Ragi In Gujarati : મિત્રો આજે આપણે આ આર્ટીકલ Ragi In Gujarati (રાગી) વિશે જાણકારી મેળવીશું, રાગી શું છે, તેના ફાયદા ક્યા ક્યા છે, તે શરીરના ક્યા રોગ માટે ફાયદાકારક છે, તેમજ રાગીના અનેક ફાયદા વિશે જાણકારી મેળવીશું.
આપણા શરીર માટે કેટલાક પોષક તત્વોની જરૂર રહેતી હોય છે, જે આપણને રોજના ખોરાક માંથી મેળવવાં પડે છે, પણ અમુક વખત આપણા શરીરમાં ઘણાં પોષક તત્વોની ખામી આવી જાય છે જેના લીધે આપણે ઘણાં રોગોનો સામનો કરવો પડે છે. તેથી રોગો સામે લડવા આપણે સ્વસ્થ તેમજ સારો ખોરાક લેવો જરૂરી છે.
મિત્રો, આપણે મોટા ભાગના લોકો ગામડામાં વસવાટ કરતા હોય છે તેઓ બાજરાના રોટલા, જુવારના રોટલા, રાગીના રોટલાથી પરિચિત હશે, છતાં પણ કેટલાક લોકો રાગીના ફાયદા વિશે કે રાગી વિશે અજાણ હોય છે. મિત્રો રાગી આપણા શરીર માટે ખુબજ તંદુરસ્ત ખોરાક છે. આજે આ આર્ટીકલમાં હું તમને રાગી વિશે તમામ માહિતી આપીશ.
રાગી શું છે? | Ragi In Gujarati
ભારતમાં ઘણાં સમયથી ધાન્ય પાક તરીકે બાજરી, ઘઉં, જુવાર, ડાંગર, વગેરેને ખોરાકમાં ધાન્ય તરીકે લેવામાં આવે છે, આ બધા ધાન્ય માંથી જ એક એટલે રાગી. રાગી દેખાવમાં સરસવ (રાઈ) જેવું લાગે છે. રાગી એક ધાન્ય પાક છે જે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ભરૂચ, સુરત ડાંગ, તાપી જિલ્લાના કેટલીક આદિવાસી જાતી દ્વારા રાગીની ખેતી કરવામાં આવે છે અને તેને ખોરાક તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે.
રાગીએ શાકાહારીઓ માટે ઉત્તમ ખોરાકનો સ્રોત છે. રાગીને બાજરી, ઘઉં, જુવારની જેમ લોટ બનાવીને ખોરાક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. રાગીના લોટમાં સૌથી વધુ પ્રોટીનનું હોય છે. ધાન્યના લોટમાં રહેલું ગ્લૂટન (ધાન્યના લોટમાં રહેલું નત્રિલ દ્રવ્ય) મુક્ત હોવા ઉપરાંત, રાગીના લોટમાં ફાઇબરનું પણ વધુ માત્રામાં જોવા મળે છે.
ઘઉંના લોટ કરતાં રાગીનો લોટ લોહીમાં રહેલાં શર્કરાનું સ્તર ઓછું કરે છે. રાગીમાં મેગ્નેશિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે જે ઇન્સ્યુલિન પ્રતિકાર ઘટાડીને ઇન્સ્યુલિન પ્રતિભાવમાં સુધારો કરે છે. રેસીપીની જરૂરિયાતો અને વ્યક્તિની પસંદગીના આધારે લોટને બરછટ કે ઝીણો પીસી શકાય છે.
સૌથી વધુ રાગીનું ઉત્પાદન કરતું રાજ્ય દક્ષિણ ભારતમાં આવેલ કર્ણાટક રાજ્ય છે. તે ઉપરાંત ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, તમિલનાડુ જેવા અનેક રાજ્યોમાં રાગીનું ઉત્પાદન કરવામાં આવે છે.
રાગીના ફાયદા | Ragi In Gujarati | Benefits Of Ragi
રાગીએ દેખાવમાં ભલે સરસવ જેવી લાગતી હોય પણ તે પોષક તત્વોથી ભરપુર છે, તે આપણા શરીરના ઘણાં બધા રોગો સામે લડવામાં મદદ કરે છે. તેમજ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. અહીં આપણે રાગીના ફાયદા વિશે વાત કરીશું તો મિત્રો અંત સુધી વાંચો અને જાણો રાગીના અનેક ફાયદા.
રાગી શરીરના ઘણાં રોગો સામે કારગર નીવડે છે. જેમ કે વજન ઘટાડવામાં, શરીરને તણાવમુક્ત કરવા, લોહીની ઉણપ દૂર કરવામાં, ત્વચા માટે ઉપયોગી, ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં, હાડકા અને દાંત મજબુત કરવામાં, એનીમિયાથી બચવા માટે, કેન્સરમાં પણ ઉપયોગી, આવા અનેક કારણો અને રોગો સામે લડવા રાગી મહત્વપૂર્ણ ધાન્ય છે.
વજન ઘટાડવામાં ઉપયોગી
રાગીમાં ફાઇબર્સ હોય છે જે તમને લાંબા સમય સુધી ભરપૂર અનુભવ કરાવે છે. જેના કારણે વારંવાર ભૂખ નથી લાગવી અને વજન ઘટે છે. રાગી ઇન્સ્યુલિનને સક્રિય કરીને બ્લડ સુગરના સ્તરને પણ નિયંત્રિત કરે છે. રાગીના ફાયદાઓ મેળવવા માટે તેને સવારના નાસ્તા માં ખાવું જોઈએ.
શરીરને તણાવમુક્ત કરવા માટે ઉપયોગી
રાગી તણાવ દૂર કરવામાં પણ થાય છે. ડિપ્રેશન, ચિંતા અને અનિદ્રાથી પીડિત લોકો માટે રાગી રામબાણ છે. તેમાં રહેલા એમિનો એસિડ, ટ્રિપ્ટોફેન અને એન્ટીઓક્સીડેન્ટ્સ કુદરતી રીતે તણાવ દૂર કરે છે. એક સંશોધન મુજબ રાગીનો લોટ માઈગ્રેનમાં પણ ફાયદાકારક છે.
લોહીની ઉણપ દૂર કરવામાં માટે ઉપયોગી
રાગી કુદરતી રીતે આયર્નથી ભરપૂર હોય છે. તેથી ઓછા હિમોગ્લોબિનવાળા દર્દીઓ માટે રાગી વરદાન રૂપ છે. જેમ જેમ ફણગા રાગીમાં ફૂટે છે, તેમ તેમ તેમાં વિટામિન સી નું પ્રમાણવધતું જાય છે, જેના કારણે શરીરમાં આયર્ન વધુ સરળતાથી શોષાયને લોહીમાં ભળી જાય છે. શાકભાજીના શાક સાથે રાગી ખાવાથી તમારા શરીરને મહત્તમ ફાયદો થશે. જો તમે રાગી ખાતા હોવ તો તમારે તેની સાથે વિટામિન સી પણ લેવું જરૂરી છે.
ત્વચા માટે ઉપયોગી
રાગીના નિયમિત સેવનથી ત્વચા યુવાન અને ચમકદાર બને છે. તેમાં લાયસિન અને મેથિઓનાઇન નામના એમિનો એસિડ હોય છે, તે તત્વો ત્વચાની કરચલીઓ અને ઝૂલતી અટકાવે છે. રાગી એકમાત્ર એવું અનાજ છે જેમાં વિટામિન ડી હોય છે. આ વિટામિન સામાન્ય રીતે સૂર્યપ્રકાશમાંથી મેળવવામાં આવે છે. વિટામિન ડીના કારણે શરીરમાં વધુ કેલ્શિયમ ઉત્પન્ન થાય છે. આ રીતે રાગી તમને લાંબા સમય સુધી યુવાની જાળવી રાખવામાં પણ મદદ કરે છે.
ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં ઉપયોગી
ચોખા, મકાઈ અને ઘઉં કરતાં રાગીના લોટમાં વધુ પોલિફીનોલ હોય છે જે પાચનતંત્રને મજબૂત બનાવે છે. તે ખાવાની ખોરાકની તૃપ્તિ ઘટાડે છે અને ભૂખ ઓછી કરે છે તેમજ સુગરને પણ નિયંત્રણમાં રાખે છે. જો તમે સવારે રાગી ખાશો તો તમને દિવસભર તંદુરસ્તીનો અહેસાસ રહેશે.
હાડકા અને દાંત મજબુત કરવામાં ઉપયોગી
દૂધ સિવાય જો કોઈ ખોરાકમાં સૌથી વધુ કેલ્શિયમ હોય તો તે રાગી છે. રાગીમાં અન્ય અનાજ કરતાં અનેક ગણું વધુ કેલ્શિયમ હોય છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુટ્રિશન ઇન ઇન્ડિયાના આંકડા મુજબ, 100 ગ્રામ રાગીમાં 344 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે. રાગીનો લોટ ખાવાથી હાડકાં અને દાંત મજબૂત થાય છે અને ઓસ્ટીયોપોરોસીસ જેવા હાડકાંને નબળા પાડતી બીમારીઓથી બચાવે છે. બાળકોને તેમના હાડકાં મજબૂત બનાવવા માટે રાગી આપવી જોઈએ.
એનીમિયાથી બચવા માટે ઉપયોગી
જો તમે રાગી ફણગાવેલાં ખાશો તો તમને વિટામિન-સી ખૂબ સારી માત્રામાં મળશે. જે આપણા શરીરમાં લોહીની ઉણપને ઝડપથી દૂર કરે છે. રાગીમાં આયર્ન વધુ પ્રમાણમાં હોવાથી રાગીનું સેવન એનિમિયાના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.
કેન્સરમાં ઉપયોગી
રાગીમાં અમુક પ્રકારના રોગપ્રતિકારક એમિનો એસિડ હોય છે, જે કેન્સરને વધતું રોકવામાં મદદ કરે છે. રાગીમાં ફાઈબર પણ વધુ માત્રામાં હોય છે જે કેન્સર સામે લડવા રોગપ્રતિકારક શક્તિ વધારે છે, માટે કેન્સરના દર્દી માટે રાગી ફાયદાકારક છે.
સ્તનપાન કરાવતી માતાઓ માટે
નવા જન્મેલાં નવજાત બાળકને ઓછામાં ઓછા છ મહિના સુધી કેવળ માતાનું દૂધ જ પીવડાવવું જોઈએ. રાગીમાં મળતા પોષક તત્વો માતાનું દૂધ વધારવામાં તેમજ પૌષ્ટિક બનાવવામાં મદદ કરે છે. તેથી સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ તેમના આહારમાં રાગીનો સમાવેશ જરૂરથી કરવો જોઈએ. રાગી માતા અને બાળક બંને માટે લાભદાઈ છે.
કોલેસ્ટ્રોલને ઓછું કરવા
કોલેસ્ટ્રોલએ પણ હૃદય રોગ માટે જોખમી પાસુ છે, આપણા શરીરમાં કોલેસ્ટ્રોલ વધે તે પહેલા તેને નિયંત્રિત કરવું ખૂબ જ જરૂરી છે. રાગીમાં મેથીઓનિન અને લેસીથિન નામના એમિનો એસિડ હોય છે જે ચરબી ઘટાડે છે અને તે શરીરમાં વધુ પડતી ચરબીનો સંગ્રહ અટકાવે છે અને કોલેસ્ટ્રોલની માત્રાને નિયંત્રિત કરે છે.
રાગીના નુકસાન | Disadvantages Of Ragi | Ragi Meaning In Gujarati
મિત્રો, કોઈ પણ ચીજ આપણા માટે વરદાનરૂપ હોય છે તો કેટલીક વધુ પડતા ઉપયોગથી નુકસાનકારક પણ હોય છે, એવી રીતે રાગીના કેટલાક નુકસાન પણ છે. જે અહીં નીચે આપેલાં છે.
- શરદી, તાવ, ઠંડીની અસર, વગેરે જેવી બીમારીની અસર હોય તો રાગીનું સેવન ઓછું કરવું જોઈએ.
- રાગીમાં સારી માત્રામાં કેલ્શિયમ હોય છે. જો રાગીનું વધુ પ્રમાણમાં સેવન કરવામાં આવે તો પથરી થવાની સંભાવના વધુ રહે છે.
- રાગીમાં ફાઈબર પણ વધુ માત્રામાં હોય છે તેથી તેનું સેવન કરવામાં સાવધાની રાખવી જોઈએ, કારક કે વધુ ફાઈબરથી પેટ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
બાળકો માટે રાગીના ફાયદા | Ragi In Gujarati
રાગીએ તંદુરસ્ત શરીર રાખવા માટે મહત્વનું ધાન્ય છે. રાગીનું સેવન બાળકથી લઈ અને વૃદ્ધ લોકો સુધી કરી શકે છે, પણ નાના બાળકોને રાગીના કેટલાક મહત્વના ફાયદા થાય છે, જે નીચે મુજબ છે.
- બાળકોમાં કેલ્શિયમની ઉણપ વધુ જોવા મળે છે. રાગીમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે, તેથી બાળકોને રાગીનું નિયમિતપણે સેવન કરાવવું જોઈએ.
- બાળકોનું પાચનતંત્ર પુખ્ત વયના લોકો કરતા નબળું હોય છે, રાગી એ એક એવું ધાન્ય ખોરાક છે જે બાળકો ને સરળતાથી પછી જાય છે અને રાગીના પોષક તત્વો તેમને મળી રહે છે.
- રાગી આપણા શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં મદદ કરે છે. બાળકોમાં અમુક જરૂરી પોષક તત્વોની ઉણપને કારણે લોહીની ઉણપ થતી હોય છે તેથી બાળકોને રાગીનું સેવન કરાવવું ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
- રાગીમાં એન્ટી ડાયાબીટીક, એન્ટી ઓક્સીડેન્ટ, એન્ટી બેક્ટેરિયલ, અને અન્ય ઘણાં મહત્વના તત્વો હોય છે. જે બાળકોને ઘણી બીમારીઓથી રક્ષણ આપે છે.
રાગીને ખોરાકમાં કેવી રીતે ઉપયોગમાં લેવાઈ | Ragi Flour In Gujarati
Ragi Flour In Gujarati : રાગી પણ એક બાજરી, જુવાર ની જેમ ધાન્ય પાક જ છે જેથી તમે બાજરી, જુવારની જેમ જ રાગીના લોટ માંથી રોટલા/રોટલી બનાવીને ખોરાકમાં લઈ શકો છો.
રાગીનો શીરો બનાવીને પણ નાસ્તામાં લઈ શકો છો. (રાગીનો શીરો બનાવવા માટે જરૂરી પ્રમાણમાં રાગી, દૂધ, ઘી અને ગોળની જરૂર પડે છે.)
રાગીની સુખડી બનાવીને ખોરાકમાં સેવન કરી શકાય. ( રાગીની સુખડી બનાવવા માટે ઘી, ગોળ, બાજરીનો લોટ અને રાગીનો લોટ જોઈએ)
રાગીના થેપલાં બનાવીને પણ તમે ખોરાક તરીકે ઉપયોગમાં લઈ શકો છો.
FAQs :- વારંવાર મહત્વના પૂછાતા પ્રશ્નો
રાગી અને બાજરીમાં શું તફાવત હોય છે?
રાગી અને બાજરી દેખાવમાં તો મોટા ભાગે સરખો જ હોય છે, બન્ને ના રંગ માં તફાવત હોય છે. બાજરીને પ્રોટીન સ્રોત માનવામાં આવે છે જયારે રાગીને કેલ્શિયમનો સ્રોત માનવામાં આવે છે
રાગીને અંગ્રેજીમાં શું કહેવાય છે?
રાગી ને અંગ્રેજીમાં ‘INDIAN MILLET’ કે ‘FINGER MILLET’ કહેવામાં આવે છે.
રાગીના ફાયદા ક્યા ક્યા છે?
વજન ઘટાડવામાં, શરીરને તણાવમુક્ત કરવા, લોહીની ઉણપ દૂર કરવામાં, ત્વચા માટે ઉપયોગી, ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં, હાડકા અને દાંત મજબુત કરવામાં, એનીમિયાથી બચવા માટે, કેન્સરમાં પણ ઉપયોગી, વગેરે માટે ફાયદાકારક છે.
રાગીને ખોરાકમાં કેવી રીતે ઉપયોગમાં લેવી
રાગીને શીરો બનાવીને, સુખડી બનાવીને, થેપલાં બનાવીને વગેરે રેસીપી બનાવીને ખોરાકમાં લેવાય છે.
રાગીનું ઉત્પાદન ક્યાં થાય છે?
રાગીનું ઉત્પાદન ભારતમાં સૌથી વધુ કર્ણાટક રાજ્યમાં થાય છે અને ગુજરાતમાં ડાંગ, વલસાડ, તાપી, સુરત, ભરૂચ વગેરે જિલ્લામાં થાય છે.
સમાપ્તિ
તો, મિત્રો તમે આર્ટીકલમાં રાગી Ragi In Gujarati વિશે તેમજ Ragi Meaning In Gujarati વિશેની સંપૂર્ણ માહિતી મેળવી, તમને આ આર્ટીકલ વાંચીને ખબર પડી ગઈ હશે કે આખરે રાગી શું છે અને તેના ફાયદા ક્યા ક્યા છે. મિત્રો તમને અમારો આ આર્ટીકલ પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર જરૂર કરો જેથી તેઓ પણ રાગી વિશેની આવી ફાયદાકારક માહિતી મેળવી શકે.