માનવ કલ્યાણ યોજના | Manav Kalyan Yojana

Manav Kalyan Yojana : ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ઓછી આવક ધરાવતા અને જરૂરિયાતમંદ લોકો જે નાના વ્યવસાયથી સ્વ રોજગારી મેળવી શકે અને આર્થિક રીતે આત્મનિર્ભર બને એ હેતુથી માનવ કલ્યાણ યોજના રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. જેમાં રોજગારીના સાધનો સહાય તરીકે આપવામાં આવે છે.

મિત્રો આજે આ આર્ટીકલમાં આપણે Manav Kalyan Yojana વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. તેનું ફોર્મ ક્યાં ભરવું, ક્યા ક્યા દસ્તાવેજો જોઈએ, કોને કોને લાભ મળી શકે, આ બધા પ્રશ્નો આપણે અહીં વિસ્તૃતમાં સમજીશું, તો મિત્રો આ આર્ટીકલ અંત સુધી વાંચો.

Manav Kalyan Yojana

માનવ કલ્યાણ યોજના | Manav Kalyan Yojana

Manav Kalyan Yojana : ગુજરાત સરકારના કુટીર અને ગ્રામોદ્યોગ દ્વારા ચલાવવામાં આવે છે. રાજ્યના ગરીબ અને પછાત વર્ગના લોકો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં છે જે યોજનાઓ નો લાભ લઈ તેઓ આર્થિક રીતે સક્ષમ બની શકે છે. એવી યોજનાઓ પૈકીની એક યોજના એટલે માનવ કલ્યાણ યોજના, આ યોજનામાં લાભ મેળવતા લાભાર્થીઓને પોતાની કુશળતા પ્રમાણે વ્યવસાયના સાધનો આપવામાં આવે છે.

આ યોજનાનો હેતુ આર્થિક રીતે પછાત વર્ગોને પૂરતી આવક અને સ્વ-રોજગાર પેદા કરવા માટે વધારાના સાધનો પ્રદાન કરવાનો છે. આ યોજનામાં સમાજના નબળા વર્ગના લોકો કે જેમની વાર્ષિક કૌટુંબિક આવક મર્યાદા ગ્રામીણ વિસ્તારો માટે રૂ. 120000 સુધી અને શહેરી વિસ્તારો માટે રૂ. 150000/- સુધીની હોય તેને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.

માનવ કલ્યાણ યોજનાના લાભો

રાજ્યના આર્થિક રીતે નબળા કારીગરો કે જેઓ નવો ધંધો કે વ્યવસાય શરૂ કરવા માંગે છે. પરંતુ તેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના લીધે તે નવો ધંધો કે વ્યવસાય શરૂ કરી શકતો નથી, તેથી એવા લોકોને આર્થિક રીતે મદદ થાય કોઈપણ વ્યક્તિ નાનો વ્યવસાય શરૂ કરી શકે છે અને નફો કરીને પોતાની આર્થિક સ્થિતિ સુધારી શકે એ હેતુથી માનવ કલ્યાણ યોજના લાભદાઈ છે.

માનવ કલ્યાણ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

Manav Kalyan Yojana નો લાહ લેવા માટે સરકાર દ્વારા કેટલીક પાત્રતા નક્કી કરવામાં આવી છે. જે લાભાર્થી આ પાત્રતા મુજબ યોજનાની હેઠળ આવતા હશે એ લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે.

  • ગ્રામીણ લાભાર્થી જિલ્લા ગ્રામ વિકાસ દ્વારા ગરીબી રેખા નીચેની યાદી (BPL)માં સમાવેશ થયેલ હોય તો આવા લાભાર્થીઓએ આવકનો દાખલો સબમિટ કરવાની જરૂર નથી.
  • લાભાર્થી 16 થી 60 વર્ષની વય મર્યાદા ધરાવતાં હોવા જોઈએ.
  • જો લાભાર્થી ગ્રામીણ વિસ્તારનો હોય તો કુટુંબની વાર્ષિક આવક મર્યાદા 1,20,000 કરતા ઓછી હોવી જોઈએ અને જો અરજદાર શહેરી વિસ્તારનો હોય તો કુટુંબની વાર્ષિક આવક મર્યાદા 1,50,000 થી ઓછી ધરાવતાં હોવા જોઈએ.

માનવ કલ્યાણ યોજના માટેના જરૂરી ડોક્યુમેન્ટ

  • બાંહેધરીપત્રક
  • એકરારનામું
  • ધંધો-વ્યવસાયના અનુભવ અંગેનો દાખલો
  • આધારકાર્ડ
  • ચુંટણીકાર્ડ
  • રેશનકાર્ડ
  • આવકનો દાખલો
  • રહેઠાણનો પુરાવો (ચૂંટણીકાર્ડ, વીજળી બિલ / લાઇસન્સ/ લીઝ કરાર, કોઈપણ એક)
  • અભ્યાસ અંગેનો પુરાવો

માનવ કલ્યાણ યોજનામાં સાધન સહાય કીટની યાદી

Manav Kalyan Yojana માં નવો ધંધો અને વ્યવસાય શરુ કરવા માટે કુલ 28 પ્રકારના વ્યવસાય માટે સાધન સહાય કીટ આપવામાં આવે છે. જેની યાદી નીચે મુજબ છે.

  • હેર કટિંગ (વાળંદ કામ)
  • મોબાઈલ રીપેરીંગ કીટ
  • ઈલેક્ટ્રીક એપ્લાયંન્‍સીસ રીપેરીંગ
  • ફ્લોર મિલ
  • માછલી વેચનાર
  • દૂધ-દહિં વેચનાર
  • વિવિધ પ્રકારની ફેરી
  • પ્લમ્બર
  • ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
  • રૂ ની દિવેટ બનાવવી અને પેપરકપ-ડીશ બનાવટ (સખીમંડળની બહેનો માટે)
  • દરજીકામ (મફત સિલાઈ મશીન યોજના)
  • વાહન સર્વિસીંગ અને રિપેરીંગ
  • સાવરણી સુપડા બનાવનાર
  • રસોઈકામ માટે પ્રેશર કુકર (રદ કરેલ છે.)
  • કડિયા કામ
  • મોચીકામ
  • કુંભારી કામ
  • ભરતકામ
  • ધોબીકામ
  • સુથારીકામ
  • અથાણા બનાવટ
  • પાપડ બનાવટ
  • મસાલા મિલ
  • ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ
  • સેન્‍ટિંગ કામ
  • બ્યુટી પાર્લર

માનવ કલ્યાણ યોજનાનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું | Manav Kalyan Yojana Online Application

Manav Kalyan Yojana માટે ઓનલાઈન અરજી કરવાની રહે છે. જે તમે તમારા મોબાઈલ કે કમ્પ્યુટર દ્વારા જાતે કરી શકો છો. આજે અહીં આપણે Manav Kalyan Yojana ની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની માહિત મેળવીશું.

Step 1 : સૌપ્રથમ તમારે કોઈપણ બ્રાઉજર માં જઈ e-Kutir Gujarat લખવાનું રહેશે, અથવા અહીં આપેલ લિંક પર ક્લિક કરી તમે ફોર્મ ભરી શકો છો. https://e-kutir.gujarat.gov.in/

Step 2 : હવે તમારી સામે “E-Kutir” નામની વેબસાઈટ દેખાશે તેના પણ તમારે ક્લિક કરી દેવાનું રહેશે.

Step 3 : અહીં તમારે UserID, Password અને Captcha Code દાખલ કરી Login થઈ જવાનું રહે છે. જો તમે પ્રથમ વખત આ વેબસાઈટની મુલાકાત લેતા હોય તો તમારે “For New Individual Registration” ક્લિક કરી, કેટલીક ખાનગી વિગતો ભરી Registration કરી લેવાનું રહેશે.

Step 4 : Registration થઈ ગયા પછી તમારે UserID, Password અને Captcha Code દાખલ કરી Login બટન પર ક્લિક કરી Login કરી લેવાનું રહેશે.

Step 5 : હવે તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં “પ્રોફાઇલ પેજ” દેખાશે અહીં બાકીની માહિતી ભરી અને “Update” પર ક્લિક કરી દેવાનું રહેશે.

Step 6 : ત્યારબાદ કેટલીક માહિતી ભરવાની રહેશે જે ભર્યા બાદ “Update” કરી બાદ “Save” ક્લિક કરવાનું રહેશે.

Step 7 : હવે તમારી સામે પ્રોફાઇલ પેજમાં અલગ-અલગ યોજનાઓના માન દેખાશે. જેમાં તમારે “માનવ કલ્યાણ યોજના” પર ક્લિક કરવાનું રહેશે.

Step 8 : ત્યારબાદ માનવ કલ્યાણ યોજનાની માહિતી ખુલશે, તેને વાંચ્યા પછી “OK ” બટન પર ક્લિક કરી દેવાનું રહેશે.

Step 9 : હવે તમારી સામે એક પેજ ખુલશે જેમાં તમારે “Personal Detail” માં તમારી વિગતો ભરી “Save & Next” પર ક્લિક કરી દેવાનું રહેશે.

Step 10 : હવે ટૂલકીટનું નામ, શૈક્ષણિક લાયકાત, ટેકનિકલ વિગતો, આવકની વિગતો, વ્યવસાયનું નામ વગેરે જેવી ભરી ““Save & Next” પર ક્લિક કરી દેવાનું રહેશે.

Step 11 : ત્યારબાદ અરજદારે દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. દસ્તાવેજો અપલોડ કાર્ય પછી નિયમો અને શરતો વાંચી “Confirm Application” પર ક્લિક કરી દેવાનું રહેશે.

Step 12 : ત્યારબાદ તમારા મોબઈલ નંબર પર એક એપ્લિકેશન નંબર આવશે, જે તમારે સાચવી રાખવાનો રહેશે.

તો મિત્રો આટલી પ્રક્રિયા કરી હવે તમારું Manav Kalyan Yojana માટેનું ઓનલાઈન અરજી ફોર્મ ભરાઈ ગયું છે. જેની આગળની માહિતી હવે તમારા મોબાઈલમાં મેસેજ દ્વારા આપવામાં આવતી રહેશે.

FAQs :- માનવ કલ્યાણ યોજના માટે પૂછાતા પ્રશ્નો

માનવ કલ્યાણ યોજનાનો લાભ મેળવવા માટે કેવી રીતે અરજી કરવી?

માનવ કલ્યાણ યોજનાનો લાભ મેળવવા માટે https://e-kutir.gujarat.gov.in/ ઓનલાઈન અરજી કરવાની રહેશે.

માનવ કલ્યાણ યોજનાનો લાભ ક્યા-કયા વ્યવસાયો માટે મળી શકે છે?

માનવ કલ્યાણ યોજનાનો લાભ ધોબીકામ, કુંભારીકામ, કડિયાકામ, વાહન સર્વિસીંગ અને રીપેરીંગ, ઇલેક્ટ્રીક એપ્લાયન્‍સીસ રીપેરીંગ, મોબાઇલ રીપેરીંગ વગેરે જેવા 28 પ્રકારના વ્યવસાયો માટે સાધન સહાય મળી શકે છે.

માનવ કલ્યાણ યોજના માટે અરજી કોણ કરી શકે છે?

ગુજરાત રાજ્યના દરેક લોકો જે 16 થી 60 વર્ષની વય મર્યાદાના છે તેમજ જેમના કુટુંબની વાર્ષિક જો લાભાર્થી ગ્રામીણ વિસ્તારનો હોય 1,20,000 કરતા ઓછી અને જો શહેરી વિસ્તારનો હોય તો વાર્ષિક આવક મર્યાદા 1,50,000 થી ઓછી ધરાવતાં લોકો અરજી કરી શકે છે.

સમાપ્તિ

મિત્રો આજે આપણે આ આર્ટીકલમાં Manav Kalyan Yojana શું છે, Manav Kalyan Yojana Online Application વિશેની તમામ માહિતી મેળવી. તેમજ માનવ કલ્યાણ યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની પણ જાણકારી મેળવી, મિત્રો તમને અમારો આ આર્ટીકલ ગમ્યો હોય તો તમારા મિત્રોને પણ શેર કરો. જેથી તેઓ પણ આ યોજનાનો લાભ મેળવી શકે.

Photo of author

Mahesh Vansh

https://gujarati.webinformer.in/

મારું નામ મહેશ વંશ છે અને હું આ બ્લોગ નો લેખક છું, આ બ્લોગ મારફતે હું તમને અવનવી માહિતી વિશે વાકેફ કરીશ.

Leave a Comment