gsrtc clerk bharti 2025 : ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા ક્લાર્કની ભરતી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં 16 જાન્યુઆરી 2025 ના રોજ જાહેર થયેલ પરિપત્રમાં લાયકાતમાં નોંધપાત્ર ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર તૈયારી કરતા ઉમેદવારો પર સીધી અસર કરશે. જેથી લાયકાતને લગતા ફેરફાર જાણો અહીં. gsrtc clerk layakat
GSRTC ક્લાર્ક લાયકાત | gsrtc clerk notification
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા ક્લાર્કની ભરતી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ આ પદ માટે લાયકાત 10 + 12 + 3 અનુસાર નક્કી કરવામાં આવતી હતી. જોકે, હવે આ પદ માટે લાયકાતમાં વધારો કરીને ઉન્નત શૈક્ષણિક લાયકાત પર ભાર મુકવામાં આવ્યો છે. gsrtc clerk bharti 2025
અગાઉની ભરતી માટે લઘુતમ શૈક્ષણિક લાયકાત 10+2 પદ્ધતિ પ્રમાણે ધોરણ 12th પાસ તેમજ અગ્રતા માટે વધારાની શૈક્ષણિક લાયકાત હતી કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક 3 વર્ષનું અથવા અનુસ્નાતક 2 વર્ષનું આવી રીતે હતું.
પરંતુ, 2025માં જાહેર થયેલ એક પરિપત્ર મુજબ ક્લાર્કની ભરતી માટે લઘુતમ શૈક્ષણિક લાયકાત “ગ્રેજ્યુએશન” રાખવામાં આવ્યું છે. અગાઉ જે પાત્રતા હતી, તેમાં અત્યારના ફેરફારથી ઉન્નત શૈક્ષણિક લાયકાતની આવશ્યકતા પર ભાર મૂકવામાં આવ્યો છે.
મતલબ કે હવેની ક્લાર્ક માટેની ભરતી કરવામાં આવશે એમાં ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત “ગ્રેજ્યુએશન” હશે. જે ઉમેદવારોએ કોઇપણ માન્ય યુનિવર્સિટીમાંથી “ગ્રેજ્યુએશન” કર્યું હશે એ જ ઉમેદવાર GSRTC ક્લાર્ક માટે અરજી કરી શકશે.
જાહેર થયેલ પરિપત્ર | gsrtc clerk syllabus
નિગમમાં સંદર્ભ-૧ માં દર્શાવેલ સા.સ્થા.હુ થી કલાર્ક કક્ષાની સીધી ભરતીમાં લઘુત્તમ શૈક્ષણિક લાયકાત એચ.એસ.સી. (ધો.૧૦ + ર પધ્ધતિ પ્રમાણે ધો.૧૨ પાસ) અને અગ્રતા માટેની વધારાની શૈક્ષણિક લાયકાત કોઈ પણ માન્ય યુનિવર્સીટીના સ્નાતક/ અનુસ્નાતકની જોગવાઈ કરવામાં આવેલ છે.
સરકારશ્રીના સંદર્ભ-ર નાં ઠરાવથી કલાર્ક કક્ષામાં નિયત કરેલ શૈક્ષણિક લાયકાતનો નિગમમાં અમલ કરવા નિગમના સંચાલક મંડળ દ્વારા સંદર્ભ-૩માં દર્શાવેલ ઠરાવથી આપેલ મંજુરી મુજબ નિગમમાં પણ સરકારશ્રીનાં ધોરણે કલાર્ક કક્ષાની સીધી ભરતી માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધો.૧૨ ને બદલે ભારતમાં કેન્દ્રીય અથવા
રાજ્ય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થાપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સીટીઓ પૈકી કોઈપણમાંથી અથવા તે તરીકે માન્ય થયેલી અન્ય કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી અથવા યુનિવર્સીટી ગ્રાન્ટ કમિશન અધિનિયમ-૧૯૫૬ ની કલમ-૩ હેઠળ ડીમ્ડ યુનિવર્સીટી તરીકે જાહેર થયેલી બીજી કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સ્નાતકની પદવી નિયત કરવામાં આવે છે.
ફેરફારનો હેતુ
GSRTC દ્વારા આ ફેરફારથી ભરતી પ્રક્રિયામાં વધુ ગુણવત્તાવાળા અને જ્ઞાનપ્રદ ઉમેદવારોની પસંદગી થાય અને આજના યુગમાં પદ માટે જરૂરી જટિલ કામકાજને ધ્યાનમાં રાખીને ગ્રેજ્યુએશન પર ભરતી કરવાનો નિર્ણય લેવામાં હોય શકે.
સમાપ્તિ
GSRTC ક્લાર્ક ભરતી હજુ ક્યારે જાહેર થશે એની સતાવાર કોઈ માહિતી આપવામાં આવી નથી, પરંતુ નિગમના આ પરિપત્રથી જણાય આવે છે કે ટૂંક સમયમાં નિગમ ક્લાર્ક માટે ભરતી જાહેર કરી શકે છે તો તૈયારી કરતા મિત્રો જરૂરી ફેરફારને ધ્યાનમાં રાખીને પરીક્ષા માટે તૈયારી કરે.