વ્હાલી દીકરી યોજના 2023 | Vahali Dikri Yojana 2023

ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર દ્વારા દીકરીઓ ના સર્વાંગી વિકાસ માટે વિવિધ યોજનાઓ અમલમાં છે. જેમ કે ભારત સરકાર દ્વારા શરુ કરવામાં આવેલ બેટી બચાવો બેટી પઢાવો જેવી યોજના વગેરે બહાર પાડેલ છે. ગુજરાત સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા માટે પણ યોજના શરુ કરવામાં આવેલ છે.[vahli dikri yojana in gujarati]

આજે આ લેખમાં હું તમને વ્હાલી દીકરી યોજના વિશે માહિતી આપીશ, જેમાં આ યોજનાનું ફોર્મ ક્યાંથી મેળવવું, ક્યા દસ્તાવેજો જોઈએ, પાત્રતા શું જોઈએ, તેમજ વ્હાલી દીકરી યોજનાના લાભો વિશેની વિસ્તૃત માહિતી આપીશ, તો તમે અમારો આ આર્ટીકલ અંત સુધી વાંચો અને યોજના વિશે જાણકરી મેળવો.

Vahali Dikri Yojana 2023

વ્હાલી દીકરી યોજના શું છે? | Vahli Dikri Yojana Online

વ્હાલી દીકરી યોજના (vahli dikri yojana મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા શરુ કરવામાં આવેલ છે, આ યોજના દ્વારા દીકરીઓમાં બાળ લગ્નો અટકે, દીકરીઓના શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટે, દીકરીઓના જન્મપ્રમાણ વધારો કરવો, દીકરીને શિક્ષણ તરફ ઉતેજન આપવું વગેરે જેવા ઉદેશ્યોથી સશક્તિકરણની ભાવના વિકસે એ હેતુથી વ્હાલી દીકરી યોજના શરુ કરવામાં આવી છે.

ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવતી દીકરીઓને આ યોજના મારફતે કુલ ત્રણ હપ્તામાં 1,10,000/- ની સહાય આપવામાં આવે છે. જે દીકરીના પ્રથમ ધોરણમાં પ્રવેશથી માંડી 18 વર્ષની ઉંમરની થાય એ સમયગાળા દરમિયાન આપવામાં આવે છે.

વ્હાલી દીકરી યોજના યોગ્યતા (Vahli Dikri Scheme Eligibility)

વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે કેટલીક યોગ્યતા રાખવામાં આવી છે, જે યોજનાનો લાભ લેવા માંગતા હોય તે નીચે દર્શાવેલી પાત્રતાને લાયક હોવા જરૂરી છે.

  • લાભાર્થી દીકરી ગુજરાતની વતની હોવી જોઈએ.
  • બાલલગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006 ની જોગવાઈ પ્રમાણે પુખ્તવયે લગ્ન કરેલ હોય તેવા દંપત્તિને આ યોજના નો લાભ મળવાપાત્ર છે.
  • દંપતિની વધુમાં વધુ બે દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. (પરંતુ બીજી દીકરી પછી દંપતિએ સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલું હોવું જોઈએ.)
  • લાભાર્થી દીકરીનો જન્મ તારીખ 02/08/2019 ના દિવસે કે તે પછી થયેલો હોવો જોઈએ.
  • અપવાદરૂપે બીજી પ્રસુતિ વખતે એક કરતાં વધારે (જોડિયા)દીકરીનો જન્મ થાય, તો કુંટુંબમાં દીકરીઓની સંખ્યા વધારે થતી હોય છે છતાં પણ આવા કિસ્સામાં આ યોજનાનો લાભ તમામ દીકરીઓને મળવાપાત્ર છે.
  • દીકરીના જન્મ સમયે માતાની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.
  • લાભ મેળવવાં માંગતા દંપતીની વાર્ષિક આવક મર્યાદા ગ્રામીણ અથવા શહેરી વિસ્તાર માટે એક સમાન છે, રૂ. 2,00,000 (બે લાખ) કે તેથી ઓછી હોવી જોઈએ.
  • દીકરીના જન્મ બાદ વધુમાં વધુ એક વર્ષની અંદર તમારે અરજી કરવાની રહેશે.

નોંધ :- જો દીકરી 18 વર્ષની ઉંમર અગાઉ મૃત્યુ પામી હોય તો તે કિસ્સામાં વ્હાલી દીકરી યોજના અંતર્ગત બાકીની સહાય મળવાપાત્ર રહેશે નહીં.

વ્હાલી દીકરી યોજના માટે જરૂરી દસ્તાવેજો | vahali dikri yojana documents gujarati

વ્હાલી દીકરી યોજનાની અરજી કરવાં માટે દસ્તાવેજો (ડોક્યુમેન્‍ટ) હોવા જરૂરી છે, જે દસ્તાવેજોની પ્રમાણિત ચકાસણી બાદ તમે આ યોજના અંતર્ગત લાભ મેળવી શકો છો. જે ડોક્યુમેન્‍ટ નીચે પ્રમાણે છે.

  • માતા-પિતાના આધારકાર્ડ
  • માતાપિતાનું જન્મનું પ્રમાણપત્ર
  • માતા/પિતાની અથવા લાભાર્થી દીકરીના બેંક ખાતાની પાસબુક
  • માતા-પિતાના લગ્નનું સર્ટિફિકેટ
  • રેશનકાર્ડની નકલ
  • આવકનો દાખલો
  • સંતતિ નિયમનનું પ્રમાણપત્ર
  • દીકરીના જન્મનું પ્રમાણપત્ર
  • દંપતિના પોતાના હયાત તમામ બાળકોના જન્મના દાખલા
  • સ્વ-ઘોષણાનો નમૂનો
  • દીકરીનો આધારકાર્ડ નંબર (જો હોય તો)

વ્હાલી દીકરી યોજનાના મળવાપાત્ર લાભ

 વ્હાલી દીકરી યોજના હેઠળ 18 વર્ષની ઉંમર સુધીમાં કુલ ત્રણ હપ્તાનો લાભ મળે છે. જેમાં દીકરીઓને ત્રણ હપ્તામાં 1,10,000/- (એક લાખ દસ હજાર)ની સહાય મળવાપાત્ર છે.

પ્રથમ હપ્તો :- લાભાર્થી દીકરી જ્યારે પહેલા ધોરણમાં પ્રવેશ મેળવશે તે વખતે રૂ. 4000/- મળવાપાત્ર થશે.

બીજો હપ્તો :- લાભાર્થી દીકરી જ્યારે ધોરણ 9 માં પ્રવેશ મેળવશે તે વખતે રૂ. 6000/- મળવાપાત્ર થશે.

ત્રીજો અને છેલ્લા :- જ્યારે લાભાર્થી દીકરી 18 વર્ષ ઉંમરની થાય ત્યારે તેને ઉચ્ચ શિક્ષણ/લગ્નની સહાય તરીકે કુલ 1,00,000/- (એક લાખ)ની સહાય મળવાપાત્ર થશે. પરંતુ દીકરીના બાળવયે (બાળલગ્ન) થયેલાં હોવા જોઈએ નહીં.

વ્હાલી દીકરી યોજનાના અરજી પત્રક ક્યાંથી મેળવવાં

વ્હાલી દીકરી યોજનાની અરજી કરવા માટે એક અરજી ફોર્મ ભરવાનું હોય છે જે નીચે આપેલ સ્થળેથી આપ વિનામૂલ્યે મેળવી શકો છો.

  • ગ્રામ પંચાયત
  • મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી
  • આંગણવાડી કેન્દ્ર
  • DCPO (District Child Protection Officers)ની કચેરી

તમે નીચે આપેલ Download પર ક્લિક કરીને પણ અરજી ફોર્મની PDF મેળવી શકો છો.

……………………..

વ્હાલી દીકરી યોજનાની ઓનલાઈન અરજી કોણ-કોણ કરી શકશે?

વ્હાલી દીકરી યોજનાનો લાભ મેળવવા માટે અલગ અલગ કચેરીએ થી અરજી કરવામાં આવે છે. જે નીચે પ્રમાણે દર્શાવેલી કચેરીએ જઈ લાભાર્થી અરજી કરી શકે છે.

ગ્રામ્ય પંચાયત ખાતે VCE (Village Computer Entrepreneur) મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે.

તાલુકા મામલતદાર કચેરીએ થી વિધવા સહાય યોજનાની કામગીરી કરતા “વિધવા સહાય ઓપરેટર” આ યોજનાની અરજી કરી શકશે.

જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતેથી અરજીને લગતી તમામ માહિતી મેળવી શકાશે. તમે આપેલ અરજી ની માહિતી વધુમાં વધુ 45 દિવસની અંદર આપવામાં આવશે કે તમારી અરજી મંજૂર થઈ છે કે નામંજૂર.

આમ, અમારા આ લેખમાં દર્શાવ્યા મુજબ તમને વ્હાલી દીકરી યોજનાની સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો તમે બીજા લોકોને પણ શેર કરો જેથી બીજા લોકો પણ આ યોજના વિશે માહિતી મેળવે અને આ યોજનાનો લાભ લઈ શકે. આ લેખમાં આપેલી માહિતી સામાન્ય માહિતીના સંદર્ભથી એકઠી કરેલી છે જો કોઈ ક્ષતિ જણાતી હોય તો વધુ માહિતી માટે તમે નજીકની આંગણવાડી, ગ્રામ પંચાયત કે મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીની મુલાકાત લઈ શકો છો.

Photo of author

Mahesh Vansh

https://gujarati.webinformer.in/

મારું નામ મહેશ વંશ છે અને હું આ બ્લોગ નો લેખક છું, આ બ્લોગ મારફતે હું તમને અવનવી માહિતી વિશે વાકેફ કરીશ.

Leave a Comment