કુલ્થી દાળના ફાયદા અને ઉપયોગ | Horse Gram in Gujarati

Horse Gram in Gujarati : મિત્રો, આજે આપણે એક એવી દાળની વાત કરવાના છે જેમાં સૌથી વધુ પ્રોટીન છે. એ દાળનું નામ છે કુલ્થી દાળ, કળથી દાળ, Horse Gram, આ દાળ શરીરને હૃષ્ટપુષ્ટ રાખવા માટે ખુબજ ઉપયોગી છે. શરીરને શારીરિક રીતે મજબુત બનાવવા કુલ્થી દાળનું નિયમિત સેવન કરવું જોઈએ.

આ આર્ટીકલમાં આપણે કુલ્થી દાળના ફાયદા, નુકસાન તેમજ તેના ઉપયોગ વિશેની માહિતી મેળવીશું તો આ આર્ટીકલને તમે અંત સુધી વાંચો અને સ્વાસ્થ્ય સંબંધિત માહિત મેળવો.

Horse Gram in Gujarati

કુલ્થી દાળ | Horse Gram in Gujarati

આ દાળ કઠોળમાં સૌથી પ્રોટીન ધરાવતી દાળ છે, તેથી તેને રેસના ઘોડાને ખોરાક તરીકે આપવામાં આવે છે. આ દાળ ઘોડા માટેનો મુખ્ય ખોરાક માનવામાં આવે છે. તેથી તેને Horse Gram પણ કહેવામાં આવે છે. આ દાળને ગુજરાતીમાં ‘કળથી’ કહેવામાં આવે છે. Kulthi Dal In Gujarati Name

તે ખાસ કરીને દક્ષિણ ભારતીય પ્રદેશોમાં લોકપ્રિય છે. કુલ્થી દાળ પચવામાં ખુબજ હળવી હોય છે, પણ પૌષ્ટિક હોય છે. તેથી મૂત્રમાર્ગની કોઈ પણ બીમારીમાં તેનો સરો એવો ફાયદો થાય છે. તે સ્વાદમાં થોડી તીખી અને તુરી હોય છે,

કુલ્થી દાળના ફાયદા | Kulthi Dal In Gujarati

Kulthi Dal In Gujarati : આપણા આહારમાં ઘણી બધી દાળનો ઉપયોગ આપણે કરતા હોઈયે છીએ, જે દાળ આપણને ઘણાં પ્રકારના ન્યુટ્રીશન, ચરબી, પોષકતત્વો વગેરે જેવા ઘટકો પુરા પાડે છે. આપણે અહીં Horse Gram In Gujarati કુલ્થી દાળના ફાયદાના ફાયદા વિશે વાત કરી છું, તો ચાલો જાણીએ શું છે કુલ્થી દાળના ફાયદા.

  • કુલ્થી દાળની એન્ટિ-કોલિઓલિથિક પ્રવૃત્તિના ફાયદા : કુલ્થી દાળ લિથોજેનિક પિત્તનું નિર્માણ ઘટાડે છે અને તેથી કોલેસ્ટ્રોલ ઘટાડતી પ્રવૃત્તિ દર્શાવે છે. તે પિત્તમાં રહેલાં કોલેસ્ટ્રોલનો સ્ત્રાવને ઘટાડે છે અને પિત્ત એસિડ આઉટપુટમાં વધારો કરે છે.
  • ડાયાબિટીક વિરોધી : કુલ્થી દાળમાં ઓછી ગ્લાયકેમિક ઇન્ડેક્સ હોય છે તેથી ડાયાબિટીસના દર્દીઓ માટે ઉપયોગી આહાર પુરવાર થાય છે. કુલ્થી દાળમાં રહેલા આલ્ફા-એમીલેઝ અવરોધક જે સીરમ ગ્લુકોઝનું સ્તર ઘટાડી ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ કરી છે.
  • કીડની સ્ટોન માટે ઉપયોગી : કુલ્થી દાળનો મોટામાં મોટો ઉપયોગ કીડનીમાં રહેલા સ્ટોનને દુર કરવા માટે કરવામાં આવે છે, કુલ્થી દાળનો નિયમિત આહારમાં ઉપયોગ કરવાથી તે મૂત્રનો પ્રવાહ વધારે છે જેના લીધે સ્ટોન પીગળે છે અને માત્ર ત્રણ ચાર મહિનામાં કીડની સ્ટોન રીમુવ થઈ જાય છે.
  • કુલ્થી દાળનું નિયમિતપણે સેવન કરવાથી શુક્રાણુમાં પણ વધારો જોવા મળે છે તેમજ શારીરિક સંબંધ કરતી વખતે પણ અસરકાર સાબિત થાય છે, જે દરેક પુરુષ માટે ફાયદાકારક છે.
  • પાચનતંત્રને મજબુત કરવાનું તેમજ જો કોઈને બવાસીરની બીમારી હોય તો તેના માટે પણ કુલ્થી દાળનું સેવન કરવું ઉપયોગી છે.
  • સળેખમ, મેદ, કૃમિ, વીર્યદોષ, તાવ, વજન ઘટવા, ઝાડા અને શરદી જેવી બીમારીમાં ઉપયોગી છે. ચામડી સંબંધિત રોગો સામે પણ રક્ષણ આપે છે અને સૂર્યના UV કિરણો સામે પણ રક્ષણ આપે છે.

કુલ્થી દાળના નુકસાન | Kulthi Dal In Gujarati Name

Horse Gram In Gujarati : કુલ્થી દાળમાં રેફિનોઝ ઓલિગોસેકરાઇડ નામનું કાર્બોહાઇડ્રેટ હોય છે, જો કુલ્થી દાળ વધુ માત્રામાં ખાવામાં આવે તો પેટ ફૂલવું અને ગેસ થઈ શકે છે.

શરીરની કોઈક એલર્જીક પ્રતિક્રિયાઓનું કારણ બની શકે છે.

કુલી દાળમાં ફાયટીક એસિડ જેવા વિરોધી પોષક તત્વો હોય છે જે પ્રોટીનની પાચનક્ષમતાને અટકાવે છે.

ડાયાબિટીસ અને યકૃતના દર્દીઓ એ ડોકટરની યોગ્ય સલાહ લઈ કુલ્થી દાળનું સેવન કરવું જોઈએ.

કુલ્થી દાળ ડાયાબિટીસના દર્દીઓ માટે બ્લડ સુગર ઘટાડવામાં મદદ કરી શકે છે, પરંતુ જો ખૂબ વધારે પ્રમાણમાં લેવામાં આવે તો બ્લડ સુગરનું સ્તર ઘણું ઓછું થઈ શકે છે.

કુલ્થી દાળનું સેવન કેવી રીતે કરવું | Horse Gram In Gujarati

કુલ્થી દાળના બીજ આખા (બાફેલા), સ્પ્રાઉટ્સ, કરી તેને ભોજનમાં ખાવામાં આવે છે.

કુલ્થી દાળને અંકુરણ કરીને ખાવાથી વધારે ફાયદો થાય છે, તેને શેકીને પણ સેવન કરવામાં આવે છે.

કુલ્થી દાળને બીજી અન્ય દાળની જેમ પણ બનાવીને આહારમાં લઈ શકાય છે.

રાત્રે એક ગ્લાસ જેટલું પાણી લઈ પલાળી રાખવાની અને સવારે તે પાણી અને કુલ્થીની દાળ બંનેને નાસ્તા તરીકે સેવન કરી શકાય.

કુથલી દાળ ક્યાંની છે?  

કુથલી દાળ મુખ્યત્વે આફ્રિકન દેશોમાં જોવા મળે છે, જેમાં અંગોલા, ઇથોપિયા, કેન્યા, નામીબીઆ, સોમાલિયા, દક્ષિણ આફ્રિકા. તેમજ ભારતમાં દક્ષિણ પ્રદેશોમાં પણ જોવા મળે છે.

કુલ્થી દાળના ફાયદા ક્યા ક્યા છે?

કીડની સ્ટોન માટે ઉપયોગી, ડાયાબિટીક વિરોધી, પાચનતંત્રને મજબુત કરે, સળેખમ, મેદ, કૃમિ, વીર્યદોષ, તાવ, વજન ઘટવા, ઝાડા અને શરદી જેવી બીમારીમાં ફાયદાકારક છે.

Horse Gram ને ગુજરાતીમાં શું કહેવાય?

કુલ્થી દાળને ગુજરાતીમાં ‘કથળી’ કહેવામાં આવે છે.

સમાપ્તિ

મિત્રો આપણે Horse Gram In Gujarati વિશે બધી જ માહિતી મેળવી, જેમાં Kulthi Dal In Gujarati Name, તેના ફાયદા, નુકસાન તેમજ તેનું સેવન કેવી રીતે કરવું એ માહિતી મેળવી. જો મિત્રો તમને આ માહિતી ગમી હોય તો તમારા મિત્રો સુધી શેર જરૂર કરો.

નોંધ :- અહીં આપવામાં આવેળ સ્વાસ્થ્ય સંબંધિત માહિતી વાંચકોને સરળતાથી સમજાય એ માટે આપવામાં આવી છે. જો તમને કોઈ બીમારી હોય તો ડોક્ટરની યોગ્ય સલાહ લઈ કથળી દાળનો ઉપયોગ કરવો હિતાવહ રહેશે.

Photo of author

Mahesh Vansh

https://gujarati.webinformer.in/

મારું નામ મહેશ વંશ છે અને હું આ બ્લોગ નો લેખક છું, આ બ્લોગ મારફતે હું તમને અવનવી માહિતી વિશે વાકેફ કરીશ.

Leave a Comment