનિક સેવન વજન ઘટાડવામાં મદદ કરે છે અને નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલોજી ઈન્ફોર્મેશન અનુસાર, નિયમિત સેવનથી શરીરની ચરબી ઓછી થાય છે.

ત્વચા માટે ઉપયોગી

ચિયાના બીજમાં ઓમેગા-3 ફેટી એસિડ રક્ત પરિભ્રમણને વધારે છે અને શુષ્ક ત્વચાને ઘટાડે છે. જો ત્વચામાં સોજો હોય તો તેમાં પણ મદદરૂપ બને છે. શરીર પર કરચલીઓ રોકવામાં મદદ પણ કરે છે. ચહેરા પર ચિયા ફેસ માસ્કનો નિયમિત ઉપયોગ ચહેરા પરના ખીલ ઘટાડવામાં મદદ કરે છે.

કોણી અથવા ઘૂંટણ જેવી શુષ્ક ત્વચા પર ચિયા તેલ લગાવવાથી ત્વચા નરમ બને છે. તેમજ વૃદ્ધત્વને કારણે ચહેરાની ઝૂલતી ચામડી જેવી સમસ્યાઓને રોકવામાં મદદરૂપ પણ બને છે.

કોલેસ્ટ્રોલ નિયંત્રણ માટે ઉપયોગી

ચિયા સીડ્સમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જે કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે અને હૃદય રોગ સામે રક્ષણ આપે છે. તે સિવાય તેમાં ફાઈબરની માત્રા વધુ હોવાને કારણે તે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને પણ નિયંત્રણમાં રાખે છે.

હૃદયને સ્વસ્થ રાખવા માટે ઉપયોગી

અમુક અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે ચિયા બીજ ઉચ્ચ ઘનતાવાળા લિપોપ્રોટીન (HDL) કોલેસ્ટ્રોલના સ્તરમાં વધારો કરે છે. આ HDL કોલેસ્ટ્રોલ સારું છે કેમ કે તે ઓછી ઘનતાવાળા લિપોપ્રોટીન (LDL) ને દૂર કરવામાં મદદરૂપ થાય છે. જેના કારણે શરીરમાં ચરબી જમા થતી નથી અને વજન પણ જળવાઈ રહે છે.

તેનાથી રક્તવાહિનીઓમાં બ્લોકેજનું જોખમ પણ ઓછું થાય છે. આ વધેલા સારા કોલેસ્ટ્રોલ લોહીના પ્રવાહમાં ઓમેગા -6 ફેટી એસિડને ઘટાડીને હૃદય રોગના હુમલાને અટકાવે છે.

દાંત અને હાડકને મજબૂત બનાવવા માટે ઉપયોગી

ચિયા બીજના ફાયદાઓમાં દાંત અને હાડકાંને મજબૂત બનાવવાનો સમાવેશ થાય છે. તે કેલ્શિયમથી ભરપૂર હોય છે જે દાંત અને હાડકાંને મજબૂત બનાવે છે. કેલ્શિયમ ઉપરાંત, તેમાં મેંગેનીઝનું પ્રમાણ વધુ હોવાથી તે દાંત અને હાડકાંને મજબૂત બનાવવામાં પણ મદદરૂપ છે.

આ સિવાય ચિયાના બીજમાં ફોસ્ફરસ હોય છે. ફોસ્ફરસ એક પ્રકારનું ખનિજ છે. જે હાડકાને મજબૂત બનાવે છે. આ સિવાય ચિયા સીડ્સમાં એન્ટીઓક્સીડેન્ટ પણ હોય છે જે દાંતને મજબૂત બનાવે છે. ચિયાના બીજને આખી રાત પાણીમાં 5 થી 6 કલાક પલાળી રાખો અને પછી સવારે પી લો. આ પાણી તમારા હાડકાંને મજબૂત કરવાનું કામ કરે છે.

માસિક સ્રાવમાં ઉપયોગી

ચિયાના બીજમાં ફોસ્ફરસ, મેગ્નેશિયમ ane કેલ્શિયમ વધુ માત્રામાં જોવા મળે છે. મેનોપોઝ પછી ચિયાના બીજનું સેવન કરવું એ મહિલાઓ માટે ખૂબ જ ફાયદાકારક નીવડે છે. હોર્મોનલ ફેરફારો (એસ્ટ્રોજન ડ્રોપ)ને કારણે મેનોપોઝ દરમિયાન સ્ત્રીઓને હાડકાંના નુકશાનનો સામનો કરવો પડતો હોય છે માટે ચિયાના બીજ તેમના માટે ખુબજ ઉપયોગી છે.

તણાવ અને હાઈ બ્લડ પ્રેશર ઘટાડે છે

ચિયા બીજ મેગ્નેશિયમનો ઉત્તમ સ્ત્રોત છે, જે શરીરમાં કોર્ટિસોલના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે. કોર્ટિસોલ એ તણાવ અને હાઈ બ્લડ પ્રેશર સાથે સંકળાયેલ હોર્મોન છે. આમ, ચિયાના બીજ કોર્ટિસોલ ઘટાડે છે અને હાઈ બ્લડ પ્રેશર અને તણાવ ઘટાડવામાં મદદ કરે છે.

ઊંઘ માટે મદદરૂપ થાય છે ચિયાના બીજ

મેલાટોનિન અને સેરોટોનિન આ બે હોર્મોન્સ છે જે ઊંઘ માટે જરૂરી હોર્મોન્સ છે. આ બે હોર્મોન્સ ટ્રિપ્ટોફન નામના હોર્મોન્સમાંથી બને છે. ટ્રિપ્ટોફન એ શરીરમાં એક એમિનો એસિડ છે. ચિયાના બીજમાં ટ્રિપ્ટોફેન વધુ માત્રામાં જોવા મળે છે. જેના લીધે ઊંઘ સારી આવે છે. એક સંસોધન મુજબ, ટ્રિપ્ટોફનનો ઉપયોગ ઊંઘની સમસ્યામાં થાય છે.

ડાયાબિટીસના કિસ્સામાં ઉપયોગી છે

ચિયાના બીજમાં રહેલા સ્ટાર્ચ અને કાર્બોહાઇડ્રેટ્સ અન્ય ખોરાક કરતાં વધુ ધીમેથી લોહીના પ્રવાહમાં મુક્ત થાય છે. આ ક્રમિક પ્રકાશન શરીરના કોષોને આપેલ સમયગાળા દરમિયાન પોષક તત્વોને શોષવામાં મદદ કરે છે. આમ તે બ્લડ સુગરને નિયંત્રિત કરવા માટે શરીરની ઇન્સ્યુલિન પરની નિર્ભરતાને ઘટાડે છે.

સંધિવાની સમસ્યા માટે ઉપયોગી

ચિયાના બીજમાં ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ હાડકાની ખનિજ ઘનતા જાળવવામાં મદદ કરે છે. ચિયા બીજ ઓમેગા -3 ફેટી એસિડથી સમૃદ્ધ છે, આલ્ફા-લિનોલીક એસિડ અથવા એએલએ ઓમેગા -3 સાંધા અને ધમનીઓમાં બળતરાપીડા અને બળતરાને ઘટાડે છે. ઘણાં અભ્યાસો સૂચવે છે કે દરરોજ 4 ગ્રામ ચિયા બીજનું સેવન કરવાથી સંધિવાને નિયંત્રિત કરી શકાય છે.

ચિયા બીજનું સેવન કેવી રીતે કરવું | Chia Seeds In Gujarati

દોસ્તો ચિયા બીજને ખોરાક તરીકે સેવન કરવાની અલગ અલગ રીત છે. આપણે અહીં ચિયા બીજને કેવી રીતે સેવન કરવું તે માહિતી મેળવીશું.

  • ચિયા બીજને જમતા પહેલા 4 કલાક પાણીમાં પલાળી રાખવા જોઈએ જેથી તે જેલી જેવું થઈ જાય, ત્યારબાદ તેને દૂધ, શેક અથવા જ્યુસમાં મિક્સ કરી લઈ શકાય.
  • ઉપમા, પૌઆ અથવા ઈડલી જેવા નાસ્તામાં ચિયાના બીજ મિક્સ કરી શકાય છે.
  • ચિયા બીજને સવારે નાસ્તામાં ફ્રૂટ સલાડ સાથે લઈ શકાય છે.
  • ચા બનાવ્યા પછી, તમે તેમાં એક ચમચી ચિયાના બીજ પણ ઉમેરી શકો છો. ચામાં ચિયાના બીજ ઉમેર્યા પછી, તે થોડા સમય માટે ઉપર આવશે પરંતુ થોડા સમય પછી તે નીચે બેસી જશે.
  • ચિયાના બીજને પાવડર બનાવીને તાજા ઉકાળેલા પાણી અથવા દૂધમાં ભેળવી લઈ શકાય છે.
  • એક ચમચી દહીં અથવા સૂપમાં ઉમેરીને ભોજન સાથે ખાઈ શકાય.
  • ચિયાના બીજ ચીકણા હોવાથી તેને તાજા ઉકાળેલા પાણી અથવા દૂધમાં પણ પી શકાય છે.

ચિયા બીજના નુકસાન | Disadvantages Of Chia Seeds | Chia Seeds In Gujarati

મિત્રો જેવી રીતે આપણે ચિયા બીજના ફાયદા વિશે જાણકારી મેળવી એવી જ રીતે ચિયા બીજના કેટલાક નુકસાન પણ છે અથવા તો અમુક શરતો છે જો તે શરતોનું પાલન ન થતું હોય તો તમારે ચિયા બીજની સેવન ન કરવું જોઈએ.

  • જેમનું બ્લડ પ્રેશર ઓછું હોય તેવા લોકોએ ચિયા બીજનું સેવન ન કરવું જોઈએ.
  • જો તમે બ્લડ થિનર લેતાં હોવ તો ચિયા બીજનું તમારે સેવન ન કરવું જોઈએ.
  • સગર્ભા સ્ત્રીઓએ ડૉક્ટરની સલાહ લીધા પછી જ ચિયા બીજનું સેવન કરવું જોઈએ.
  • ચિયા બીજનું સેવન કરતી વખતે એક જ વારમાં મોટી માત્રામાં સેવન ન કરવું જોઈએ. ચિયાના બીજ નાના હોવાથી તેને એકસાથે ખાઈ શકાય છે, પરંતુ જો તેને વધારે ખાવામાં આવે તો તે ગળામાં અટવાઈ જાય છે અને સમસ્યા થઈ શકે છે.
  • ચિયા બીજનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી પાચનતંત્રમાં સમસ્યા થઈ શકે છે.
  • શસ્ત્રક્રિયા (સર્જરી) દરમિયાન ચિયા બીજનું સેવન ન કરવું જોઈએ.
  • ચિયાના બીજમાં ફાઈબરની માત્રા વધુ હોવાને કારણે, તે પેટમાં દુખાવો અથવા પેટનું ફૂલવું જેવી સમસ્યાઓ પેદા કરી શકે છે, તેથી તેને વધુ માત્રામાં ન ખાવું જોઈએ.
  • ચિયા બીજના વધુ પડતા સેવનથી ઝાડા, ઉલ્ટી, એલર્જી, ખંજવાળ જેવી સમસ્યાઓ થઈ શકે છે.

મિત્રો,આ ઉપરાંત પણ ઘણી સાઈડ ઈફેક્ટ થઈ શકે છે માટે તમારે ડોકટરના યોગ્ય માર્ગદર્શન બાદ જ ચિયા બીજનું સેવન કરવું વધારે હિતાવહ રહેશે.

FAQs :- વારંવાર પૂછાતા પ્રશ્નો

ચિયા બીજ એટલે શું?

ચિયા બીજ મુખ્યત્વે કાળા અને સફેદ એમ બે રંગોમાં જોવા મળે છે. ચીયા બીજના દાણા ખુબ જ નાના હોય છે. તેનો મોટા ભાગે ઉપયોગ ફાલુદામાં થતો હોય છે.

ચિયા બીજના ફાયદા ક્યા ક્યા છે?

ચિયા બીજ આપણને માસિક સ્રાવમાં ઉપયોગી, કોલેસ્ટ્રોલ નિયંત્રણ માટે ઉપયોગી, હૃદયને સ્વસ્થ રાખવા માટે ઉપયોગી, દાંત અને હાડકને મજબૂત બનાવવા માટે ઉપયોગી, આવી અનેક સ્થિતિમાં તમને ચિયા બીજના ફાયદા છે.

ચિયા બીજનું સેવન કેવી રીતે કરવું?

ઉપમા, પૌઆ અથવા ઈડલીમાં મિક્ષ કરીને, દૂધ અથવા પાણીમાં પલાળીને, ચા માં નાખીને, ચિયા બીજનો પાઉડર બનાવીને વગેરે ઘણી રીતે તેનું સેવન કરી શકાય છે.

ચિયા બીજના નુકસાન ક્યા ક્યા છે?

ચિયા બીજના વધુ પડતા સેવનથી ઝાડા, ઉલ્ટી, એલર્જી, ખંજવાળ તેમજ પાચનતંત્રમાં સમસ્યાઓ થઈ શકે છે.

ચિયા બીજને ગુજરાતીમાં શું કહેવાય છે?

અમુક લોકો ચિયા બીજ તુલસીના બીજ અથવા તકમરિયા છે એ માને છે, પરંતુ આ માન્યતા ખોટી છે, ચિયા બીજનું વૈજ્ઞાનિક નામ સાલ્વીયા હિસ્પેનિકા છે.

સમાપ્તિ

મિત્રો, મને આશા છે કે તમે ઉપર જણાવ્યા મુજબ ચિયા બીજ વિશેની તમામ માહિતી વિશે જાણકારી મેળવી લીધી છે. તમે આ આર્ટીકલ માં જાણ્યું કે ચિયા બીજ શું છે, Chia Seeds In Gujarati, ચિયા બીજનું સેવન કેવી રીતે કરવું, ચિયા બીજના ફાયદા, ચિયા બીજના નુકસાન વગેરેની માહિતી મેળવી, મિત્રો તમને જો આ આર્ટીકલ પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરો.

Photo of author

Mahesh Vansh

https://gujarati.webinformer.in/

મારું નામ મહેશ વંશ છે અને હું આ બ્લોગ નો લેખક છું, આ બ્લોગ મારફતે હું તમને અવનવી માહિતી વિશે વાકેફ કરીશ.

Leave a Comment